High blood pressure exercise : હાઈ બ્લડ પ્રેશર હોય તો સવારની કસરત કરવી કે નહીં? જાણો સાચો જવાબ

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Umreth Assembly Bypolls : 2.45 લાખથી વધુ મતદારોને ઘરે ઘરે મતદાન સ્લીપનું BLOએ કર્યું વિતરણ

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચોધરીના માગૅદશૅન હેઠળ મતદાર જાગૃતિ અભિયાન સહિત અનેકવિધ કામગીરીઓ સુપેરે ચાલી રહી છે. આગામી તારીખ 23મી એપ્રિલના રોજ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન યોજાનાર છે, ત્યારે ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં બુથ લેવલ ઓફિસર દ્વારા ઘેર ઘેર ફરીને રૂબરૂમાં બારકોડવાળી મતદાર માહિતી સ્લીપ (કાપલી) વિતરણ કામગીરી શરૂ કરી દેવાઈ છે.

2,45,623 મતદારને સ્લીપ પહોંચાડવામાં આવી

ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-2026 સંબંધે મતદારો મતદાનની તારીખ, સમય અને મતદાનના સ્થળથી માહિતગાર થાય તે માટે ભારતીય ચૂંટણી પંચની સ્થાયી સુચના મુજબ મતદાન સ્થળનો નકશો ધરાવતી મતદાર માહિતી કાપલી વિતરણની કામગીરી ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમરેઠ વિધાનસભા માટે 2,45,623 મતદાર માહિતી સ્લીપ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે, જે તા.17 મી એપ્રિલ સુધીમાં બુથ લેવલ ઓફિસર દ્વારા રૂબરૂમાં તમામ મતદારોના ઘરે ઘરે ફરીને પહોંચાડી દેવામાં આવશે.

23 એપ્રિલે યોજાશે મતદાન

હાલમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં કાર્યરત 306 બૂથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટૂ ડોર મતદારોને સ્લીપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ મતદારોને આગામી એપ્રિલ મહિનાની 23મી તારીખના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધીના સમયગાળામાં મહત્તમ મતદાન કરવા અનુરોધ કર્યો છે અને જણાવ્યું છે કે આ મતદાર કાપલીની સાથે મતદારોએ પોતાનું ચૂંટણી કાર્ડ એટલે કે એપીક કાર્ડ અથવા તો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો એટલે કે ફોટો ઓળખકાર્ડ સાથે રાખવું જરૂરી છે.

આ પણ વાંચો : Gujarat Local Body Election 2026: નિષ્પક્ષ મતદાન માટે રાજ્ય ચૂંટણી આયોગનો મોટો નિર્ણય, 34 ઉચ્ચ અધિકારીઓની નિરીક્ષક તરીકે કરી નિમણૂક

ફટાફટ તેલના ટેન્કર મોકલો…. સીઝફાયરનો પુરો લાભ લેવાની તૈયારીમાં ભારત, સ્ટોક ફુલ કરવાની યોજના

ફટાફટ તેલના ટેન્કર મોકલો…. સીઝફાયરનો પુરો લાભ લેવાની તૈયારીમાં ભારત, સ્ટોક ફુલ કરવાની યોજના

પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ કોઈપણ ક્ષણે તૂટી શકે છે. ઈરાને યુનાઇટેડ સ્ટેટ્સ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. આ વચ્ચે, ભારતે ઈરાનને તેલ અને ગેસ ટેન્કરો મોકલવાનું ઝડપી બનાવવા વિનંતી કરી છે. ભારત આ બે સપ્તાહના યુદ્ધવિરામનો સંપૂર્ણ લાભ લેવાનું લક્ષ્ય રાખે છે, આ વિન્ડોનો ઉપયોગ તેના ભંડારને ફરીથી ભરવા માટે કરવાની યોજના બનાવી રહ્યું છે. શિપિંગ મંત્રાલયના એક અધિકારીએ ઇકોનોમિક ટાઇમ્સ (ET) ને આ વાતની પુષ્ટિ કરી. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ ટ્રાફિક સ્થગિત થવાને કારણે દેશમાં તેલ અને ગેસનો પુરવઠો મર્યાદિત બન્યો છે. ભારત તેના મોટાભાગના તેલ અને ગેસ પશ્ચિમ એશિયામાંથી મેળવે છે.

ઉદ્યોગ નિષ્ણાતો સૂચવે છે કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ પુરવઠો સામાન્ય સ્તરે પાછો આવવામાં ઓછામાં ઓછા ત્રણ મહિના લાગી શકે છે. હાલમાં, 16 ભારતીય જહાજો પર્સિયન ગલ્ફમાં ફસાયેલા છે, જ્યારે આઠ LPG ટેન્કર તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં સફળ થયા છે. કૂલ 800 જહાજો હાલમાં આ પ્રદેશમાં અટવાયેલા છે. પરિણામે, આ બેકલોગને દૂર કરવામાં સમય લાગશે તેવી અપેક્ષા છે. ભારતીય રિફાઇનરી કંપનીઓ પુરવઠાને ઝડપી બનાવવા માટે દબાણ કરી રહી છે, અધિકારીઓ ચેતવણી આપે છે કે આમાં થોડો સમય લાગી શકે છે.

ફી વસૂલવાનો પ્રસ્તાવ

એક ઉદ્યોગ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અંતિમ કરાર ન થાય ત્યાં સુધી, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સામાન્ય શિપિંગ ટ્રાફિકને ફરી શરૂ કરવાની મંજૂરી આપે તેવી શક્યતા ઓછી છે. જો કોઈ જહાજ આ વિસ્તારમાંથી નીકળી જવામાં સફળ થાય તો પણ, તેના પરત ફરવાની સુવિધા આપવી મુશ્કેલ સાબિત થઈ શકે છે, મુખ્યત્વે તેના ફરીથી ત્યાં ફસાઈ જવાના સતત જોખમને કારણે. યુદ્ધવિરામની શરતોના ભાગ રૂપે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટ્રાન્ઝિટ ફી વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

તકનો લાભ લેવાની યોજના

  • ઈરાન અમેરિકા વચ્ચે બે સપ્તાહનો યુદ્ધવિરામ કરવામાં આવ્યો છે.
  • ભારત આ સિઝફાયરનો લાભ લઈ તેનો સ્ટોક ફુલ કરવા માગે છે.
  • ભારતે ઈરાનને ફટાફટ તેલ અને ગેસના ટેન્કર મોકલવા કહ્યુ છે
  • ભારત તેના તેલ અને ગેસનો મોટાભાગનો જથ્થો પશ્ચિમ એશિયામાંથી ખરીદે છે

કાચા તેલના ભાવ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે આ ચોક્કસ મુદ્દે પર ઈરાન સાથે કોઈ ચર્ચા કરી નથી. યુદ્ધવિરામ બાદ, બુધવારે ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ $100 ની નીચે આવી ગયા. જોકે, આજે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ તૂટી શકે તેવી આશંકા વચ્ચે ક્રૂડ તેલના ભાવમાં આશરે 4 ટકાનો વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ હાલમાં પ્રતિ બેરલ $97.73 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે 3.15 ટકાનો વધારો દર્શાવે છે. તેમ છતાં, સ્પોટ માર્કેટમાં, રિફાઇનરી કંપનીઓએ પ્રતિ બેરલ $130 થી $140 ની વચ્ચે ચૂકવણી કરવી પડી છે.

શું મુસ્લિમ દેશોના નવા લીડર તરીકે ઉભરી રહ્યુ છે ઈરાન? અમેરિકા સાથેના 40 દિવસના યુદ્ધે તોડી નાખી અનેક માન્યતા

બલ્બ બદલતા નહીં! નવો LED બલ્બ કેમ આપે છે ઝાંખી રોશની ? આ 5 ભૂલો સુધારો અને મેળવો સૂરજ જેવો પ્રકાશ

બલ્બ બદલતા નહીં! નવો LED બલ્બ કેમ આપે છે ઝાંખી રોશની ? આ 5 ભૂલો સુધારો અને મેળવો સૂરજ જેવો પ્રકાશ

આજના સમયમાં વીજળી બચાવવા માટે દરેક ઘરમાં LED બલ્બનો ઉપયોગ થાય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે નવો બલ્બ લગાવ્યાના થોડા જ દિવસોમાં તેની રોશની ઓછી થઈ જાય છે અથવા શરૂઆતથી જ તે ઝાંખો પ્રકાશ આપે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો બલ્બ બદલતા પહેલા આ કારણો જાણી લો.

શું તમારો બલ્બ ઓવરહીટિંગનો શિકાર છે?

શું તમે જાણો છો કે LED બલ્બ વધુ ગરમ થવાને કારણે પણ પોતાની રોશની ઘટાડી દે છે? જો તમે બલ્બને કોઈ એવી જગ્યાએ લગાવ્યો છે જ્યાં હવા નથી પહોંચતી અથવા પેક ફિટિંગમાં લગાવ્યો છે, તો ગરમીને કારણે તેની સર્કિટ ધીમી પડી જાય છે. આ સિવાય વોલ્ટેજની વધ-ઘટ પણ એક મુખ્ય કારણ છે. જો વોલ્ટેજ 200V થી નીચે હોય, તો ગમે તેવો મોંઘો બલ્બ પણ પૂરો પ્રકાશ આપી શકશે નહીં.

ક્વોલિટી અને લ્યુમેન્સનો છે ખેલ

બજારમાં મળતા સસ્તા અને બ્રાન્ડ વગરના બલ્બમાં નબળી ચિપ્સ હોય છે. બલ્બ ખરીદતી વખતે માત્ર ‘વોટ’ (Watt) નહીં, પણ તેના પેકેટ પર લખેલા ‘લ્યુમેન્સ’ (Lumens) ચેક કરવા જોઈએ. 9 વોટનો બલ્બ ઓછામાં ઓછો 800 થી 900 લ્યુમેન્સ પ્રકાશ આપવો જોઈએ. જો તમે જૂનું ડિમર સ્વિચ વાપરતા હોવ, તો તે પણ LED સાથે બરાબર કામ નથી કરતું અને રોશની ઘટાડી દે છે.

ઘરે બેઠા આ રીતે કરો ઠીક

  • ફિટિંગ ચેક કરો: ઘણીવાર હોલ્ડર ગંદુ હોવાથી અથવા બલ્બ ઢીલો હોવાથી કરંટ બરાબર પહોંચતો નથી. તેને સાફ કરીને ફરી લગાવો.
  • જગ્યા બદલી જુઓ: બલ્બને કોઈ ખુલ્લી જગ્યાએ લગાવીને ચેક કરો કે રોશની વધે છે કે નહીં.
  • વોલ્ટેજ તપાસો: જો આખા ઘરના બલ્બ ઝાંખા હોય તો ઇલેક્ટ્રિશિયન પાસે વાયરિંગ ચેક કરાવો.
  • વોરંટીનો લાભ લો: જો નવો જ બલ્બ ખરાબ નીકળે તો તેને દુકાને પરત કરી શકાય છે કારણ કે સારી બ્રાન્ડના બલ્બ વોરંટી સાથે આવે છે.

આ નાની બાબતોનું ધ્યાન રાખીને તમે ઘરે જ અંધારાને દૂર કરી શકો છો અને તમારા પૈસા પણ બચાવી શકો છો.

ધડાધડ તૂટ્યા સોના-ચાંદીના ભાવ : ચાંદીમાં 8000થી વધુ અને સોનામાં 1500 રૂપિયાનો મોટો ઘટાડો

Gujarat Local Body Election 2026: બનાસકાંઠા ભાજપમાં ઉમેદવારોનો ધમધમાટ: વાવ-થરાદ જિલ્લા અને તાલુકા પંચાયત માટે કેસરિયા બ્રિગેડ તૈયાર, જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. આજે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘ કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક બાદ વાવ-થરાદ જિલ્લા પંચાયત અને તેના અંતર્ગત આવતી વિવિધ તાલુકા પંચાયતો માટે ભાજપના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.

વાવ-થરાદ જિલ્લા પંચાયતના મુખ્ય ઉમેદવારો:

ભાજપ દ્વારા જાહેર કરાયેલી 28 બેઠકોની યાદીમાં અનેક પીઢ અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે:
આગથળા: શોભાબેન સવજીભાઇ વાઘેલા
બરવાળા: શારદાબેન રઘુરમજી રાઠોડ
ભોરડુ: પુંજીબેન ધરમશીભાઇ પટેલ
ઢીમા: અમરતભાઇ શિવરામભાઇ પટેલ
દિયોદર: ભવાનજી બાજુજી ચૌહાણ
વાવ: કલાભાઈ હરજીભાઈ મકવાણા

તાલુકા પંચાયત બેઠકો પર નજર

જિલ્લા પંચાયતની સાથે થરાદ, વાવ, ભાભર, દિયોદર, સુઇગામ અને લાખણી તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. થરાદ તાલુકા પંચાયત: આસોદર બેઠક પરથી ગીતાબેન લાલજીભાઈ અકોલીયા અને જેતડાથી ભલાભાઈ વાલાભાઈ રાજપૂતને ટિકિટ અપાઈ છે. વાવ તાલુકા પંચાયત: દેથળી બેઠક પરથી ડૉ. શંકરભાઈ દેવરામભાઈ ચૌધરી અને અસારાગામથી રબારી સજુબેન રૂપસીભાઇ મેદાનમાં છે.

દિયોદર તાલુકા પંચાયત

22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે, જેમાં સોની બેઠક પરથી સંજયકુમાર ઇશ્વરભાઇ ચૌધરી અને રૈયાથી ભાનુબેન સોમાજી ઠાકોરનો સમાવેશ થાય છે. પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટની સહી સાથે જાહેર થયેલી આ યાદી બાદ હવે બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારોમાં ભાજપે મહિલા ઉમેદવારો અને સામાજિક સમીકરણોને ખાસ પ્રાધાન્ય આપ્યું હોય તેમ જણાય છે.

एक मैसेज और PF की पूरी जानकारी आपके हाथ में! इतना आसान तरीका शायद नहीं जानते होंगे

PF बैलेंस चेक करना अब और आसान हो गया है, क्योंकि इसे SMS के जरिए भी जाना जा सकता है। इसके लिए यूजर्स को 7738299899 नंबर पर EPFOHO UAN के साथ मैसेज भेजना होता है। सही फॉर्मेट में मैसेज भेजने के बाद कुछ ही समय में बैलेंस और लास्ट कॉन्ट्रीब्यूशन की जानकारी मिल जाती है। यह सुविधा उन लोगों के लिए खास तौर पर उपयोगी है, जिनके पास इंटरनेट उपलब्ध नहीं होता या जो जल्दी में जानकारी पाना चाहते हैं।

11 એપ્રિલથી આ 3 રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે, બુધઆદિત્ય યોગ કરાવશે ધનલાભ

ઘરની આ જગ્યાઓ પર ક્યારેય ના રાખવી ગંદકી, નહીં તો વાસ્તુ દોષ લાગશે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

200MP कैमरा वाले Vivo V70 FE की सेल आज से, बंपर डिस्काउंट पर खरीदें, जानें कीमत

Vivo V70 FE की बिक्री आज से शुरू हो गई है। Vivo V70 FE के 8GB+128GB स्टोरेज वेरिएंट की कीमत 37,999 रुपये, 8GB+256GB स्टोरेज वेरिएंट की कीमत 40,999 रुपये और 12GB+256GB स्टोरेज वेरिएंट की कीमत 44,999 रुपये है। V70 FE में 6.83 इंच की 1.5K AMOLED डिस्प्ले दी गई है, जिसका रेजोल्यूशन 2800 × 1260 पिक्सल है। यह फोन ऑक्टा कोर मीडियाटेक डाइमेंसिटी 7360 टर्बो प्रोसेसर से लैस है।

Adani-Ambani: સીઝફાયરની જાહેરાતથી અદાણી-અંબાણી પર ડોલરની વર્ષા, નેટવર્થ મામલે માર્યો મોટો કૂદકો

Breaking News: પાકિસ્તાનમાં થશે અમેરિકા-ઈરાનની શાંતિ વાર્તા! ટ્રમ્પ મોકલશે ટીમ, જેડી વેન્સને સોપી મોટી જવાબદારી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Ceasefire Breaking News: ‘લેબનોન યુદ્ધવિરામનો ભાગ નથી’ એવુ કહી ઈઝરાયેલે 10 મિનિટમાં 100 મિસાઇલ છોડી, અનેકના મોત

Ceasefire Breaking News: ‘લેબનોન યુદ્ધવિરામનો ભાગ નથી’ એવુ કહી ઈઝરાયેલે 10 મિનિટમાં 100 મિસાઇલ છોડી, અનેકના મોત

મિડલ ઈસ્ટમાં શાંતિની આશા ફરી એકવાર ચૂરચૂર થઈ ગઈ છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા સીઝફાયર પછી લોકો થોડી રાહતની આશા રાખી રહ્યા હતા, પરંતુ તે માત્ર ભ્રમ સાબિત થયો. ઈઝરાયેલે લેબનોન પર ક્રૂર હુમલા ચાલુ રાખીને નિર્દોષ નાગરિકોની જિંદગી સાથે ખેલ કર્યો છે.

માહિતી અનુસાર, ઈઝરાયેલે માત્ર 10 મિનિટની અંદર લેબનોનપર આશરે 100 મિસાઈલ ફાયર કરી, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં ભયંકર વિનાશ સર્જાયો છે. આ હુમલાઓમાં સેકડો નિર્દોષ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાનું કહેવાય છે. અનેક ઘરો ધરાશાયી થઈ ગયા અને લોકો બેઘર બની ગયા છે. આ પરિસ્થિતિએ સમગ્ર વિસ્તારમાં ભય અને અસ્વસ્થતા ફેલાવી દીધી છે.

અમેરિકાની તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લેબનોન આ સીઝફાયર કરારનો ભાગ નથી. અમેરિકાના ઉપપ્રમુખ JD Vanceએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા આ યુદ્ધવિરામમાં લેબનોને સામેલ કરવામાં આવ્યું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ નિર્ણય અંગે ન તો વોશિંગ્ટન અને ન તો ઈઝરાયેલે સંમતિ આપી હતી.

બેન્જામિન નેતન્યાહૂએ શું કહ્યું?

ઈઝરાયેલનું માનવું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સક્રિય છે અને તે દેશની સુરક્ષાને ખતરો ઉભો કરે છે. આ કારણસર લેબનોન સામેની સૈનિક કાર્યવાહી સીઝફાયરથી અલગ રાખવામાં આવી છે.

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ અમેરિકાના નિર્ણયને સમર્થન આપે છે, જેમાં ઈરાન સામેના હુમલાઓને બે અઠવાડિયા માટે રોકવામાં આવ્યા છે. જોકે તેમણે શરત મૂકી કે ઈરાન તરત જ હોર્મુઝ સ્ટ્રેટ ખોલે અને ક્ષેત્રમાં ચાલી રહેલા હુમલાઓને બંધ કરે.

ટ્રમ્પએ પણ સ્પષ્ટ કર્યું કે આ કરારનો ભાગ નથી

તે ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ સ્પષ્ટ કર્યું કે લેબનાન આ કરારનો ભાગ નથી. તેમણે જણાવ્યું કે હિઝબુલ્લાહને આ સીઝફાયર સમજોતામાં સામેલ કરવામાં આવ્યું નહોતું, તેથી લેબનોનમાં ચાલી રહેલી સૈનિક કાર્યવાહી અલગ પ્રકારની છે.

જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે સીઝફાયર હોવા છતાં લેબનાન પર હુમલા કેમ ચાલુ છે, ત્યારે જવાબ મળ્યો કે આ સંઘર્ષનો સ્વરૂપ અલગ છે અને તે સીઝફાયર કરાર હેઠળ આવતો નથી. પરંતુ માનવ અધિકાર સંગઠનોનો પ્રશ્ન એ છે કે શું આ કારણોસર નિર્દોષ લોકોના જીવ લેવો યોગ્ય ગણાય?

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે યુદ્ધમાં સૌથી વધુ નુકસાન સામાન્ય લોકોનું જ થાય છે. ઘરો, પરિવારો અને સપનાઓ પળવારમાં નાશ પામે છે. હાલ લેબનાનમાં સ્થિતિ અત્યંત ગંભીર છે અને લોકો ભયમાં જીવી રહ્યા છે.

વિશ્વભરના દેશો અને સંસ્થાઓ હવે આ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તાત્કાલિક શાંતિ માટે કોઈ મજબૂત પગલાં દેખાતા નથી. જો આ હુમલાઓ અટકશે નહીં, તો મિડલ ઈસ્ટમાં વધુ મોટા માનવ સંકટ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Iran-US Ceasefire Breaking News: યુદ્ધ રોકાયું, વૈશ્વિક તેલ લાઈફલાઈન ફરી શરૂ, પરંતુ હોર્મુઝ પર ઈરાનનો આગળનો દાવ શું?