Ahmedabad: વટવાના ચાર માળિયામાં વરસાદી પાણીના અયોગ્ય નિકાલથી હાલાકી

શહેરમાં પડેલા સામાન્યથી ભારે વરસાદ બાદ વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા સરકારી આવાસ યોજનાના રહીશો માટે વરસાદી પાણી મુસીબત બનીને તૂટી પડયા છે. યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આખી સોસાયટી અને આસપાસના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે, જેના કારણે અહીં વસતા હજારો લોકો અત્યંત બહતર અને ખરાબ હાલતમાં જીવવા મજબૂર બન્યા છે. સોસાયટીના ચારેય તરફ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. પાણી સાથે ગટરના ગંદા પાણી મિશ્રિત થતાં દુર્ગંધથી વાતાવરણ અસહ્ય બની ગયું છે. આ દૂષિત પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ડેન્ગ્યુ, મલેરિયા અને ઉલટી-ઉબકા જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. નાના બાળકો અને વૃદ્ધો માટે સ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. બાળકો શાળાએ જઈ શકતા નથી અને નોકરિયાત વર્ગને કામ પર જવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment