Dabhoi: ડભોઇ તાલુકાના શિરોલા ગામે શ્રમજીવીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં મોત

ડભોઈ તાલુકાના શીરોલા ગામે શ્રમજીવીએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું. મળતી વિગત મુજબ ડભોઇ તાલુકાના શીરોલા ગામે રહેતા 55 વર્ષના પ્રવીણ મગન તડવી ગત બપોરે 12:30 વાગ્યે પોતાના ખેતરમાં ગયા હતા ત્યારે જંતુનાશક દવા કોઈ અગમ્ય કારણસર પી લીધી હતી. તેમને સારવાર માટે ડભોઈની બી એ પી એસ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. કયા કારણસર અંતિમ પગલું ભર્યું તે જાણવા ડભોઇ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment