
ભારતીય ક્રિકેટ ટીમને T20 ફોર્મેટ માટે નવો કેપ્ટન મળી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન નીયુક્ય કરવામાં આવ્યો છે. તિલક વર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વધુમાં, 15 વર્ષીય સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીની પણ પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે, તે ભારતીય ટીમ માટે પસંદગી પામેલો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. BCCI એ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ તેમજ એશિયન ગેમ્સ અને ભારત A ના બિનસત્તાવાર ટેસ્ટ ટૂર માટે પણ ટીમોની જાહેરાત કરી છે.
આયર્લેન્ડ-ઈંગ્લેન્ડમાં શ્રેયસ કરશે ટીમનું નેતૃત્વ
શનિવાર, 6 જૂનના રોજ BCCI મુખ્યાલયમાં પસંદગી સમિતિની બેઠક બાદ બોર્ડ સચિવ દેવજીત સૈકિયાએ શ્રેયસ અય્યરની કેપ્ટન તરીકે જાહેરાત કરી હતી . આ સાથે ભારતીય T20 ટીમમાં સૂર્યકુમાર યાદવના સફળ યુગસનો અંત આવ્યો હતો. સૂર્યાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ વર્લ્ડ કપ જીત્યો હતો. 2028 વર્લ્ડ કપ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને હવે એક નવા યુગની શરૂઆત થઈ છે.
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
ટીમ ઈન્ડિયા જૂનના અંતમાં આયર્લેન્ડ અને ત્યારબાદ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ભારત આયર્લેન્ડમાં બે અને ઈંગ્લેન્ડમાં પાંચ T20 મેચ રમશે. બંને શ્રેણી માટે 16 ખેલાડીઓની એક ટીમ પસંદ કરવામાં આવી છે, અને તે તમામ સાત મેચ માટે ઉપલબ્ધ રહેશે. આમાં સૌથી ચર્ચાસ્પદ નામ વૈભવ સૂર્યવંશીનું છે, જે ટીમ ઈન્ડિયા માટે પસંદ થનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેની સાથે IPLમાં સારું પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ 27 જૂનથી શરૂ થશે, જ્યારે ઈંગ્લેન્ડ શ્રેણી 1 જુલાઈથી શરૂ થશે.
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ માટે T20 ટીમો
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી.
એશિયન ગેમ્સ માટે ટીમ
આ બે શ્રેણી ઉપરાંત, સપ્ટેમ્બરમાં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. આમાંથી ચૌદ ખેલાડીઓ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડની મેચો માટે પસંદ કરાયેલા ખેલાડીઓ જેવા જ છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રિન્સને બાદ કરવામાં આવ્યા છે. આ રમતો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.
ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી અને જસપ્રિત બુમરાહ.
શ્રીલંકા પ્રવાસ માટે ભારત A ટીમ
ધ્રુવ જુરેલ (કેપ્ટન, વિકેટકીપર), સાઈ સુદર્શન, આયુષ પાંડે, દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, સરંશ જૈન, ગુરનુર બ્રાર, આકિબ નબી, યશ ઠાકુર, અંશુલ કંબોજ, એન જગદીસન, અમન મોખાડે, શાક રશીદ, જીશાન અંસારી.