Surat News : સુરતના ખજોદમાં લાગેલી આગ સતત ત્રીજા દિવસે પણ યથાવત, શંકાસ્પદ રીતે લાગી છે સાઈટ પર આગ

સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરામાં મંગળવારે બપોરે લાગેલી આગ બુધવારે બીજા દિવસે પણ બેકાબૂ રહી હતી. ફાયર વિભાગના ૫૦થી વધુ જવાનો મંગળવારે બપોરેથી સતત ઓન ડ્યૂટી આગ ઓલવવા માટેની કામગીરીમાં જોડાયા છે અને ૨૫ લાખ લિટરથી વધુ પાણીનો વેડફાટ કરાયા બાદ પણ આગ પર ક્યારે કાબૂ મેળવી શકાશે તે કહેવું મુશ્કેલ છે. અગત્યની વાત તો એ છેકે બે મહિનામાં બીજી વાર આગ લાગી છે પરંતુ તેની પાછળનું કારણ જાણી શકાયું નથી. આગ લાગી છે અથવા લગાડવામાં આવી છે તે મુદ્દો હવે ગંભીર બની રહ્યો છે. ખજોદ ડિસ્પોઝલ સાઈટ પાલિકા માટે માથાનો દુખાવો બની ગઇ છે ખજોદ ડિસ્પોઝલ સાઈટનો કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે સીડી ટ્રાન્સપોર્ટ એજન્સીને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે આ એજન્સી અત્યાર સુધી ૩૦ લાખ ટન કચરાની જગ્યાએ ૧૪ લાખ ટન કચરાનો જ નિકાલ કરી શકી છે અને ૧૬ લાખ ટન કચરાનો નિકાલ બાકી છે. આ દરમિયાન ત્રણ મહિના પહેલા મહુવા તાલુકાના કાંકરિયા ગામે કચરો ડમ્પ કરવા મુકે તેની સામે વિવાદ સર્જાયો છે. એક બાજુ એજન્સી સામે પ્રશ્નાર્થ ઊભો છે ત્યાં બીજી બાજુ સાઈટ પર બે મહિનામાં બીજી વાર આગ શંકા ઉપજાવે છે. આગ લાગી છે અથવા તો લગાડવામાં આવી છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. સોલિડ વેસ્ટના નિયમોનું સરેઆમ ઉલ્લંધન : જીપીસીબીનો રિપોર્ટ પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, હાલ અમારી પ્રાથમિકતા આગ ઓલવવા માટેની છે ત્યારબાદ વિશેષણો પાસે ગાઈડલાઈન મેળવી આગળ વધારશે. આગ લાગવાની ઘટના શંકાસ્પદ હોવાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી દર્શન નાયકે આગ લાગવાના કારણો શોધવા માટે પોલીસ ફરિયાદ કરવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ખજોદની આગમાં જીપીસીબીએ સોલિડ વેસ્ટના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ મોકલી આપ્યો છે. અગાઉ પણ પાલિકાને પત્ર પાઠવીને પુરતી વ્યવસ્થા કરવા માટે તાકીદ કરી હતી. તેમ છતાં યોગ્ય વ્યવસ્થા થઈ ન હતી. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણમાં જીપીસીબી દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચો : Vadodara News : રાજયમાં રામનવમીની શોભાયાત્રા નીકળશે, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું રહેશે સતત પેટ્રોલિંગ  

Vadodara News : રાજયમાં રામનવમીની શોભાયાત્રા નીકળશે, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું રહેશે સતત પેટ્રોલિંગ

ઉત્સવપ્રીય વડોદરા શહેરમાં આજે રામ નવમીની ભારે શ્રધ્ધા અને ઉત્સાહના માહોલમાં ઉજવણી કરાશે. આ પર્વ નીમીત્તે સમગ્ર શહેરમાંથી ભગવાન શ્રી રામની કુલ ૨૩ શોભાયાત્રાઓ નીકળશે. જે પૈકીની હરણીમાંથી પ્રસ્થાન થનારી વિશ્વ હિંદુ પરિષદ પ્રેરીત શોભાયાત્રાના રૂટને પોલીસે મંજુરી આપી ન હતી. પરિણામે શોભાયાત્રાના આયોજકોએ ફતેપુરાના રુટની અરજી આગલી રાતે પાછી ખેંચી હતી અને કારેલીબાગવાળા રુટની નવી અરજી પોલીસમાં જમા કરાવી હતી. અરજી પોલીસ વિભાગે મંજુર કરી છે જાણવા મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણીના કાઉન્ટ ડાઉન શરુ થયાં છે. ત્યારે વાતાવરણ ડહોળાય નહિં તે માટે વિશ્વ હિંદુ પરિષદના પ્રદેશ કક્ષાના હોદ્દેદારોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ટેલિફોનીક વાર્તાલાપ થયો હતો. જે પ્રમાણે ફતેપુરા ચાર રસ્તાથી કારેલીબાગ પોલીસ સ્ટેશનવાળા રુટની અરજી લોકલ અરજદાર દ્વારા પરત ખેંચી લેવામાં આવી હતી. મેન-મશીન અને ટેક્નોલોજી પ્રૂફ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરાયું : CP રામ નવમીની પૂર્વ સંધ્યાકાળે ભૂતડિઝાપા મેદાન ખાતે યોજાયેલા એરિયા ડાઈમેન્શનના કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે મિડિયાને જણાવ્યુ હતુ કે, આવતીકાલે શહેરના વિવિધ વિસ્તારમાંથી ભગવાન શ્રી રામની કુલ ૨૩ શોભાયાત્રાઓ નીકળવાની છે. ૧૦ સ્થળે ભંડારાના આયોજન કરાયા છે. પોલીસ તરફથી મેન મશીન અને ટેકનોલોજી આધારીત સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરાયુ છે. ઈક્વિપમેન્ટસ, ટુલ્સ અને મોબિલીટીથી પોલીસ તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. શાંતિપૂર્ણ રીતે કોમી એખલાસભયાં વાતાવરણમાં આ પર્વની ઉજવણી કરવાના સંપૂર્ણ પ્રયાસ રહેશે. મ્યુનિ. કોર્પોરેશન, વિદ્યુત કંપની સાથે સંયુક્ત રીતે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ૨ જે.સી.પી.ના સુપરવિઝનમાં ૧૧ એ.સી.પી., ૬૦ પી.આઈ.. ૧૪૦ પી.એસ.આઈ. ૨૦૦૦થી વધુ પોલીસ. એસ.આર.પી.ની ૬ કંપની તથા હોમગાર્ડનો ચાંપતો બંદોબસ્ત રહેશે. જિલ્લામાં બે દિવસમાં રામનવમીની 19 શોભાયાત્રા નીકળશે વડોદરા જિલ્લામાં ગુરૂવાર અને શુક્રવારે રામનવમી નિમિત્તે ૧૯ શોભાયાત્રા વિવિધ તાલુકામાં નિકળશે. જેની માટે એક SRP કંપની અને પોલીસનો બંદોબસ્ત ખડકાશે. ડભોઈ, પાદરા, સાવલી અને કરજણ સહિત વિવિધ તાલુકામાં રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ગુરૂવાર અને શુક્રવારે ૧૯ શોભાયાત્રાની વહીવટી તંત્ર દ્વારા મંજૂરી અપાઈ છે, જેથી બે દિવસ માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો સઘન બંદોબસ્ત રહેશે. શોભાયાત્રા માટે SRPની એક ટુકડી ખાસ જિલ્લાને ફળવાઈ છે. આ ઉપરાંત એક SP અને ચાર ડીવાયએસપી તેમજ વિવિધ સ્થળે સુરક્ષા કર્મીઓ દ્વારા ચાંપતી નજર રખાશે. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં ધોરણ 2 થી 11ના 32 પુસ્તક બદલાશે, હવે રોબોટિકસ અને AIનો યુગ

Gandhinagar News : ગુજરાતમાં ધોરણ 2 થી 11ના 32 પુસ્તક બદલાશે, હવે રોબોટિકસ અને AIનો યુગ

રાજ્યની શાળાઓમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિવિધ માધ્યમોના કુલ ૩૨ પાઠ્યપુસ્તકો સંપૂર્ણપણે બદલવામાં આવ્યા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી અમલી બનનારા આ નવા પાઠ્યપુસ્તકોમાં ભાષા, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને કોમ્પ્યુટર વિષયમાં થયેલો ફેરફાર સૌથી નોંધપાત્ર છે ધોરણ ૯ અને ૧૧માં વર્ષ ૨૦૧૩-૧૪ થી ચાલી આવતા જૂના પુસ્તકોના સ્થાને હવે ૧૩ વર્ષ બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવા વિષયોનો અભ્યાસક્રમ દાખલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક વિભાગની વાત કરીએ તો, ધોરણ-૨માં ગુજરાતી પ્રથમ અને દ્વિતીય ભાષામાં ‘વાચનમાળા’ નામની ચોપડી તેમજ ધોરણ-૩માં ‘ગણિત મેળો’ અને ‘આપણી અદ્ભૂત દુનિયા’ (પર્યાવરણ)ના નવા પુસ્તકો વિદ્યાર્થીઓના હાથમાં જોવા મળશે. ધોરણ-૬માં ‘ગણિત પ્રકાશ’ અને વિજ્ઞાનમાં ‘કુતૂહલ’ નામથી નવા પુસ્તકો તૈયાર કરાયા છે. આ ફેરફારો માત્ર ગુજરાતી માધ્યમ પૂરતા મર્યાદિત નથી, પરંતુ અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં પણ સમાન ધોરણે કુલ ૩૨ પુસ્તકોની નવી શ્રેણી અમલી બનશે. ચાલુ વર્ષથી ધોરણ-7માં નવું સમગ્ર પુસ્તક અમલમાં આવશે મહત્વનું છે કે, ધોરણ ૭ અને ૮ના અંગ્રેજી તેમજ હિન્દી માધ્યમના પુસ્તકોમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ના પાયાના મૂલ્યોનો સમાવેશ કરીને નૈતિક શિક્ષણને વેગ આપવાનો પ્રયાસ કરાયો છે. અત્યાર સુધી ધોરણ-૬ થી ૮માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું એક સમાન પુસ્તક ભણાવવામાં આવતું હતું, પરંતુ હવે ચાલુ વર્ષથી ધોરણ-૭માં નવું સમગ્ર પુસ્તક અમલમાં આવશે. આ પણ વાંચો : Gujarat Latest News Live : LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં કોઇ ફેરફાર નહી, અફવાઓ પર ધ્યાન ન આપવા સરકારની અપીલ