સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
PM મોદી હજીરા L&T કંપનીમાં પહોંચ્યા, ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું
ડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હજીરા ખાતે આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના અત્યાધુનિક આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સની મુલાકાતે પહોંચ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત દરમિયાન વડાપ્રધાને દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરતા અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત ખાસ ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવેલા સ્વદેશી ઘાતક હથિયારો અને ટેન્કોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીની આ મુલાકાતને પગલે હજીરા વિસ્તાર અને એલએન્ડટી પ્લાન્ટની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ભારતીય ટેકનોલોજીની તાકાતનો સ્વીકાર
પ્લાન્ટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સેના માટે એલએન્ડટી કંપની દ્વારા બનાવવામાં આવી રહેલી સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો, આર્મર્ડ વ્હીકલ્સ અને અન્ય આધુનિક યુદ્ધ પ્રણાલીઓની તકનીકી વિશેષતાઓ અને તેની કાર્યક્ષમતા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. પીએમ મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આત્મનિર્ભર બનવાના રોડમેપને બિરદાવ્યો હતો અને વૈશ્વિક સ્તરે ભારતીય ટેકનોલોજીની તાકાતનો સ્વીકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા
ઉલ્લેખનીય છે કે, સુરતનું હજીરા એલએન્ડટી કેન્દ્ર ભારતીય સૈન્ય માટે આર્ટિલરી ગન (તોપો) અને ભારે યુદ્ધ વાહનોના ઉત્પાદન માટેનું મુખ્ય મથક છે. વડાપ્રધાને વિવિધ શસ્ત્રોની ઉત્પાદન પ્રક્રિયા નિહાળીને વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોની ટીમને દેશની સુરક્ષામાં આપેલા આ અદભુત યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમની આ મુલાકાતથી આગામી દિવસોમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે નવી રોજગારી અને મોટા રોકાણોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Morbi News: હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, 40 ગામોમાં રોગચાળાનું જોખમ
મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી તંત્રની એક શરમાજનક અને લોકોના જીવ જોખમમાં મૂકતી ગંભીર બેદરકારી સામે આવી છે. હળવદ નગરપાલિકા દ્વારા લાખો લોકોના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન નર્મદા કેનાલમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી છોડવામાં આવ્યું છે. તંત્રની આ કાળી કરતૂત સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લાખો લોકોના માથે ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી
ઘટનાની મળતી વિગતો અનુસાર, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી બ્રાહ્મણી ડેમ-2 ભરીને પીવાના પાણીની સપ્લાય પૂરી પાડવામાં આવે છે. આ જ પાણી હળવદ શહેર અને આસપાસના 40 ગામોને પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, આ મુખ્ય કેનાલ દ્વારા રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધી પણ પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ હળવદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આ શુદ્ધ પીવાના પાણીની કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી છે.
પીવાનું પાણી ઝેરી બનશે
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો આ કેનાલનું દૂષિત પાણી બ્રાહ્મણી ડેમ અને અન્ય જળાશયોમાં પહોંચશે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ઝેરી બનશે, જેના કારણે કોલેરા, ટાઈફોઈડ અને કમળા જેવો ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહેલા આ ચેડાં બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે.
આ પણ વાંચો – Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના
હાઈવે અને એક્સપ્રેસ વે વચ્ચે શું તફાવત છે ?
હાઇવે અને એક્સપ્રેસવે એ સામાન્ય શબ્દો છે જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. તેમણે ભારતમાં રોડ ટ્રાન્સપોર્ટેશનને ખૂબ ઝડપી અને કાર્યક્ષમ બનાવ્યું છે. આપણે જાણીએ છીએ કે આપણા ભારતનું રોડ નેટવર્ક વિશ્વનું બીજું સૌથી મોટું રોડ નેટવર્ક છે જે અનુક્રમે તમામ મોટા અને નાના શહેરો, નગરો, ગામડાઓને જોડે છે.
હાઈવે સામાન્ય રીતે 2થી 4 અથવા વધુ લેન ધરાવતા હોય છે. ભારતમાં મોટા ભાગના નેશનલ હાઈવે એટ-ગ્રેડ (At-grade) માર્ગો છે. આ માર્ગોનું માલિકી હક ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય પાસે છે. તેનું નિર્માણ અને સંચાલન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI), NHIDCL અને વિવિધ રાજ્ય સરકારોના જાહેર નિર્માણ વિભાગો (PWD) દ્વારા કરવામાં આવે છે.
હાઈવે અનેક રસ્તાઓને જોડે છે. સામાન્ય રીતે શહેરો અને મહત્વપૂર્ણ સ્થળોને જોડવા માટે બનાવવામાં આવે છે. હાઈવે પર ટુ-વ્હીલર માટે મહત્તમ સ્પીડ આશે 80 કિમી અને કાર માટે મહત્તમ સ્પીડ 100 સુધી હોઈ શકે છે.
એક્સપ્રેસવે ભારતમાં ઉચ્ચતમ વર્ગના રસ્તાઓ છે. આ 6થી 8 લેનના હાઇવે હોય છે. મૂળભૂત રીતે, એક્સપ્રેસવે ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે જેમાં એક્સેસ રેમ્પ, ગ્રેડ સેપરેશન, લેન ડિવાઇડર અને એલિવેટેડ સેક્શન જેવી આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે. એક્સપ્રેસવેમાં હાઈવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (HTMS) અને વીડિયો ઇન્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ (VIDS) જેવી સ્માર્ટ ટેક્નોલોજી પણ લાગુ કરવામાં આવે છે.
ભારતમાં આશરે 21થી 25 એક્સપ્રેસવે છે. કાર માટે મહત્તમ સ્પીડ 120 કિમી સુધી હોય છે. એક્સપ્રેસવે પર માત્ર નિર્ધારિત વાહનો જ પ્રવેશ કરી શકે છે.
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો, Bike Car Tyre Change : કાર અને બાઇકનું ટાયર કેટલા કિલોમીટર પછી બદલવું જોઈએ?
Kalol : પિયજ કેનાલમાં દુપટ્ટો બાંધેલી હાલતમાં અમદાવાદની માતા,પુત્રી અને દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર
ગાંધીનગરના કલોલ તાલુકાના પિયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી આજે સવારે એક સાથે ત્રણ કમભાગી આત્માઓના મૃતદેહ તરતા મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં અમદાવાદમાં રહેતી 23 વર્ષીય પરિણીતા, તેની દોઢ વર્ષની માસૂમ દીકરી અને પરિણીતાની સગી માતાનો સમાવેશ થાય છે. સૌથી વધુ ચોંકાવનારી અને રહસ્યમય બાબત એ છે કે ત્રણેયના મૃતદેહો એકબીજા સાથે દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા, જે સામૂહિક આત્મહત્યા તરફ ઈશારો કરે છે. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
મૃતકોની ઓળખ થઇ
મળતી વિગતો મુજબ, મૃતકોની ઓળખ સંગીતાબેન બચુભાઈ પ્રજાપતિ (માતા), નેહાબેન દીપકભાઈ પ્રજાપતિ (પુત્રી, ઉંમર વર્ષ ૨૩) અને દોઢ વર્ષની માસૂમ પહલ દીપકભાઈ પ્રજાપતિ (દોહિત્રી) તરીકે થઈ છે.
નેહા પ્રજાપતિ માતાને મળવા નિકળી હતી
ઘટનાની પૃષ્ઠભૂમિ એવી છે કે, અમદાવાદમાં રહેતી નેહા પ્રજાપતિ ગત દિવસોમાં પોતાની દોઢ વર્ષની પુત્રી પહલને લઈને ઘરેથી નીકળી હતી. તે મહેસાણા જિલ્લાના તળેટી ગામે રહેતી પોતાની માતા સંગીતાબેનને મળવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નેહા ફોન ન ઉપાડતી હોવાથી ચિંતાતુર પરિવારે તપાસ કરતા તેનું છેલ્લું લોકેશન કલોલના પિયજ ગામની નર્મદા કેનાલ પાસે આવ્યું હતું. પરિવારજનો કેનાલ પર પહોંચ્યા હતા પરંતુ રાત્રે કોઈ ભાળ મળી નહોતી.
કેનાલમાંથી ત્રણેયના મૃતદેહ મળ્યા
આજે વહેલી સવારે કેનાલમાં ત્રણેયના મૃતદેહ એકસાથે તરતી દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક કલોલ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી કલોલ નગરપાલિકાના ફાયર ફાઈટર અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય મૃતદેહોને બહાર કઢાવ્યા હતા. એકબીજાના હાથ દુપટ્ટાથી બાંધેલા હોવાથી આ પરિવારે કયા આકરા પગલાં કે ઘરેલું કંકાસના કારણે આ સામૂહિક જળસમાધિ લીધી તે દિશામાં રહસ્ય ઘેરાયું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો—- Gujarat Latest News live: અમરેલીના લુવારિયા વીડીમાં બીમારીના કારણે સિંહણનું મોત, વન વિભાગ દ્વારા કારણોની તપાસ શરૂ
‘બળવા’ વચ્ચે મમતા બેનરજીની મોટી કાર્યવાહી, તૃણમૂલ કોંગ્રેસની તમામ કમિટી, સંગઠનો ભંગ
Mamata Banerjee Dissolves All Committees : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ભડકેલી આંતરિક બગાવતે પક્ષના મોવડી મંડળની ચિંતા વધારી દીધી છે. પક્ષની અંદર ચાલી રહેલી જૂથબંધી અને નેતાઓની નારાજગી વચ્ચે પક્ષ પ્રમુખ મમતા બેનરજીએ એક મોટો રાજકીય દાવ ખેલતા તૃણમૂલ કોંગ્રેસની તમામ સમિતિઓ અને ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન (અનુષંગિક સંગઠનો) ને તાત્કાલિક અસરથી ભંગ કરી દીધા છે. પક્ષના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે પક્ષના હિતમાં ગહન વિચાર-વિમર્શ કર્યા બાદ જ આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
કઈ કઈ સમિતિઓ હતી?
પક્ષમાં ચાલી રહેલા સત્તા સંગ્રામની વાત કરીએ તો, તૃણમૂલ કોંગ્રેસના આશરે ૧૬ જેટલા ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન છે, જે પક્ષ માટે યુવા, મહિલા, વિદ્યાર્થીઓ, અને મજૂર વર્ગને સંગઠિત કરવાનું કામ કરે છે.
Gandhinagar : ટેકાના ભાવે પાક ખરીદીમાં કાપ મૂકાતા અન્નદાતા આક્રોશમાં,કૃષિ મંત્રી સમક્ષ રજુઆત માટે પહોંચ્યા ખેડૂત આગેવાન
ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદીના નિયમોમાં કરવામાં આવેલા અચાનક ફેરફાર સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકાર દ્વારા બાજરી, મકાઈ અને જુવાર જેવા મહત્વના પાકોની ખરીદીના ક્વોટામાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવતા જ ધરતીપુત્રો આકરા પાણીએ થયા છે. આ અન્યાયી નિર્ણય સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવવા માટે ભારતીય કિસાન સંઘના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા છે. વિરોધ દર્શાવવા માટે કિસાન સંઘના આગેવાનો અનોખી રીતે સાયકલ ચલાવીને સચિવાલય પરિસરમાં આવ્યા હતા.
ખરીદી પ્રતિ ખેડૂત માત્ર 100 મણ કરી
ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, સરકારે અગાઉ પ્રતિ હેક્ટર 142 મણ પાકની ખરીદી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પરંતુ, હવે અચાનક આ નિર્ણય બદલીને ખરીદીનો આંકડો ઘટાડીને પ્રતિ ખેડૂત માત્ર 100 મણ કરી દેવામાં આવ્યો છે. સરકારના આ યુ-ટર્ન અને ખરીદી મર્યાદામાં કરાયેલા તોતિંગ ઘટાડાને કારણે સામાન્ય ખેડૂતોને પોતાનો બાકીનો પાક ખુલ્લા બજારમાં સસ્તા ભાવે વેચવાની નોબત આવશે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે.
કૃષિ મંત્રી સમક્ષ આરપારની લડત માટે રજૂઆત
સરકારની આ નીતિ સામે કિસાન સંઘના પ્રતિનિધિઓ સીધા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ જ પૂરેપૂરો પાક ટેકાના ભાવે ખરીદવો જોઈએ જેથી કરીને ખેડૂતોને તેમના સ્વેદબિંદુનું યોગ્ય વળતર મળી રહે. સચિવાલય ખાતે ખેડૂતોના આક્રોશને જોતાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે. કિસાન સંઘે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર આ નિર્ણય તાત્કાલિક અસરથી પરત નહીં ખેંચે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
આ પણ વાંચો—- Gujarat Latest News LIVE : રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની આગાહી, કેરળમાં ચોમાસું દસ્તક આપવા તૈયાર
Amreli : 60 લાખનો પુલ ‘સાંઢિયા’ જેવો ઊંચો બનાવી દીધો! નઘરોળ તંત્ર સામે ભાજપના કાર્યકર્તાએ ખોલ્યો મોરચો
અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં આવેલા ઢૂંઢિયા પીપળીયા ગામનો એક મહત્વનો બ્રિજ અત્યારે ભારે વિવાદોના વમળમાં ફસાયો છે. ઢૂંઢિયા પીપળીયા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આશરે રૂપિયા 50 થી 60 લાખના તોતિંગ ખર્ચે બની રહેલા આ પુલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને લોલમલોલ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ નબળી કામગીરી સામે કોઈ વિપક્ષે નહીં પરંતુ શાસક પક્ષ ભાજપના જ એક સક્રિય કાર્યકર્તાએ અવાજ ઉઠાવીને પોતાની જ સરકારના વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરને કઠેડામાં ઊભા કરી દીધા છે.
તમામ નીતિ-નિયમો નેવે મુકાયા
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વડિયા અને ઢૂંઢિયા પીપળીયા વચ્ચેનો આ માર્ગ આસપાસના વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. રાત-દિવસ ખેડૂતો પોતાનો માલ-સામાન લઈને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવા માટે આ જ મુખ્ય રસ્તાનો ઉપયોગ કરે છે. આ પુલનું કામ છેલ્લા એક વર્ષથી એકદમ ગોકળગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે વાહનચાલકો ઓલરેડી પરેશાન હતા. હવે જ્યારે ચોમાસું માથા પર છે, ત્યારે પુલના કામમાં તમામ નીતિ-નિયમો નેવે મૂકી દેવાયા હોવાનું સપાટી પર આવ્યું છે.
પાયો ખોદ્યા વિના જ પુલ ચણી દીધો
ભાજપના કાર્યકર્તાએ પુલની ગુણવત્તા સામે આકરા સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, પુલનો પાયો જેટલો ઊંડો ખોદવો જોઈતો હતો એટલો ખોદવામાં જ આવ્યો નથી. પાયો ઊંડો ન હોવાના કારણે પુલ ‘સાંઢિયા’ જેવો અત્યંત ઊંચો બની ગયો છે, જેના કારણે ચોમાસામાં પાણીના પ્રવાહ સામે આ પુલ ટકી શકશે કે કેમ તે મોટો સવાલ છે. બ્રિજ પર ફિનિશિંગના નામે તદ્દન મીંડું છે. જો આ નબળો પુલ આમ જ ખુલ્લો મુકાશે તો આગામી ચોમાસામાં ખેડૂતો અને વાહનચાલકો અકસ્માતનો ભોગ બનશે. ભ્રષ્ટાચારથી ખદબદતા આ પુલને તાત્કાલિક અસરથી તોડી પાડીને નવેસરથી મજબૂત બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.
આ પણ વાંચો—- Gujarat Latest News LIVE : રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની આગાહી
12 વર્ષ પછી ગુરુ કર્ક રાશિમાં કરશે પ્રવેશ, જાણો રાજયોગના આશીર્વાદ કોને મળશે

Jupiter Transit 2026: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આજે બપોરે દેવગુરુ ગુરુ એક મોટો અને દુર્લભ રાશિ પરિવર્તન કરવાના છે. દૃક પંચાંગ અનુસાર, દેવગુરુ ગુરુ 2 જૂન, 2026 ના રોજ બપોરે 2:25 વાગ્યે મિથુન રાશિ છોડીને તેની ઉચ્ચ રાશિ, કર્ક રાશિમાં ગોચર કરશે. નોંધપાત્ર રીતે ગુરુનું તેની ઉચ્ચ રાશિમાં ગોચર 12 વર્ષ પછી થઈ રહ્યું છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને સૌથી શુભ અને લાભદાયી ગ્રહ માનવામાં આવે છે, જે કુંડળીમાં સૌથી ગંભીર દોષોને પણ શાંત કરવા સક્ષમ છે. આ ભવ્ય ગોચર દેશ અને વિશ્વ તેમજ તમામ 12 રાશિઓ પર અસર કરશે. ચાલો આપણે વિગતવાર શોધી કાઢીએ કે આ ગોચરથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે અને કોને સાવધ રહેવાની જરૂર છે.
ગુરુ 12 વર્ષ પછી કર્ક રાશિમાં પ્રવેશ કરે છે
વૈદિક જ્યોતિષમાં ગુરુને જ્ઞાન, ધર્મ, ભાગ્ય, બાળકો, લગ્ન, શિક્ષણ અને સમૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. જ્યારે ગુરુ તેની ઉચ્ચ રાશિ, કર્ક રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનું શુભ અનેકગણું વધી જાય છે. આ જ કારણ છે કે 2 જૂન, 2026 ના રોજ આ ગોચર જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
ગુરુ 31 ઓક્ટોબર, 2026 ના રોજ બપોરે લગભગ 12:50 વાગ્યા સુધી કર્ક રાશિમાં રહેશે અને પછી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયગાળા દરમિયાન તે ઘણી રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે, નાણાકીય સ્થિતિ મજબૂત થઈ શકે છે અને ઘણા લોકોને નવી જવાબદારીઓ અને સન્માન મળી શકે છે.
આ રાશિના જાતકોને રાજયોગ જેવા લાભ મળી શકે છે!
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે, આ ગોચર સુખ-સુવિધાઓ અને સુખ-સુવિધાઓમાં વધારો લાવી શકે છે. કૌટુંબિક સુખમાં વધારો થશે અને ઘર, વાહન અથવા મિલકત સંબંધિત બાબતોમાં સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર આર્થિક રીતે શુભ માનવામાં આવે છે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. લાંબા સમયથી અટકેલા ભંડોળ પાછા મળી શકે છે. વ્યવસાયના વિસ્તરણની તકો મળશે અને રોકાણોથી નફો થવાની સંભાવના છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે ગુરુનું ગોચર તમારી પોતાની રાશિમાં થઈ રહ્યું છે, તેથી કર્ક રાશિના જાતકોને સૌથી વધુ સકારાત્મક અસરોનો અનુભવ થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે, સામાજિક સન્માન પ્રાપ્ત થશે અને કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. અપરિણીત વ્યક્તિઓના લગ્નની સંભાવનાઓ પણ હોઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
આ ગોચર વૃશ્ચિક રાશિ માટે શુભફળ લાવનાર માનવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ, વિદેશ યાત્રા અને કારકિર્દીમાં ઉન્નતિની તકો શક્ય છે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે.
મીન રાશિ
મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ, મીન રાશિ માટે ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે. બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધો મજબૂત બનશે અને સર્જનાત્મક પ્રયાસોમાં સફળતા મળી શકે છે. નોકરી અને વ્યવસાય બંનેમાં સારા પરિણામોની અપેક્ષા છે.
આ રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે.
સિંહ રાશિ
ગુરુનું ગોચર સિંહ રાશિ માટે ખર્ચમાં વધારો કરી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે. નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ચિંતાનું કારણ બની શકે છે. કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે, આ સમય સંબંધોમાં સાવધાની રાખવાનો સંકેત આપે છે. લગ્ન જીવનમાં ગેરસમજ ટાળવી જોઈએ. ભાગીદારી સાહસોમાં સાવધાનીપૂર્વક પગલાં લેવાનું શ્રેષ્ઠ રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને કાર્યસ્થળ પર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. કામનું દબાણ વધી શકે છે. તેમના સ્વાસ્થ્ય અને દિનચર્યા પર ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો હાનિકારક હોઈ શકે છે.
ગુરુના ગોચર દરમિયાન શું કરવું?
જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુવારે પીળા કપડાં પહેરવા, પીળી વસ્તુઓનું દાન કરવું અને ભગવાન વિષ્ણુ અને ગુરુની પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ બાદ દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ ? સમુદ્રમાં આવેલી સુનામી જવાબદાર કે ગાંધારીનો શ્રાપ?- વાંચો
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર, CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો! જુઓ Video

વડોદરાના લોકોને વધુ એક વાર મોંઘવારીનો માર પડ્યો છે. વડોદરા ગેસ લિમિટેડે CNG અને PNGના ભાવમાં વધારો કર્યો છે. CNG અને PNGના ભાવમાં પ્રતિ કિલો અને SCM દીઢ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આજથી નવા ભાવ અમલમાં આવ્યા છે. ઘરેલુ ગેસનાં 51.74થી વધારીને 53.74 રૂપિયા કરવામાં આવ્યા છે. CNGના દરમાં પણ 2 રૂપિયાનો વધારો થતા નવો ભાવ 85.95 રૂપિયા સુધી પહોંચ્યો છે.
તમામ શ્રેણીઓમાં 2રૂપિયાનો એકસમાન વધારો
સુધારેલા દરો હેઠળ, CNGનો ભાવ પ્રતિ કિલો 83.95 રૂપિયાથી વધીને 85.95 રૂપિયા થશે. સ્થાનિક PNG ટેરિફ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) દીઠ રૂ. 51.74 થી વધારીને રૂ. 53.74 કરવામાં આવ્યા છે. જ્યારે કોમર્શિયલ PNG ગ્રાહકોએ હવે પ્રતિ SCM રૂ. 71.50 ચૂકવવા પડશે જે અગાઉ રૂ. 69.50 પ્રતિ SCM હતું. આ સુધારો તમામ શ્રેણીઓમાં રૂ. 2 નો એકસમાન વધારો દર્શાવે છે.






