મહેસાણા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપને મોટો ફટકો પડ્યો છે. વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ચુસ્ત ટેકેદાર ગણાતા રાકેશ રાજેન્દ્રભાઈ શાહ (પેપ્સી) એ ભાજપને તિલાંજલિ આપી છે. તેમના આ નિર્ણયથી મહેસાણા ભાજપના સંગઠનમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પત્ની રાધિકા શાહને કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા
રાકેશ શાહે માત્ર પક્ષ જ નથી છોડ્યો, પરંતુ તેમની પત્ની રાધિકા શાહને કોંગ્રેસમાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં હવે રાજકીય સમીકરણો બદલાયા છે. રાકેશ શાહે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીત સિંહ સાથે મજબૂત પેનલ બનાવી છે અને કોંગ્રેસના બેનર હેઠળ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે
નીતિન પટેલના અત્યંત નજીકના ગણાતા કાર્યકરે છેલ્લી ઘડીએ પક્ષ પલટો કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. રાકેશ શાહના પત્ની આજે બપોરે 12 વાગ્યે વિધિવત રીતે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના શાસન સામે જૂના કાર્યકરોમાં રહેલો અસંતોષ હવે સપાટી પર આવ્યો હોય તેમ જણાય છે, જે આગામી પરિણામોમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો—- Gujarat Latest News Live : અમદાવાદ અને વડોદરા મનપામાં અનેક મોટા ચહેરા કપાયા, બંને શહેરોમાં મેયર, ડે.મેયરની બાદબાકી