અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
Ahmedabad : તસ્કરોનો આતંક, અસલાલીમાં સિક્યોરિટી ગાર્ડની હાજરીમાં પાનમસાલાના ગોડાઉનમાંથી 44.92 લાખની ચોરી
અમદાવાદ શહેરના અસલાલી વિસ્તારમાં તસ્કરોએ પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી એક મોટી ચોરીને અંજામ આપ્યો છે. અસલાલીમાં આવેલા પાનમસાલાના એક પ્રતિષ્ઠિત ગોડાઉનમાં ત્રાટકેલી ચોર ટોળકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પરોઢિયે ખેલાયો ચોરીનો ખેલ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ચોરી વહેલી પરોઢના સમયે થઈ હતી. તસ્કરોએ અત્યંત આયોજનબદ્ધ રીતે ગોડાઉનમાં પ્રવેશ કર્યો અને પાનમસાલાના કુલ 96 બોક્સની ચોરી કરી હતી. આ ચોરી થયેલા માલની કુલ કિંમત આશરે ₹44.92 લાખ હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે, ગોડાઉનમાં સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ તૈનાત હોવા છતાં તસ્કરો આટલી મોટી માત્રામાં માલ લઈ જવામાં સફળ રહ્યા હતા.
સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ
સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હિલચાલ કેદ થઈ છે. પરંતુ સિક્યોરિટી ગાર્ડની હાજરીમાં થયેલી આ લૂંટ સુરક્ષા એજન્સીઓ પર અનેક સવાલો ઉભા કરે છે. તસ્કરો આટલા બધા બોક્સ કયા વાહનમાં ભરીને લઈ ગયા તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ અસલાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગોડાઉન માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના રસ્તાઓના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી ચોર ટોળકી કયા માર્ગે ભાગી છે તેની માહિતી મળી શકે.
દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો દેશનો સૌથી અજીબોગરીબ કિસ્સો: કોમામાં રહેલા પતિના સ્પર્મથી પત્ની બનવા…..

રાજધાની દિલ્હીમાં એક એવી કાયદાકીય અને ભાવનાત્મક લડાઈ શરૂ થઈ છે, જેણે ન્યાયતંત્ર અને તબીબી જગતને વિચારતા કરી દીધા છે. એક લાચાર પત્ની તેના કોમામાં રહેલા પતિના અંશને સાચવી રાખવા માટે અને ભવિષ્યમાં તેના બાળકની માતા બનવા માટે દિલ્હી હાઈકોર્ટના દ્વારા પહોંચી છે. આ કિસ્સો માત્ર ભાવનાત્મક નથી, પરંતુ જટિલ કાયદાકીય ગૂંચવણોથી ભરેલો છે.
શું છે સમગ્ર મામલો?
પીડિત મહિલાના પતિ ગયા વર્ષના માર્ચ મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. કમનસીબે, તેઓ અત્યારે ‘વેજિટેટિવ સ્ટેટ’ એટલે કે અર્ધબેભાન અવસ્થામાં છે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર જીવન ટકાવી રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમની હાલત અત્યંત નાજુક છે. આવી સ્થિતિમાં, પત્નીએ તેના પતિના ‘સ્પર્મ’ (શુક્રાણુ) મેળવવા અને તેને સુરક્ષિત રાખવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. મહિલાની ઈચ્છા છે કે તેના પતિની હયાતીમાં કે ગેરહાજરીમાં પણ તે તેમના જ સંતાનને જન્મ આપે.
સમય સામેની રેસ અને મેડિકલ પડકારો
મહિલાના વકીલ અરિજીત ગૌરે કોર્ટમાં દલીલ કરી હતી કે જો શુક્રાણુના સેમ્પલ લેવામાં જરા પણ વિલંબ થશે, તો તેની ગુણવત્તા બગડી શકે છે અને મહિલાની માતૃત્વની આશા કાયમ માટે છીનવાઈ શકે છે. આ પ્રક્રિયામાં સ્પર્મને ‘સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ’ માંથી કાઢીને લેબમાં -196 ડિગ્રી સેલ્સિયસ પર થીજવી દેવામાં આવે છે. IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પ્રક્રિયામાં ઘણીવાર એકથી વધુ પ્રયત્નોની જરૂર પડતી હોવાથી સેમ્પલનું સુરક્ષિત રહેવું અનિવાર્ય છે.
કાયદો અને સંમતિનો પેચ
ભારતમાં 2021માં લાગુ થયેલા નવા નિયમો મુજબ, પ્રજનન પ્રક્રિયા માટે પતિ અને પત્ની બંનેની સ્પષ્ટ લેખિત સંમતિ હોવી જરૂરી છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જે વ્યક્તિ કોમામાં છે તે પોતાની સંમતિ કેવી રીતે આપી શકે? અરજદારે આ મામલે એક નિષ્ણાત મેડિકલ કમિટી બનાવવાની દરખાસ્ત પણ મૂકી છે, જે તપાસ કરશે કે શું આ સ્થિતિમાં શુક્રાણુ સુરક્ષિત રીતે કાઢી શકાય તેમ છે કે નહીં.
કેન્દ્ર સરકારના વકીલ આયુષ ગૌરે કોર્ટને જણાવ્યું છે કે આ મામલો ગંભીર છે અને તેની તપાસ ચાલી રહી છે. દિલ્હી હાઈકોર્ટ આ મામલે 9 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. શું કોર્ટ માનવીય સંવેદનાઓને પ્રાધાન્ય આપશે કે કાયદાના કડક નિયમો આ પત્નીની ઈચ્છા પર પાણી ફેરવી દેશે? આ ફેંસલો આવનારા સમયમાં સરોગસી અને પ્રજનન કાયદાઓ માટે એક મોટું ઉદાહરણ સાબિત થશે.
40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી, વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News: ઈરાને માંગી ભીખ… 13,000 સૈન્ય ઠેકાણા રાખમાં ફેરવાયા, અમેરિકી રક્ષા મંત્રીએ આને ગણાવ્યું ‘ઐતિહાસિક ઓપરેશન’

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સીઝફાયર બાદ અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથ તેમજ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને પેન્ટાગોનમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન હેગસેથે દાવો કર્યો હતો કે, ‘ઓપરેશન એપિક ફ્યુરી’ એક ઐતિહાસિક સફળતા છે અને ઈરાને સીઝફાયર માટે ભીખ માંગી હતી. ઈરાનની સેનાને સંપૂર્ણપણે પાયમાલ કરી દેવામાં આવી છે અને આગામી ઘણા વર્ષો સુધી તે યુદ્ધ કરવા માટે અસમર્થ બની ગયું છે.
‘ઈરાન પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ સાબિત થયું’
અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે જણાવ્યું હતું કે, 40 દિવસથી પણ ઓછા સમયમાં અમેરિકાની સૈન્ય શક્તિનો માત્ર 10 ટકા ઉપયોગ કરીને દેશે દુનિયાની સૌથી મોટી સેનાઓ પૈકીની એકને તબાહ કરી દીધી છે. તેમણે દાવો કર્યો કે, ઈરાન પોતાનું રક્ષણ કરવામાં અસમર્થ સાબિત થયું છે. હેગસેથે વધુમાં ઉમેર્યું કે, તેહરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત અભિયાને યોજના મુજબ અને નિર્ધારિત સમયમાં દરેક લક્ષ્ય હાંસલ કર્યા છે.
#WATCH | Washington, DC | United States Secretary of War, Pete Hegseth, says, “…President Trump forged this moment. Iran begged for this ceasefire, and we all know it…Operation Epic Fury was a historic and overwhelming victory on the battlefield…Operation Epic Fury… pic.twitter.com/dUSLl6FUvX
— ANI (@ANI) April 8, 2026
‘ઈરાન હવે મિસાઈલ બનાવી શકશે નહીં’
પીટ હેગસેથે કહ્યું, “ઈરાનની નૌકાદળ સમુદ્રના તળિયે પહોંચી ગઈ છે અને તેની પાસે હવે કોઈ હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defense) બચી નથી. ઈરાનનો મિસાઈલ કાર્યક્રમ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. અમે ઈરાનના સંરક્ષણ ઔદ્યોગિક આધારને ખતમ કરી દીધો છે, જે અમારા મિશનનો મુખ્ય હેતુ હતો. હવે તેઓ મિસાઈલ બનાવી શકશે નહીં.”
‘તેહરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય’
અમેરિકી રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે, તેહરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય. હેગસેથે જણાવ્યું કે, ઈરાન સરકાર સમજી ગઈ હતી કે તેમની જે હાલત થવાની હતી, તેના કરતા આ કરાર કરવો વધુ સારો રહેશે. તેમણે અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા ઈરાનના ઘણા વરિષ્ઠ નેતાઓના નામ પણ ગણાવ્યા હતા. ઈરાની સરકાર પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો અને સમય પણ પૂરો થઈ રહ્યો હતો, તેથી તેમણે આ સમજૂતી કરી છે.
‘સીઝફાયર એ માત્ર એક વિરામ છે’
અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ સીઝફાયર એ માત્ર એક વિરામ છે. જો આદેશ આપવામાં આવશે તો સેના ફરીથી ઓપરેશન માટે તૈયાર છે. કેને માહિતી આપી હતી કે, સેનાએ ઈરાનમાં 13,000 થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, અમેરિકાએ ઈરાનની 80 ટકા એર ડિફેન્સ સિસ્ટમ, 90 ટકાથી વધુ પરંપરાગત નૌકાદળ અને 90 ટકા હથિયાર ફેક્ટરીઓનો નાશ કર્યો છે.
40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી
Breaking News: વૈભવ સૂર્યવંશીએ બુમરાહના પહેલા બોલ પર સિક્સર ફટકારવાનો પ્લાન બે વર્ષ પહેલા જ બનાવી લીધો હતો
વૈભવે પહેલા જ કહી દીધું હતું કે જો પ્રથમ બોલ મળશે, તો તે તેને ઉડાવી દેશે. આ વિચાર તેણે બે વર્ષ પહેલા બનાવ્યો હતો. તે દિવસથી તેણે આ રણનીતિ પર અડગ રહેવાનું નક્કી કર્યું. IPL 2026 માં મેદાન પર આવ્યો, ત્યારે તેણે આ વચન પૂર્ણ કર્યું.
જસપ્રીત બુમરાહ વિશ્વનો નંબર 1 ફાસ્ટ બોલર છે. તેના સ્વિંગ અને યોર્કર બોલ અનેક સ્ટાર બેટ્સમેનો માટે આસાનથી રમવું મુશ્કેલ છે. પણ વૈભવે હિંમત બતાવી અને પહેલો બોલ મળતાં જ તેને બાઉન્ડ્રી પાર ઉડાવી દીધો.
વૈભવની ઇનિંગ ટૂંકી પણ ખુબ જ પાવરફૂલ હતી. માત્ર 14 બોલમાં 39 રન, જેમાં 5 છગ્ગા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 270 થી પણ વધારે હતો, જે બુમરાહ જેવા અનુભવી બોલર સામે ખૂબ જ સારું પ્રદર્શન છે.
આ ઘટના બતાવે છે કે યુવાન ખેલાડીમાં જોરદાર મનોબળ અને નિર્ભયતા હોવી ખૂબ જ મહત્વની છે. બે વર્ષ જૂની યોજના આજે સફળ બની. ઉંમર માત્ર એક સંખ્યા છે, જો દિલ અને હિંમત મોટી હોય તો સફળતા મળવી શક્ય છે.
વૈભવનું આ પ્રદર્શન તેની કારકિર્દી માટે મહત્વપૂર્ણ છે. તેણે ન માત્ર વચન પૂરું કર્યું, પણ વિશ્વના શ્રેષ્ઠ બોલર સામે પોતાની તાકાત પણ બતાવી. હવે ચાહકો તેની આગામી ઈનિંગની રાહ જોઈ રહ્યા છે.
બુમરાહના પહેલા બોલ પર છગ્ગો ફટકારવું દર્શાવે છે કે આ યુવા ખેલાડી ભવિષ્યમાં દરેક પડકારનો સામનો કરી શકે છે. વૈભવનો આ સાહસ IPL ઈતિહાસમાં હંમેશા યાદગાર રહેશે. (PC:PTI/X)
Breaking News: વૈભવ સૂર્યવંશી સહિત આ પાંચ યુવા સ્ટાર્સે IPL 2026 ના પહેલા બે અઠવાડિયામાં મચાવી ધમાલ
WGTT: મુન્દ્રાના દલદલથી ‘અબજો’ ટનના સામ્રાજ્ય સુધી, 500 મિલિયન ટનની સિદ્ધિ શ્રમિકોને અર્પણ, અદાણીએ 2030 માટે જાહેર કર્યો ‘મિશન 1 બિલિયન’નો માસ્ટરપ્લાન

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમદાવાદ ખાતે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તેમણે માત્ર બિઝનેસના આંકડા જ નહીં, પણ મુન્દ્રાના એ દિવસોની વાતો કરી જ્યારે ત્યાં માત્ર કાદવ-કીચડ અને અનંત માર્શલેન્ડ (દળદલ) હતું.
90ના દાયકાની એ જૂની ‘કોન્ટેસા’ કાર અને એક ‘ગીત’
ગૌતમ અદાણીએ જૂની યાદો તાજી કરતા જણાવ્યું કે, 1990ના દાયકામાં જ્યારે મુન્દ્રા જવા માટે પાકા રસ્તા પણ નહોતા, ત્યારે તેઓ મલય મહાદેવિયા સાથે જૂની કોન્ટેસા કારમાં આખી રાત ડ્રાઈવ કરીને ત્યાં પહોંચતા હતા. જ્યારે પણ રસ્તામાં શંકા કે ડર લાગતો, ત્યારે મલય તે સમયની ફેમસ ફિલ્મનું એક ગીત ગાતા- “રોતે હુએ આતે હૈ સબ – હસતા હુઆ જો જાયેગા, વો મુકદ્દર કા સિકંદર – જાનેમન કહેલાયેગા!”. આ ગીત તેમનું ખાનગી રાષ્ટ્રગીત બની ગયું હતું, જે તેમને નસીબ પોતે બનાવવાની તાકાત આપતું હતું.
સિદ્ધિનો શ્રેય શ્રમિકોને: ‘પરસેવાના દરેક ટીપાને પ્રણામ’
આ ભવ્ય સફળતા પાછળ ગૌતમ અદાણીએ કોઈ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી નહીં પણ તેના શ્રમિકોના પરસેવાને મહત્વ આપ્યું છે. તેમણે ભાવુક થતા હિન્દીમાં પંક્તિઓ કહી:
“અભી તો બસ જમીન નાપી હૈ હોંસલો કા આસમાન બાકી હૈ તુમ્હારી હી બાજુઓ કે દમ પર કઈ ઓર બડે ઇમ્તેહાન બાકી હૈ.” “યે 500 મિલિયન ટન કી સિદ્ધિ અપને શ્રમિકો કે નામ કરતા હૂં. તુમ્હારે પસીને કી હર બુંદ કો ઝુકકર પ્રણામ કરતા હૂં.”
તેમણે કહ્યું કે જે શ્રમિકો પોતાના ઘરથી હજારો કિલોમીટર દૂર રહીને પોતાના બાળકોનું બાળપણ જોયા વગર મહેનત કરે છે, આ સિદ્ધિ તેમની છે.
Adani Ports Creates History: Crosses 500 Million Ton Cargo Milestone | TV9Gujarati#AdaniPorts #500MillionTon #AdaniGroup #GautamAdani #PortMilestone #Gujarat #TV9Gujarati pic.twitter.com/lIT1iFHKsm
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2026
મિશન 2030: શું છે આગામી મોટો ટાર્ગેટ?
ગૌતમ અદાણી અહીં અટકવાના મૂડમાં નથી. તેમણે ભવિષ્યની રૂપરેખા આપતા જણાવ્યું કે, જે પ્રથમ 100 મિલિયન ટન સુધી પહોંચતા 16 વર્ષ લાગ્યા હતા, તે હવે માત્ર 2 વર્ષમાં હાંસલ થઈ રહ્યા છે. તેમણે જાહેરાત કરી કે 2030 સુધીમાં APSEZ 1 બિલિયન ટન (1000 મિલિયન ટન) કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક રાખે છે.
સ્પીચના અંતમાં તેમણે ફરી કવિતાના માધ્યમથી પોતાનો સંકલ્પ દોહરાવ્યો:
“હમને મુન્દ્રા કી લહેરો સે સીખા… કિનારો પર ઠહરના ક્યા, નિકલ પડે ઉસ રાહ પર… જહાં લક્ષ્ય હૈ આસમાં.” “રુકના હમારી ફિતરત નહીં… ઉઠના હમારી પહચાન હૈ, એક શિખર કે બાદ – દૂસરે કી તલાશ… યહી અદાણી કી ઉડાન હૈ”
તેમણે સ્પષ્ટ કર્યું કે અદાણી ગ્રુપ અને ભારત માટે હજુ શ્રેષ્ઠ સમય આવવાનો બાકી છે.
40 દિવસના જંગ બાદ કોણ બન્યું મિડલ ઈસ્ટનું ‘કિંગ’? અમેરિકાની સુરક્ષા ગેરંટી થઈ તાર-તાર અને ઈરાનનો થયો ઉદય, વાંચો ઇનસાઇડ સ્ટોરી
Diu : ગાંધીપરા મેઈન રોડ પર છકડો રિક્ષા પલટી, આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગાંધીપરા મેઈન રોડ પર આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. વણાકબારાથી દીવ તરફ જઈ રહેલી એક છકડો રિક્ષા અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
ઘટનાની વિગત
પ્રાપ્ત માહિતી અનુસાર, છકડો રિક્ષામાં લાખાભાઈ અને સંજયભાઈ નામના બે યુવાનો સવાર હતા. રિક્ષા જ્યારે ગાંધીપરા મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષા ચાલક સંજયભાઈ (ઉંમર વર્ષ 25, રહેવાસી-ઝાખરવાડ) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઇજાગ્રસ્તને ઉના રિફર કરાયા
અકસ્માત સર્જાતા જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. રિક્ષામાં સવાર અન્ય યુવાન લાખાભાઈને પણ શરીરે વધતી-ઓછી ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેમને ઉના ખાતે રિફર કરવામાં આવ્યા છે. 25 વર્ષીય આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી ઝાખરવાડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો—- Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર
Surendranagar : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ, ACB એ નોંધ્યો ગુનો
ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતી એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ સુરેન્દ્રનગરમાં મોટી કાર્યવાહી કરી છે. જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત (DA) નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીએ પોતાની કાયદેસરની આવક કરતા ₹1.22 કરોડથી વધુની મિલકત ગેરકાયદેસર રીતે એકત્રિત કરી છે.
12 વર્ષમાં ઊભું કર્યું કાળું નાણું
ACB ના જોઈન્ટ ડાયરેક્ટર પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે, ચંદ્રસિંહ મોરીએ વર્ષ 2013 થી 2025 ના સમયગાળા દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. તેમની પાસે કુલ આવકના 56.89% જેટલી વધુ મિલકત મળી આવી છે. આ મામલાની ગંભીરતાને જોતા ખાસ SITની રચના કરવામાં આવી છે, જે આરોપીએ સગા-સંબંધીઓના નામે કરેલા રોકાણોની પણ ઊંડી તપાસ કરી રહી છે.
આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં
મહત્વનું છે કે, આરોપી ચંદ્રસિંહ મોરી અન્ય એક કેસમાં હાલ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટના આદેશથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જોકે, હવે ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ નવો ગુનો નોંધી તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સરકારી બાબુ દ્વારા આટલી મોટી માત્રામાં અપ્રમાણસર મિલકત વસાવવાના ખુલાસાથી સમગ્ર મહેસૂલ વિભાગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Surat: ટિન્ડર એપ પર દોસ્તી કરવા જતા શિક્ષક લૂંટાયો, અવાવરું જગ્યાએ માર મારી 2 શખ્સોએ 30 હજાર પડાવ્યા
આજના ડિજિટલ યુગમાં ડેટિંગ એપ્સનો ઉપયોગ સાવચેતી વગર કરવો કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે, તેનો જીવંત દાખલો સુરતના વરિયાવ વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં એક શાળાના શિક્ષકને ટિન્ડર એપ દ્વારા પ્રેમજાળમાં ફસાવી, લૂંટારુઓએ માર મારી હજારો રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. જોકે, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગેંગના બે સાગરીતોને ઝડપી લીધા છે.
બ્લેકમેઈલિંગનો ખેલ
મળતી માહિતી મુજબ, શિક્ષકે ટિન્ડર એપ પર એક આઈડી સાથે વાતચીત શરૂ કરી હતી. સામે પક્ષેથી વ્યક્તિએ તેમને મળવા માટે વરિયાવ વિસ્તારની એક અવાવરું જગ્યાએ બોલાવ્યા હતા. શિક્ષક જેવા ત્યાં પહોંચ્યા, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. લૂંટારુઓએ શિક્ષકને બેફામ માર માર્યો હતો અને તેમનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો.
પોલીસનો સંપર્ક કર્યો
આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શિક્ષકને બ્લેકમેઈલ કરવામાં આવ્યા હતા. બદનામીના ડરથી શિક્ષકે લૂંટારુઓને 30,000 આપી દીધા હતા. પરંતુ લૂંટારુઓની લાલચ વધતા શિક્ષકે આખરે હિંમત કરી પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે જાળ બિછાવી દબોચ્યા
શિક્ષકની ફરિયાદના આધારે સુરત પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી છટકું ગોઠવ્યું હતું. લૂંટારુઓ જ્યારે વધુ પૈસા લેવા આવ્યા ત્યારે જ પોલીસે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ ટોળકીએ અગાઉ કેટલા લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે.
આ પણ વાંચો—- Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર
Banaskantha News: પાલનપુર પોક્સો કોર્ટે સગીરાને ગર્ભવતી બનાવનાર નરાધમને ફટકારી 20 વર્ષની કેદ, ચુકવવું પડશે 10.50 લાખનું વળતર
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર પોક્સો કોર્ટે સગીરાના શોષણના એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી દેવાભાઈ રાજાભાઈ કોદરવીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે પીડિતાને ન્યાય અપાવવા માટે આકરા વલણ સાથે મોટા આર્થિક વળતરનો પણ આદેશ કર્યો છે.
શું હતો સમગ્ર મામલો?
કેસની વિગત મુજબ, આરોપી દેવાભાઈ કોદરવીએ પાલનપુર પંથકની એક સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈને તેની મરજી વિરૂદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અમાનવીય કૃત્યને કારણે પીડિત સગીરા ગર્ભવતી બની હતી અને તેણે બે બાળકોને જન્મ આપ્યો હતો. નાની ઉંમરે સગીરા પર થયેલા આ અત્યાચારે સમાજમાં ભારે રોષ જગાડ્યો હતો.
કોર્ટનું કડક વલણ અને સજા
પાલનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આ કેસને ગંભીરતાથી લઈ તમામ પુરાવાઓ અને સાક્ષીઓની તપાસ બાદ આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી દેવા રાજા કોદરવીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આ સાથે 14 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. આ સાથે પીડિતા અને તેના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી 10 લાખ 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
ન્યાયની જીત
સગીરાના શોષણના આ કેસમાં કોર્ટે જે રીતે કડક સજા સંભળાવી છે, તેનાથી નરાધમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પીડિતા જે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી, તેને આ ચુકાદાથી મોડો પણ સાચો ન્યાય મળ્યો છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને પોલીસની તપાસને અંતે કોર્ટે આ ઐતિહાસિક સજાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો – Banaskantha: લવ જેહાદની ચોંકાવનારી ઘટના, 5 વિધર્મીઓએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ





