કાલોલમાં ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે વિરુદ્ધ પોલીસની લાલ આંખ

કાલોલ પોલીસે પાછલા ત્રણ ચાર દિવસમાં રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન કાલોલ શહેર અને તાલુકામાં નિયત ડેસિબલ કરતાં મોટા અવાજે ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે સાઉન્ડ સિસ્ટમ સામે લાલ આંખ કરીને ત્રણ ડીજે કબજે કરી ડીજે માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામમાંથી ગણેશ ડીજેના ઘનશ્યામભાઈ ઉફે ગનિયો રાવજીભાઈ પરમાર (ડી.જે.સંચાલક) અને પ્રકાશકુમાર ઉફે પકો અર્જુનભાઈ બારિઆ (ડીજે ઓપરેટર) સાથે આઇશર, ડીજે સાઉન્ડ સિસ્ટમ અને મળીને કુલ રૂા.25,30,000નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં કાલોલ શહેરમાંથી મહાકાળી ડી.જે.સંચાલક અને ઓપરેટર દિપકકુમાર અર્જુનસિંહ રાઠોડનું ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ત્રીજા કિસ્સામાં શહેરના બોરુ ટર્નિગ પાસેથી વિરાજ ડીજેના ઓપરેટર મિતેશસિહ બળદેવસિંહ ચાવડા અને ડીજે સંચાલક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણનું ડીજે તેમજ આઇશર સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ડીજે સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment