Ahmedabad News: સરકારી આવાસના નામે 500થી વધુ લોકો સાથે મહાઠગાઈ, પોતાને આનંદીબેન પટેલનો ભત્રીજો ઓળખાવનાર અંકિત પટેલની અટકાયત

રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં સરકારી આવાસ અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો સામે આવતા સનસનાટી મચી ગઈ છે. અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આશરે 500થી વધુ લોકો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. લોકો પાસેથી આવાસના નામે વ્યક્તિ દીઠ રૂ. 50,000થી વધુની રકમ ઉઘરાવવામાં આવી હતી.

હાઈપ્રોફાઈલ ઓળખ આપી છેતરપિંડી

ભોગ બનનારા લોકોના જણાવ્યા અનુસાર, મુખ્ય સૂત્રધાર અંકિત પટેલ પોતાની ઓળખ હાઈપ્રોફાઈલ રીતે આપતો હતો. તે લોકોને કહેતો હતો કે, તે ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં કામ કરે છે. એટલું જ નહીં, લોકોનો વિશ્વાસ જીતવા માટે તે પોતાને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભત્રીજો હોવાનું પણ જણાવતો હતો. આ હાઈપ્રોફાઈલ ઓળખના જોરે તેણે એક વર્ષ પહેલાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી સરકારી આવાસ અપાવવા માટે લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા.

બોડકદેવ પોલીસ સ્ટેશને લોકોનો ધસારો

છેલ્લા ઘણા સમયથી આવાસ ન મળતા અને પૈસા પરત ન આવતા, આજે મોટી સંખ્યામાં ભોગ બનનારા લોકો બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. લોકોએ અંકિત પટેલ અને રાગીણી પટેલ નામના શખ્સો વિરૂદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોનો એક જ સૂર હતો કે, ગમે તે ભોગે અમારા મહેનતના પૈસા પાછા આપો. પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ભોગ બનનારાઓએ આરોપીઓ વિરૂદ્ધ હુરિયો બોલાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

પોલીસે અંકિત પટેલને રાઉન્ડઅપ કર્યો

ઘટનાની ગંભીરતાને જોતા બોડકદેવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અંકિત પટેલને રાઉન્ડઅપ કરી લીધો છે. હાલ તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ કરી રહી છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તથા કુલ કેટલા રૂપિયાની ઠગાઈ થઈ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો – Ahmedabad : સાબરમતી જેલના ‘છોટા ચક્કર’માં 4 કેદીઓએ જેલ સહાયકનું માથું ફોડ્યું; ગાળો બોલવાની ના પાડતા ઈંટના ટુકડા વડે હિંસક હુમલો

Amazon की सेल में Samsung, Xiaomi जैसे ब्रांड्स के स्मार्ट TVs को 15,000 रुपये से कम में खरीदने का मौका

इस सेल में Samsung के 32 इंच HD Smart LED TV को 17,900 रुपये के लिस्टेड प्राइस के बजाय 14,240 रुपये में खरीदा जा सकता है। इसके अलावा चाइनीज इलेक्ट्रॉनिक्स कंपनी Xiaomi के 32 इंच F-सीरीज स्मार्ट LED TV को 24,999 रुपये के वास्तविक प्राइस की तुलना में 11,990 रुपये में बेचा जा रहा है। इस सेल में HDFC Bank के क्रेडिट कार्ड से भुगतान करने पर 10 प्रतिशत तक का इंस्टेंट डिस्काउंट मिल सकता है।

Surendranagar News: તલસાણાના સોલર પ્લાન્ટમાં ચોરી કરનાર ગેડિયા ગેંગનો કુખ્યાત ગુજસીટોકનો આરોપી ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ પાસે આવેલા સોલર પ્લાન્ટને નિશાન બનાવતી ટોળકીને ઝડપી લેવામાં એલસીબી (LCB) પોલીસને મોટી સફળતા મળી છે. અવાળા સનરાઈઝ એનર્જી સોલર પ્લાન્ટમાં તાંબાના વાયર અને પ્લેટોની ચોરી કરનાર ગેડિયા ગેંગના કુખ્યાત શખ્સ સહિત બે આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે.

એક જ પ્લાન્ટમાં બે વાર ચોરી

તલસાણા ખાતેના અવાળા સનરાઈઝ એનર્જી સોલર પ્લાન્ટમાં તારીખ 25 એપ્રિલ 2026 અને ત્યારબાદ 11 મે 2026 ના રોજ એમ બે વાર ચોરીની ઘટના બની હતી. તસ્કરો પ્લાન્ટમાંથી અંદાજે રૂ. 2,60,688 ની કિંમતના તાંબાના વાયર અને તાંબાની પ્લેટો ચોરી કરી ગયા હતા. આ અંગે લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

LCB એ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

ચોરીની ગંભીરતાને જોતા એલસીબીની ટીમે નેત્રમ સીસીટીવી પ્રોજેક્ટ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. પોલીસની સઘન તપાસમાં ચોરીમાં સંડોવાયેલા ગેડિયા ગેંગના પ્રખ્યાત આરોપી ખાન મોહમ્મદ ખાન મલેક અને તેના સાગરીત પ્રતિકભાઈ ધરમશીભાઈ ચાણસ્માના નામ ખુલ્યા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ. 5,30,388 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગુજસીટોકનો આરોપી અને 16 ગુનાનો ઇતિહાસ

ઝડપાયેલો મુખ્ય આરોપી ખાન મોહમ્મદ ખાન મલેક ગેડિયા ગેંગનો રીઢો ગુનેગાર છે, અને તેની સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. આ આરોપી સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 16 જેટલા ગુના દાખલ થયેલા છે. તે છેલ્લા બે વર્ષથી જામીન પર છૂટ્યા બાદ ફરાર હતો, અને ફરી ચોરીની પ્રવૃત્તિમાં સક્રિય થયો હતો.

હાલમાં લખતર પોલીસે બંને આરોપીઓનો કબજો મેળવી, તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ધરપકડથી સોલર પ્લાન્ટમાં થતી ચોરીઓના અન્ય ભેદ ઉકલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો – Surendranagar: લીલાછમ વૃક્ષોનું ગેરકાયદે છેદન કરી લાકડાની હેરાફેરી કરતા બે વાહનો જપ્ત

Breaking News: ગુજરાતે હૈદરાબાદને 82 રનથી હરાવ્યું, IPL 2026 માં સતત પાંચમી મેચ જીતી, પોઈન્ટ ટેબમાં ટોપ પર પહોંચ્યું

Breaking News: ગુજરાતે હૈદરાબાદને 82 રનથી હરાવ્યું,  IPL 2026 માં સતત પાંચમી મેચ જીતી, પોઈન્ટ ટેબમાં ટોપ પર પહોંચ્યું

IPL 2026 ની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ઘરઆંગણે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવ્યું  હતું. શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. IPLમાં રનની દ્રષ્ટિએ ગુજરાત ટાઇટન્સની આ સૌથી મોટી જીત છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદનો IPLમાં સૌથી ઓછો સ્કોર છે.

GTની ખરાબ શરૂઆત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન માટે મુકાબલો હતો. યજમાન ગુજરાતને પહેલા બેટિંગ કરવાની ફરજ પડી હતી અને તેમની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં તેમણે ફક્ત 34 રન બનાવ્યા હતા, જેમાં ગિલ (5) અને જોસ બટલર (7) આઉટ થયા હતા. જોકે, સાઈ સુદર્શને પોતાનું શાનદાર બેટિંગ ફોર્મ ચાલુ રાખ્યું અને સતત ત્રીજી અડધી સદી ફટકારી.

 

સુદર્શન-સુંદરની ફિફ્ટી,

સુદર્શન (61) એ વોશિંગ્ટન સુંદર સાથે ચોથી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી. સુંદર (50) એ પછી સિઝનની તેની બીજી અડધી સદી ફટકારી, જેનાથી ગુજરાત પાંચ વિકેટે 68 રનથી આગળ વધ્યું અને 168 રનનો લડાયક સ્કોર બનાવ્યો. સનરાઇઝર્સના ફાસ્ટ બોલરોએ ઝડપી વિકેટ લઈ દબાણ બનાવ્યું, જેમાં પ્રફુલ હિન્જે 17 રનમાં 2 અને કેપ્ટન પેટ કમિન્સે 20 રનમાં 1 વિકેટ લીધી. જોકે, અન્ય બોલરો રીધમ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા.

 

રબાડા-હોલ્ડર સામે SRHના બેટ્સમેન ધ્વસ્ત

સનરાઇઝર્સની વિસ્ફોટક બેટિંગ લાઇન-અપ સામે આ લક્ષ્ય મુશ્કેલ લાગતું હતું. જોકે, મોહમ્મદ સિરાજ (1/11) અને કાગીસો રબાડા (3/28) એ સનરાઇઝર્સના ટોચના ક્રમને બરબાદ કરી દીધો. સિરાજે પહેલી ઓવરમાં હેડ (0) ને આઉટ કર્યો, જ્યારે રબાડાએ તેની આગામી ત્રણ ઓવરમાં અભિષેક શર્મા (6), ઇશાન કિશન (11) અને અશ્વિન (9) ને આઉટ કર્યા. ટીમે ફક્ત 32 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી.

 

હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલઆઉટ

11મી ઓવર સુધીમાં હૈદરાબાદે ફક્ત 60 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ તેમની હાર નિશ્ચિત હતી. કેપ્ટન પેટ કમિન્સ (19) એ થોડા શોટ રમી ટીમના સ્કોરને આગળ વધાર્યો, પરંતુ જેસન હોલ્ડર (3/20) અને પ્રસિદ્ધ કૃષ્ણા (2/23) એ સનરાઇઝર્સના મધ્યમ અને નીચલા ક્રમને તોડી પાડ્યો. અંતે, હૈદરાબાદ ફક્ત 14.5 ઓવરમાં ફક્ત 86 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે મેદાનમાં વાપસી કરશે MS ધોની!

भारत के स्मार्टफोन मार्केट में बड़ी गिरावट, Vivo का पहला स्थान बरकरार 

देश में पहली तिमाही में लगभग 3.1 करोड़ स्मार्टफोन्स की शिपमेंट हुई है। पिछले वर्ष की समान अवधि की तुलना में यह लगभग 4.1 प्रतिशत की गिरावट है। स्मार्टफोन कंपनियों ने प्राइसेज बढ़ने के अनुमान के कारण इनवेंटरी को जमा करना शुरू कर दिया था। हालांकि, फेस्टिव सीजन के बाद कंज्यूमर डिमांड कमजोर होने से बिक्री घटी है।

Bhavnagar News: પોલીસ પર હુમલા બાદ ગુંદી ગામે મેગા ‘કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન’, 20 શખ્સોની અટકાયત

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદી ગામે વાહન ચેકિંગ કરી રહેલી પોલીસ ટીમ પર અચાનક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને ઘોઘા પોલીસ મથકમાં 10 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ પર થયેલા આ હુમલા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ડ્રોન અને બોડી કેમેરાની મદદથી સઘન ચેકિંગ

હુમલાની ઘટના બાદ ભાવનગર ગ્રામ્ય ASP ઘનશ્યામ ગૌતમની આગેવાનીમાં ગુંદી ગામના ‘કેરીયાવાસ’ વિસ્તારમાં મેગા ‘કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન’ (CASO) હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રોન સર્વેલન્સ દ્વારા આખા ગામ પર નજર રાખવામાં આવી હતી અને પોલીસ જવાનોના બોડી વોર્ન કેમેરાની મદદથી દરેક હિલચાલને કેદ કરવામાં આવી હતી.

20 શખ્સો ડીટેઈન: દબાણો અને વીજચોરી સામે પણ કાર્યવાહી

આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં 20 જેટલા શખ્સોને ડીટેઈન કર્યા છે. પોલીસ દ્વારા માત્ર હુમલાખોરો જ નહીં, પરંતુ ગામમાં ચાલતી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે વીજચોરી અને સરકારી જમીન પરના દબાણો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંયુક્ત તંત્રના આ ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Dhrangadhra: ધ્રાંગધ્રા શહેર-ગ્રામ્યમાં જુગારના દરોડા : મુદ્દામાલ સાથે 7 ઝડપાયા

ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર પાછળ આવેલા સ્મશાન પાસે અને તાલુકાના હરીપર ગામે જુગારની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં 7 જુગારીયાઓ રોકડા રૂપીયા 25,960 સાથે ઝડપાયા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ધ્રાંગધ્રા સીટી પોલીસના સરફરાઝભાઈ, મુળરાજસિંહ સહિતનાઓને શહેરના આંબેડકરનગર પાછળ આવેલ સ્મશાન પાસે ગુડદી પાસાના જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અરવિંદ ઉકાભાઈ સાગઠીયા, વિનોદ લાખાભાઈ પરમાર, ગૌતમ વિજયભાઈ મકવાણા અને જીતેન્દ્ર દેવશીભાઈ પરમાર રોકડા રૂપીયા 21,200 સાથે પકડાયા હતા. તમામ જુગારીયાઓ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ એચસી ડી.એન.પરમાર ચલાવી રહ્યા છે. જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના નરેશભાઈ ભોજીયા, વી.આર.રબારી સહિતનાઓને હરીપર ગામે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જયેશ રમેશભાઈ હાલાણી, ઘનશ્યામ જશરાજભાઈ હાલાણી અને રવી રાજેશભાઈ હાલાણી ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 4760 સાથે પકડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Wadhwan: વઢવાણના બાળા ગામે વર્ષો જુનો રસ્તો રેલવે દ્વારા બંધ કરી દેવાતા નાગરિકોને પરેશાની

વઢવાણ તાલુકાના બાળા ગામના રેલવે સ્ટેશન પાસે ખેડુતોને ખેતરે જવાનો વર્ષો જુનો રસ્તો આવેલો હતો. આ રસ્તો હાલમાં રેલવે દ્વારા આડશ કરીને બંધ કરી દેવાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ગામના યુવાનોએ કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રેલવેની અનેક સ્થળે જમીન રૂપી સંપત્તી આવેલી છે. રેલવે દ્વારા તેનો કોઈ વપરાશ ન હોય તો પણ ગામલોકો તેનો ઉપયોગ કરે તો રેલવે તેના પર પ્રતીબંધ મુકી દે છે. આ જમીનનો રેલવે પોતે ઉપયોગ તો નથી કરતી પણ કોઈના ઉપયોગમાં પણ આવવા નથી દેતી. આવી જ સ્થીતી વઢવાણ તાલુકાના બાળા ગામે ઉભી થઈ છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જતી રેલવે લાઈન બાળા પાસેથી પસાર થાય છે. બાળા ગામે નાનુ એવુ રેલવે સ્ટેશન પણ આવેલુ છે. આ રેલવે સ્ટેશન પાસેથી ગામના 50થી વધુ ખેડુતોને પોતાના ખેતરે જવાનો રસ્તો છે. આ રસ્તો રેલવેની હદમાં આવતો હોઈ તાજેતરમાં રેલવે દ્વારા લોખંડની એંગલો અને પતરા નાંખીને રસ્તો બંધ કરી દેવાયો છે. જેને લીધે ખેડુતોને પોતાના ખેતરે જવામાં અને ખેત પેદાશો લઈને આવવામાં ભારે તકલીફ ભોગવવી પડે છે. આ સમસ્યાના નીવારણ માટે બાળાના નયનભાઈ રોજાસરા, હર્ષદભાઈ વ્યાસ, વિષ્ણુભાઈ બાવળીયા, કનાભાઈ કઠેચીયા, દશરથસિંહ ચાવડા, પ્રવીણભાઈ સીસોદીયા સહિતનાઓએ કલેકટર કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી છે. અને તાકીદે આ સમસ્યાનું નીવારણ લાવવા માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Gandhinagar News: અધિક મુખ્ય સચિવ સામે મજૂરોને બંધક બનાવવાનો ગંભીર આક્ષેપ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

Gandhinagar News: અધિક મુખ્ય સચિવ સામે મજૂરોને બંધક બનાવવાનો ગંભીર આક્ષેપ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

ગાંધીનગરના સેક્ટર-1માં આવેલા એક ખાનગી મકાનમાં ચાલી રહેલા કામ દરમિયાન આ વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે, નર્મદા અને જળ સંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી તેમના મકાનમાં ચાલી રહેલા કામથી નાખુશ હતા. આ અસંતોષને પગલે તેમણે ત્યાં કામ કરી રહેલા મજૂરોને ઘરની અંદર પૂરી દઈ બહારથી લોક મારી દીધું હોવાના આક્ષેપો થયા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી ચકચાર

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપી વાયરલ થયો છે. આ વીડિયોમાં કામદારો પોતે જ આક્ષેપ કરી રહ્યા છે કે તેમને બંધક બનાવવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો અને મજૂરોના નિવેદનોને પગલે ઉચ્ચ અધિકારીના વર્તન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો છે અને ઘટનાની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.

સનદી અધિકારી પરના આક્ષેપથી ખળભળાટ

રાજ્યના એક મહત્વના વિભાગના અધિક મુખ્ય સચિવ જેવું જવાબદાર પદ ધરાવતા અધિકારી પર જ્યારે મજૂરોને બંધક બનાવવાનો આરોપ લાગ્યો હોય, ત્યારે સચિવાલયના વર્તુળોમાં પણ આ બાબતે ભારે ચર્ચા જાગી છે. ઉચ્ચ કક્ષાના સનદી અધિકારી દ્વારા કરવામાં આવેલા આ કથિત કૃત્યને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે સરકાર કે તંત્ર દ્વારા કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો