Gujarat Local Body Election 2026: બનાસકાંઠા ભાજપમાં ઉમેદવારોનો ધમધમાટ: વાવ-થરાદ જિલ્લા અને તાલુકા પંચાયત માટે કેસરિયા બ્રિગેડ તૈયાર, જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. આજે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘ કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક બાદ વાવ-થરાદ જિલ્લા પંચાયત અને તેના અંતર્ગત આવતી વિવિધ તાલુકા પંચાયતો માટે ભાજપના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.

વાવ-થરાદ જિલ્લા પંચાયતના મુખ્ય ઉમેદવારો:

ભાજપ દ્વારા જાહેર કરાયેલી 28 બેઠકોની યાદીમાં અનેક પીઢ અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે:
આગથળા: શોભાબેન સવજીભાઇ વાઘેલા
બરવાળા: શારદાબેન રઘુરમજી રાઠોડ
ભોરડુ: પુંજીબેન ધરમશીભાઇ પટેલ
ઢીમા: અમરતભાઇ શિવરામભાઇ પટેલ
દિયોદર: ભવાનજી બાજુજી ચૌહાણ
વાવ: કલાભાઈ હરજીભાઈ મકવાણા

તાલુકા પંચાયત બેઠકો પર નજર

જિલ્લા પંચાયતની સાથે થરાદ, વાવ, ભાભર, દિયોદર, સુઇગામ અને લાખણી તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. થરાદ તાલુકા પંચાયત: આસોદર બેઠક પરથી ગીતાબેન લાલજીભાઈ અકોલીયા અને જેતડાથી ભલાભાઈ વાલાભાઈ રાજપૂતને ટિકિટ અપાઈ છે. વાવ તાલુકા પંચાયત: દેથળી બેઠક પરથી ડૉ. શંકરભાઈ દેવરામભાઈ ચૌધરી અને અસારાગામથી રબારી સજુબેન રૂપસીભાઇ મેદાનમાં છે.

દિયોદર તાલુકા પંચાયત

22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે, જેમાં સોની બેઠક પરથી સંજયકુમાર ઇશ્વરભાઇ ચૌધરી અને રૈયાથી ભાનુબેન સોમાજી ઠાકોરનો સમાવેશ થાય છે. પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટની સહી સાથે જાહેર થયેલી આ યાદી બાદ હવે બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારોમાં ભાજપે મહિલા ઉમેદવારો અને સામાજિક સમીકરણોને ખાસ પ્રાધાન્ય આપ્યું હોય તેમ જણાય છે.

एक मैसेज और PF की पूरी जानकारी आपके हाथ में! इतना आसान तरीका शायद नहीं जानते होंगे

PF बैलेंस चेक करना अब और आसान हो गया है, क्योंकि इसे SMS के जरिए भी जाना जा सकता है। इसके लिए यूजर्स को 7738299899 नंबर पर EPFOHO UAN के साथ मैसेज भेजना होता है। सही फॉर्मेट में मैसेज भेजने के बाद कुछ ही समय में बैलेंस और लास्ट कॉन्ट्रीब्यूशन की जानकारी मिल जाती है। यह सुविधा उन लोगों के लिए खास तौर पर उपयोगी है, जिनके पास इंटरनेट उपलब्ध नहीं होता या जो जल्दी में जानकारी पाना चाहते हैं।

11 એપ્રિલથી આ 3 રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે, બુધઆદિત્ય યોગ કરાવશે ધનલાભ

ઘરની આ જગ્યાઓ પર ક્યારેય ના રાખવી ગંદકી, નહીં તો વાસ્તુ દોષ લાગશે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

200MP कैमरा वाले Vivo V70 FE की सेल आज से, बंपर डिस्काउंट पर खरीदें, जानें कीमत

Vivo V70 FE की बिक्री आज से शुरू हो गई है। Vivo V70 FE के 8GB+128GB स्टोरेज वेरिएंट की कीमत 37,999 रुपये, 8GB+256GB स्टोरेज वेरिएंट की कीमत 40,999 रुपये और 12GB+256GB स्टोरेज वेरिएंट की कीमत 44,999 रुपये है। V70 FE में 6.83 इंच की 1.5K AMOLED डिस्प्ले दी गई है, जिसका रेजोल्यूशन 2800 × 1260 पिक्सल है। यह फोन ऑक्टा कोर मीडियाटेक डाइमेंसिटी 7360 टर्बो प्रोसेसर से लैस है।

Adani-Ambani: સીઝફાયરની જાહેરાતથી અદાણી-અંબાણી પર ડોલરની વર્ષા, નેટવર્થ મામલે માર્યો મોટો કૂદકો

Breaking News: પાકિસ્તાનમાં થશે અમેરિકા-ઈરાનની શાંતિ વાર્તા! ટ્રમ્પ મોકલશે ટીમ, જેડી વેન્સને સોપી મોટી જવાબદારી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Ceasefire Breaking News: ‘લેબનોન યુદ્ધવિરામનો ભાગ નથી’ એવુ કહી ઈઝરાયેલે 10 મિનિટમાં 100 મિસાઇલ છોડી, અનેકના મોત

Ceasefire Breaking News: ‘લેબનોન યુદ્ધવિરામનો ભાગ નથી’ એવુ કહી ઈઝરાયેલે 10 મિનિટમાં 100 મિસાઇલ છોડી, અનેકના મોત

મિડલ ઈસ્ટમાં શાંતિની આશા ફરી એકવાર ચૂરચૂર થઈ ગઈ છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા સીઝફાયર પછી લોકો થોડી રાહતની આશા રાખી રહ્યા હતા, પરંતુ તે માત્ર ભ્રમ સાબિત થયો. ઈઝરાયેલે લેબનોન પર ક્રૂર હુમલા ચાલુ રાખીને નિર્દોષ નાગરિકોની જિંદગી સાથે ખેલ કર્યો છે.

માહિતી અનુસાર, ઈઝરાયેલે માત્ર 10 મિનિટની અંદર લેબનોનપર આશરે 100 મિસાઈલ ફાયર કરી, જેના કારણે રહેણાંક વિસ્તારોમાં ભયંકર વિનાશ સર્જાયો છે. આ હુમલાઓમાં સેકડો નિર્દોષ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હોવાનું કહેવાય છે. અનેક ઘરો ધરાશાયી થઈ ગયા અને લોકો બેઘર બની ગયા છે. આ પરિસ્થિતિએ સમગ્ર વિસ્તારમાં ભય અને અસ્વસ્થતા ફેલાવી દીધી છે.

અમેરિકાની તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લેબનોન આ સીઝફાયર કરારનો ભાગ નથી. અમેરિકાના ઉપપ્રમુખ JD Vanceએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા આ યુદ્ધવિરામમાં લેબનોને સામેલ કરવામાં આવ્યું નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ નિર્ણય અંગે ન તો વોશિંગ્ટન અને ન તો ઈઝરાયેલે સંમતિ આપી હતી.

બેન્જામિન નેતન્યાહૂએ શું કહ્યું?

ઈઝરાયેલનું માનવું છે કે લેબનોનમાં હિઝબુલ્લાહ સક્રિય છે અને તે દેશની સુરક્ષાને ખતરો ઉભો કરે છે. આ કારણસર લેબનોન સામેની સૈનિક કાર્યવાહી સીઝફાયરથી અલગ રાખવામાં આવી છે.

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલ અમેરિકાના નિર્ણયને સમર્થન આપે છે, જેમાં ઈરાન સામેના હુમલાઓને બે અઠવાડિયા માટે રોકવામાં આવ્યા છે. જોકે તેમણે શરત મૂકી કે ઈરાન તરત જ હોર્મુઝ સ્ટ્રેટ ખોલે અને ક્ષેત્રમાં ચાલી રહેલા હુમલાઓને બંધ કરે.

ટ્રમ્પએ પણ સ્પષ્ટ કર્યું કે આ કરારનો ભાગ નથી

તે ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ સ્પષ્ટ કર્યું કે લેબનાન આ કરારનો ભાગ નથી. તેમણે જણાવ્યું કે હિઝબુલ્લાહને આ સીઝફાયર સમજોતામાં સામેલ કરવામાં આવ્યું નહોતું, તેથી લેબનોનમાં ચાલી રહેલી સૈનિક કાર્યવાહી અલગ પ્રકારની છે.

જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે સીઝફાયર હોવા છતાં લેબનાન પર હુમલા કેમ ચાલુ છે, ત્યારે જવાબ મળ્યો કે આ સંઘર્ષનો સ્વરૂપ અલગ છે અને તે સીઝફાયર કરાર હેઠળ આવતો નથી. પરંતુ માનવ અધિકાર સંગઠનોનો પ્રશ્ન એ છે કે શું આ કારણોસર નિર્દોષ લોકોના જીવ લેવો યોગ્ય ગણાય?

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે યુદ્ધમાં સૌથી વધુ નુકસાન સામાન્ય લોકોનું જ થાય છે. ઘરો, પરિવારો અને સપનાઓ પળવારમાં નાશ પામે છે. હાલ લેબનાનમાં સ્થિતિ અત્યંત ગંભીર છે અને લોકો ભયમાં જીવી રહ્યા છે.

વિશ્વભરના દેશો અને સંસ્થાઓ હવે આ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તાત્કાલિક શાંતિ માટે કોઈ મજબૂત પગલાં દેખાતા નથી. જો આ હુમલાઓ અટકશે નહીં, તો મિડલ ઈસ્ટમાં વધુ મોટા માનવ સંકટ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Iran-US Ceasefire Breaking News: યુદ્ધ રોકાયું, વૈશ્વિક તેલ લાઈફલાઈન ફરી શરૂ, પરંતુ હોર્મુઝ પર ઈરાનનો આગળનો દાવ શું?

EPFO: નોકરી કરતા લોકોએ તાત્કાલિક આ PF વિગતો તપાસવી જોઈએ, નહીં તો ફસાઈ શકે છે રુપિયા!

EPFO: નોકરી કરતા લોકોએ તાત્કાલિક આ PF વિગતો તપાસવી જોઈએ, નહીં તો ફસાઈ શકે છે રુપિયા!

જો તમે નોકરી કરતા હો અને તમારી પાસે PF ખાતું હોય, તો આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. EPFO ​​એ તાજેતરમાં જ તેના સભ્યોને તેમના PF ખાતામાં નોંધાયેલી કેટલીક મહત્વપૂર્ણ વિગતો તપાસવા માટે ચેતવણી આપી છે. નાની ભૂલો પણ, ખાસ કરીને જોડાવાની તારીખ અને બહાર નીકળવાની તારીખ અંગે પાછળથી નોંધપાત્ર નુકસાન તરફ દોરી શકે છે. ઘણા લોકો આ વિગતોને અવગણે છે, પરંતુ આ માહિતી સીધી તમારા PF બેલેન્સ, પેન્શન અને દાવાની પ્રક્રિયાને અસર કરે છે.

તમારી પેન્શન પાત્રતા નક્કી કરે છે

જોડાવાની તારીખ અને બહાર નીકળવાની તારીખ દર્શાવે છે કે તમે કંપનીમાં કેટલો સમય કામ કર્યું છે અને તમારા PF માં કેટલો ફાળો આપ્યો છે. આ તમારી પેન્શન પાત્રતા નક્કી કરે છે. આ તારીખો વચ્ચે કોઈપણ વિસંગતતા પેન્શનમાં ઘટાડો અથવા PF ઉપાડમાં વિલંબ તરફ દોરી શકે છે. ઘણા કિસ્સાઓમાં દાવાઓ નકારી પણ શકાય છે. તેથી આ બે વિગતો સાચી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PF પેન્શન અને વ્યાજને અસર કરે છે

PF ડિપોઝિટ પર મળતું વ્યાજ, તમારી કુલ સેવા અવધિ અને પેન્શન ગણતરીઓ આ તારીખો પર આધાર રાખે છે. જો રેકોર્ડમાં ખોટી માહિતી દાખલ કરવામાં આવે છે, તો સિસ્ટમ તે તારીખના આધારે ગણતરી કરશે. આનો અર્થ એ છે કે એક નાની ભૂલ તમારી ભવિષ્યની બચત ઘટાડી શકે છે.

સુધારા હવે સરળ છે

સારા સમાચાર એ છે કે EPFO ​​એ આ ભૂલોને સુધારવાનું ઘણું સરળ બનાવી દીધું છે. જો તમારો UAN આધાર સાથે લિંક થયેલો હોય અને સંપૂર્ણ રીતે ચકાસાયેલ હોય, તો તમે નામ, જન્મ તારીખ, જાતી અને જોડાવાની કે બહાર નીકળવાની તારીખ જેવી ઘણી મહત્વપૂર્ણ વિગતો ઓનલાઈન અપડેટ કરી શકો છો.

ઘણા કિસ્સાઓમાં તમારે કોઈ દસ્તાવેજો અપલોડ કરવાની પણ જરૂર નથી. જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે જોડાવાની અને બહાર નીકળવાની તારીખોમાં ફેરફાર ફક્ત ત્યારે જ સ્વીકારવામાં આવશે જો તે તમારા PF યોગદાન રેકોર્ડ સાથે મેળ ખાય. જો આવું ન થાય તો EPFO ​​ની મંજૂરી જરૂરી છે.

જ્યારે UAN સંપૂર્ણપણે ચકાસાયેલ ન હોય

જો તમારું UAN જૂનું હોય અથવા સંપૂર્ણપણે ચકાસાયેલ ન હોય, તો તમારે તમારા એમ્પ્લોયરની મદદ લેવાની જરૂર પડશે. આ માટે ઓનલાઈન સંયુક્ત ઘોષણા સબમિટ કરવાની જરૂર પડશે. જેને કંપનીની મંજૂરીની જરૂર પડશે. કેટલાક કિસ્સાઓમાં તમારે એક ભૌતિક ફોર્મ ભરીને સબમિટ કરવાની જરૂર પડી શકે છે, જે એમ્પ્લોયર EPFO ​​પોર્ટલ પર અપલોડ કરે છે.

જો કંપની બંધ થઈ જાય તો શું કરવું?

ઘણા લોકોને તેમની જૂની કંપની બંધ થવાની અથવા તેમના એમ્પ્લોયરનો સંપર્ક કરવામાં અસમર્થ હોવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિઓમાં પણ ગભરાવાની જરૂર નથી. તમે સંયુક્ત ઘોષણા ફોર્મ ભરી શકો છો, તેને અધિકૃત અધિકારી દ્વારા ચકાસો અને પછી તેને EPFO ​​ઓફિસમાં સબમિટ કરી શકો છો.

આ પ્રક્રિયા દ્વારા સુધારા પણ શક્ય છે. EPFO ​​ની સ્પષ્ટ સલાહ છે કે તમારા PF એકાઉન્ટને હળવાશથી ન લો. તાત્કાલિક UAN પોર્ટલમાં લોગ ઇન કરો અને તમારી બધી વિગતો કાળજીપૂર્વક તપાસો. જો તમને કોઈ ભૂલ દેખાય, તો તેને તાત્કાલિક સુધારી લો. એક નાની ભૂલ ભવિષ્યમાં મોટી સમસ્યાઓ તરફ દોરી શકે છે.

Gold: ગોલ્ડ લોન અને Gold Overdraft વચ્ચેનો તફાવત શુ છે? જાણો તમારી જરૂરિયાત માટે શું બેસ્ટ

Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લામાંથી રોજના અંદાજે 150 ટન તડબૂચનું વેચાણ

છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાં તડબૂચની ખેતી ફુલ બહારમાં થાય છે. જિલ્લામાં આવેલી નદીઓમાં તથા ખેતરોમાં આ તડબૂચનું વાવેતર થાય છે. જે તડબૂચને ઉનાળામાં અમૃત સમાન માનવામાં આવે છે. આ તડબૂચનું છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ વેચાણ ચાલી રહ્યું છે. રોજના 150 ટન તડબૂચ વેચાતા હોવાનો અંદાજ ખેડૂતો બતાવી રહ્યા છે. જ્યારે લોકો પેટની ઠંડક માટે આ તડબૂચનું સેવન ઉનાળામાં કરતા હોય છે. જ્યારે છોટાઉદેપુરના તડબૂચ અન્ય જિલ્લા અને રાજ્યોમાં પણ સપ્લાય થાય છે.

છોટાઉદેપુર પંથકમાં આવેલી ઓરસંગ નદી સહિત અન્ય નદીઓમાં તડબૂચની ખેતી ફેમસ છે. લીલા તડબૂચ પીળા તડબૂચ પીળા, તથા લીલા પટ્ટાવાળા તડબૂચનું ઉત્પાદન થાય છે. જેટલી ગરમી વધુ પડે એટલું જલ્દી તડબૂચ તૈયાર થાય છે. આ તડબૂચની ડિમાન્ડ છોટાઉદેપુર માં સ્થાનિક તો ઠીક પરંતુ અન્ય શહેરોમાં પણ હોય છે જે પ્રતિ ટન ના વજનમાં બહારના શહેરોમાં પણ સપ્લાય થાય છે.

છોટાઉદેપુર જિલ્લામાં ધૂમ વેચાતા તડબૂચ માનવના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક અને ગુણકારી છે. જેમાં ભરપૂર માત્રામાં પાણી હોય જે પાણીનો સોસ પડવા દેતું નથી. બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. પાચન સુધારે છે. વજન ઘટાડે છે, ત્વચા સ્વસ્થ રાખે છે, જેમાં રહેલું લાઈકોપીન અને સિદ્રુલીન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે આ તડબૂચનું સેવન માનવ જીવન માટે કાળઝાળ ગરમીમાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Dabhoi: ડભોઇ તાલુકાના શિરોલા ગામે શ્રમજીવીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં મોત

ડભોઈ તાલુકાના શીરોલા ગામે શ્રમજીવીએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું. મળતી વિગત મુજબ ડભોઇ તાલુકાના શીરોલા ગામે રહેતા 55 વર્ષના પ્રવીણ મગન તડવી ગત બપોરે 12:30 વાગ્યે પોતાના ખેતરમાં ગયા હતા ત્યારે જંતુનાશક દવા કોઈ અગમ્ય કારણસર પી લીધી હતી. તેમને સારવાર માટે ડભોઈની બી એ પી એસ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. કયા કારણસર અંતિમ પગલું ભર્યું તે જાણવા ડભોઇ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Dwarka : અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકાને મોટી ભેટ, 30 કરોડના ખર્ચે બનશે ભવ્ય યાત્રી ભવન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુવા ચહેરા અને અંબાણી પરિવારના લાડકવાયા અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકાને એક મોટી અને ઐતિહાસિક ભેટ મળી છે. ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારે જગત મંદિરના શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹30 કરોડનું માતબર અનુદાન જાહેર કર્યું છે. આ રકમનો ઉપયોગ યાત્રાળુઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘યાત્રી ભવન’ બનાવવા માટે કરવામાં આવશે.

શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બનશે ‘યાત્રી ભવન’

છેલ્લા કેટલાક વર્ષોમાં દેવભૂમિ દ્વારકા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. ઘણીવાર તહેવારો અને રજાઓના દિવસોમાં યાત્રાળુઓને રહેવા અને પાયાની સુવિધાઓમાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે અંબાણી પરિવાર દ્વારા નિર્મિત થનારું આ ગેસ્ટ હાઉસ આશીર્વાદરૂપ સાબિત થશે. આ ભવનમાં પ્રવાસન ક્ષેત્રની પાયાની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે, જેથી દૂર-દૂરથી આવતા ભક્તો સુખરૂપ દર્શન કરી શકે.

અંબાણી પરિવારની અતૂટ આસ્થા

મુકેશ અંબાણી હોય કે અનંત અંબાણી, અંબાણી પરિવાર અવારનવાર દ્વારકાધીશના આશીર્વાદ લેવા આવતા રહે છે. અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે આટલી મોટી રકમનું દાન આપીને પરિવારે સાબિત કર્યું છે કે તેમના જીવનમાં ધર્મ અને સેવાનું વિશેષ મહત્વ છે. આ ભવ્ય નિર્માણથી દ્વારકાના પ્રવાસનને પણ નવો વેગ મળશે.

આ પણ વાંચો—-     Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર