📋 વારસાઈ અરજી અને એકરારનામું
હયાતી અથવા અવસાન કિસ્સામાં હક્ક દાખલ અરજી
🔹 અરજીનો પ્રકાર પસંદ કરો 🔹
📝 ૧. મૂળભૂત વિગત
👥 ૨. હયાત વારસદારોની વિગત
📄 ૩. પેઢીનામાંનો ઉપયોગ
👥 ૪. પંચોની વિગત (પેઢીનામા માટે)
📅 ૫. પેઢીનામા તારીખ
તારીખ: ____/____/____
સ્થળ: __________
પ્રતિ,
તલાટી-કમ-મંત્રીશ્રી,
ગ્રામ પંચાયત કચેરી, __________
તાલુકો: __________, જિલ્લો: __________.
વિષય: અવસાન પામનારના કાયદેસરના વારસદારોના નામ દાખલ કરવા બાબત અરજી…
માનનીય સાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે, હું નીચે સહી કરનાર ____________________ રહે. __________ નો રહેવાસી છું. મારા પિતા/પતિ/વાલી શ્રી ____________________ નું તા. ____/____/____ ના રોજ અવસાન થયેલ છે.
તેઓના અવસાન બાદ તેઓની માલિકીની/વડીલોપાર્જીત __________ જેનો સર્વે નં. / ખાતા નં. / વિગત __________ છે, તે મિલકતમાં વારસાઈ હક્ક દાખલ કરવા માટે આ અરજી કરું છું. ગુજરી ગયેલા વ્યક્તિના સ્વર્ગવાસ વખતે તેઓના નીચે મુજબના વારસદારો હયાત છે:
| ક્રમ | વારસદારનું નામ | સંબંધ | ઉંમર |
|---|
આ અંગેની જરૂરી પ્રક્રિયા કરવા તેમજ આ સાથે જોડેલ પેઢીનામું, મરણનો દાખલો, એકરારનામું અને અન્ય સાધનિક કાગળો ધ્યાને લઈ, રેકર્ડ પર વારસદારોના નામ દાખલ કરવા નમ્ર વિનંતી છે.
પેઢીનામાંનો ઉપયોગ: __________
બિડાણ:
આપનો વિશ્વાસુ,
………………………………….
(અરજદારની સહી)
હું નીચે સહી કરનાર ____________________ રહે. __________ આથી એકરાર કરું છું કે, સ્વ. ____________________ નું તા. ____/____/____ ના રોજ અવસાન થયેલ છે.
તેઓના અવસાન બાદ તેઓના વારસદારો તરીકે નીચે મુજબના કુલ ___ વ્યક્તિઓ હયાત છે અને તે સિવાય અન્ય કોઈ વારસદાર નથી:
| ક્રમ | વારસદારનું નામ | સંબંધ | ઉંમર |
|---|
૧. આ પેઢીનામામાં મેં કોઈ પણ સાચા વારસદારો છુપાવ્યા નથી કે કોઈ ખોટા વારસદારો બતાવ્યા નથી.
૨. જો ભવિષ્યમાં આ વિગતો ખોટી ઠરશે તો તેની તમામ દીવાની તથા ફોજદારી જવાબદારી મારી પોતાની રહેશે.
૩. આ એકરારનામું મેં કોઈ પણ જાતના ડર કે દબાણ વગર, મારી રાજીખુશીથી કરેલ છે જે મને મંજૂર અને કબૂલ છે.
તારીખ: ____/____/____
સ્થળ: __________
એકરાર કરનારની સહી
………………………………….
(____________________)
હું નીચે સહી કરનાર ____________________ ઉંમર વર્ષ ____ મોજે __________, તા. __________, જિ. __________ આજ રોજ રૂબરૂ હાજર થઈ પૂછવાથી લખાવું છું કે, મારા પિતા/પતિ/વાલી સ્વ. ____________________ નું તા. ____/____/____ ના રોજ અવસાન થયેલ છે. તેઓના અવસાન બાદ તેઓની માલિકીની __________ માં જેની વિગત __________ છે, તે મિલકતમાં હું વારસાઈ હક્ક દાખલ કરવા માગું છું. તે કામ માટે પેઢીનામાની જરૂર હોય, મેં તા. ____/____/____ ના રોજ અરજી કરેલી છે. સ્વ. ____________________ ના કાયદેસરના વારસદારો જાહેર કરતું પેઢીનામું નીચે પ્રમાણે છે.
સ્વ. ____________________ ના વારસદારો નીચે મુજબ છીએ:
| ક્રમ | વારસદારનું નામ | સંબંધ | ઉંમર |
|---|
ઉપર પ્રમાણેનું પેઢીનામું અમો અરજદાર તથા પંચોના લખાવ્યા મુજબનું સાચું અને ખરું છે. જો આ પેઢીનામું ખોટું ઠરે તેમાં અમો અરજદાર તથા પંચો જવાબદાર છીએ. સાચા વારસદારો છુપાવવા કે ખોટા વારસદારો બતાવવા તે ફોજદારી ગુનો છે, જેની અમોને સમજ છે. આ બાબતે તલાટીશ્રીની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં.
સ્થળ: __________ | તારીખ: ____/____/____
…………………………………. (સહી)
• ઉપર પ્રમાણેનું પેઢીનામું અમો અરજદારના રૂબરૂ જવાબ તા. ____/____/____ ના સ્વ ઘોષણા રજૂ કરેલ સાધનિક તથા પંચોના લખાવ્યા મુજબ તૈયાર કરી આપેલ છે. જેમાં તલાટીશ્રી જવાબદાર નથી.
• આ પેઢીનામું મિલકતોના વારસાઈ હક્ક માટે ઉપયોગ કરી શકાશે.
| અનુ | નામ | ઉ.વ. | ધંધો | રહેવાસી |
|---|---|---|---|---|
| ૧) | __________ | __ | __________ | __________ |
| ૨) | __________ | __ | __________ | __________ |
| ૩) | __________ | __ | __________ | __________ |
અમો પંચો આજરોજ રૂબરૂ થઈ લખાવીએ છીએ કે, અરજદારનો જવાબ અમારી રૂબરૂ લેવામાં આવ્યો છે. જેમાં તેમણે પેઢીનામાની ખાતરી કરતાં તેમાં કુલ ___ વારસદારો છે. જેઓ સ્વ. ____________________ ના કાયદેસરના વારસદારો છે. તેની અમો પંચો ખાતરી આપીએ છીએ.
આ પેઢીનામું બનાવતી વખતે વારસદારોની ખાતરી કરવા અંગે જરૂરી સાધનિક પુરાવા રજૂ થયેલ નથી, તેથી આ પેઢીનામું નિર્ણાયક પુરાવા તરીકે ગણાશે નહી. જો આ પેઢીનામામાં કોઈ હકીકત છુપાવ્યાનું જાહેર થશે તો તે ફોજદારી ગુનો બને છે. જેની અમોને સમજ છે.
પંચોની સહી:
(૧) __________ ____________________ (સહી)
(૨) __________ ____________________ (સહી)
(૩) __________ ____________________ (સહી)
• ઉપર પ્રમાણેનું પેઢીનામું અમો અરજદારના રૂબરૂ જવાબ તા. ____/____/____ ના સ્વ ઘોષણા રજુ કરેલ સાધનિક કાગળો તથા પંચોના લખાવ્યા મુજબ તૈયાર કરી આપેલ છે. જેમાં તલાટીશ્રી જવાબદાર નથી.
• હેતુ: સ્થાવર/જંગમ મિલકતોમાં અવસાન પછી વારસાઈ હક્ક દાખલ કરવા માટે.
• જમીન વારસાઈના કામે સક્ષમ અધિકારીશ્રી દ્વારા વખતો વખતના પરિપત્રો ધ્યાને લઈ કાર્યવાહી કરવાની રહેશે.