Vadodara: ચાંદોદ ખાતે બૅંક ઑફ બરોડાના કથળેલા વહીવટથી ગ્રાહકોમાં રોષ

બેંક ઓફ્ બરોડા (BoB)ની ચાંદોદ શાખામાં આજરોજ બેંકના નિયત કરેલા સમયે કામકાજ શરૂ ન થતાં એટલું જ નહીં બેંક મેનેજર સહિતનો સમગ્ર સ્ટાફ્ પણ ટેબલ પર ન દેખાતા બેંકના ગ્રાહકોએ બેંકની વાસ્તવિકતાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ફ્રતો કરતા ચાંદોદ પંથકમાં બેંક મેનેજર સહિતના સ્ટાફ્ની ફ્રજનિષ્ઠા અંગે ચર્ચા સાથે રોષ ફેલાયો હતો.

ત્યારબાદ બેંકમાં ચાલતી લાલિયાવાડી માટે જવાબદારો સામે હેડ ઓફ્સિ દ્વારા તપાસ સાથેની કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. આર્થિક લેવડ દેવડ સહિતના તમામ કામકાજો માટે બેંક એ દરેક ક્ષેત્રમાં મહત્વની મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે છે. ત્યારે ચાંદોદની BOB બેંકમાં માત્ર પટાવાળા અને સફઈ કામદારની સમયસરની હાજરી સાથે બેંકમાં ઉપસ્થિતિ હોય છે. જ્યારે બેંક મેનેજર સહિતના સ્ટાફ્ને બેંકના કામકાજનો સમય યાદ ન હોય કે તેના નિયમને ઘોળીને પી જતા હોય તેમ બે પરવાહી સાથે બેંકમાં મોડી એન્ટ્રી થતી હોય છે. સાથે ટેકનિકલ સિસ્ટમ કાર્યરત થવામાં પણ ખાસ્સો સમય પસાર થઈ જતો હોયા છે. જેથી ગ્રાહકોને સમયસર બેન્કિંગ સેવાનો લાભ લઈ શકતા નથી તેવા આક્ષેપો થતા રહ્યા છે. ચાંદોદની બીઓબી બેંકમાં કામકાજના સમયે સેવા નહીં મળતા ગ્રાહકો બેંકની આવી નીતિથી રોષે ભરાયા છે. ત્યારે હેડ ઓફ્સિ દ્વારા તેની તટસ્થ તપાસ કરી ફ્રજ પ્રત્યે લાલિયાવાડી અને મનસ્વી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Leave a Comment