Breaking News: IPL 2026 માં રમી રહેલા સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય, PCB ને મોટો ઝટકો

Breaking News: IPL 2026 માં રમી રહેલા સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય, PCB ને મોટો ઝટકો

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 30 મેથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવા જઈ રહી છે અને આ શ્રેણી પહેલા, સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું IPLમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આ ટુર્નામેન્ટ છોડીને પાકિસ્તાન જશે? હવે આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો મોટો નિર્ણય

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે IPLમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય. તેમને તેમના કરાર મુજબ IPLમાં રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે મોટા ફટકા જેવો છે. કારણ કે હવે ઓસ્ટ્રેલિયા તેના યુવા ખેલાડીઓને પાકિસ્તાનમાં રમવા માટે મોકલશે.

 

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય

ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડ IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે. જોશ હેઝલવુડ RCBનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. મિશેલ સ્ટાર્ક દિલ્હી કેપિટલ્સ સાથે છે. યુવા ખેલાડીઓમાં કૂપર કોનેલી પંજાબ કિંગ્સ સાથે છે. જોશ ઈંગ્લિસ અને મિશેલ માર્શ લખનૌ સુપરજાયન્ટ્સ માટે રમી રહ્યા છે.

 

IPLમાં રમી રહ્યા છે સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ

હાલમાં છ સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે એટલે એ તો સ્પષ્ટ છે કે ઓસ્ટ્રેલિયા તેની B ટીમ પાકિસ્તાન મોકલશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના મુખ્ય ખેલાડીઓને IPLમાં રમ્યા પછી સ્વસ્થ થવાની તક આપવા માંગે છે, તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ 30 મેના રોજ રાવલપિંડીમાં રમાશે. બીજી મેચ 2 જૂને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી વનડે પણ 4 જૂને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.

Breaking News: 17 ચોગ્ગા અને છગ્ગા… LSG માટે મિશેલ માર્શની સૌથી ઝડપી સદી, RCBના બોલરોની કરી જબરદસ્ત ધુલાઈ

Gandhinagar News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મેટ્રોમાં કરી સવારી, સામાન્ય નાગરિકની જેમ જાતે ટિકિટ ખરીદી મુસાફરો સાથે કર્યો સંવાદ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રોટોકોલ અને વીઆઈપી કલ્ચરથી દૂર રહીને રાજ્યપાલે ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમની આ સહજતા જોઈને મેટ્રોમાં મુસાફરી કરી રહેલા નાગરિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સચિવાલયથી રાણીપ સુધીનો પ્રવાસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશનથી અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે કોઈ ખાસ સુવિધા લેવાને બદલે એક સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહીને વિન્ડો પરથી જાતે ટિકિટ (ટોકન) ખરીદી હતી. રાજ્યપાલને પોતાની સાથે મેટ્રોમાં મુસાફરી કરતા જોઈ મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

મુસાફરો સાથે સહજ સંવાદ

મુસાફરી દરમિયાન રાજ્યપાલે ટ્રેનમાં હાજર અન્ય મુસાફરો સાથે અત્યંત સહજતાથી વાતચીત કરી હતી. તેમણે લોકો પાસેથી મેટ્રોની સુવિધાઓ અને તેમના અનુભવો વિશે પૃચ્છા કરી હતી. રાજ્યપાલે મેટ્રો ટ્રેનની સુવિધા અને સમયબદ્ધતાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મેટ્રો એ ઉત્તમ વિકલ્પ છે.

આ પણ વાંચો – Gandhinagar news: કોંગ્રેસમાં મોટું ઓપરેશન, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 20 હોદ્દેદારો સસ્પેન્ડ

Big Breaking : બંગાળમાં મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવનાર શુભેન્દુ અધિકારીના PA ની ગોળી મારીને હત્યા, જુઓ Video

Big Breaking : બંગાળમાં મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવનાર શુભેન્દુ અધિકારીના PA ની ગોળી મારીને હત્યા, જુઓ Video

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સાથી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. બુધવારે મોડી સાંજે ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. હુમલાખોરોએ રસ્તા વચ્ચે તેમની કાર રોકી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચંદ્રનાથ રથ અને તેમના ડ્રાઇવર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ચંદ્રનાથ રથનું મોત થયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, ચંદ્રનાથ રથની કારનો અન્ય એક વાહન દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કારને ઓવરટેક કરી જબરદસ્તી રોકાવી અને ત્યારબાદ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી ચંદ્રનાથ રથના માથા અને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આરોપીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી ગોઠવવામાં આવી છે. સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હુમલાખોરોની ઓળખ માટે વિશેષ ટીમો પણ બનાવી છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ શુભેન્દુ અધિકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ચંદ્રનાથ રથના મોતની પુષ્ટિ કરી હતી. ભાજપે આ હુમલાને રાજકીય સડયંત્ર ગણાવી તૃણમૂલ કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના નેતાઓનો દાવો છે કે રાજ્યમાં ચૂંટણી બાદ રાજકીય હિંસા વધતી જઈ રહી છે અને આ હુમલો પણ તેની જ એક કડી છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી બાદ અનેક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે જ દક્ષિણ 24 પરગણાના નારાયણપુર વિસ્તારમાં પણ ભારે તણાવ જોવા મળ્યો હતો. અહીં પોલીસ અને કેન્દ્રીય દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા.

આ સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ચંદ્રનાથ રથની હત્યાને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર પણ તેજ બન્યો છે. હાલમાં પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને હુમલાખોરોને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત

Chintan Shibirમાં મધ્ય ગુજરાતના મહેસૂલી મોડેલની ગુંજ, એક જ વર્ષમાં 20,000થી વધુ રેવન્યુ કેસનો નિકાલ

રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની ‘ચિંતન શિબિર’ના ‘બેસ્ટ પ્રેક્ટિસ સેશન’ અંતર્ગત મધ્ય ગુજરાતના જિલ્લાઓની મહેસૂલી કામગીરીએ વિશેષ ધ્યાન ખેંચ્યું છે. વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ મધ્ય ગુજરાત વિભાગના વિવિધ જિલ્લાઓની નોંધપાત્ર સિદ્ધિઓ અને વહીવટી સુધારાઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરી વિગતવાર વિગતો આપી હતી.

કલેકટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત વિભાગના જિલ્લાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવા અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ નવતર પ્રયાસોના પરિણામે છેલ્લાં માત્ર એક જ વર્ષમાં 20,000 જેટલા રેવન્યુ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે, જે વહીવટી તંત્રની કાર્યક્ષમતા દર્શાવે છે.

પ્રજાલક્ષી પહેલની ખાસ પ્રશંસા કરવામાં આવી

સેશન દરમિયાન આણંદ જિલ્લા કલેકટર દ્વારા અમલી બનાવવામાં આવેલી પ્રજાલક્ષી પહેલની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં સરકારી સેવાઓ અંગે લોકોના પ્રતિભાવો (ફીડબેક) લેવા માટે QR કોડનો અસરકારક ઉપયોગ અને સીધા જનસંપર્ક અને ગ્રામસભાઓના માધ્યમથી લોકોના પ્રશ્નો સાંભળવાની પદ્ધતિની સરાહના કરવામાં આવી હતી. સાથે જ જનસેવા કેન્દ્રોને વધુ સુવિધાજનક અને નાગરિક કેન્દ્રી બનાવવાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

નવી કાર્યપદ્ધતિઓ વિશે ગહન ચર્ચા કરવામાં આવી

ચિંતન શિબિરમાં જમીનના કેસોના ડિસ્પોઝલ, ખેડૂત ખરાઈના કામો,કલમ 63-એડી, સરફેસી એક્ટ(SARFAESI Act) તથા ટેલીગ્રામ એક્ટ અંતર્ગત જમીન સંબંધિત હીયરિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ જટીલ કાયદાકીય પ્રશ્નોમાં સમયસર નિર્ણય લેવા માટે નવી કાર્યપદ્ધતિઓ વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી. શિબિરમાં સત્તાના પ્રકાર, સીટી સર્વેની કામગીરી અને એજન્સીલક્ષી બાબતોમાં સુધારા લાવવા માટે મહત્ત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ નવતર પ્રયોગોનો ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી મહેસૂલી સેવાઓ ઝડપથી અને પારદર્શક રીતે પહોંચાડવાનો છે.

આ પણ વાંચો : Gujarat : 21 પોલીસ ઈન્સ્પેક્ટરની કરાઈ બદલી, રાજ્ય પોલીસ વડાએ આપ્યો આદેશ

Breaking News: સ્પિનર્સ અને સેમસનના દમ પર ચેન્નાઈએ દિલ્હીને આપી માત, CSKની પાંચમી જીત, DCની છઠ્ઠી હાર

Breaking News: સ્પિનર્સ અને સેમસનના દમ પર ચેન્નાઈએ દિલ્હીને આપી માત,  CSKની પાંચમી જીત,  DCની છઠ્ઠી હાર

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2026 માં પોતાની મજબૂત વાપસી ચાલુ રાખી છે અને પાંચમી જીત નોંધાવી છે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ઘરઆંગણે એકતરફી મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું. આ સાથે CSK એ પ્લેઓફની દોડને રોમાંચક બનાવી દીધી છે. દિલ્હી કેપિટલ્સના નબળા નિર્ણયો અને ચેન્નાઈના સ્પિનરોની તાકાતને કારણે CSKએ યજમાન ટીમને ફક્ત 155 રનમાં જ રોકી દીધી, ત્યારબાદ સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી.

ટોસ જીતી બેટિંગનો અક્ષરનો ચોંકાવનારો નિર્ણય

દિલ્હી કેપિટલ્સ પાસે ચેન્નાઈ સામે ઘરઆંગણે હારનો સિલસિલો સમાપ્ત કરવાની સારી તક હતી. સતત ત્રણ હાર બાદ દિલ્હીએ પોતાની પાછલી મેચ જીતી લીધી હતી અને આશા હતી કે ટીમ જીતનો સિલસિલો ચાલુ રહેશે. પરંતુ જ્યારે કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સ્પિનર-ફ્રેન્ડલી પિચે દિલ્હીના નિર્ણયને ખોટો સબિત કર્યો.

 

દિલ્હીએ 156 રનનો આપ્યો ટાર્ગેટ

ઓપનર કેએલ રાહુલ અને પથુમ નિસાન્કા, જેમણે અગાઉની મેચમાં વિસ્ફોટક ઇનિંગ્સથી દિલ્હીને જીત અપાવી હતી, આ વખતે નિષ્ફળ ગયા. બંને પાવરપ્લેમાં આઉટ થયા, ત્યારે સ્કોર ફક્ત 37 હતો. ત્યારબાદ સ્પિનર ​​નૂર અહેમદ આવ્યો અને તેણે બે વિકેટ લઈને દિલ્હીના વાપસીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા, અને ટૂંક સમયમાં 69 ના સ્કોર પર પાંચ બેટ્સમેન પાછા ફર્યા, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ઇમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીએ ઇનિંગને સ્થિર કરી. બંને વચ્ચે 65 રનની ભાગીદારીએ ટીમને 155 ના સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.

 

દિલ્હીના બોલરો પણ નિષ્ફળ રહ્યા

દિલ્હીની ઈનિંગ પછી કેપ્ટન અક્ષર પટેલે આશા રાખી હશે કે તે અને કુલદીપ યાદવ પણ ચેન્નાઈના બેટ્સમેનોને આ જ રીતે નિયંત્રિત કરશે. લુંગી એનગીડી અને અક્ષરે 45 રનમાં બે વિકેટ લઈને થોડી આશા જગાવી, પરંતુ તે પછી સંજુ સેમસને દિલ્હીના બોલરોને કોઈ તક આપી નહીં. તેણે કુલદીપ યાદવ અને ટી નટરાજનને ખાસ નિશાન બનાવ્યા અને તેમની સામે બાઉન્ડ્રીઓ ફટકારી.

 

સેમસન-કાર્તિકની 114 રનની અણનમ ભાગીદારી

સેમસનની સાથે યુવા બેટ્સમેન કાર્તિક શર્મા પણ જોડાયો હતો, જેણે અગાઉની મેચમાં અણનમ અડધી સદી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. સંજુએ માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને કાર્તિક સાથે મળીને ટીમને વિજય અપાવ્યો. જોકે, સંજુ આ સિઝનમાં પોતાની ત્રીજી સદી પૂર્ણ કરી શક્યો નહીં કારણ કે સદી પૂર્ણ થાય તે પહેલાં જ લક્ષ્ય પૂર્ણ થઈ ગયું હતું. તે 87 રન બનાવીને અણનમ રહ્યો. તેણે કાર્તિક સાથે 114 રનની અણનમ ભાગીદારી કરી. કાર્તિક સતત બીજી મેચમાં અણનમ રહ્યો, તેણે 41 રન બનાવ્યા.

Breaking News: સંજુ સેમસને 6 છગ્ગા ફટકાર્યા, 87 રન બનાવી ચેન્નાઈ સુપર કિંગ્સને દિલ્હી સામે અપાવી જીત

તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી

તમિલનાડુમાં કોંગ્રેસના ટેકાથી સરકાર બનશે? કોંગ્રેસના ધારાસભ્યોની અચાકન જ રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી

Surendranagar : લીંબડી તાલુકાના ઘોઘાસર ગામમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે અથડામણ, તીક્ષ્ણ હથિયારોથી કર્યો હુમલો

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ઘાઘોસર ગામમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે ભયાનક અથડામણ સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અંગત અદાવતમાં બે પક્ષો વચ્ચે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે.

અંગત અદાવતમાં બે પક્ષો વચ્ચે તીક્ષ્ણ હથિયારોથી હુમલો

મળતી માહિતી મુજબ, જૂની અંગત અદાવતને કારણે વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષો તીક્ષ્ણ હથિયારો સાથે આમને-સામને આવી ગયા અને ખુલ્લેઆમ મારામારી શરૂ થઈ ગઈ. આ હિંસક ઘટનામાં ચારથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. ઘટનાના પગલે ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

પોલીસે મારામારી કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરી

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળે છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તજવીજ શરૂ કરી છે. આ ઘટના બાદ સ્થાનિક સ્તરે સુરક્ષા અને શાંતિને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે પોલીસ કેટલી ઝડપથી અને કડક કાર્યવાહી કરે છે તે પર સૌની નજર છે.

આ પણ વાંચો : Surat News: ઉત્રાણ વિસ્તારમાં કારમાં ‘MLA’ નું બોર્ડ લગાવી દારૂ પીતા બે વેપારીઓ ઝડપાયા

Ahmedabad News: નરોડા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રૂ. 2.50 લાખની લાંચ લેતા 4 ઝડપાયા, વોટ્સએપ કોલથી કર્યું હતું સેટિંગ!

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ અમદાવાદમાં વધુ એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા સરકારી બાબુઓની ઊંઘ હરામ કરી દીધી છે. અમદાવાદની નરોડા-6 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજના કામ અર્થે લાંચની માંગણી કરનાર સબ રજિસ્ટ્રાર સહિત ચાર શખ્સોને ACB એ રૂ. 2.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

સમગ્ર ઘટનાક્રમ

મળતી માહિતી મુજબ, દસ્તાવેજ સંબંધિત કામકાજ માટે આરોપીઓએ કુલ રૂ. 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. આ સોદો નક્કી કરવા માટે આરોપીઓએ વોટ્સએપ કોલનો ઉપયોગ કર્યો હતો, જેથી પકડાઈ ન જવાય. અગાઉ ટોકન અનલોક કરવાના બહાને પણ આરોપીઓએ રૂ. 35,000 પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

કોણ કોણ ઝડપાયું?

ACB ના છટકામાં આકાશ અમૃતભાઇ દેસાઇ – સબ રજીસ્ટ્રાર, નરોડા-6 (વર્ગ-2 અધિકારી), જય બળદેવભાઇ આદિવાસી – સિક્કા ઓપરેટર, રહીલ શૈખ – સર્ચ ઓપરેટર અને નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરા – ખાનગી વ્યક્તિ (વચેટિયો) સકંજામાં આવ્યા છે.

ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ ACB ની ટીમે ત્રાટકીને તમામની ધરપકડ કરી હતી. ACB એ ઘટના સ્થળેથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને તમામ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઓપરેશનથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો – DA Hike: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

Gandhinagar news: રાજ્યપાલની એર માર્શલ તેજિન્દર સિંહ સાથે મહત્વની બેઠક, સરહદી સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન મુદ્દે થઈ ચર્ચા

ગુજરાતના રાજભવન ખાતે આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી. ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન (South Western Air Command) ના નવનિયુક્ત એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ તેજિન્દર સિંહ દ્વારા ગુજરાતના રાજ્યપાલની સૌજન્ય મુલાકાત લેવામાં આવી હતી.

નવી જવાબદારી બદલ અભિનંદન

રાજ્યપાલે એર માર્શલ તેજિન્દર સિંહને દક્ષિણ પશ્ચિમ વાયુ કમાનના વડા તરીકેની નવી અને મહત્વની જવાબદારી સંભાળવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમિયાન વાયુસેના અને રાજ્ય વહીવટી તંત્ર વચ્ચેના સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન પર ભાર

આ બેઠકમાં ખાસ કરીને ગુજરાતની સરહદી સુરક્ષાની વર્તમાન સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, કુદરતી આપત્તિઓ કે અન્ય કટોકટીના સમયે વાયુસેનાનો સહયોગ અને આપત્તિ વ્યવસ્થાપનમાં મજબૂત નેટવર્ક ઉભું કરવા અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે વાયુસેનાના પ્રદાનની સરાહના કરી હતી.

આ પણ વાંચો – DA Hike: સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

IPL 2026 માં GT vs PBKS વચ્ચેની મેચમાં પંજાબની બે ભૂલ બની ગુજરાત સામે હારનું કારણ!