રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુવા ચહેરા અને અંબાણી પરિવારના લાડકવાયા અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકાને એક મોટી અને ઐતિહાસિક ભેટ મળી છે. ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારે જગત મંદિરના શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹30 કરોડનું માતબર અનુદાન જાહેર કર્યું છે. આ રકમનો ઉપયોગ યાત્રાળુઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘યાત્રી ભવન’ બનાવવા માટે કરવામાં આવશે.
શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બનશે ‘યાત્રી ભવન’
છેલ્લા કેટલાક વર્ષોમાં દેવભૂમિ દ્વારકા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. ઘણીવાર તહેવારો અને રજાઓના દિવસોમાં યાત્રાળુઓને રહેવા અને પાયાની સુવિધાઓમાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે અંબાણી પરિવાર દ્વારા નિર્મિત થનારું આ ગેસ્ટ હાઉસ આશીર્વાદરૂપ સાબિત થશે. આ ભવનમાં પ્રવાસન ક્ષેત્રની પાયાની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે, જેથી દૂર-દૂરથી આવતા ભક્તો સુખરૂપ દર્શન કરી શકે.
અંબાણી પરિવારની અતૂટ આસ્થા
મુકેશ અંબાણી હોય કે અનંત અંબાણી, અંબાણી પરિવાર અવારનવાર દ્વારકાધીશના આશીર્વાદ લેવા આવતા રહે છે. અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે આટલી મોટી રકમનું દાન આપીને પરિવારે સાબિત કર્યું છે કે તેમના જીવનમાં ધર્મ અને સેવાનું વિશેષ મહત્વ છે. આ ભવ્ય નિર્માણથી દ્વારકાના પ્રવાસનને પણ નવો વેગ મળશે.
આ પણ વાંચો—- Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર