ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, ક્યા 254 અધિકારીને એક સાથે મળ્યું પ્રમોશન ? – Mumbai Samachar
ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, ક્યા 254 અધિકારીને એક સાથે મળ્યું પ્રમોશન ? Mumbai Samachar
ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર, ક્યા 254 અધિકારીને એક સાથે મળ્યું પ્રમોશન ? Mumbai Samachar
Cotton Price Today in Gujarat, March 26, 2026: ગુજરાતમાં કપાસના આજના બજાર ભાવ, જાણો કયા યાર્ડમાં ઊંચા-નીચા ભાવ શું રહ્યા? Gujarati Jagran
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો, જિગરદાન ગઢવીની ફિલ્મ સંગીતમાંથી નિવૃત્તિની જાહેરાત News18 Gujarati
ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. નવસારીના સરા ગામમાં ધર્માંતરણનો વિવાદ સામે આવ્યો છે. સીઆરપીએફ જવાન દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં હોબાળો થયો હતો. આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. CRPF જવાનના કાર્યક્રમમાં હોબાળો નવસારીના વાંસદા તાલુકાના સરા ગામમાં ધર્માંતરણનો વિવાદ સામે આવ્યો છે. સરા ગામમાં એક સીઆરપીએફ જવાને નિવૃત્તિ બાદ ધાર્મિક કાર્યક્રમ રાખ્યો હોવાની વિગતો સામે આવી છે. આ કાર્યક્રમમાં ધર્માંતરણ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખ્રિસ્તી કાર્યક્રમમાં ત્રણથી ચાર પાસ્ટર પહોંચતા ધર્માંતરણનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં હોબાળો મચી જવા પામ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી સરા ગામના જ એક વ્યક્તિએ ધાર્મિક કાર્યક્રમમાં હોબાળો કરીને પોલીસને જાણ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Chhota Udepur: પશુ સારવાર સેવા રામ ભરોસે! ડોક્ટરો અને ડ્રાઈવરોએ નોકરી છોડતા સેવાનું ફીંડલું વળ્યું
આજના ડિજિટલ યુગમાં મોબાઈલ એપ દ્વારા શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખૂબ જ સરળ બની ગયું છે. પરંતુ આ સુવિધાની સાથે ઓનલાઈન છેતરપિંડી અને નકલી ઇન્વેસ્ટમેન્ટ એપ્સનો ખતરો પણ અનેકગણો વધી ગયો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને, ભારતીય શેરબજારના નિયામક SEBI (Securities and Exchange Board of India) એ રોકાણકારોની સુરક્ષા માટે એક ક્રાંતિકારી પહેલ શરૂ કરી છે. શું છે SEBI ની નવી પહેલ? સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ તાજેતરમાં ‘વેરિફાઈડ એપ લેબલ’ લોન્ચ કર્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારોને અસલી અને નકલી એપ્સ વચ્ચેનો તફાવત સમજાવવાનો છે. ઘણીવાર સાયબર ગુનેગારો જાણીતી બ્રોકરેજ કંપનીઓના નામ સાથે મળતી આવતી નકલી એપ્સ બનાવીને લોકોના પૈસા ચોરી લેતા હોય છે. હવે ગૂગલ પ્લે સ્ટોર પર રજિસ્ટર્ડ બ્રોકર્સની અધિકૃત એપ્સ પર એક ખાસ વેરિફાઈડ બેજ (નિશાની) જોવા મળશે, જે તેની સત્યતાની સાબિતી આપશે. 600 થી વધુ એપ્સને મળી ઓળખ પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યાર સુધીમાં સેબીની આ પહેલ હેઠળ 600 થી વધુ રજિસ્ટર્ડ એપ્સ ને વેરિફાઈડ ઓળખ મળી ચૂકી છે. આગામી સમયમાં આ વેરિફિકેશન સિસ્ટમને અન્ય ફાઈનાન્શિયલ પ્લેટફોર્મ્સ અને સર્વિસ પ્રોવાઈડર્સ સુધી લંબાવવાની યોજના છે. સેબીનો હેતુ એ છે કે પ્લે સ્ટોર પર રોકાણકારોને એક એવું સુરક્ષિત વાતાવરણ મળે જ્યાં તેઓ કોઈપણ ડર વગર નાણાકીય વ્યવહાર કરી શકે. રોકાણકારો માટે કેમ જરૂરી છે આ સુરક્ષા? ભારતમાં હાલમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા 14 કરોડ ને પાર કરી ગઈ છે. ખાસ કરીને યુવા રોકાણકારો મોબાઈલ એપનો વધુ ઉપયોગ કરે છે. સેબીએ ચેતવણી આપી છે કે કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેનો વેરિફાઈડ બેજ અચૂક ચેક કરવો જોઈએ. નકલી પ્લેટફોર્મ્સ માત્ર આર્થિક નુકસાન જ નથી પહોંચાડતા, પરંતુ લોકોના અંગત ડેટાની ચોરી પણ કરી શકે છે. સેબીના અન્ય સુરક્ષાત્મક પગલાં રોકાણકારોને સુરક્ષિત રાખવા માટે સેબી સતત કાર્યરત છે. અગાઉ પણ સેબીએ સોશિયલ મીડિયા પરથી નકલી નાણાકીય કન્ટેન્ટ હટાવવા, UPI આધારિત વેરિફિકેશન સિસ્ટમ મજબૂત કરવા અને ભ્રામક જાહેરાતો પર રોક લગાવવા જેવા અનેક કડક પગલાં લીધા છે. વધતી જતી ગરમીમાં જેમ સાવચેતી જરૂરી છે, તેમ વધતા જતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સાયબર સુરક્ષા પણ અનિવાર્ય છે. રોકાણકારોએ કોઈપણ સ્કીમમાં નાણાં રોકતા પહેલા સેબીની વેબસાઈટ પર જઈને બ્રોકર કે એપની નોંધણી તપાસી લેવી જોઈએ અને વેરિફાઈડ એપ્સનો જ ઉપયોગ કરવો જોઈએ.
કપરાડામાં થોડા દિવસ અગાઉ કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક સળગી જવાની ઘટનામાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. કપરાડા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું છે કે, આ કોઈ આકસ્મિક આગ નહોતી પરંતુ લાખોની કિંમતનો માલ બારોબાર વેચી માર્યા બાદ પુરાવા નાશ કરવાનું એક પૂર્વ આયોજિત કાવતરું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ઘટનાની વિગત મુજબ, કપરાડાના કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક રહસ્યમય સંજોગોમાં સળગી ગઈ હતી. શરૂઆતમાં ટ્રકના ડ્રાઇવરે આને અકસ્માત ગણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને ડ્રાઇવરની વાતોમાં શંકા જણાતા તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. 900 બેગ બારોબાર વેચી મારી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને નીકળેલી આ ટ્રકમાંથી આરોપીઓએ રસ્તામાં જ 900 જેટલી બેગ બારોબાર વેચી મારી હતી. માલ સગેવગે કર્યા બાદ કંપની અને પોલીસને ખબર ન પડે તે માટે બાકી રહેલી થોડી બેગ સાથે ટ્રકને કુંભઘાટ પાસે લઈ જઈને જાણીજોઈને આગ ચાંપી દેવામાં આવી હતી. કપરાડા પોલીસે આ મામલે ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. આ પણ વાંંચો: Surat: સારોલીમાં કાપડના વેપારી સાથે 12.23 લાખની છેતરપિંડી, મહારાષ્ટ્રના પિતા-પુત્રએ 4 વર્ષ વિશ્વાસ કેળવી ખેલ પાડ્યો
કપરાડામાં થોડા દિવસ અગાઉ કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક સળગી જવાની ઘટનામાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. કપરાડા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું છે કે, આ કોઈ આકસ્મિક આગ નહોતી પરંતુ લાખોની કિંમતનો માલ બારોબાર વેચી માર્યા બાદ પુરાવા નાશ કરવાનું એક પૂર્વ આયોજિત કાવતરું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ઘટનાની વિગત મુજબ, કપરાડાના કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક રહસ્યમય સંજોગોમાં સળગી ગઈ હતી. શરૂઆતમાં ટ્રકના ડ્રાઇવરે આને અકસ્માત ગણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને ડ્રાઇવરની વાતોમાં શંકા જણાતા તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. 900 બેગ બારોબાર વેચી મારી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને નીકળેલી આ ટ્રકમાંથી આરોપીઓએ રસ્તામાં જ 900 જેટલી બેગ બારોબાર વેચી મારી હતી. માલ સગેવગે કર્યા બાદ કંપની અને પોલીસને ખબર ન પડે તે માટે બાકી રહેલી થોડી બેગ સાથે ટ્રકને કુંભઘાટ પાસે લઈ જઈને જાણીજોઈને આગ ચાંપી દેવામાં આવી હતી. કપરાડા પોલીસે આ મામલે ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. આ પણ વાંંચો: Surat: સારોલીમાં કાપડના વેપારી સાથે 12.23 લાખની છેતરપિંડી, મહારાષ્ટ્રના પિતા-પુત્રએ 4 વર્ષ વિશ્વાસ કેળવી ખેલ પાડ્યો
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયથી મૃણાલ ઠાકુરનું કદ વધ્યું છે. તેને બેક ટુ બેક સારા પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે અને અભિનેત્રી પણ આ તકનો ફાયદો ઉઠાવી રહી છે. આગામી સમયમાં પણ મૃણાલ ઠાકુર પાસે એવી 5 ફિલ્મો છે જેનાથી તેઓ ધમાલ મચાવવા તૈયાર છે. બોલીવુડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે ઇન્ડસ્ટ્રીમાં એક દાયકાથી વધુ સમય વિતાવ્યો છે. આ દરમિયાન અભિનેત્રીએ ઘણા નાના-મોટા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. ઘણી ફિલ્મોમાં લીડ રોલ ન મળવા છતાં પણ તેમણે પોતાના રોલ સાથે ન્યાય કર્યો છે. કરિયરનો સંઘર્ષ અને સફળતા આનું જ પરિણામ છે કે હવે અભિનેત્રીની ઝોળીમાં ઘણી બધી ફિલ્મો છે. તેને લીડ રોલ્સ પણ મળી રહ્યા છે. તેની ફિલ્મ ‘દો દીવાને શહેર મેં’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અભિનેત્રીની સામે સિદ્ધાંત ચતુર્વેદી જોવા મળ્યા હતા. ફિલ્મની વાત કરીએ તો 25 કરોડના બજેટની સામે તેનું કલેક્શન ખાસ રહ્યું નહોતું અને ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. મૃણાલ ઠાકુરના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેઓ ‘ડકૈત અ લવ સ્ટોરી’ નામની ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય તે ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ નામની હિન્દી ફિલ્મનો પણ ભાગ છે. સાથે જ તેઓ ‘પૂજા મેરી જાન’ નામની મૂવીમાં પણ દેખાશે. ==” target=”_blank”> == તે ‘AA22xA6’ નામની ફિલ્મમાં પણ જોવા મળશે. એવા અહેવાલો છે કે આ ફિલ્મમાં તેનો કેમિયો હશે અને તેઓ ડાન્સ નંબરનો ભાગ બની શકે છે. આ એક સાઈ-ફાઈ ફિલ્મ છે જેમાં અલ્લુ અર્જુન લીડ રોલમાં હશે. આ ફિલ્મમાં અનુષ્કા શર્માના કમબેકની પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. સાઈ-ફાઈ ફિલ્મમાં કેમિયો મૃણાલ ઠાકુરે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2014માં મરાઠી ફિલ્મ ‘હેલો નંદન’ થી કરી હતી. ત્યારબાદ વર્ષ 2018માં ‘લવ સોનિયા’ ફિલ્મથી તેણે પોતાનું હિન્દી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને સાચી ઓળખ રિતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ થી મળી હતી. આ પછી તેઓ બાટલા હાઉસ, તૂફાન, ઘોસ્ટ સ્ટોરીઝ, ધમાકા, જર્સી, સીતા રામમ, સેલ્ફી, ગુમરાહ, લસ્ટ સ્ટોરીઝ 2, પિપ્પા અને સન ઓફ સરદાર 2 માં જોવા મળી ચૂક્યા છે. આ સિવાય 1000 કરોડની ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ માં પણ તેનો કેમિયો હતો. આ પણ વાંચો- નીતા અંબાણીનો રોયલ અંદાજ, જ્યોર્જેટ સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ લુક, લાઈમ લાઈટમાં ચમકી ઉઠી હીરા જડિત ઘડિયાળ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે રોજબરોજ મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે, ભારત માટે મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને ભારત સહિત તેના મિત્ર દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલી દીધું છે. આનો અર્થ એ છે કે, હવે તમામ ભારતીય જહાજો દેશમાં પાછા ફરી શકશે. LPG, ડીઝલ અને પેટ્રોલના પુરવઠા બાબતે ઈરાનનો આ નિર્ણય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરુવારે, ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ જાહેરાત કરી હતી કે, ભારત સહિત મિત્ર દેશોના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી કોઈ જ રોકટોક વિના પસાર થવાની પરવાનગી આપવામાં આવી છે. #Iran FM Abbas #Araghchi: We permitted passage through the Strait of #Hormuz for friendly nations including China, Russia, India, Iraq, and Pakistan. pic.twitter.com/RvLtiwYB4v — Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 25, 2026 સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે, ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા વિનંતી કરી હતી. આ અપીલ બાદ, ઈરાનના વિદેશ મંત્રીએ એક નિવેદન બહાર પાડીને જાહેર કર્યું હતું કે, “અમે અમારા મિત્ર રાષ્ટ્રો, જેમ કે ભારત, રશિયા, ચીન, ઇરાક અને પાકિસ્તાન માટે હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલી દીધું છે.” સોશિયલ મીડિયા ‘X’ (અગાઉ ટ્વિટર) પર શેર કરેલી એક પોસ્ટમાં, યુએન સેક્રેટરી-જનરલએ નોંધ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટના લાંબા સમય સુધી બંધ રહેવાથી ભારતમાં ઈંધણ, ગેસ અને ખાતરના જથ્થાના વહનમાં ખલેલ પડી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિક્ષેપ માત્ર રાષ્ટ્રોને જ નહીં પરંતુ તેમના નાગરિકોને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે, જેઓ હાલમાં ભારે અસુરક્ષાના વાતાવરણમાં જીવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘર્ષના પરિણામોને ઘટાડવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે; આ હાંસલ કરવાનો સૌથી સ્પષ્ટ અને અસરકારક રસ્તો, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુદ્ધનો તાત્કાલિક અંત લાવવાનો છે. The prolonged closure of the Strait of Hormuz is choking the movement of oil, gas & fertilizer at a critical moment in the global planting season. Across the region & beyond, civilians are enduring serious harm & living under profound insecurity. The @UN is working to minimize… — António Guterres (@antonioguterres) March 25, 2026 ઈરાને આ પહેલા, 25 માર્ચે, ન્યૂ યોર્કમાં જાહેરાત કરી હતી કે અમુક જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવશે. સોશિયલ મીડિયા ‘X’ પરની એક પોસ્ટમાં, તેમણે સ્પષ્ટતા કરી હતી કે “બિન-પ્રતિકૂળ” ગણાતા જહાજોને – એટલે કે, જે ઈરાન વિરુદ્ધ કોઈપણ કાર્યવાહીમાં સામેલ નથી તેવા દેશના જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. જો કે, આ પરિવહન માટે એક પૂર્વશરત ઈરાનના તમામ સુરક્ષા નિયમોનું કડક પાલન છે. વધુમાં, આવી પરવાનગી ફક્ત ઈરાની અધિકારીઓની દેખરેખ હેઠળ આપવામાં આવે છે. Non-hostile vessels, including those belonging to or associated with other States, may—provided that they neither participate in nor support acts of aggression against Iran and fully comply with the declared safety and security regulations—benefit from safe passage through the… — I.R.IRAN Mission to UN, NY (@Iran_UN) March 24, 2026 Breaking News : અમેરિકાના ખોળામાં બેઠેલા મુસ્લિમ દેશ પાકિસ્તાનને ઈરાને બતાવી દીધી ઓકાત, હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા મથતા જહાજને પાછું કાઢ્યું
સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર કચરામાં મંગળવારે બપોરે લાગેલી આગ બુધવારે બીજા દિવસે પણ બેકાબૂ રહી હતી. ફાયર વિભાગના ૫૦થી વધુ જવાનો મંગળવારે બપોરેથી સતત ઓન ડ્યૂટી આગ ઓલવવા માટેની કામગીરીમાં જોડાયા છે અને ૨૫ લાખ લિટરથી વધુ પાણીનો વેડફાટ કરાયા બાદ પણ આગ પર ક્યારે કાબૂ મેળવી શકાશે તે કહેવું મુશ્કેલ છે. અગત્યની વાત તો એ છેકે બે મહિનામાં બીજી વાર આગ લાગી છે પરંતુ તેની પાછળનું કારણ જાણી શકાયું નથી. આગ લાગી છે અથવા લગાડવામાં આવી છે તે મુદ્દો હવે ગંભીર બની રહ્યો છે. ખજોદ ડિસ્પોઝલ સાઈટ પાલિકા માટે માથાનો દુખાવો બની ગઇ છે ખજોદ ડિસ્પોઝલ સાઈટનો કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે સીડી ટ્રાન્સપોર્ટ એજન્સીને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે આ એજન્સી અત્યાર સુધી ૩૦ લાખ ટન કચરાની જગ્યાએ ૧૪ લાખ ટન કચરાનો જ નિકાલ કરી શકી છે અને ૧૬ લાખ ટન કચરાનો નિકાલ બાકી છે. આ દરમિયાન ત્રણ મહિના પહેલા મહુવા તાલુકાના કાંકરિયા ગામે કચરો ડમ્પ કરવા મુકે તેની સામે વિવાદ સર્જાયો છે. એક બાજુ એજન્સી સામે પ્રશ્નાર્થ ઊભો છે ત્યાં બીજી બાજુ સાઈટ પર બે મહિનામાં બીજી વાર આગ શંકા ઉપજાવે છે. આગ લાગી છે અથવા તો લગાડવામાં આવી છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. સોલિડ વેસ્ટના નિયમોનું સરેઆમ ઉલ્લંધન : જીપીસીબીનો રિપોર્ટ પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, હાલ અમારી પ્રાથમિકતા આગ ઓલવવા માટેની છે ત્યારબાદ વિશેષણો પાસે ગાઈડલાઈન મેળવી આગળ વધારશે. આગ લાગવાની ઘટના શંકાસ્પદ હોવાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મહામંત્રી દર્શન નાયકે આગ લાગવાના કારણો શોધવા માટે પોલીસ ફરિયાદ કરવા તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ખજોદની આગમાં જીપીસીબીએ સોલિડ વેસ્ટના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ મોકલી આપ્યો છે. અગાઉ પણ પાલિકાને પત્ર પાઠવીને પુરતી વ્યવસ્થા કરવા માટે તાકીદ કરી હતી. તેમ છતાં યોગ્ય વ્યવસ્થા થઈ ન હતી. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણમાં જીપીસીબી દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ પણ વાંચો : Vadodara News : રાજયમાં રામનવમીની શોભાયાત્રા નીકળશે, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું રહેશે સતત પેટ્રોલિંગ