Breaking News : સુરતમાંથી CBIનો નકલી અધિકારી ઝડપાયો, જુઓ વીડિયો

Breaking News : સુરતમાંથી CBIનો નકલી અધિકારી ઝડપાયો, જુઓ વીડિયો

સુરત શહેરમાંથી નકલી ધી, પનીર જેવી વસ્તુઓ પકડાય હોવાના સમાચાર તો સાંભળ્યા હશે. પરંતુ આજે એક એવી ઘટના આવી છે. જેના વિશે લોકોએ સતર્ક રહેવું જરુરી છે. નકલી સીબીઆઈની ઓળખ આપી લોકોને ડીઝીટલ એરેસ્ટ કરનાર ઝડપાયો છે.કર્ણાટકમાં સાયબર ક્રાઈમનો કેસ સુરતમાં ઉકેલાયો છે.

શહેરમાં CBIનો નકલી અધિકારી બની વૃદ્ધાને ડીઝીટલ એરેસ્ટ કરનાર ઝડપાયો છે. 90 વર્ષના વૃધ્ધા મહિલા પાસે 1.34 કરોડ રૂપિયા પડાવ્યા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે અમરોલી વિસ્તાર માંથી જીગ્નેશ વઘડિયાની ધરપકડ કરી છે. તેમના નામનું ડ્રગ્સ પાર્સલ મળ્યું છે, કેસ થશે તેવું કહી ડીઝીટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા

કર્ણાટકનો સાયબર ક્રાઈમનો કેસ સુરતમાં ઉકેલાયો

તમામ બાબતે કર્ણાટક સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો.કર્ણાટકમાં સાયબર ક્રાઈમનો કેસ સુરતમાં ઉકેલાયો છે. પોલીસે નકલી CBI ઓફિસરની ધરપકડ કરી છે.ઠગબાજે વૃદ્ધાને ખોટી ઓળખ આપી છેતર્યા હોવાની વાત સામે આવી હતી. આટલું જ નહીવૃદ્ધા પાસેથી કરોડ રુપિયા પડાવ્યા હતા.ક્રાઇમ બ્રાન્ચે ઠગબાજ જીગ્નેશ વઘડિયાની ધરપકડ કરી છે.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Breaking News : અમદાવાદમાં IPL 2026ની ફાઇનલને લઈ ફ્લાઈટ અને હોટલના ભાવમાં વધારો

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

AC Service Tips: AC ફિલ્ટરને કેટલા દિવસે સાફ કરવું જોઈએ? જાણો ક્યારે કરાવવી જોઈએ ફુલ સર્વિસિંગ

Fridge Tips : ફ્રિજમાં નથી થઈ રહી કુલિંગ? ગરમીમાં તરત ઓન કરી લો આ 5 સેટિંગ્સ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : ભરૂચ ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે પ્રમુખને કહ્યું માંફી માંગો!, સસ્પેન્શન લેટર વાયરલ થતા નોટિસ ફટકારી

Breaking News :  ભરૂચ ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે પ્રમુખને કહ્યું માંફી માંગો!, સસ્પેન્શન લેટર વાયરલ થતા નોટિસ ફટકારી

ભરૂચ : જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ સહ-મંત્રી નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નયના વકીલનું કહેવું છે કે તેમની સામે કોઈપણ કાયદાકીય પ્રક્રિયા કે પક્ષીય નીતિ-નિયમોનું પાલન કર્યા વગર સીધું સસ્પેન્શન લેટર વાયરલ કરવામાં આવ્યું જેના કારણે તેમના સ્વાભિમાન અને માન-સન્માનને ઠેસ પહોંચી છે. આ સમગ્ર મામલે તેમણે પ્રકાશ મોદીને કાનૂની નોટિસ પાઠવી માફી માંગવાની માંગણી પણ કરી છે.

પ્રકાશ મોદીએ લીગલ નોટિસનો જવાબ આપ્યો

નયના વકીલે જણાવ્યું કે તેમની નોટિસના જવાબમાં પ્રકાશ મોદી તરફથી સંતોષકારક સ્પષ્ટતા આપવામાં આવી નથી. તેમના કહેવા મુજબ, નોટિસમાં ઉલ્લેખિત મુખ્ય મુદ્દાઓને અવગણી ઉડાઉ જવાબ આપવામાં આવ્યો છે.

તેમણે ચેતવણી આપી કે હવે તેઓ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરશે અને જરૂર પડશે તો કાયદાકીય રીતે પણ આગળની કાર્યવાહી હાથ ધરશે. એક મહિલા એડવોકેટ તરીકે તેમના સ્વાભિમાનને પહોંચી થયેલી ઠેસ માટે તેઓ ન્યાય મેળવવા લડત ચાલુ રાખશે.

“મારા પતિનો નિર્ણય બંધારણીય અધિકાર” : નયના વકીલ

નયના વકીલે પોતાના પતિ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવાના મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તે તેમના પતિનો સ્વતંત્ર અને બંધારણીય અધિકાર હેઠળ લેવાયેલ નિર્ણય હતો. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે અગાઉ સ્વરાજની ચૂંટણીમાં એક જ પરિવારના સભ્યોને ટિકિટ ન આપવાની નીતિ ઘડી હોવા છતાં ભરૂચ જિલ્લામાં અનેક સ્થળે એ નિયમોનું ઉલ્લંઘન થયું છે. તેમણે દાવો કર્યો કે કેટલાક મોટા હોદ્દેદારોના પરિવારમાં પણ ટિકિટ ફાળવાઈ અને ઉમેદવારો જીત્યા છે.

“મને ટાર્ગેટ બનાવાઈ” : મહિલા અગ્રણીનો આક્ષેપ

નયના વકીલે જણાવ્યું કે માત્ર તેમના પરિવાર સામે જ નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે અન્ય નેતાઓના પરિવારોને ટિકિટ આપવામાં આવી શકે તો તેમના પરિવાર સામે જ કાર્યવાહી કેમ?

તેમણે ધર્મેશ ચાવડા અને નિતેન્દ્રસિંહ દેવધરા જેવા નેતાઓના નામો ઉલ્લેખીને કહ્યું કે તેમના પરિવારમાં પણ ટિકિટ ફાળવાઈ હતી. તેથી જિલ્લા કક્ષાએ પસંદગીપૂર્વક કાર્યવાહી કરીને તેમને ટાર્ગેટ બનાવાયા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે.

પક્ષની શિસ્તના ભાગરૂપે કાર્યવાહી કરાઈ : પ્રકાશ મોદી

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ નયના વકીલના તમામ આક્ષેપોને ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે નયના વકીલ દ્વારા મોકલાયેલી નોટિસ તેમને વ્યક્તિગત રીતે પાઠવાઈ છે જ્યારે કાર્યવાહી ભાજપ જિલ્લા પ્રમુખ અને પક્ષની શિસ્તના ભાગરૂપે કરવામાં આવી હતી.

તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ એક લોકશાહી પક્ષ છે અને ટિકિટ ફાળવણીનો અંતિમ નિર્ણય પક્ષની પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવે છે. તેથી તે માટે વ્યક્તિગત રીતે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં.

પ્રકાશ મોદીએ જણાવ્યું કે નયનાબેનના પતિએ અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જે પક્ષની શિસ્ત વિરુદ્ધનું કાર્ય ગણાય છે.

તેમણે કહ્યું કે નયના વકીલ જિલ્લા સહ-મંત્રી જેવા જવાબદાર પદ પર હતા અને પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય તે માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય પક્ષનો સામૂહિક નિર્ણય હતો અને તેમણે માત્ર તેનો અમલ કર્યો હતો.

નયના વકીલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બદનક્ષી સમાન ગણાવાયા

સોશિયલ મીડિયા પર સસ્પેન્શન લેટર વાયરલ કરવા મુદ્દે પ્રકાશ મોદીએ જણાવ્યું કે વોટ્સએપ દ્વારા લેટર મોકલવો અને સોશિયલ મીડિયા પર તેનો પ્રસાર કરવો પક્ષનો આંતરિક અને સત્તાવાર નિર્ણય હતો.

તેમણે કહ્યું કે તેમાં નયનાબેનની બદનક્ષી કરવાનો કે માનસિક હેરાનગતિ કરવાનો કોઈ ઇરાદો નહોતો. ઉલટાનું નયના વકીલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તેમની પોતાની બદનક્ષી સમાન હોવાનું પણ તેમણે જણાવ્યું.

વિવાદ કાનૂની લડત સુધી પહોંચે તેવી શક્યતા

આ સમગ્ર વિવાદ હવે ભાજપના જિલ્લા સંગઠનથી આગળ પ્રદેશ કક્ષાએ પહોંચે તેવી શક્યતા ઊભી થઈ છે. એક તરફ નયના વકીલ ન્યાય માટે કાનૂની લડતની ચેતવણી આપી રહ્યા છે તો બીજી તરફ પ્રકાશ મોદી પણ કોઈપણ કાનૂની કાર્યવાહીનો “સખત સામનો” કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે. ભરૂચ ભાજપમાં ઊભેલા આ આંતરિક વિવાદે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.

ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ફેન્સિંગ સહાયમાં મોટો વધારો

કર્ણાટકના મુખ્યમંત્રીને લઈ સસ્પેન્સ ખતમ, સિદ્ધારમૈયા આપશે રાજીનામું, DK શિવકુમાર બનશે નવા CM

કર્ણાટકના મુખ્યમંત્રીને લઈ સસ્પેન્સ ખતમ, સિદ્ધારમૈયા આપશે રાજીનામું, DK શિવકુમાર બનશે નવા CM

Motorola Edge 70 Pro+ के लॉन्च से पहले खुलासा, 12GB रैम के साथ 50MP के होंगे 2 कैमरा!

Motorola Edge 70 Pro+ को लेकर चर्चा जोर पकड़ने लगी है। फोन लीक्स के साथ-साथ सर्टिफिकेशंस में भी नजर आ रहा है। Motorola Edge 70 Pro+ के लॉन्च से पहले कई अहम स्पेसिफिकेशंस का खुलासा सामने आया है। फोन को हाल ही में बेंचमार्क लिस्टिंग में देखा गया है जहां पर इसके प्रोसेसर और रैम के बारे में जानकारी मिलती है।

Narmda: મુંબઈ પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી વરખડ ગામમાં પાડી મોટી રેડ, કરોડોનું રેકેટ પકડાયું

ગુજરાતનો દરિયા કિનારો હોય કે ગ્રામ્ય વિસ્તારો, નશાના સોદાગરોએ હવે આંતરિયાળ વિસ્તારોને પોતાના સેફ હેવન બનાવવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. આવી જ એક ચોંકાવનારી ઘટનામાં મુંબઈ પોલીસે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ધમધમતા આંતરરાજ્ય કરોડો રૂપિયાના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક પોલીસ આ આખા નેટવર્કથી તદ્દન અજાણ હતી અને મુંબઈ પોલીસે અહીં આવીને દરોડા પાડતા સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

મુંબઈની હોટલમાંથી ખૂલ્યું નાંદોદનું કનેક્શન

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ આખા ઓપરેશનની શરૂઆત મુંબઈથી થઈ હતી. મુંબઈ પોલીસની ટીમે બાતમીના આધારે ત્યાંની એક હોટલમાં દરોડો પાડીને શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓને દબોચી લીધા હતા. આ શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી ખૂબ જ મોટી માત્રામાં કિંમતી ડ્રગ્સ અને નશાકારક પદાર્થો મળી આવ્યા હતા. મુંબઈ પોલીસે જ્યારે આ બંને આરોપીઓની આગવી ઢબે પૂછપરછ શરૂ કરી ત્યારે ડ્રગ્સ સપ્લાયની ચેઈન સીધી ગુજરાતના નર્મદા જિલ્લાના વરખડ ગામ સુધી લંબાયેલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

બંધ મકાનમાં 15 કલાકથી ઓપરેશન, FSL રિપોર્ટની રાહ

આરોપીઓની કબૂલાતના આધારે મુંબઈ પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક નર્મદા દોડી આવી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને વરખડ ગામમાં આવેલા એક શંકાસ્પદ બંધ મકાન પર ત્રાટકી હતી. પોલીસે આ બંધ મકાનમાંથી પણ ભારે માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થો અને કેમિકલનો જથ્થો શોધી કાઢ્યો છે. છેલ્લા 15 કલાકથી મુંબઈ પોલીસ ઘટનાસ્થળે જ ધામા નાખીને બેઠી છે અને આખા વિસ્તારમાં કિલ્લાબંધી કરી દેવામાં આવી છે.

શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓને દબોચી લીધા 

આ પદાર્થ કયું કેમિકલ ડ્રગ્સ (જેમ કે MD મેફેડ્રોન કે અન્ય સિન્થેટિક ડ્રગ્સ) છે, તેની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવા માટે FSL (Forensic Science Laboratory) ની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે. FSL ની ટીમ દ્વારા નમૂના લઈને તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. આ કેમિકલ ક્યાંથી આવતું હતું અને અહીં ડ્રગ્સ પ્રોસેસિંગ થતું હતું કે માત્ર સ્ટોરેજ, તેનો ખુલાસો એફએસએલના સત્તાવાર રિપોર્ટ બાદ થશે. આ ઘટનાને પગલે ગુજરાત પોલીસની કામગીરી અને ગુપ્તચર વિભાગ (IB) ની નિષ્ફળતા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો:  Chhotaudepur: આમરોલી પાસે કેનાલ નજીક રેશનિંગના મીઠાનો મોટો જથ્થો ફેંકી દેવાયો, આદિવાસીઓમાં ભારે આક્રોશ


Breaking News : શરમજનક હાર બાદ પણ ગુજરાત ટાઈટન્સને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે, જાણો શું છે સમીકરણ

Breaking News :  શરમજનક હાર બાદ પણ ગુજરાત ટાઈટન્સને ફાઇનલમાં પહોંચવાની બીજી તક મળશે, જાણો શું છે સમીકરણ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ધમાકેદાર શરુઆત કરી ક્વોલિફાયર 1 ગુજરાત ટાઈટન્સને એકતરફી મેચમાં હરાવ્યું હતુ. કેપ્ટન રજત પાટીદારે શાનદાર રમત દેખાડી હતી. 93 રનની ઈનિગ્સ રમી હતી. 254નો સ્કોર કર્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમ માત્ર 162 રનમાં જ સમેટાય ગઈ હતી. આ હાર બાદ પણ ગુજરાત ટાઈટન્સની ટીમ પાસે ફાઈનલમાં સ્થાન બનાવવાની તક છે તો ચાલો આજે આપણે આ સમીકરણો વિશે જાણીએ.

પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર

શુભમન ગિલે આરસીબી વિરુદ્ધ ટોસ જીતી આ મેચમાં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેંકટેશ અય્યર અને વિરાટ કોહલીએ ઓપનિંગ કર્યા બાદ કેપ્ટન રજત પાટીદાર મેદાનમાં આવ્યો હતો. તેમણે ઈતિહાસ રચી દીધો હતો. આરસીબીએ પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર બનાવનારી ટીમ બની હતી. રજત પાટીદારે 33 બોલમાં 93 રનની ઈનિગ્સ રમી હતી. જ્યારે વિરાટ કોહલી 46 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ જેકબ ડફીએ 3 વિકેટ લઈ ગુજરાત ટાઈટન્સને દબાણમાં લાવ્યો હતો. રસિક સલામે એક ઓવરમાં 2 વિકેટ લીધી હતી. આરસીબીએ ગુજરાત ટાઈટન્સની આખી ટીમને 162 રનમાં સમેટી લીધી હતી.

ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પહોંચવાના સમીકરણ

લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં રહેનારી ટીમો પ્લેઓફમાં સ્થાન બનાવે છે. પહેલા અને બીજા સ્થાને રહેલી ટીમ ક્વોલિફાયર રમે છે. જેમાં પહેલા ક્વોલિફાયર અને બીજા નંબરની ટીમને રમવાની તક મળે છે. અહી જે ટીમ જીતે છે. તે સીધી આઈપીએલની ફાઈનલમાં પહોંચે છે. આરસીબીએ ગુજરાતને હરાવી ફાઈનલની ટિકિટ પાક્કી કરી છે. હારનારી ટીમ ગુજરાત ટાઈટન્સને બીજી ક્વોલિફાયર રમવાની તક મળે છે.

પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમ એલિમિનેટર મેચ રમે છે. અહી હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થાય છે. જીતનારી ટીમ ક્વોલિફાયર 2માં રમવાની તક મળે છે. ટુંકમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે એલિમિનેટર મેચ જીતનારી ટીમ ગુજરાત ટાઈટન્સ સાથે રમશે. જો શુભમન ગિલની ટીમ અહી જીત મેળવે છે. તો તે સીધી ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે.

 

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Banaskantha News : ધાનેરાના ખેડૂતે રખડતી ગાયો માટે પાંચ વિધામાં તૈયાર બાજરીનો પાક ખુલ્લો મુક્યો

બનાસકાંઠા જિલ્લો હંમેશાં તેની પશુપાલન સંસ્કૃતિ માટે જાણીતો રહ્યો છે.પરંતુ તાજેતરમાં ધાનેરા તાલુકામાંથી ગૌસેવા અને માનવતાનું એક એવું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે જેને જોઈને સૌ કોઈ કામગીરીને બિરદાવી રહ્યાં છે.ધાનેરાના એક ખેડૂતે ઉનાળાની આ કપરી સીઝનમાં રખડતા અને નિરાધાર પશુઓની વહારે આવીને પોતાનો કિંમતી પાક ગૌમાતાને અર્પણ કરી દીધો છે. પાંચ વિઘામાં વાવેલી લીલીછમ બાજરીનો પાક ગાયને ચરવા માટે ખુલ્લો મુકી દીધો છે.

ઘાસચારા વિના ભટકતી ગાયોની દયનીય સ્થિતિ

ધાનેરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ તરક નામના પ્રગતિશીલ ખેડૂતે તેમના ખેતરમાં રાત-દિવસ એક કરીને પાંચ વીઘા જમીનમાં બાજરીનું વાવેતર કર્યું હતું.હાલ એકદમ લીલોછમ બાજરીનો પાક તૈયાર થઈ ગયો હતો.સામાન્ય રીતે ખેડૂત આ સમયે પાકની કાપણી કરીને તેને બજારમાં વેચીને કમાણી કરતો હોય છે.પરંતુ પ્રકાશભાઈએ બજારમાં અને રસ્તાઓ પર ઘાસચારા વિના ભટકતી ગાયોની દયનીય સ્થિતિ જોઈને એક અત્યંત પ્રશંસનીય અને માનવતાભર્યો નિર્ણય લીધો છે.તેમણે લાખો રૂપિયાની કિંમતનો આ તૈયાર પાક વેચવાને બદલે રખડતી ગાયો માટે પોતાના ખેતરના દરવાજા હંમેશા માટે ખોલી દીધા છે.

લાગણી અને સેવાનો આ અદ્ભુત નજારો કેમેરામાં કેદ

અત્યારે બજારમાં ભૂખી તરસી ભટકતી અસંખ્ય ગાયો આ ખેતરમાં આવીને લીલીછમ બાજરી અને અનાજના ડુંડા નિરાંતે ચરી રહી છે અને તૃપ્તિનો અહેસાસ કરી રહી છે.પોતાના જિગરના ટુકડા સમાન મહામૂલા પાકને ગૌમાતા માટે ન્યોછાવર કરી દેવાના પ્રકાશભાઈના આ નિર્ણયની સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે. ગૌમાતા પ્રત્યેની અસીમ લાગણી અને સેવાનો આ અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર લોકો ખેડૂત પ્રકાશભાઈ તરકની આ ઉદારતા અને પરોપકારી સેવાભાવનાને મન મૂકીને બિરદાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ધરતીપુત્ર જ પશુઓની આ સાચી વેદના સમજી શકે.

આ પણ વાંચોઃ Gandhinagar News: 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ

Panna પહેર્યા વિના પણ બુધ ગ્રહ મજબૂત થઈ શકે છે, દર બુધવારે આ 6 સરળ પગલાં અનુસરો

(Disclaimer – આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)

ઘરની બહાર નીકળતા જ રસ્તામાં સ્મશાનયાત્રા દેખાય તો તેને અશુભ ન માનતા, શુકન શાસ્ત્ર અનુસાર આ સંકેત બદલી શકે છે તમારું નસીબ