Botad : ટુ-ફોર વ્હીલર વાહનની સિલ્વર તથા ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે

બોટાદની વાહન વ્યવહાર કચેરી દ્વારા નોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33Tની સિલ્વર ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શનની પ્રક્રિયા 16 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ સિરીઝ માટે ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનચાલકો તેમના વાહનોનું parivahan.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે.

7 દિવસમાં સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે

વાહન ખરીદ્યાને 30 દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લિકેશન કરી ફી તથા ટેક્સ ભરપાઈ કરી આરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ટર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે તથા વાહન ખરીદ્યાના દિવસ-7 (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે અને તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લિકેશન parivahan.gov.in વેબસાઈટ પર નીચે મુજબની કાર્યવાહી રહેશે.

2 દિવસ સુધીમાં અરજી કરી શકાશે

આ સિરીઝના ગોલ્ડન, સિલ્વરના નંબર મેળવવા માટે તારીખ 16/04/2026થી 18/04/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ તા.18/04/2026થી તા. 20/04/2026ના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઓનલાઈન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહેશે. જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે. કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. ઉપર્યુક્ત હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે.

આ પણ વાંચો : Gujarat local election 2026: ચૂંટણી પહેલા બે સગા ભાઈ આમનેસામને, મંત્રી ઈશ્વરસિંહે કહ્યું- ‘વલ્લભદાસ હાંસોટનો રાજા હોય તેમ…’

Leave a Comment