Himatnagar: વડાલીના સવાસલા ગામે 25 લાખના સાધનો ભાડે રાખી પરત ન આપી ઠગાઈ

વડાલી તાલુકાના સવાસલા ગામે રહેતા એક રહીશ પાસેથી 9 મહિના અગાઉ વડાલીના થુરાવાસ, મહેસાણાના પોલવાસ તથા નાના ચિલોડાના એક શખ્સ મળી ત્રણેય જણાએ સવાસલાના રહીશને વિશ્વાસમાં લઈ રૂ.25 લાખના જેસીબી તથા રોટોવેટર અને ટ્રેકટર ભાડે લઈ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે બે જણાની અટકાયત કરી હતી. આ અંગે સવાસલા ગામના મુકેશ ખીમજીભાઈ ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા.29-8-2025ના સમયગાળા દરમિયાન થુરાવાસના દશરથ વણઝારા, મહેસાણા જિલ્લાના પોલવાસ ગામના રતનજી શંકરજી ઠાકોર તથા નાનાચિલોડામાં આવેલ અમરદિપ એપાર્ટમેન્ટરમાં રહેતા સુખદેવદાન તેજદાન ગઢવીએ એકસંપ થઈ મુકેશ ગઢવીને વિશ્વાસમાં લઈ ટ્રેકટર નં.જીજે.09બીએમ.0450, રૂ.8.50 લાખનું રોટેવેટર તથા અન્ય સાધનો મળી રૂ.25 લાખની કિંમતના આ સાધનો ભાડા પટ્ટે લીધા હતા ઉપરાંત યતીન પરમારનું રૂ.26 હજારની કિંમતનું એક્ટિવા નં.જીજે.09ડીએસ.6468ને ગીરવે રાખી દશરથ વણઝારાએ કરાર કરી આપ્યો હતો. તેમજ રતનજી ઠાકોર અને સુખદેવદાન ગઢવીએ ટ્રેકટર, રોટોવેટર ગીરો કરાર કરી લઈ લીધા બાદ મુકેશ ગઢવીને જેસીબી ભાડે તથા વેચાણથી લીધા બાદ દશરથ વણઝારાએ રૂ.26 હજારનું એક્ટિવા ગીરોથી મેળવી લીધુ હતું ત્યારબાદ સમય પૂર્ણ થવા છતાં વાહનો પરત આપવામાં આવ્યા ન હતા. તેમજ વાહનોની કિંમત ન ચુકવીને આ ત્રણેય જણાએ મુકેશ ગઢવી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવાતાં પોલીસે ગુનોની તપાસ કરીને દશરથ મોતીલાલ વણઝારા અને સુખદેવદાન ગઢવીની અટકાત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment