Breaking News: ક્વિન્ટન ડી કોકે IPLમાં ત્રીજી સદી ફટકારી, બનાવ્યો મોટો રેકોર્ડ

Breaking News: પાંચમી ઓવરના બીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે કરી મોટી ભૂલ, પંજાબ કિંગ્સને 108 રનનું ભારે નુકસાન

 

IPL 2026માં MI vs PBKS વચ્ચેની મેચમાં આ હતી પૈસા વસૂલ મોમેન્ટ, એક જમ્પ અને પલટી નાખી આખી ગેમ, જુઓ Video

IPL 2026માં MI vs PBKS વચ્ચેની મેચમાં આ હતી પૈસા વસૂલ મોમેન્ટ, એક જમ્પ અને પલટી નાખી આખી ગેમ, જુઓ Video

શ્રેયસ ઐયરે Shreyas Iyerએ રોહિત અને સૂર્યાની સામે જ એવો કમાલ કર્યો કે એક જ ક્ષણે આખી મેચનું મૂડ બદલાઈ ગયું. મુંબઈ ઇન્ડિયન્સ સામેની આ મેચમાં પંજાબ કિંગ્સે શરૂઆત સારી કરી હતી, પરંતુ ત્યારબાદ ટીમને વિકેટ લેવા માટે ભારે મહેનત કરવી પડી. ખાસ કરીને નબળી ફિલ્ડિંગને કારણે ઘણી તકો હાથમાંથી સરકી ગઈ, જેના કારણે વિરોધી ટીમને મજબૂત સ્કોર બનાવવા મદદ મળી.

મેચ દરમિયાન પંજાબની ફિલ્ડિંગ ખૂબ જ સામાન્ય રહી. શરૂઆતમાં જ એક સરળ કેચ છોડાયો હતો, ત્યારબાદ રન-આઉટની તકો પણ બગાડી દેવામાં આવી. આવી ભૂલોનો સીધો અસર ટીમના પ્રદર્શન પર પડ્યો અને મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનોને દબાણમાંથી બહાર આવવાની તક મળી.

પણ મેચના અંતિમ ઓવરોમાં, કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની ટીમ માટે રમત ફેરવી નાખી. 18મી ઓવરમાં, જ્યારે Hardik Pandya બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે મોટા શોટ્સ મારવાનો પ્રયાસ કર્યો. એક બોલ પર તેણે છગ્ગો ફટકાર્યો, પરંતુ ત્યારબાદ તે જ શોટ ફરી રમવા ગયો અને ત્યાં જ ગેમ બદલાઈ ગઈ.

લોંગ-ઓન બાઉન્ડ્રી પર ઉભેલા ઐયરે અદભુત ટાઈમિંગ સાથે ઊંચો કૂદકો મારીને બોલ પકડ્યો. પરંતુ તરત જ તેને સમજાયું કે તે બાઉન્ડ્રી લાઇન પાર કરી જશે. એ સ્પ્લિટ સેકન્ડમાં તેણે અદ્ભુત સમજદારી બતાવી અને હવામાં જ બોલને પાછો મેદાનમાં ફેંકી દીધો. જ્યાં Xavier Bartlettએ સરળતાથી કેચ પૂર્ણ કર્યો. આ ક્ષણે માત્ર એક વિકેટ નહીં, પણ આખી મેચનું મોમેન્ટમ બદલાઈ ગયું.

આ દ્રશ્ય એટલું અચંબિત કરનારું હતું કે Rohit Sharma અને Suryakumar Yadav સહિત મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ પણ સ્તબ્ધ રહી ગયા. ખાસ વાત એ હતી કે આ કેચ મુંબઈના ડગઆઉટથી ખૂબ નજીક લેવામાં આવ્યો હતો, જેના કારણે બધાએ આ ક્ષણને લાઈવ જોઈ અને તરત જ પ્રતિક્રિયા આપી.

આ શાનદાર ફિલ્ડિંગના કારણે હાર્દિક માત્ર 14 રન પર આઉટ થયો અને મુંબઈ ઇન્ડિયન્સ, જે 200 પાર જતી દેખાતી હતી, તે 195 રન પર અટકી ગઈ. એક જ ફિલ્ડિંગ મોમેન્ટ કેવી રીતે મેચનું ચિત્ર બદલી શકે છે, તેનો આ એક પરફેક્ટ ઉદાહરણ બની ગયું.

પાંચમી ઓવરના બીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે કરી મોટી ભૂલ, પંજાબ કિંગ્સને 108 રનનું ભારે નુકસાન

Local Body Elections 2026 : પૂર્વ IPS મનોજ નીનામા સામે નોંધાયેલો છે હત્યાની કોશિશનો ગુનો, એફિડેવિટમાં થયા ચોંકાવનારા ખુલાસા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાની ઓડ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પૂર્વ IPS અધિકારી મનોજ નીનામા હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ચૂંટણી પંચમાં રજૂ કરેલી તેમની એફિડેવિટ (સોગંદનામા) માં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આ પૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીની સામે હત્યાની કોશિશ (કલમ 307) જેવો ગંભીર ફોજદારી ગુનો નોંધાયેલો હોવાની વિગતો સામે આવી છે.

4.19 કરોડની સ્થાવર અને જંગમ મિલકત

મનોજ નીનામાની આર્થિક સ્થિતિની વાત કરીએ તો, તેઓ કરોડોની મિલકતના આસામી છે. સોગંદનામા મુજબ, તેમની પાસે કુલ રૂ. 4.19 કરોડની સ્થાવર અને જંગમ મિલકત છે. આ ઉપરાંત, તેમના અને પરિવારના નામે શેરબજાર અને બેંકિંગ ક્ષેત્રમાં કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે.

તેમના માથે રૂ. 1.24 કરોડનું દેવું

જોકે, આ સંપત્તિની સાથે તેમના માથે રૂ. 1.24 કરોડનું દેવું પણ બોલે છે. ગાંધીનગર અને પંચમહાલ જેવા વિસ્તારોમાં તેઓ કિંમતી જમીનો ધરાવે છે.

સુરક્ષા માટે 32 બોરની રિવોલ્વર પણ રાખે છે

પોલીસ બેડામાં વર્ષો સુધી સેવા આપનાર નીનામા પોતાની સુરક્ષા માટે 32 બોરની રિવોલ્વર પણ રાખે છે. એક તરફ પૂર્વ IPS અધિકારી તરીકેની તેમની ઓળખ અને બીજી તરફ તેમની સામે નોંધાયેલો ગંભીર ગુનો – આ બંને પાસાઓએ ઓડ બેઠક પરના રાજકીય સમીકરણોમાં ઉત્તેજના ભરી દીધી છે. અરવલ્લી જિલ્લા પંચાયતની આ બેઠક પર હવે મતદારો પૂર્વ અધિકારીના ભૂતકાળ અને મિલકતની વિગતોને કઈ રીતે લે છે, તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો—-    Local Body Elections 2026 : 7 વાગ્યાનું અપડેટ, ગુજરાતમાં 194 બેઠકો બિનહરીફ, 1832 ફોર્મ પરત ખેંચાતા રાજકીય ચિત્ર સ્પષ્ટ

Breaking News: સચિન તેંડુલકરના મિત્ર વિનોદ કાંબલીની તબિયત બગડી, પહેલા યાદશક્તિ નબળી પડી, હવે મોટો ખતરો

Breaking News: સચિન તેંડુલકરના મિત્ર વિનોદ કાંબલીની તબિયત બગડી, પહેલા યાદશક્તિ નબળી પડી, હવે મોટો ખતરો

વિનોદ કાંબલી લાંબા સમયથી આરોગ્યની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. થોડા મહિના પહેલા તેના ક્રિકેટર મિત્રો અને રાજ્ય સરકારની મદદથી તેની સારવાર કરવામાં આવી હતી, જેના કારણે તેના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ તાજેતરમાં મળેલી માહિતી મુજબ તેની સ્થિતિ ફરી નબળી પડી રહી છે.

કાંબલીની યાદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો

ખાસ કરીને તેની યાદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે દવાઓ લેવાનું પણ ઘણીવાર ભૂલી જાય છે, જે તેની સારવાર માટે મોટી અડચણ બની રહી છે. આ સ્થિતિને કારણે તેના સ્વાસ્થ્ય પર વધુ ગંભીર અસર પડી શકે છે.

કાંબલીને મગજના સ્ટ્રોકનો ખતરો

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાંબલીને મગજના સ્ટ્રોકનો ખતરો છે. મગજમાં લોહી ગંઠાવાની સમસ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. યોગ્ય આહાર અને દવાઓનું પાલન ન થવાને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

 

કાંબલીની મદદ માટે વોટ્સએપ ગ્રુપ

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ક્રિકેટર મિત્રો ફરી એકવાર મદદ માટે આગળ આવ્યા છે. તેની સારવાર માટે નાણાં એકત્રિત કરવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સચિન તેંડુલકર સહિતના નજીકના મિત્રો જોડાયા હોવાના અહેવાલ છે.

ઘણી બાબતો ભૂલી જાય છે કાંબલી

કાંબલીના મિત્રોએ જણાવ્યું કે તેણે દારૂ પીવાનું બંધ કર્યું છે, પરંતુ તે ઘણી બાબતો ભૂલી જાય છે. ક્યારેક તે ભૂલી જાય છે કે તેને ધુમ્રપાન નથી કરવાનું અને રસ્તા પર લોકો પાસેથી સિગારેટ માંગતો જોવા મળે છે, જે તેની હાલતનું ગંભીરની નિશાની છે.

મગજ પર પડતી અસરથી સંતુલન બગડ્યું

હાલમાં કાંબલીની કિડની, હૃદય અને લીવર પર કોઈ ગંભીર અસર નથી, પરંતુ મગજ પર પડતી અસરને કારણે તેના શરીરનું સંતુલન બગડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં યોગ્ય સારવાર અને સતત દેખરેખ ખૂબ જરૂરી બની ગઈ છે. ચાહકો તેના સ્વાસ્થ્યમાં સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Breaking News: રિષભ પંત સાથે રોહિત શર્મા જેવી જ ઘટના બની, આઉટ થયા વિના જ મેદાન છોડવું પડ્યું

Banaskantha : ધાનેરાના કોટડા પાસે કાર અને પિકઅપ વચ્ચે ભયાનક અકસ્માત, 1નું મોત, 21 લોકો ઘાયલ

ધાનેરા તાલુકાના કોટડા નજીક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં શટલ ઈકો કાર અને પિકઅપ ડાલા વચ્ચે જોરદાર અથડામણ થતાં 21થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને કારણે વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

18થી વધુ લોકોને ઘેટાં-બકરાંની જેમ બેસાડ્યા હતા

મળતી માહિતી મુજબ ઈકો ગાડીમાં સવાર લોકો ડીસાથી જેલોત્રા ગામ તરફ જઈ રહ્યા હતા. ગાડીમાં ક્ષમતા કરતાં ઘણાં વધુ લોકો ભરાયા હતા અને અંદાજે 18થી વધુ લોકોને ઘેટાં-બકરાંની જેમ ગોઠવીને મુસાફરી કરાવવામાં આવી રહી હતી, જેના કારણે અકસ્માત સમયે નુકસાન વધુ થયું હોવાનું માનવામાં આવે છે. અકસ્મતમાં ઈકો અને પિકઅપ વચ્ચે જોરદાર ટક્કર થતાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઘટના બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલોમાંથી 12થી વધુ લોકોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે.

બેદરકારી આ અકસ્માતનું મુખ્ય કારણ

સ્થળ પર સરકારી એમ્બ્યુલન્સોની અછત જોવા મળતા બચાવ કામગીરીમાં મુશ્કેલી ઉભી થઈ હતી, જેના કારણે ખાનગી એમ્બ્યુલન્સોની મદદ લેવામાં આવી હતી. ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા જ મોટાભાગના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ ઓવરલોડિંગ અને બેદરકારી આ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ માર્ગ સુરક્ષા અને વાહન વ્યવહારના નિયમો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabad : ચાંદખેડાના બે બાળકીઓના મોત મામલે માતા-પિતા અને દાદા-દાદીની શરૂ કરાઇ ઉલટ તપાસ

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત, આ સમયે રહેશે બંધ, જુઓ Video

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત, આ સમયે રહેશે બંધ, જુઓ Video

સુરત પોલીસે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વાહનચાલકોની સલામતી અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના ટ્રાફિક સિગ્નલો બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય 15/04/2026 થી અમલમાં આવશે.

આ પગલાનો મુખ્ય હેતુ બપોરના સમયે પડતી અતિશય ગરમીથી વાહનચાલકોને રાહત પૂરી પાડવાનો છે. સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી (TRB) ના જવાનોને મુખ્ય જંક્શન્સ પર તૈનાત કરવામાં આવશે. આ જવાનો ટ્રાફિકનું નિયમન કરશે અને અકસ્માતો ન થાય તેની તકેદારી રાખશે.

વધુમાં, શહેરમાં મોટા જંક્શન્સ પર તડકાથી બચવા માટે ખાસ શેડ પણ લગાવવામાં આવ્યા છે. આ શેડ વાહનચાલકોને ગરમીથી રાહત આપશે. સુરત પોલીસ ફોર-વ્હીલ વાહનચાલકોને અપીલ કરી રહી છે કે તેઓ ટુ-વ્હીલર વાહનચાલકોને આ શેડ નીચે ઊભા રહેવા માટે જગ્યા કરી આપે, જેથી સૌ કોઈ ગરમીથી બચી શકે. આ પહેલ ગરમીની સિઝનમાં નાગરિકોને સુવિધા અને સુરક્ષા પૂરી પાડવા માટે કરાઈ છે.

સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video

શું ક્રિપ્ટોમાં ‘બુલ રન’ની શરૂઆત થઈ ગઈ? એક મહિના બાદ Bitcoin એ $75,000 ની સપાટી તોડી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂત કોની ‘ખેતી’ બગાડશે? ધોરાજીના ખેડૂતોએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર

Surendranagar : લીંબડી-અમદાવાદ હાઈવે પર કાળમુખા ડમ્પરે ટ્રેક્ટરને ફંગોળ્યું, 15થી વધુ મજૂરો લોહીલુહાણ, એકનો પગ કપાયો

લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જાખણ ગામ નજીક મજૂરો ભરેલા ટ્રેક્ટર અને પૂરપાટ ઝડપે આવતા ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 15થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

25થી વધુ મજૂરો સવાર હતા

પ્રાપ્ત વિગતો અનુસાર, એક સોલાર કંપનીમાં કામ કરતા આશરે 25થી વધુ મજૂરો ટ્રેક્ટરમાં સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન જાખણ પાસે ડમ્પરે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક મજૂરનો પગ ઘટનાસ્થળે જ કપાઈ ગયો હતો. રોડ પર ઈજાગ્રસ્તોની ચીસિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

108ની ટીમ તત્કાળ પહોંચી

ઘટનાની જાણ થતા જ લીંબડી, શિયાણી અને પાણશીણાથી ત્રણથી વધુ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો—-     Local Body Elections 2026 : મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર પ્રહાર, મહેસાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ વિખેરાઈ, વિપક્ષ પાસે ઉમેદવાર જ ન હોવાનો દાવો

ચાલબાઝ ચીનની વધુ એક ચાલાકી, અરૂણાચલ પ્રદેશને ગણાવ્યો ચીનનો જાંગનાન વિસ્તાર- વાંચો

ચાલબાઝ ચીનની વધુ એક ચાલાકી, અરૂણાચલ પ્રદેશને ગણાવ્યો ચીનનો જાંગનાન વિસ્તાર- વાંચો

ચીને ફરી એકવાર ભારતના અરૂણાચલ પ્રદેશ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે. તેમણે કહ્યુ કે ચીન ભારતના અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા નથી આપી, તેમણે અરૂણાચલ પ્રદેશને જાંગનાન એટલે કે દક્ષિણી તિબ્બત ગણાવ્યો છે. ચીને 10 એપ્રિલે અરૂણાચલ પ્રદેશના 23 સ્થાનોના નવા નામ જાહેર કર્યા છે. આના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. હવે તેના જ જવાબમાં ચીનનું આ નિવેદન આવ્યુ છે. ચીન 2017 થી લઈને અત્યાર સુધીમાં અવારનવાર અરૂણાચલ પ્રદેશના વિસ્તારોના ચીની નામ જારી કરતુ રહ્યુ છે.

ઝંગનાન ના નામે ચીનની વિસ્તારવાદી નીતિનો પર્દાફાશ

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને મંગળવારે જણાવ્યુ કે જાંગનાન ચીનનો વિસ્તાર છે અને ચીને ભારત દ્વારા ખોટી રીતે સ્થાપિત કરવામાં આવેલ તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા નથી આપી. ગિઓ જિયાકુને દાવો કર્યો છે કે જાંગનાન ક્ષેત્રના કેટલાક સ્થાનોના નામોનું પ્રમાણીકરણ સંપૂર્ણપણે ચીનના સાર્વભૌમત્વના દાયરામાં આવે છે. રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાના પ્રતિભાવ પર તેમની પ્રતિક્રિયા માગવામાં આવતા તેમણે આ ટિપ્પણી કરી હતી. જેમા બાદમાં ચીનના આ પગલાનો સખત વિરોધ કર્યો હતો અને તેને નકારી કાઢ્યો હતો.

જાંગનાન ના નામે ચીનનો વિસ્તારવાદી દાવો

ચીન લાંબા સમયથી અરુણાચલ પ્રદેશને જાંગનાન (દક્ષિણ તિબેટ) તરીકે ઓળખાવે છે. તાજેતરના નિવેદનમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુએ દાવો કર્યો હતો કે, જાંગનાન ચીનનો વિસ્તાર છે અને ચીને ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કરવામાં આવેલા કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકાર્યો નથી. ચીનનું માનવું છે કે આ વિસ્તારોના નામોનું માનકીકરણ કરવું એ તેમની પોતાની સંપ્રભુતાનો વિષય છે. આ પ્રકારના નિવેદનો દ્વારા ચીન આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખોટો નેરેટિવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને ભારત હંમેશાથી ફગાવતું આવ્યું છે.

ભારતનો સ્પષ્ટ જવાબ “અરુણાચલ ભારતનું છે અને રહેશે”

ચીનની આ ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે ભારત સરકારે સખત વિરોધ પ્રગટ કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સ્પષ્ટ કર્યું છે કે ભારત ચીન દ્વારા કરવામાં આવતા આવા કોઈ પણ તોફાની, ઉશ્કેરણીજનક પ્રયાસોને સમર્થન આપતું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચીન ભલે ગમે તેટલા ખોટા દાવા કરે અથવા પાયાવિહોણા નેરેટિવ ઘડવાની કોશિશ કરે, પરંતુ તે સત્યને બદલી શકતું નથી. અરુણાચલ પ્રદેશ સહિતના આ વિસ્તારો અને સ્થળો પહેલા પણ ભારતનો હિસ્સો હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. ભારતની આ આકરી પ્રતિક્રિયા દર્શાવે છે કે દેશ પોતાની અખંડિતતા અને સાર્વભૌમત્વ બાબતે કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.

  • ચીન દ્વારા નક્શા સાથે છેડછાડ 2017 થી લઈને 2026 સુધી યથાવત્
  • ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના સ્થળોના નામ બદલવાની આ પ્રવૃત્તિ નવી નથી. 2017 થી ચીન સમયાંતરે આવી યાદીઓ બહાર પાડે છે
  • મે 2025: 30 નવા નામોની યાદી જાહેર કરવામાં આવી હતી
  • એપ્રિલ 2023: ૧૧ સ્થળોના નામ બદલવાનો પ્રયાસ થયો હતો
  • 2021 અને 2017: આ વર્ષોમાં પણ ચીને ક્રમશઃ છ-છ નામોની યાદી બહાર પાડીને પોતાની મેલી મુરાદ સ્પષ્ટ કરી હતી
  • 10 એપ્રિલ 2026: તાજેતરમાં 23 નવા સ્થળોના નામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની નજીકના વ્યૂહાત્મક વિસ્તારોનો સમાવેશ થાય છે.

વ્યૂહાત્મક મહત્વ અને LAC પર વધતી ગતિવિધિ

ચીને જે 23 નવા નામોની યાદી જાહેર કરી છે, તેમાંના મોટાભાગના વિસ્તારો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની અત્યંત નજીક આવેલા છે. આ વિસ્તારો વ્યૂહાત્મક અને સૈન્યની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. ચીન આ વિસ્તારોના નામ બદલીને માત્ર કાગળ પર દાવો કરવા માંગતું નથી, પરંતુ તે આડકતરી રીતે સરહદ પર પોતાની પકડ મજબૂત હોવાનો દેખાવ કરવા માંગે છે. જોકે, ભારત પણ સરહદ પર પોતાની સુરક્ષા વ્યવસ્થા સતત મજબૂત કરી રહ્યું છે.

આ વિસ્તારોમાં નામ બદલવા પાછળનો ચીનનો હેતુ સૈન્ય ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો અને સરહદ પર રહેતા લોકોને ડરાવવાનો હોઈ શકે છે. ચીન આ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારી રહ્યું છે, જે ભારત માટે સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાનો વિષય છે.

ચીનની કથનીને કરણીમાં વિરોધાભાસ

એક તરફ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા એવું નિવેદન આપે છે કે ચીન ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ એવી આશા પણ વ્યક્ત કરે છે કે બંને પક્ષો એકબીજા તરફ ડગલાં માંડે અને સંબંધો માટે હિતકારક કાર્યો કરે, પરંતુ બીજી તરફ, તેઓ ભારતના સાર્વભૌમ ક્ષેત્ર પર દાવો કરીને અને કાલ્પનિક નામો આપીને સંબંધોમાં તણાવ ઉભો કરી રહ્યા છે. ચીનનું આ વર્તન જ તેની ચાલબાઝ નીતિનો પુરાવો આપે છે. જો કે ચીનની આ બદમાશી એ માત્ર નામો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે તેની વિસ્તારવાદી માનસિકતાનું પ્રતીક છે. ભારત ચીનના આવા કોઈ પણ પ્રયાસોને સખત રીતે નકારી રહ્યું છે અને વૈશ્વિક મંચ પર પણ પોતાનો અવાજ બુલંદ કરી રહ્યુ છે.

ચાલબાઝ ચીનના સમગ્ર એશિયામાં પોતાની પકડ જમાવવા અવનવા પેંતરા

ભૂતકાળની ગતિવિધિઓ અને પ્રાદેશિક વિસ્તરણ માત્ર અરુણાચલ પ્રદેશ જ નહીં, પરંતુ ચીન સમગ્ર એશિયામાં પોતાની પકડ જમાવવા માટે અવનવા પેતરા રચી રહ્યું છે.

 PoK અને વખાન કોરિડોર

ચીને ઉઇગુર મુસ્લિમોના વિસ્તારમાં નવી કાઉન્ટી બનાવી છે, જે પાકિસ્તાન હસ્તક ના કાશ્મીર (PoK) ની એકદમ નજીક છે. . આ ભારત માટે વ્યૂહાત્મક રીતે મોટી ચિંતા છે. ચીન ઈરાન કે અન્ય ખાડી દેશો સાથેના વિવાદમાં પાકિસ્તાનને મોહરા તરીકે વાપરે છે જેથી તે સીધા સંઘર્ષથી બચી શકે.

ભલે ચીન તેને જાંગનાન કહે કે ‘માનકીકરણ’ ના નામે જુઠ્ઠાણું ફેલાવે, પરંતુ જમીની હકીકત એ છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ છે. આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે ચીન પોતાની આ નકારાત્મક નીતિ ચાલુ રાખે છે કે પછી શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે કોઈ નક્કર પગલાં લે છે.

બિઝનેસમેન ટ્રમ્પના મનમાં શું ચાલી રહ્યુ છે? અમેરિકાના આર્થિક હિતો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી વૈશ્વિક તેલ સંકટ ઉભુ કર્યુ?

Local Body Elections 2026 : વાવ-થરાદ નપામાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના ઉમેદવાર બિનહરીફ

બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ નગરપાલિકાની ચૂંટણીના જંગમાં મતદાન પહેલા જ મોટા સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 6 માં ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ઠરતા ભાજપ માટે જીતનો રસ્તો સાફ થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

કોંગ્રેસના ફોર્મમાં ટેકનિકલ ખામી

મળતી વિગતો અનુસાર, વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસ તરફથી સંતોકબેન મકવાણાએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલી ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં સંતોકબેન મકવાણાના ફોર્મમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. આ ટેકનિકલ ક્ષતિઓને કારણે ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કરવાનો નિર્ણય લીધો હતો.

જશીબેન નાઈ બન્યા વિજેતા

કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા જ મેદાનમાં ભાજપના ઉમેદવાર જશીબેન નાઈ એકમાત્ર પ્રબળ ઉમેદવાર રહી ગયા હતા. અન્ય કોઈ હરીફ ન હોવાથી ચૂંટણી અધિકારીએ જશીબેન નાઈને બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે. ચૂંટણીના સત્તાવાર મતદાન પહેલા જ ભાજપે એક બેઠક પર કબજો જમાવી લેતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ફોર્મ રદ થતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.

 

આ પણ વાંચો—    Local Body Elections 2026 : મનસુખ વસાવા લાલઘૂમ, તકલીફ હોય તો કહી દેજો, મેન્ડેટ બદલી નાખીશું, ગેરહાજર ઉમેદવારોને સાંસદની આખરી ચેતવણી