વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Ahmedabad News : AMTS ઈલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી, JBM કંપનીને 25 હજાર રૂપિયાનો દંડ

2. National News : શું ઘુસણખોરો નાગરિકતા માટે આધારકાર્ડનો કરી રહ્યા છે ઉપયોગ? SCએ કેન્દ્ર અને રાજ્યોને મોકલી નોટિસ

3. Donald Trump:નેતન્યાહૂથી નારાજ નથી,પણ બેરૂત હુમલો પસંદ ન આવ્યો,ઈરાન-અમેરિકા કરાર વચ્ચે ટ્રમ્પનું નિવેદન

4. Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ… સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

5. Iran US Deal: ઐતિહાસિક કરારના પ્રસ્તાવમાં 14 આકરી શરત, જાણો શેનો છે ઉલ્લેખ?

6. Smriti Mandhanaએ રચ્યો ઈતિહાસ, 100 સૌથી પ્રભાવશાળી ખેલાડીઓના લિસ્ટમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય

7. માત્ર 24 કલાકમાં Elon Muskએ કમાવી Warren Buffett જેટલી સંપત્તિ, નેટવર્થ થઈ $1.27 ટ્રિલિયન

8. Petrol Diesel Price: તો શું ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ? ક્રૂડ ઓઇલના ભાવમાં થયો 20 ટકાનો ઘટાડો

9. West Bengal : પરિણામના 42 દિવસ બાદ મમતા બેનરજીએ ભવાનીપુરના પરાજયને કોર્ટમાં પડકાર્યો

10. Jammu Kashmir: નૌશેરા સેક્ટરમાં Loc પાસે માઇન બ્લાસ્ટ, 4 જવાન ઇજાગ્રસ્ત

Ahmedabad News: દક્ષિણ ઝોનમાં 11 આવાસ યોજનાના જર્જરિત મકાનો ખાલી કરાવવા મનપા એક્શનમાં આવી

અમદાવાદ શહેરમાં અનેક સરકારી આવાસ યોજનાઓ છે. વર્ષો જૂની આ આવાસ યોજનાઓના મકાનો હવે જર્જરિત થઈ ગયાં છે. જેથી તેને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આ પ્રકારની 11 આવાસ યોજનાઓ જર્જરિત હોવાના રિપોર્ટ બાદ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે.ગત વર્ષે પણ નોટીસ આપવા છતાં આવાસમાં રહેતા લોકોએ મકાનો ખાલી નહોતા કર્યા જેથી હવે કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. 

અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે

અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં સ્થિત આવાસ યોજનાઓ પૈકીની 11 આવાસ યોજનાઓ હાલમાં જર્જરિત હોવાનો રિપોર્ટ ગત વર્ષે આપવામાં આવ્યો હતો. જો કે, મનપાના હાઉસિંગ વિભાગમાં કામગીરી ગોકળગતિ અને ચૂંટણીના કારણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ચોમાસામાં લોકોએ જર્જરિત થયેલા મકાનોમાં રહેવાની સ્થિતિ ઉભી થઈ છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી પૂર્ણ કરીને પણ હાઉસિંગમાં ટેન્ડર પ્રક્રિયા નહીં થતાં હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તમામ 11 ક્વાટર્સ વિસ્તારમાં અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે.

યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ

આ તમામ આવાસ યોજનાઓમાં રહેતા લોકો મકાનો ખાલી કરવા માટે તૈયાર છે તેમણે મનપાને સંમતિ પણ આપી છે. છતાં મનપાની ધીમી કામગીરીને કારણે લોકોએ ચોમાસામાં પણ હેરાન થવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. દક્ષિણ ઝોનમાં મનપાના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કિશોર પટેલના જણાવ્યા પ્રમાણે, 11 આવાસ યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ છે. મકાન ખાલી કરવા માટે ડ્રેનેજ કાપવાની પણ કામગીરી કરીએ છીએ. જાહેર નોટીસ પણ આપવામાં આવી છે. મનપાની કામગીરી વચ્ચે પણ લોકો જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે. મકાનોની હાલત જોતા વરસાદમાં કોઈ પણ સમયે ધરાશાયી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.  

આ પણ વાંચોઃ Mehsana News: વહીવટદાર નિમાયા બાદ હાટકેશ્વર મંદિરનો કબજો મેળવા તજવીજ, પક્ષકારો વચ્ચે કાનૂની લડાઈ તેજ

Rajkot News: મહિલા કારચાલકનો આતંક, પાર્ક કરેલા વાહનો અને લારીઓનો કચ્ચરઘાણ વાળ્યો

રાજકોટ શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા અમીન માર્ગ પર સોમવારે એક ચોંકાવનારો કાર અકસ્માત સર્જાયો હતો. અમીન માર્ગથી પસાર થઈ રહેલી એક કારચાલક મહિલાએ અચાનક જ પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કારે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા બાઈક-સ્કૂટર સહિતના વાહનો અને ખાણીપીણીની લારીઓને જોરદાર ટક્કર મારીને હડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

પાર્ક કરેલા વાહનો અને લારીઓ હવામાં ઉડ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના અમીન માર્ગ પર સામાન્ય દિવસોની જેમ જ અવરજવર ચાલુ હતી અને રસ્તાની એક બાજુએ કેટલાક વાહનો પાર્ક કરેલા હતા તથા લારીઓ હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક લક્ઝુરિયસ કારની મહિલાચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે પળવારમાં જ તેણે લાઈનસર ઉભેલા વાહનો અને લારીઓનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, વાહનો હવામાં ફંગોળાયા હતા.

અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ

આ ગમખ્વાર અકસ્માતની આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ દ્રશ્યો કેદ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે એક બેકાબૂ બનેલી કાર ધડાકાભેર પાર્ક કરેલા વાહનો સાથે અથડાય છે. સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે લારીઓ અને વાહનો પાસે વધુ ભીડ ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે.

ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા

અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના દુકાનદારો અને સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – Rajkotમાં વધુ એક સિટી બસનો અકસ્માત: કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બાઇકને મારી ટક્કર

Vaibhav Sooryavanshi: IPLમાં છગ્ગાનો વરસાદ, શ્રીલંકામાં 3 મેચમાં 1 સિક્સર, વૈભવ સૂર્યવંશીની નિષ્ફળતાનું કારણ શું?

Breaking News: 10 રનનો દંડ… આ ખેલાડીએ બે વાર કરી એક જ ભૂલ, ટીમ ઈન્ડિયાએ ચૂકવવી પડી મોટી કિંમત

વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Neeraj Chopra દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે,જાણો ક્યારે થશે મેચ

2.Prince Yadav Death Case: પ્રિન્સ યાદવના મોતની કહાની, મિત્રોની જુબાની, જાણો શું થયો ખુલાસો?

3. Arijit Singh બાદ હવે પ્રીતમ પણ લેવા જઈ રહ્યા છે સંન્યાસ? શેર કરી ભાવુક પોસ્ટ

4. FIFA WC 2026: 9 કલાકની મુસાફરી, 10 બસની ધક્કામુક્કી, પ્રેક્ટિસ માટે પહોંચતો ખેલાડી આ ટીમનો છે કેપ્ટન

5. CJP Protest: જયપુરમાં કોકરોચ પાર્ટીના સંસ્થાપક પર હુમલો, જાહેરમાં થપ્પડ પડ્યા

6. Gujaratની નવી ઔદ્યોગિક પોલિસી 2026 લોન્ચ: જાણો ગ્રીન પ્રોજેક્ટ્સ અને મહિલાઓ માટે શું છે ખાસ?

7. Gandhinagar Farmers Protest: હજારો ટ્રેક્ટરોના કાફલા સાથે સરકાર સામે મોરચો, ટ્રાફિક ચક્કાજામ!

8. 2 ખેલાડીઓની ભૂલ આખી ટીમ માટે સાબિત થઈ મોંઘી, ભારતને 10 રનનું મોટું નુકસાન થયું

9. Export-Import Business : યુદ્ધ વિરામ વચ્ચે ભારત માટે સારા સમાચાર, એક્સપોર્ટમાં થયો બમ્પર વધારો

10. Stock Market Closing: સેન્સેક્સમાં 736 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 23,853 અંકે બંધ

વોટ લેવા હાથ જોડતા નેતાઓ મુશ્કેલીના સમયે ક્યાં સંતાયા? લાખોના ખર્ચે બનેલી ડ્રેનેજ લાઇન થઈ ‘જામ’, પ્રજા નરક જેવી ગંદકીમાં જીવે છે

વોટ લેવા હાથ જોડતા નેતાઓ મુશ્કેલીના સમયે ક્યાં સંતાયા? લાખોના ખર્ચે બનેલી ડ્રેનેજ લાઇન થઈ ‘જામ’, પ્રજા નરક જેવી ગંદકીમાં જીવે છે

ભરૂચના અંકલેશ્વરમાં નગરપાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 2 માં આવેલા ઉન્નતિનગરમાં મુખ્ય રોડ પર ગટરના પ્રદૂષિત પાણી ઉભરાવાના કારણે સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, માત્ર એક વર્ષ પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી, જે અત્યારથી જ જામ થઈ જતાં ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે.

આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. રોષે ભરાયેલા રહીશોએ સ્થાનિક નગરસેવકો સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે મોટા-મોટા વાયદાઓ આપીને વોટ માગવા આવનારા નેતાઓ હવે મુશ્કેલીના સમયે ક્યાંય દેખાતા નથી.

બીજી તરફ, આ સમગ્ર વિવાદ અંગે વોર્ડના નગરસેવક વિનય વસાવાએ પોતાનો બચાવ કરતા દાવો કર્યો છે કે, વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી ચાલુ હોવાના કારણે આ એક ‘ટેકનિકલ સમસ્યા’ સર્જાઈ હતી, જેનો હવે તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે સ્થાનિકોના વિરોધને નકારતા ઉમેર્યું હતું કે, રહીશો તરફથી કોઈ વિરોધ નથી પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આ સમગ્ર ઘટનાને ખોટો રાજકીય રંગ આપી રહ્યા છે.

Breaking News : વાવ-થરાદના ભારત માલા હાઈવે પર વાહનોમાંથી ચોરી કરતી ગેરીયા ગેંગ ઝડપાઈ, રૂ. 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત

Breaking News: વૈભવ સૂર્યવંશીને શ્રીલંકામાં શું થયું? પ્રેક્ટિસ વચ્ચે જ મેદાન છોડવું પડ્યું, જાણો કેમ

Breaking News: ભારત-પાકિસ્તાન મહામુકાબલા પહેલા કેપ્ટન ઈજાગ્રસ્ત, T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં રમવા પર સસ્પેન્સ

વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Aamir Khan-રેખાની આ ફિલ્મ ક્યારેય થઈ નહોતી રિલીઝ, વર્ષો બાદ એક્ટ્રેસે વ્યક્ત કરી ઈચ્છા

2. El Ninoની અસર, ચોમાસા પર સંકટ સાથે દેશમાં મોંઘવારી વધવાનો મોટો ખતરો, જાણો નવો રિપોર્ટ

3. IND Vs PAK: ભારત સામે પાકિસ્તાનનો કેવો છે રેકોર્ડ? હેડ ટુ હેડમાં જમીન-આસમાનનો તફાવત

4. Suratના સલાબતપુરામાં ‘સંસ્કારી ચોર’નો અનોખો કિસ્સો, પહેલા ચોરી કરી બાદમાં CCTV સામે હાથ જોડીને માંગી માફી!

5. FPIનો મૂડ હજુ પણ નથી સુધરી રહ્યો, જૂન મહિનાના બે અઠવાડિયામાં 62,000 કરોડની કરી વેચવાલી

6. Hormuz Strait ખુલશે તો UAE અને સાઉદીને થશે સૌથી મોટો ફાયદો! જાણો કારણ

7. PM Modi France Visit: ભારત AI અને નવીનતાના ક્ષેત્રમાં બની રહ્યુ છે નવી તાકાતઃ પીએમ મોદી

8. Ahmedabad News: રખડતાં પશુ કરતાં શ્વાન અને બિલાડીનો ડર વધ્યો, 3 મહિનામાં ફરિયાદોનો ઢગલો થયો

9.  Business News : ICICI બેન્કે 5 દિવસમાં જ રોકાણકારોને કરાવી 56,000 કરોડની કમાણી, જાણો અન્ય ટોપ 9 કંપનીઓની સ્થિતિ

10.  Haunted 3D એ બોક્સ ઓફિસ પર આપ્યો મોટો ઝટકો! 2 દિવસની કમાણીમાં કંગના રનૌત અને ઇમ્તિયાઝ અલીની ફિલ્મો ધોવાઈ

Ahmedabad News: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો ઉડાઉ જવાબ, ‘પાણી તો ભરાશે જ’

ચોમાસાની ઋતુ નજીક આવતાની સાથે જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. દર ચોમાસે પાણી-પાણી થઈ જતા ઓઢવ વિસ્તારની મધુમાલતી હાઉસિંગ સોસાયટીના રહીશો આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિનો સામનો કરવા મજબૂર બને તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. આ તરફ જનતાની ચિંતા દૂર કરવાના બદલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપેલા નિવેદનથી સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે.

ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ લીધી હતી મુલાકાત

ઓઢવની મધુમાલતી સોસાયટીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસા દરમિયાન ઘૂંટણસમા પાણી ભરાવવાની ગંભીર સમસ્યા છે. ગત ચોમાસામાં આ વિસ્તારમાં સતત બે થી ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા, જેના કારણે લોકોના ઘરોમાં નુકસાન થયું હતું અને પીવાના પાણીની પણ તકલીફ ઊભી થઈ હતી. આ વિસ્તારની ગંભીરતાને જોઈને ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી સહિતના અનેક મોટા નેતાઓએ આ સોસાયટીની મુલાકાત લીધી હતી, પરંતુ વર્ષો વીતવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.

બાજુની ગટર લાઈન અને તળાવ બને છે મુસીબત

સ્થાનિકોનો દાવો છે કે, સોસાયટીની બિલકુલ બાજુમાંથી જ મુખ્ય ગટર લાઈન પસાર થાય છે. ચોમાસામાં વરસાદી પાણીની સાથે આ ગટરના ગંદા પાણી પણ બેક મારે છે અને સોસાયટીમાં ભરાઈ જાય છે. આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય સતત રહે છે. ગયા વર્ષે ભરાયેલા ગંદા પાણીના ડાઘ અને નિશાનીઓ આજે પણ સોસાયટીના જાહેર માર્ગો અને દીવાલો પર સ્પષ્ટ જોઈ શકાય છે. તંત્ર દ્વારા માત્ર પેવર બ્લોકની કામગીરી કરીને સંતોષ માની લેવાયો છે, પરંતુ પાણીના નિકાલની મુખ્ય લાઈનનું કામ હજુ પણ અધૂરું છે.

“પાણી તો ભરાશે…” – સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલ

સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે, તંત્ર હજુ મહદ્ અંશે જ સફળ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં મધુમાલતી સોસાયટીમાં 2-3 દિવસ સુધી પાણી ભરાતા હતા, કારણ કે બાજુનું તળાવ ઓવરફ્લો થતું હતું. હવે એ તળાવ ખાલી કરવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી પાણી ભરાવાની શક્યતા 40 % જેટલી ઓછી થઈ છે, પરંતુ મધુમાલતી સોસાયટીમાં પાણી તો ભરાશે જ.

ચેરમેનના આ નિવેદન બાદ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે. લોકોનું કહેવું છે કે, જો કરોડો રૂપિયાના ટેક્સ વસૂલ્યા પછી પણ તંત્ર ચોમાસામાં પાણી ભરાશે તેવું ખુલ્લેઆમ કહેતું હોય, તો પ્રિ-મોન્સૂન કામગીરીના નામે થતા કરોડોના ખર્ચા ક્યાં જાય છે?

આ પણ વાંચો – Ahmedabad News: મેમ્કો વિસ્તારમાં પ્રદૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો, તંત્રની ઘોર બેદરકારી