Mandal: માંડલ અને દેત્રોજના ચુંવાળ પંથકમાં ગુરુપૂજન, સંતવાણી સહિતના અવસર યોજાયા

અમદાવાદ જિલ્લાના માંડલ અને દેત્રોજ પંથકમાં પણ ગુરુપુર્ણિમાની ઉજવણી ઉલ્લાસભેર કરાઈ હતી. નગરમાં બ્રહ્મલીન રામાનંદ સરસ્વતી આશ્રામ ખાતે સ્વામીજી મહારાજની પ્રતિમાના પૂજન બાદ મહાઆરતી અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત 600 વર્ષ જુના મોટા રામજી મંદિર ખાતે 1008 મહામંડલેશ્વર રામેશ્વરદાસજી ગુરુ ગણેશદાસજી મહારાજની નિશ્રામાં ગુરુપુર્ણિમાની ઉજવણી કરાઈ હતી. માંડલના શ્રી સદગુરુ સાધના કેન્દ્ર દત્તાત્રેય ભગવાનની જગ્યામાં, આનંદનાથ અવધુત ધુણા ઉપર મહેન્દ્રભાઈ રાવલ(કાનાભાઈ)ના સાનિધ્યમાં તેમજ નજીકના કડવાસણ ઝાલાસર ઝાડીની પુ.મહેશપુરી બાપુની નિશ્રામાં, શેર બાલા હનુમાનજી મંદિર ખાતે પુ.રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સાનિધ્યમાં તેમજ વિંઝુવાડા દામાનાથ મહારાજની જગ્યામાં તેમજ તાલુકાના તમામ રામજી મંદિરોમાં ગુરુપુર્ણિમાની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ હતી આ ઉપરાંત દેત્રોજના અશોકનગર પુ.માતાશ્રી કનકેશ્વરી દેવીજી આશ્રામ, ગીતાપુર દેવપુરી બાપુની જગ્યા,દેત્રોજ,છનીયાર,દેકાવાડા આનંદઆશ્રામ, તેમજ સમગ્ર ચુંવાળ પંથકમાં રબારી સમાજના ધર્મગુરુગાદી જગ્યાઓમાં પણ ગુરુપુજનો,ભજન-ભોજન,રાત્રિ સંતવાણી સહિતના આયોજનો કરાયાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment