Asha Bhosle Passes Away : આશા ભોંસલેના આ ગુજરાતી ગીતો આજે પણ એવરગ્રીન છે

ભારત દેશના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ એટેક આવતા શનિવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ચાર વાગ્યે થશે. તેમણે માત્ર હિન્દી જ નહીં પણ ભારત દેશની અનેક ભાષાઓમાં ગીતો ગાયા હતાં.

છેલા જી રે પાટણથી પટોળા મોંઘા લાવજો

ગુજરાતી ફિલ્મોની વાત કરવામાં આવે તો આશા ભોંસલેએ અવિનાશ વ્યાસના સંગીત નિદર્શન હેઠળ અનેક સુપરહિટ ગીતો ગાયા છે. જે આજે Gen Zના સમયમાં પણ લોકપ્રિય છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં 450 કરતાં વધુ ગીતો ગાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તેમણે ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે મળીને સોના વાટકડી રે, ઊંચી તલાવડીની કોર, માડી તારુ કંકુ ખર્યું ને, છાનુ રે છાપનું થાય નહીં, છેલા જી રે પાટણથી પટોળા મોંઘા લાવજો, ખમ્મા મારા નંદજીના લાલ, દૂધે તે ભરી તલાવડીને, મારા રામ તમે સીતાજીને તોલે, જેવા ગીતો ગાયા છે. આ તમામ ગીતો આજના યુગમાં પણ એટલા જ સુપરહીટ છે જે એ સમયે હતાં.

નવરાત્રિમાં આશા ભોંસલે દ્વારા ગાવામાં આવેલા ગીતોની ધૂમ મચે છે

આશા ભોંસલેએ માર્ચ 2024માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ગાયિકા આશા ભોસલેની ફોટો બાયોગ્રાફી લોન્ચ કરી હતી. આ દરમિયાન આશા ભોંસલેએ કેટલાક ગીતો ગાયા હતાં. તેમાં પાટણથી પટોળા મોંઘા લાવજો અને તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે ગીત પણ ગાયું હતું. ગુજરાતી ફિલ્મોમાં આશા ભોંસલે સહિત કિશોર કુમાર અને લતા મંગેશ્કરે પણ ગીતો ગાયા છે. જ્યારે પણ નવરાત્રી આવે એટલે એટલા બધા ગીતો અને ગરબાની ધૂન પણ યુવાધન હીલોળે ચઢે છે જે આશા ભોંસલે દ્વારા ગાવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ Asha Bhosle Passes Away : આશા ભોસલેએ 10 વર્ષની ઉંમરે ગાયુ હતુ પહેલુ ગીત, 12 હજારથી વધુ ગીતોનો રેકોર્ડ

Leave a Comment