આણંદ જિલ્લાના ઉમરેઠ-ડાકોર રોડ પર આજે રાત્રે એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. ઉમરેઠ-ડાકોર રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને બાઈકસવારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.
અજાણ્યો ચાલક ફરાર
અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યા વાહનનો ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે રસ્તા પરથી પસાર થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ‘હિટ એન્ડ રન’નો કેસ હોવાનું જણાઈ રહ્યું છે.
ઉમરેઠ પોલીસે તપાસ તેજ કરી
ઘટનાની જાણ થતા જ ઉમરેઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો—- Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત