Gujarat Weather News: રાજ્યમાં આગઝરતી ગરમી વચ્ચે આજે અને આવતીકાલે વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેતા હજુ પણ લોકોને ગરમીથી કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ છે. આજથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 23 મેએ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી કરાઈ છે.પ્રિ મોન્સૂન એક્ટિવિટ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે.

મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસ

હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યના મોટાભાગના પ્રમુખ શહેરોમાં મહત્તમ તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર નોંધાઈ રહ્યું છે.જેમાં અમદાવાદ 43.7 ડિગ્રી અને રાજકોટ 43.5 ડિગ્રી તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ કેન્દ્રો સાબિત થયા છે.આ ઉપરાંત કંડલા,અમરેલી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ પારો 42 ડિગ્રીથી વધુ રહેતા બપોરના સમયે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.ગાંધીનગર, વડોદરા અને ભાવનગર સહિતના અન્ય શહેરોમાં પણ અસહ્ય ઉકળાટ અને લૂના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

આ પણ વાંચોઃ Cabinet Meeting : સેવા તીર્થમાં આયોજિત મંત્રીઓની બેઠક સાડા ચાર કલાક ચાલી, વડાપ્રધાન મોદીએ આપ્યા આ નિર્દેશ

Leave a Comment