Breaking News : ભારત માટે ઈરાને ખોલી હોર્મુઝ સ્ટ્રેટ, કોઈ જ રોકટોક વિના આવ-જા કરી શકશે ભારતીય જહાજો

Breaking News : ભારત માટે ઈરાને ખોલી હોર્મુઝ સ્ટ્રેટ, કોઈ જ રોકટોક વિના આવ-જા કરી શકશે ભારતીય જહાજો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે રોજબરોજ મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે, ભારત માટે મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને ભારત સહિત તેના મિત્ર દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલી દીધું છે. આનો અર્થ એ છે કે, હવે તમામ ભારતીય જહાજો દેશમાં પાછા ફરી શકશે. LPG, ડીઝલ અને પેટ્રોલના પુરવઠા બાબતે ઈરાનનો આ નિર્ણય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરુવારે, ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ જાહેરાત કરી હતી કે, ભારત સહિત મિત્ર દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી કોઈ જ રોકટોક વિના પસાર થવાની પરવાનગી આપવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે, ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા વિનંતી કરી હતી. આ અપીલ બાદ, ઈરાનના વિદેશ મંત્રીએ એક નિવેદન બહાર પાડીને જાહેર કર્યું હતું કે, “અમે અમારા મિત્ર રાષ્ટ્રો, જેમ કે ભારત, રશિયા, ચીન, ઇરાક અને પાકિસ્તાન માટે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલી દીધું છે.” સોશિયલ મીડિયા ‘X’ (અગાઉ ટ્વિટર) પર શેર કરેલી એક પોસ્ટમાં, યુએન સેક્રેટરી-જનરલએ નોંધ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટના લાંબા સમય સુધી બંધ રહેવાથી ભારતમાં ઈંધણ, ગેસ અને ખાતરના જથ્થાના વહનમાં ખલેલ પડી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિક્ષેપ માત્ર રાષ્ટ્રોને જ નહીં પરંતુ તેમના નાગરિકોને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે, જેઓ હાલમાં ભારે અસુરક્ષાના વાતાવરણમાં જીવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘર્ષના પરિણામોને ઘટાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે; આ હાંસલ કરવાનો સૌથી સ્પષ્ટ અને અસરકારક રસ્તો, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુદ્ધનો તાત્કાલિક અંત લાવવાનો છે.

ઈરાને આ પહેલા, 25 માર્ચે, ન્યૂ યોર્કમાં જાહેરાત કરી હતી કે અમુક જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવશે. સોશિયલ મીડિયા ‘X’ પરની એક પોસ્ટમાં, તેમણે સ્પષ્ટતા કરી હતી કે “બિન-પ્રતિકૂળ” ગણાતા જહાજોને – એટલે કે, જે ઈરાન વિરુદ્ધ કોઈપણ કાર્યવાહીમાં સામેલ નથી તેવા દેશના જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, આ પરિવહન માટે એક પૂર્વશરત ઈરાનના તમામ સુરક્ષા નિયમોનું કડક પાલન છે. વધુમાં, આવી પરવાનગી ફક્ત ઈરાની અધિકારીઓની દેખરેખ હેઠળ આપવામાં આવે છે.

Breaking News : અમેરિકાના ખોળામાં બેઠેલા મુસ્લિમ દેશ પાકિસ્તાનને ઈરાને બતાવી દીધી ઓકાત, હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા મથતા જહાજને પાછું કાઢ્યું

Leave a Comment