Junagadh : અગરબત્તીના કેમિકલથી બનાવાતો હતો દેશી દારૂ, ઝેરી પ્રવાહી પીવાથી 4 લોકો બીમાર

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો અને લોકોના જીવ સાથે રમત રમતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જૂનાગઢમાં નશાનો કાળો કારોબાર ચલાવવા માટે માનવ જિંદગીને જોખમમાં મૂકીને અગરબત્તી બનાવવા માટે વપરાતા અત્યંત ઝેરી કેમિકલથી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે જૂનાગઢના ઇન્ચાર્જ પોલીસ વડા રોહિત ડગરે સત્તાવાર નિવેદન આપીને સમગ્ર નેટવર્ક અંગે વિગતો જાહેર કરી છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને આ અતિ ગંભીર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અગરબત્તી બનાવવાના લિક્વિડ કેમિકલનો ઉપયોગ

ઇન્ચાર્જ એસપી રોહિત ડગરે જણાવ્યું હતું કે, પકડાયેલો આરોપી અગરબત્તી બનાવવાના લિક્વિડ કેમિકલ અને ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ નો ઉપયોગ કરીને આ નકલી દેશી દારૂ તૈયાર કરતો હતો.

4 લોકોને અસર થઇ

 આ ઝેરી કેમિકલ યુક્ત શંકાસ્પદ પીણું પીવાના કારણે હાલમાં 4 લોકો ગંભીર રીતે બીમાર પડ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ આ ચાર દર્દીઓ પૈકી બે લોકોની હાલત હજુ પણ અત્યંત નાજુક અને ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

ઝેરી પીણાથી કોઈનું મૃત્યુ થયું નથી

આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર પંથકમાં લઠ્ઠાકાંડના કારણે મોત થયા હોવાની અફવાઓ ઉડી હતી. જો કે, ઇન્ચાર્જ એસપીએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ ઝેરી પીણાથી કોઈનું મૃત્યુ થયું નથી અને મોતની તમામ અફવાઓ તદ્દન પાયાવિહોણી છે. પોલીસે ઘટનાસ્થળેથી મળી આવેલા ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ અને અન્ય શંકાસ્પદ કેમિકલના સેમ્પલ મેળવીને તાત્કાલિક એફએસએલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે લોકોના જીવ સાથે રમત રમનારા તમામ દોષિતો સામે કાયદાની સૌથી કડક કલમો હેઠળ ગુનો નોંધીને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો—–    Gujarat Latest News LIVE : પહેલા જ વરસાદમાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી, રામોલમાં રોડ બેસી ગયો

Sabarkantha : પ્રાંતિજ નગરપાલિકામાં નારાજ 15 કોર્પોરેટરોના રાજીનામા બાદ સંગઠન એક્શનમાં, ખાનગી હોટલમાં ડેમેજ કંટ્રોલ બેઠક

સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં આજે એક મોટો આંચકો આવ્યો છે. પ્રાંતિજ નગરપાલિકાના શાસક પક્ષના એક સાથે 15 જેટલા કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા ધરી દેતાં સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ભાજપ સંગઠન તાબડતોબ હરકતમાં આવ્યું

સ્થાનિક સ્તરે અંદરોઅંદર ચાલી રહેલો વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે. નારાજ કોર્પોરેટરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી સીધો જિલ્લા પ્રમુખને પત્ર મોકલીને પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે, જેને પગલે ભાજપ સંગઠન તાબડતોબ હરકતમાં આવ્યું છે.

પ્રમુખ અનિતાબેન પંડ્યા સામેની નારાજગી

સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગત મુજબ, આ આખા વિવાદના મૂળમાં નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પંડ્યા સામેની નારાજગી છે. કોર્પોરેટરોનો આક્ષેપ છે કે વહીવટી કામોમાં પ્રમુખ અનિતા પંડ્યાના પતિ જીગ્નેશ પંડ્યા દ્વારા વ્યાપક દખલગીરી કરવામાં આવે છે અને સભ્યોની અવગણના થાય છે.

પ્રમુખને તાત્કાલિક બદલવા માગ

મુખ પતિના આ કથિત વહીવટ અને જોહુકમી સામે લાંબા સમયથી સળગી રહેલો રોષ આખરે સામૂહિક રાજીનામા સ્વરૂપે ફાટી નીકળ્યો છે. તમામ નારાજ સભ્યોનો એક જ સૂર છે કે નગરપાલિકાના પ્રમુખને તાત્કાલિક બદલવામાં આવે.

 ખાનગી હોટલમાં ગુપ્ત બેઠક બોલાવવામાં આવી

આ મોટો રાજકીય ભૂકંપ આવતા જ મામલો થાળે પાડવા માટે સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા હિંમતનગર-પ્રાંતિજ હાઈવે પર આવેલી એક ખાનગી હોટલમાં ગુપ્ત બેઠક બોલાવવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ બેઠકમાં જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી અને જિલ્લા પ્રભારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

15 કોર્પોરેટરો સાથે વન-ટુ-વન રૂબરૂ મુલાકાત

 સંગઠનના હોદ્દેદારોએ તમામ 15 કોર્પોરેટરો સાથે વન-ટુ-વન રૂબરૂ મુલાકાત કરીને તેમના મંતવ્યો અને ફરિયાદો સાંભળી હતી. અંદરના સૂત્રોના જણાવ્યા મુજબ, હાઈકમાન્ડે કોર્પોરેટરોને આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જો કે, વિવાદ વધુ ન વકરે તે માટે સંગઠન દ્વારા તમામ કોર્પોરેટરોને હાલ મીડિયા સમક્ષ કોઈપણ નિવેદન આપવાથી દૂર રહેવાની કડક મૌખિક સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચો—-     Gujarat Latest News LIVE : પહેલા જ વરસાદમાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી, રામોલમાં રોડ બેસી ગયો

Breaking News : મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ફાટી નીકળશે? અમેરિકાએ ઈરાની બે ટાપુ પર કર્યો હુમલો

Breaking News : મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધ ફાટી નીકળશે? અમેરિકાએ ઈરાની બે ટાપુ પર કર્યો હુમલો

અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત કરાર અંગે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે, ફરી એકવાર નવા સંઘર્ષની આશંકા વધી રહી છે. ખાસ કરીને, અમેરિકાએ બે ઈરાની ટાપુઓ ગોરુક અને કેશમ પર સ્થિત રડાર અને ડ્રોન નિયંત્રણ સ્થળો પર હુમલા શરૂ કર્યા, જેની પુષ્ટિ યુએસ સેન્ટકોમ દ્વારા જ કરવામાં આવી હતી. જવાબમાં, ઈરાને હવે બદલો લેવાનો હુમલો શરૂ કર્યો છે. ઈરાનની IRGC એરોસ્પેસ ફોર્સે તે જ યુએસ એરબેઝને નિશાન બનાવ્યું જ્યાંથી પ્રારંભિક હુમલો કરવામાં આવ્યો હતો, અને દાવો કર્યો હતો કે નિર્ધારિત લક્ષ્ય સફળતાપૂર્વક નાશ પામ્યું છે.

યુએસએ ઈરાનમાં ક્યાં હુમલા કર્યા?

સેન્ટકોમ દ્વારા સપ્તાહના અંતે, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ ઈરાનના ગોરુક અને કેશમ ટાપુઓ પર સ્થિત ડ્રોન રડાર અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સ્થળો સામે રક્ષણાત્મક હુમલાઓ કર્યા. X પર એક પોસ્ટમાં, સેન્ટકોમે જણાવ્યું હતું કે આ હુમલાઓ તે સપ્તાહના શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઉડતા યુએસ MQ-1 પ્રિડેટર ડ્રોનને તોડી પાડવાના બદલામાં કરવામાં આવ્યા હતા.

યુએસ સેન્ટકોમે શું અહેવાલ આપ્યો?

સેન્ટકોમે વધુ વિગતવાર જણાવ્યું કે યુએસ લડાકુ વિમાનોએ બદલો લેવા માટે હુમલા કર્યા, જેમાં ઈરાની હવાઈ સંરક્ષણ પ્રણાલી, એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે હુમલાના ડ્રોનને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા; ખાસ કરીને, આ કામગીરી દરમિયાન કોઈ યુએસ લશ્કરી કર્મચારી ઘાયલ થયો ન હતો. ગયા અઠવાડિયે પણ બંને દેશો વચ્ચે હુમલાઓની આપ-લે થઈ હતી, જ્યારે ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઇરાની ડ્રોન ઓપરેશનને લક્ષ્ય બનાવતા યુએસ લશ્કરી હુમલાઓ બાદ યુએસ એરબેઝને નિશાન બનાવ્યું હતું.

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ને ટાંકીને, ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, યુએસ હુમલાઓના પગલે, ઈરાની દળોએ દક્ષિણ પ્રાંત હોર્મોઝગનમાં સિરિક ટાપુ પર સ્થિત એક એરબેઝને નિશાન બનાવ્યું હતું. જો કે, એજન્સીએ સ્પષ્ટ કર્યું નથી કે કયા ચોક્કસ યુએસ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું.

Breaking News : ટ્રમ્પના કાર્યકાળમાં અમેરિકનો છોડી રહ્યા છે પોતાનો જ દેશ ! આ દેશની અપનાવી રહ્યા છે નાગરિકતા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Tiffani Trump Jamnagar Visit: અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રી પતિ સાથે જામનગર પહોંચ્યા, અંબાણી પરિવારના મહેમાન બની ‘વનતારા’ નિહાળશે

ગુજરાતના જામનગરમાં આજે એક હાઈપ્રોફાઈલ મહેમાનનું આગમન થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રી ટિફની ટ્રમ્પ પોતાના ભારતના ખાનગી પ્રવાસ અંતર્ગત આજે સોમવારે જામનગર આવી પહોંચ્યા છે. ટિફની ટ્રમ્પની સાથે તેમના પતિ માઈકલ બુલોસ અને કેટલાક નજીકના મિત્રો પણ આ પ્રવાસમાં જોડાયા છે. જામનગરમાં તેઓ અંબાણી પરિવારના ખાસ મહેમાન બન્યા છે, અને રિલાયન્સના પ્રખ્યાત એનિમલ રેસ્ક્યૂ અને રિહેબિલિટેશન સેન્ટર ‘વનતારા’ની મુલાકાત લેશે.


ચાર્ટર્ડ પ્લેન દ્વારા જામનગર એરપોર્ટ પર આગમન

ટિફની ટ્રમ્પ અને તેમનો સ્ટાફ ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા સોમવારે બપોરે અંદાજે 11:15 કલાકે જામનગર એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. જામનગર એરપોર્ટ પર તેમનું પરંપરાગત અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેઓ એરપોર્ટથી સીધા વનતારા તરફ રવાના થયા હતા.


50થી વધુ કારનો કાફલો અને કડક સુરક્ષા

અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર એરપોર્ટ પર અભેદ્ય કિલ્લા જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બુલોસને રિસીવ કરવા માટે પોલીસ, રિલાયન્સ સિક્યોરિટી અને અન્ય એજન્સીઓની 50થી વધુ મોંઘીદાટ કારનો મોટો કાફલો એરપોર્ટ પર તૈનાત હતો. આ હાઈ-સિક્યોરિટી કોન્વોય તેમને લઈને વનતારા જવા રવાના થયો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.


ભારતના વિવિધ પ્રવાસી સ્થળોની લીધી મુલાકાત

ટિફની ટ્રમ્પ હાલ ભારતના ખાનગી પ્રવાસે છે. જામનગર પહોંચતા પહેલા તેઓ ભારતના અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે. જેમાં નવી દિલ્હીના ભવ્ય અક્ષરધામ મંદિર, આગ્રાના વિશ્વપ્રસિદ્ધ તાજમહેલ અને રાજસ્થાનના સોનેરી શહેર જૈસલમેરના પ્રખ્યાત ‘સોનાર કિલ્લા’નો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્ય કલા નિહાળ્યા બાદ હવે તેઓ જામનગરમાં અંબાણી પરિવારના વનતારા પ્રોજેક્ટમાં વન્યજીવોના સંરક્ષણની કામગીરી નિહાળશે.


ટિફની ટ્રમ્પે શેર કર્યા ભારત પ્રવાસના ફોટોસ

ટિફની ટ્રમ્પે તાજમહેલની મુલાકાત કરી હતી. આ યાદગાર પળોની તસવીરો એક્સ પર શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, તાજમહેલની એક અદ્ભુત મુલાકાત. એક અદ્દભૂત સ્વપ્ન સાકાર થયું.

આ પણ વાંચો – Jamnagar: મહિલા પોલીસ મથક પર પીપળાનું મોટું ઝાડ પડતા નુકસાન, બોલેરો દબાઈ ગઈ

Breaking News: ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન

Breaking News: ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન

ગરમી અને ઉકળાટથી પરેશાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશના દક્ષિણ ભાગમાં ચોમાસાએ વિધિવત દસ્તક આપી દીધી છે. કેરલમના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના સાથે જ દેશમાં વરસાદી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કેરલમ સહિત દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સમુદ્ર કિનારે ઊંચા મોજા ઉછળશે

ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્ર ઉછાળાભર્યો રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે.

ચોમાસાના આગમન અંગેના આ છે માપદંડ

ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત માટે હવામાન વિભાગ ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડોને આધારે નિર્ણય લે છે. તેમાં મુખ્યત્વે ત્રણ મહત્વના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રથમ માપદંડ મુજબ 10 મે પછી કેરલમ અને લક્ષદ્વીપ વિસ્તારમાં આવેલા કુલ 14 હવામાન મથકોમાંથી ઓછામાં ઓછા 60 ટકા મથકો પર જરૂરી માત્રામાં વરસાદ નોંધાવવો જરૂરી હોય છે.

બીજો માપદંડ એ છે કે આ વિસ્તારોમાં સતત બે દિવસ સુધી સરેરાશ 2.5 મિલીમીટર કે તેથી વધુ વરસાદ નોંધાવવો જોઈએ. ત્રીજો અને મહત્વપૂર્ણ માપદંડ પવનની સ્થિતિ સાથે જોડાયેલો છે. કેરલમના દરિયાકાંઠેથી લગભગ 4.5 કિલોમીટર ઊંચાઈ સુધી પશ્ચિમી પવનો મજબૂત હોવા જોઈએ અને તેમની ઝડપ 28થી 37 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે હોવી જરૂરી છે.

ચોમાસાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ તમામ માપદંડો પૂર્ણ થતાં હવામાન વિભાગ ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરે છે. કેરલમમાં ચોમાસાના પ્રવેશ બાદ સામાન્ય રીતે આગામી દિવસોમાં તે કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં આગળ વધે છે. ચોમાસાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતી માટે વરસાદ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ગરમીથી રાહત મળવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Breaking News : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત સાથે છેતરપિંડી આચરતું મોટું કૌભાંડ ઝડપાયું, જુઓ Video

 

Surat: વહેલી સવારથી જ રિક્ષાના પૈડાં થંભી ગયા, ભાડામાં સીધો રૂ.5 નો વધારો આપવાની મ્યુનિસિપલ તંત્ર પાસે માગ

સુરતમાં સામાન્ય અને મધ્યમ વર્ગની જીવાદોરી સમાન રિક્ષા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આજે ખોરવાઈ ગઈ છે. સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે રિક્ષાચાલકો માટે રોજગારી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. આ આર્થિક બોજના વિરોધમાં આજે વહેલી સવારથી જ સુરતના ડિંડોલી વિસ્તારના રિક્ષાચાલકોએ સ્વયંભૂ હડતાળ પાડી દીધી છે. ડિંડોલી ચાર રસ્તા અને મુખ્ય માર્ગો પર રિક્ષાચાલકોએ પોતાની રિક્ષાઓ સાઇડમાં ઉભી રાખીને અન્ય ચાલકોને પણ પેસેન્જર ન બેસાડવા અપીલ કરી હતી, જેના કારણે હડતાળે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

મુસાફરોની હાલત કફોડી, સીટી બસો હાઉસફુલ

સુરતમાં દૈનિક લાખો લોકો અવરજવર માટે ઓટો રિક્ષા પર નિર્ભર હોય છે, ત્યારે ડિંડોલીમાં સવાર-સવારમાં જ રિક્ષાઓ બંધ થઈ જતાં શાળાએ જતા બાળકો, રત્નકલાકારો અને નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. હજારો લોકો રસ્તા પર વાહનની રાહ જોતા ઉભેલા નજરે પડ્યા હતા અને અંતે ઘણા લોકોએ ચાલતા જવાની ફરજ પડી હતી.

5 ભાડા વધારાની જીદ

બીજી તરફ, રિક્ષાઓ બંધ હોવાના કારણે સુરત મહાનગરપાલિકાની સીટી બસો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બસો ઓવરલોડ થઈ જતાં લોકો ફૂટબોર્ડ પર અને દરવાજા બહાર જીવન જોખમે લટકીને મુસાફરી કરતા જોવા મળ્યા હતા, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.

આ પણ વાંચો: Dahod: સુખસરમાં વિદેશી દારૂ ભરેલી તૂફાન કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર


ઘરમાં સુખ-શાંતિ લાવશે મુખ્ય દ્વાર પર કરેલો આ વાસ્તુ ઉપાય, જાણો અહીં

ઘરની સજાવટમાં લગાવ્યા છે નકલી છોડ ? જાણો વાસ્તુ મુજબ શુભ કે અશુભ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Rajkot : ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલાં ભારે ગરમાવો: બાબાને પડકાર ફેંકનાર એડવોકેટને મળી ધમકી

રાજકોટમાં આગામી 5 થી 7 જૂનના રોજ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ત્રિ-દિવસીય ‘દિવ્ય દરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલાં જ રાજકોટનું રાજકારણ અને સામાજિક વાતાવરણ ગરમાયું છે.

પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકીઓ

બાબાના આગમન પહેલાં જ એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિઓ સામે સવાલ ઉઠાવનાર એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની કે અન્ય ધમકીઓ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધમકી મળ્યા બાદ એડવોકેટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જડબાતોડ જવાબ આપ્યો છે.

હું સનાતન ધર્મનો વિરોધી નથી

એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, “મને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. જે લોકો ધમકી આપી રહ્યા છે, તેઓ ચોક્કસ વિચારધારાથી પ્રેરિત ધર્માંધ લોકો છે. હું સનાતન ધર્મનો વિરોધી નથી, હું પોતે ચુસ્ત ધર્મ સમર્થક છું. પરંતુ હું માત્ર ધર્મના નામે થતા ડિંડક, દોરાધાગા અને પ્રપંચનો વિરોધી છું.” વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ આ ધમકી આપનારાઓ સામે કોઈ પોલીસ ફરિયાદ કરવાના નથી.

ચમત્કારિક શક્તિઓને પડકાર

પુરુષોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વરની ચમત્કારિક શક્તિઓ અને જાદુગરી સામે ખુલ્લો પડકાર ફેંકતા એક મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, “રાજકોટનો યુવક મોહિલ મોરધરા, જે છેલ્લા 28ૃ8 વર્ષથી ગુમ છે, બાબા પોતાની દિવ્ય શક્તિથી તેના વિશે સચોટ માહિતી આપે. જો બાબા આ બાબતે સાચા પુરવાર થશે, તો હું પોતે તેમને સાચા માનીને સ્વીકારી લઈશ.”

 ધમકી આપનાર અસામાજિક તત્વો કોણ છે?

રાજકોટમાં 5 જૂનથી શરૂ થઈ રહેલા આ દિવ્ય દરબાર પહેલાં જ વિવાદો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પુરુષોત્તમ પીપળિયાને ધમકી આપનાર અસામાજિક તત્વો કોણ છે? આ વિવાદને પગલે આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તંત્ર પણ સતર્ક બન્યું છે.

આ પણ વાંચો—-    Junagadh : ગીરમાં સિંહોના મોતના મામલે PMO એક્શનમાં, ખુદ વડાપ્રધાન મોદી રાખી રહ્યા છે નજર

Breaking News : અમદાવાદમાં રેપિડો કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ, જુઓ Video

Breaking News :  અમદાવાદમાં રેપિડો કાર બૂક કરાવીને લૂંટ ચલાવનાર 3 શખ્સોની ધરપકડ, જુઓ Video

આજકાલ રેપિડોનો લોકો ખુબ વધારે ઉપયોગ કરી રહ્યા છે. ઓફિસ જનારા લોકોથી લઈ ફરવા માટે રેપિડોનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં લોકો બાઈક,કાર કે રિક્ષા બુક કરી આરામદાયક સવારી કરતા હોય છે. પરંતુ થોડા દિવસ પહેલા એક એવી ઘટના સામે આવી હતી. કે જેને લઈ લોકો પણ અલગ અલગ ચર્ચાઓ કરી રહ્યા છે. અમદાવાદમાં પહેલા તો આરોપીનો ઈરાદો ધરાવનાર લોકોએ રેપિડો એપ્લિકેશન પરથી કાર બુક કરાવી હતી. આ કાર ક્યાંય જવા માટે નહી પરંતુ લુંટ માટે બુક કરાવી હતી. કાર બુક કર્યા બાદ કાર ચાલકે થોડી ગાડી ચલાવી તો આ આરોપીએ કાર ચાલકની લૂટી લીધો હતો. આટલું જ નહી આ લોકોએ 1,2 નહી પરંતુ કુલ 4 જેટલી લૂંટને અંજામ આપ્યો હતો.

ચોરીની 8 લાખથી વધુની કિંમતની વસ્તુઓ કબજે

અમદાવાદમાં રેપિડો એપ્લિકેશનથી કાર બૂક કરવી લૂટ ચલાવવાનો મામલો હાલમાં સામે આવ્યો હતો. ત્યારે આ મામલે ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.4 લોકોએ રેપિડો કારચાલક સાથે લૂટ કરી હતી. કાર, રોકડ, મોબાઇલ સહિતની વસ્તુઓની લૂટ કરી હતી. એક જ દિવસમાં આરોપીઓએ ચાર જેટલી લૂંટને અંજામ આપ્યો હતો. મોઈનખાન ઉર્ફે માર્શલ, આશિફ શેખ અને અજય જખવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ચોરીની 8 લાખથી વધુની કિંમતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. આનંદનગર, કેરાલા જીઆઇડીસીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે.તમને જણાવી દઈએ કે, એક જ દિવસમાં આરોપીઓએ ચાર જેટલી લૂંટને અંજામ આપ્યો હતો.

 

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Ahmedabad News: નિવૃત DySPએ વિવાદિત જમીન પર ઉભું કર્યું લાખોની કમાણીનું સામ્રાજ્ય

અમદાવાદના નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ જમીન વિવાદને લઈને થયેલા ફાયરિંગ કેસમાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે વિવાદિત જમીન પોતાની ન હોવા છતાં આરોપી અશોકસિંહ ચૌહાણે રિટર્નમાં તેનો ઉલ્લેખ કર્યો હવાનો ખુલાસો થયો છે.ખોટા દસ્તાવેજોના આધારે જમીન પચાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે. આ ઉપરાંત તેની પર સેવા સદભાવના વેલફેર ફાઉન્ડેશનના નામે રૂપિયા પડાવ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. કોર્ટમાં કેસ હાર્યા બાદ અશોકસિંહ ચૌહાણે રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે.

ભાગીદારી કરીને 200થી વધુ સ્ટોલ બનાવ્યા

નહેરૂનગર બસ સ્ટેન્ડ પાછળ નિવૃત DySP અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણ અને તેમના વડીલોએ ત્યાં દુકાન ધરાવીને પ્રિયમ મહેતાની 500 કરોડથી વધુની કિંમતની જમીન પર કબ્જો કરીને કોર્ટમાં દાવો કર્યો હતો. અશોકસિંહ અને તેમના વિવડલો કોર્ટમાં કેસ હારી ગયા છતાં અનેક વખત ફરીથી દાવો કોર્ટમાં કર્યો હતો. પરંતુ કોર્ટે તમામ દાવાને ફગાવી દિધા હતા. આ બાદ કરોડોની જમીન જતી રહે નહીં તે માટે અશોકસિંહે પોતાના શાતિર મગજનો ઉપયોગ કરીને સરકારની આંખમાં ધૂળ નાંખવા માટે વર્ષ ૨૦૨૧માં જ પોતે, તેમની પત્ની માલદેવી અને પુત્રી ખ્યાતિના નામે વર્ષ ૨૦૨૧માં સેવા સદ્ભાવના વેલ્ફેર ફાઉન્ડેશન નામથી ટ્રસ્ટ બનાવીને ROCમાં રજીસ્ટ્રર કરાવ્યુ હતુ. આ વિવાદીત જમીન પર કબ્જો હોવા છતાં અશોકસિંહે માસિક 25 લાખ રૂપિયાના ભાડે 3 વ્યકિતઓને ભાડે આપી દિધી હતી.ત્રણેય વ્યકિતઓએ નહેરૂનગર પાથરણા બજારના નામે ભાગીદારી કરીને 200થી વધુ સ્ટોલ બનાવ્યા હતા.

AMCએ સ્ટોલ ચલાવવા પરમિશન આપી ન હતી

AMC દ્વારા નોટીસ પાઠવીને સ્ટોલ ચલાવવા પરમિશન આપી ન હતી. જેના પગલે ત્રણેય ભાડુઆતે અશોકસિંહ પાસે જમીનના ડોક્યુમેન્ટ માંગ્યા પરંતુ નિવૃત DySPએ ડોક્યુમેન્ટ અને પૈસા નહીં મળે તેમ કહીને ઝઘડો કર્યો હતો. ત્રણેય ભાગીદારોએ અશોકસિંહ વિરૂદ્ધમાં કોર્ટમાં કેસ કરીને નોટીસ બજવણી કરી હતી.ફાઉન્ડેશનના નામે પાથરણા માર્કેટમાં સ્ટોલ ભાડે રાખનાર પાસેથી દરેક વ્યકિત જોડે બે ભાડુ ડિપોઝીટ અને એક ભાડુ ડિપોઝીટ મળીને કુલ 75 હજાર રૂપિયા થાય છે.200થી વધુમાં સ્ટોલધારકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને સેવા સદ્ભાવના ફાઉન્ડેશનમાં જમા કરાવ્યા છે.સેવા સદ્ભાવના વેલ્ફેર ફાઉન્ડેશનની રચના અને સંચાલનને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. ટ્રસ્ટમાં નિવૃત DySP અશોકસિંહ અને તેમના પરિવારના સભ્યો ડિરેક્ટર હોવાનું ROCમાં રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.સેવા અને કલ્યાણના હેતુ માટે રચાયેલા ટ્રસ્ટમાં પરિવારનું જ પ્રભુત્વ કેમ છે અને ટ્રસ્ટના નિર્ણયો પર કોનું નિયંત્રણ છે તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Morbi News: સ્પામાં મસાજથી વેપારીને પ્રેમજાળમાં ફસાવ્યો, રૂપસુંદરીએ દુષ્કર્મની ધમકી આપી 19 લાખ ખંખેર્યા