Suratમાં ઓટોરિક્ષા ગેંગ અને ગુનાખોરી ડામવા પોલીસ એક્શનમાં: લસકાણા પોલીસનો નવતર પ્રયોગ

સુરત શહેરમાં ઓટોરિક્ષામાં મુસાફરી કરતા નાગરિકો સાથે થતી ચીટીંગ, ચોરી અને ગુનાખોરીની ઘટનાઓ પર લગામ લગાવવા માટે લસકાણા પોલીસે એક પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધર્યો છે. લસકાણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ રિક્ષા ચાલકોને એકઠા કરીને એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ મુહિમ અંતર્ગત વિસ્તારમાં દોડતી તમામ ઓટોરિક્ષાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી અને કાયદેસરની રિક્ષાઓનો એક મજબૂત ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી શંકાસ્પદ વાહનોને અલગ તારવી શકાય.

સુરક્ષા માટે પોલીસનું અધિકૃત સ્ટીકર અને ડેટાબેઝ

આ નવતર પ્રયોગના ભાગરૂપે લસકાણા પોલીસ દ્વારા તમામ ચકાસાયેલી રિક્ષાઓ પર એક ખાસ અધિકૃત સ્ટીકર લગાવવામાં આવ્યું છે. આ સ્ટીકર જે-તે રિક્ષા ચાલકની સંપૂર્ણ ઓળખ અને પોલીસ વેરિફિકેશન થઈ ગયું હોવાની સાબિતી છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલા ડેટાબેઝમાં રિક્ષા ચાલકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને વાહનના કાગળોની વિગતો નોંધવામાં આવી છે. આ ડિજિટલ અને ફિઝિકલ રેકોર્ડના કારણે હવે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ આચરીને રિક્ષા ચાલક સરળતાથી ભાગી શકશે નહીં.

નાગરિકોની સુરક્ષા અને અસામાજિક તત્વો પર અંકુશ

લસકાણા પોલીસના આ અભિયાન પાછળનો મુખ્ય હેતુ સુરતની જનતા, ખાસ કરીને મહિલાઓ અને રાત્રિના સમયે મુસાફરી કરતા નાગરિકોની સુરક્ષામાં વધારો કરવાનો છે. અવારનવાર ઓટોરિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે આ સ્ટીકરવાળી રિક્ષાઓમાં બેસવાથી મુસાફરો સુરક્ષિત અનુભવશે. આ સાથે જ રિક્ષાના વ્યવસાયની આડમાં ગુનાખોરી આચરતા અસામાજિક તત્વો પર સીધો અંકુશ મેળવી શકાશે અને લસકાણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Breaking News: ન્યૂઝીલેન્ડના નંબર-1 ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ, ચાલુ સિરીઝની વચ્ચે લીધો મોટો નિર્ણય

Breaking News: ટીમ ઈન્ડિયાનો આયર્લેન્ડ પ્રવાસ થશે રદ ? બેલફાસ્ટમાં રમખાણોએ BCCIની વધારી ચિંતા

Breaking News: TMC તૂટતાની સાથે જ મમતા બેનર્જી પર આવી ‘નવી આફત’, એક ભાષણ મામલે દીદી વિરૂદ્ધ ‘FIR’

Breaking News: TMC તૂટતાની સાથે જ મમતા બેનર્જી પર આવી ‘નવી આફત’, એક ભાષણ મામલે દીદી વિરૂદ્ધ ‘FIR’

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તૂટીને વિખેરાઈ ગઈ છે. 28 વર્ષ જૂની ટીએમસી (TMC) પાર્ટી 28 દિવસ પણ પોતાની હાર પચાવી શકી નથી. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરો બધા ભાગી રહ્યા છે.

કોલકાતાથી લઈને દિલ્હી સુધી મમતા વિરુદ્ધ બગાવત થઈ રહી છે. નાના-મોટા તમામ નેતાઓમાં પાર્ટી છોડવા માટે હોડ મચી છે. આ દરમિયાન મમતા બેનર્જી પર વધુ એક મુસીબત આવી ગઈ છે. કોલકાતામાં મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસે એફઆઈઆર (FIR) નોંધી લીધી છે.

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, માર્ચ 2026માં એક રાજકીય ભાષણ દરમિયાન મમતાએ ચેતવણી આપી હતી કે, જો કોઈ ખાસ સમુદાય એક થઈ જાય, તો તેના બીજા લોકો માટે ગંભીર પરિણામો આવી શકે છે. મમતાના જાહેર ભાષણનો હવાલો આપીને એક વેપારીએ હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને હવે કોલકાતા પોલીસે એફઆઈઆર (FIR) તરીકે નોંધી લીધી છે.

અભિષેક બેનર્જીની પૂછપરછ

બીજી તરફ મમતાના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ પણ પોલીસે પહેલાથી જ એફઆઈઆર (FIR) નોંધી રાખેલી છે. ગુરુવારે સીઆઈડી (CID) એ અભિષેક બેનર્જીની પૂછપરછ કરી છે. નકલી સહીના મામલામાં ગુરુવારે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી બંગાળ CID સમક્ષ હાજર થયા હતા. અભિષેક હાઈકોર્ટના આદેશ બાદ CID સમક્ષ હાજર થયા હતા.

સાડા પાંચ કલાક સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન સીઆઈડીના અધિકારીઓએ અભિષેક પાસેથી તેમની ડાયરી વિશે પણ માહિતી મેળવી હતી. સૂત્રોનું માનીએ તો, સીઆઈડીએ અભિષેકને એ ડાયરી લઈને આવવા કહ્યું હતું, જેમાં ધારાસભ્યોની સહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. હવે સીઆઈડીએ અભિષેકને 14 જૂનના રોજ ફરીથી પૂછપરછ માટે બોલાવ્યા છે. સીઆઈડીની ઓફિસથી નીકળીને અભિષેક સીધા મમતાના ઘરે પહોંચ્યા હતા.

પોલીસે જહાંગીર ખાનનું સરઘસ કાઢ્યું

આ ઉપરાંત પોલીસે ફલતામાં ટીએમસી નેતા જહાંગીર ખાનનું સરઘસ (પરેડ) કાઢ્યું છે. જહાંગીર ખાનને હાફ પેન્ટમાં ફલતાના એ રસ્તાઓ અને ગલીઓમાં ફેરવવામાં આવ્યો, જ્યાં ક્યારેક જહાંગીર ખાનનો હુકમ ચાલતો હતો. જણાવી દઈએ કે, જહાંગીર ખાન પર જબરન વસૂલાત (તોડબાજી), ગેરકાયદેસર કબજો અને લોકોને ધમકાવવાના આરોપો છે.

Breaking News : સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ પંપ પરથી હવે આ ગ્રાહકોને નહીં મળે Petrol-Diesel, જાણો શું છે કારણ

Breaking News : BHELને મળ્યો મોટો પાવર પ્રોજેક્ટ ! શેરધારકો માટે આવી શકે છે ખુશખબર

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Anand News: પામોલ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, 14 વર્ષીય વિદ્યાર્થીનું મોત

આણંદ જિલ્લાના બોરસદ-પામોલ રોડ પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. જ્યાં સામસામેથી આવતા બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરમાં એક 14 વર્ષીય માસૂમ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અન્ય એક બાઇક સવારને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. શાળાએથી છૂટીને હસતા મુખે ઘરે પરત ફરી રહેલા કિશોરના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.

શાળાએથી છૂટીને ઘરે પરત ફરતા સમયે કાળ આંબી ગયો 

ઘટનાની મળતી વિગતો અનુસાર, આ અકસ્માતની ઘટના પામોલ રોડ પર આવેલા ઝાખલાના કુવા વિસ્તાર નજીક બની હતી. ઝાખલાના કુવા વિસ્તારમાં જ રહેતો 14 વર્ષીય કિશોર પામોલની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે શાળા છૂટ્યા બાદ બાઇક લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઝાખલાના કુવા પાસે સામેથી આવી રહેલી અન્ય એક બાઇક સાથે તેની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. સામસામે થયેલી આ ભીષણ ટક્કરમાં માસૂમ વિદ્યાર્થીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

અન્ય બાઇક સવાર ગંભીર, કરમસદ હોસ્પિટલ ખસેડાયો

આ અકસ્માતમાં સામેની બાઇક પર સવાર વ્યક્તિને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.

પોલીસે હાથ ધરી તપાસ

અકસ્માતની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એકના એક વહાલસોયા દીકરાના લોહીલુહાણ મૃતદેહને જોઈને પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું, જેના દ્રશ્યો જોઈ ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – Anand મનપાના આરોગ્ય વિભાગની ચેકિંગ ડ્રાઇવ, ફટકાર્યો રૂ. 43 હજારનો દંડ!

Breaking News: પહેલા 2 બોલમાં 2 ચોગ્ગા… વૈભવ સૂર્યવંશીએ અફઘાનિસ્તાન સામે મચાવી ધૂમ, 44 રનની તોફાની ઈનિંગ

Breaking News: સ્વતંત્રતા દિવસે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે! શ્રીલંકા પ્રવાસના શેડ્યૂલ અંગે મોટી અપડેટ

Bharuch News: અંકલેશ્વર વન વિભાગે 65 લાખની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે 3ને ઝડપ્યા

ભરૂચ જિલ્લામાં પ્રતિબંધિત વાઇલ્ડ લાઇફ સામગ્રીની તસ્કરી કરતા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર વન વિભાગ અને મુંબઈ વાઇલ્ડ લાઇફની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં નેશનલ હાઈવે-48 પર આવેલા નર્મદા ગેટ નજીકથી લાખોની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (Whale Vomit – એમ્બરગ્રીસ) સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી ગણાતી આ વ્હેલ માછલીની ઉલ્ટી વેચાય તે પહેલા જ વન વિભાગ દ્વારા તરાપ મારીને આખું રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે.

મુંબઈ વાઇલ્ડ લાઇફની ટીમે વેપારી બનીને ગોઠવી જાળ

ઘટનાની મળતી માહિતી અનુસાર, મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમને આ તસ્કરી ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે ટીમના સભ્યો દ્વારા પોતે કિંમતી એમ્બરગ્રીસના ખરીદદાર (વેપારી) હોવાનો ઢોંગ કરવામાં આવ્યો હતો અને તસ્કરો સાથે સોદો નક્કી કરીને તેમને ભરૂચ બોલાવ્યા હતા. આરોપીઓ આ જથ્થો વેચવા માટે NH-48 પર નર્મદા ગેટ પાસે પહોંચ્યા કે તરત જ અંકલેશ્વર વન વિભાગ અને મુંબઈ વાઇલ્ડ લાઇફની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરીને ત્રણેયને રંગેહાથ દબોચી લેવામાં આવ્યા હતા.

ભાવનગરથી લવાયો હતો જથ્થો, કુલ 66.70 લાખનો મુદ્દામાલ જપ્ત

વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓ આ વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો ભાવનગરથી લાવ્યા હતા. પકડાયેલા ત્રણ આરોપીઓ આણંદ અને અંકલેશ્વર પંથકના હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગે ઘટના સ્થળેથી આશરે રૂપિયા 65 લાખની કિંમતની વ્હેલ વોમેટ કબ્જે કરી છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર, બાઇક અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 66.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Bharuch: ભરૂચની જામા મસ્જિદમાંથી કોતરણીવાળી શીલા અને મૂર્તિઓ મળતાં વિવાદ વકર્યો, કૂવાની સફાઈ કરવા સંતોની ઉગ્ર માંગ

Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video

Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video

દેશની રાજનીતિ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જી 28 વર્ષ બાદ કોંગ્રેસમાં પરત ફરે તેવી શક્યતા દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે, મમતા બેનર્જી અને સોનિયા ગાંધી વચ્ચેની મુલાકાતમાં આ મુદ્દે ચર્ચા થઈ છે. સૂત્રોનું કહેવું છે કે, સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવાની ઓફર આપી છે.

બીજીબાજુ રાહુલ ગાંધીએ અભિષેક બેનર્જીને કોંગ્રેસના મહાસચિવ પદનો પ્રસ્તાવ આપ્યો છે. એવામાં હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે, શું તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી પોતાના જૂના પક્ષમાં પરત ફરશે મમતા બેનર્જી?

Breaking News : મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ થવા પર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહી આ વાત

Ahmedabad News: સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીનો ભેદ ઉકેલાયો, સુરતના વેપારીના પુત્રએ ધુરંધર ફિલ્મ જોઈને ખેલ કર્યો

નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની લેખિત ધમકી મળતાં સમગ્ર પરિસરમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ ચાલુ છે ત્યાં જ આજે ફરીવાર અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. સ્પોર્ટ્સ ક્લબની ઘટનામાં ધુરંધર મૂવી જોઈને બાળકે બોમ્બની ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે. 

લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવી

સ્પોર્ટ્સ ક્લબના કર્મચારીઓને ચેકિંગ દરમિયાન રૂમ નંબર 119માં આવેલા એક લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવી હતી.આ ચિઠ્ઠીને ખોલીને વાંચતા જ સ્ટાફના હોશ ઉડી ગયા હતા.કારણ કે તેમાં ક્લબને બોમ્બથી ઉડાવી દેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ક્લબના સંચાલકોએ મોડું કર્યા વિના આ અંગે તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી હતી.પોલીસ દ્વારા ક્લબના ખૂણે ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તેમજ લોકર સુધી આ ચિઠ્ઠી કોણે પહોંચાડી તે જાણવા માટે ત્યાંના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતાં. 

પેન્સિલથી બોમ્બ થ્રેટનો મેસેજ લખ્યો

આ ઘટનામાં હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી ધુરંધર ફિલ્મ પરથી પ્રેરણા લઈને સુરતના એક વેપારીના 12 વર્ષના પુત્રએ મજાક કરવા આ ચિઠ્ઠી લખી હતી. તેણે ધુરંધર મૂવી જોયા બાદ પેન્સિલથી બોમ્બ થ્રેટનો મેસેજ લખ્યો હતો. સ્પોર્ટ્સ ક્લબની જે રૂમમાંથી ચિઠ્ઠી મળી તે રૂમમાં 3 વિદેશી વેપારીઓ રોકાયા હતા. ચિઠ્ઠીમાં લશ્કર એ તોયબા તેમજ દાઉદનો ઉલ્લેખ કરાયો હતો. આ બાળકે પત્ર લખીને લોકરમાં મુક્યો હતો અને આખરે લોકરમાં જ રહી ગયો હતો. હાઉસકિપિંગ સ્ટાફે જ્યારે રૂમની અંદર કામગીરી કરી ત્યારે આ લેટર મળી આવ્યો હતો.  

આ પણ વાંચોઃ Delhi : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

Morbi News: હળવદમાં પાણીના ટેન્કર બાબતે ભાજપ નેતાએ કર્મચારીને માર માર્યો, આપી જાનથી મારી નાખવાની ધમકી!

મોરબીના હળવદમાંથી નગરપાલિકાના સભ્યની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હળવદ નગરપાલિકાના સેનીટેશન ચેરમેન અને ભાજપના નેતા ભરતભાઈ કરોતરા દ્વારા પાણી પુરવઠા વિભાગના એક કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે કારણે હળવદ શહેરમાં ચકચાર મચી ગઈ છે.

જાહેરમાં બિભત્સ ગાળો આપી

ઘટનાની મળતી માહિતી અનુસાર, પાણીના ટેન્કર મોકલવા બાબતે હળવદ નગરપાલિકાના સભ્ય ભરતભાઈ કરોતરા અને પાણી પુરવઠાના કર્મચારી તુષારભાઈ ગઢવી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને પાલિકા સભ્ય ભરતભાઈએ કર્મચારી તુષારભાઈને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી.

જાનથી મારી નાખવાની ધમકી આપી

વાત આટલેથી ન અટકતા, ભાજપના નેતાએ સત્તાના નશામાં ભાન ભૂલીને કર્મચારી તુષારભાઈ ગઢવી સાથે મારામારી કરી હતી, અને તેમના પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપી સભ્યએ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે.

ભરત કરોતરા વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ

આ ઘટના બાદ ભયભીત અને આક્રોશિત થયેલા પાણી પુરવઠાના કર્મચારી તુષારભાઈ ગઢવી તાત્કાલિક હળવદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પાલિકા સભ્ય ભરત કરોતરા વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સરકારી કર્મચારીઓ પર શાસક પક્ષ ભાજપના નેતાઓ દ્વારા થઈ રહેલા આવા હુમલાઓને પગલે સ્થાનિક કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – Morbi : હળવદમાં ભાજપનું ‘સાવરણા નાટક’: સાંસદ પાસે કરાવ્યું ફોટો સેશન, પછી એ જ જગ્યાએ સ્વીપર મશીન ફેરવતા વિવાદ