ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. નવસારીના સરા ગામમાં ધર્માંતરણનો વિવાદ સામે આવ્યો છે. સીઆરપીએફ જવાન દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં હોબાળો થયો હતો. આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
CRPF જવાનના કાર્યક્રમમાં હોબાળો
નવસારીના વાંસદા તાલુકાના સરા ગામમાં ધર્માંતરણનો વિવાદ સામે આવ્યો છે. સરા ગામમાં એક સીઆરપીએફ જવાને નિવૃત્તિ બાદ ધાર્મિક કાર્યક્રમ રાખ્યો હોવાની વિગતો સામે આવી છે. આ કાર્યક્રમમાં ધર્માંતરણ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખ્રિસ્તી કાર્યક્રમમાં ત્રણથી ચાર પાસ્ટર પહોંચતા ધર્માંતરણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી
સરા ગામના જ એક વ્યક્તિએ ધાર્મિક કાર્યક્રમમાં હોબાળો કરીને પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.