ગાંધીનગરના સેક્ટર-25 માં આવેલી રાજ સ્કૂલની હોસ્ટેલમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જેમાં શાળાના આચાર્યના પુત્રએ જ એક સગીર વિદ્યાર્થીને બ્લેકમેઈલ કરીને તેની સાથે દુષ્કૃત્ય આચર્યું હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે ખળભળાટ મચી ગયો છે અને શાળાની હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ મામલે પીડિત પક્ષની ફરિયાદના આધારે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં આચાર્યના પુત્ર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આચાર્યના પુત્ર દ્વારા વિદ્યાર્થી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યા બાદ શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાનું સમગ્ર મામલે નિવેદન આવ્યું છે. શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે તપાસ કરાવવાનું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, “તપાસ કરાવીને અહેવાલ મંગાવી લઉં છું.” વિદ્યાર્થી સાથે દુષ્કૃત્યની આ ઘટનાથી સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
શ્રીલંકા પ્રવાસ દરમિયાન વૈભવ સૂર્યવંશી સમાચારમાં છે. જોકે, તેના સમાચારમાં રહેવાનું કારણ તેનું પ્રદર્શન ઓછું અને મેદાન પરની તેની લડાઈ વધુ છે. 15 જૂનના રોજ શ્રીલંકા A સામે સુપર ઓવરમાં ત્રિકોણીય શ્રેણીની મેચ હાર્યા બાદ વૈભવ સૂર્યવંશીનો શ્રીલંકાના એક ખેલાડી સાથે ઝઘડો થયો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જોકે, તે ઝઘડા પછી વૈભવનો પગ કોઈને પગે લાગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર એટલી જ ઝડપથી વાયરલ થયો હતો. પ્રશ્ન એ છે કે શ્રીલંકામાં વૈભવ સૂર્યવંશી કોને પગે લાગ્યો?
શ્રીલંકામાં વૈભવ સૂર્યવંશી કોને પગે લાગ્યો?
જે વીડિયો સામે આવ્યો છે તે મેચ પછીનો છે, જેમાં વૈભવ સૂર્યવંશી અનુરા ટેનેકુનના પગ સ્પર્શ કરીને તેમને સન્માન આપતો જોઈ શકાય છે. અનુરા ટેનેકુન શ્રીલંકાના પ્રથમ ODI કેપ્ટન હતા, જેમણે 1975ના વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેઓ દામ્બુલામાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન વૈભવે અનુરા ટેનેકુન પાસેથી કેટલીક મહત્વપૂર્ણ સલાહ પણ મેળવી. તેમણે વૈભવને કહ્યું કે લોકો શું કહે છે તેની ચિંતા ન કરે. તમારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરો.
Former great of Sri Lanka and one of the finest batters of the country and the captain of the 1st ever World cup in 1975, Anura Tennekoon met a potential future great Vaibhav Sooryavanshi during the Triangular A team series in Dambulla. pic.twitter.com/xYOWMcO6AM
વૈભવ સૂર્યવંશીનો અગાઉ મેદાન પર શ્રીલંકા A ના ખેલાડી સાથે ઝઘડો થયો હતો. સુપર ઓવર રમ્યા પછી પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. શ્રીલંકાના ખેલાડીએ શરૂઆતમાં વૈભવ સૂર્યવંશીને કંઈક કહ્યું, જેના કારણે તેણે તેને ધક્કો માર્યો. શ્રીલંકાના ખેલાડીએ પણ વૈભવને ધક્કો માર્યો. દામ્બુલા મેદાનમાં બનેલી આ ઘટનાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
શ્રીલંકા A સામે વૈભવ 21 રન બનાવી આઉટ
15 જૂનના રોજ શ્રીલંકા A સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ 14 બોલમાં 21 રન બનાવ્યા, જેમાં એક છગ્ગો અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. ઈન્ડિયા A એ પ્રથમ બેટિંગ કરતા 265 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા A પણ 50 ઓવર રમ્યા પછી 265 રન જ બનાવી શક્યું. મેચ ટાઈ થઈ અને સુપર ઓવર રમાઈ, જેમાં ઈન્ડિયા A હારી ગયું.
અમદાવાદ શહેરમાં અનેક સરકારી આવાસ યોજનાઓ છે. વર્ષો જૂની આ આવાસ યોજનાઓના મકાનો હવે જર્જરિત થઈ ગયાં છે. જેથી તેને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આ પ્રકારની 11 આવાસ યોજનાઓ જર્જરિત હોવાના રિપોર્ટ બાદ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે.ગત વર્ષે પણ નોટીસ આપવા છતાં આવાસમાં રહેતા લોકોએ મકાનો ખાલી નહોતા કર્યા જેથી હવે કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.
અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે
અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં સ્થિત આવાસ યોજનાઓ પૈકીની 11 આવાસ યોજનાઓ હાલમાં જર્જરિત હોવાનો રિપોર્ટ ગત વર્ષે આપવામાં આવ્યો હતો. જો કે, મનપાના હાઉસિંગ વિભાગમાં કામગીરી ગોકળગતિ અને ચૂંટણીના કારણે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ચોમાસામાં લોકોએ જર્જરિત થયેલા મકાનોમાં રહેવાની સ્થિતિ ઉભી થઈ છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી પૂર્ણ કરીને પણ હાઉસિંગમાં ટેન્ડર પ્રક્રિયા નહીં થતાં હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તમામ 11 ક્વાટર્સ વિસ્તારમાં અંદાજે 115 બ્લોક મા 3073 મકાનો આવેલ છે.
યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ
આ તમામ આવાસ યોજનાઓમાં રહેતા લોકો મકાનો ખાલી કરવા માટે તૈયાર છે તેમણે મનપાને સંમતિ પણ આપી છે. છતાં મનપાની ધીમી કામગીરીને કારણે લોકોએ ચોમાસામાં પણ હેરાન થવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. દક્ષિણ ઝોનમાં મનપાના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કિશોર પટેલના જણાવ્યા પ્રમાણે, 11 આવાસ યોજનાઓમાં svnitના રિપોર્ટ પ્રમાણે નોટીસો અપાઈ છે. મકાન ખાલી કરવા માટે ડ્રેનેજ કાપવાની પણ કામગીરી કરીએ છીએ. જાહેર નોટીસ પણ આપવામાં આવી છે. મનપાની કામગીરી વચ્ચે પણ લોકો જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે. મકાનોની હાલત જોતા વરસાદમાં કોઈ પણ સમયે ધરાશાયી થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
રાજકોટ શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા અમીન માર્ગ પર સોમવારે એક ચોંકાવનારો કાર અકસ્માત સર્જાયો હતો. અમીન માર્ગથી પસાર થઈ રહેલી એક કારચાલક મહિલાએ અચાનક જ પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી આ કારે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા બાઈક-સ્કૂટર સહિતના વાહનો અને ખાણીપીણીની લારીઓને જોરદાર ટક્કર મારીને હડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પાર્ક કરેલા વાહનો અને લારીઓ હવામાં ઉડ્યા
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના અમીન માર્ગ પર સામાન્ય દિવસોની જેમ જ અવરજવર ચાલુ હતી અને રસ્તાની એક બાજુએ કેટલાક વાહનો પાર્ક કરેલા હતા તથા લારીઓ હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક લક્ઝુરિયસ કારની મહિલાચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે પળવારમાં જ તેણે લાઈનસર ઉભેલા વાહનો અને લારીઓનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, વાહનો હવામાં ફંગોળાયા હતા.
અકસ્માતની સમગ્ર ઘટના કેમેરામાં કેદ
આ ગમખ્વાર અકસ્માતની આસપાસની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ દ્રશ્યો કેદ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે એક બેકાબૂ બનેલી કાર ધડાકાભેર પાર્ક કરેલા વાહનો સાથે અથડાય છે. સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે લારીઓ અને વાહનો પાસે વધુ ભીડ ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે.
ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા
અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના દુકાનદારો અને સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઈન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશી ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 14 બોલમાં 21 રન બનાવ્યા હતા. તે સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નહોતો. આ સાથે જ ત્રિકોણીય શ્રેણીમાં તેની સતત ત્રીજી ફ્લોપ ઈનિંગ નોંધાઈ હતી.
શ્રેણીની પ્રથમ મેચમાં વૈભવે 14 રન બનાવ્યા હતા, જ્યારે અફઘાનિસ્તાન A સામે 44 રનની ઇનિંગ રમી હતી. જોકે, બંને પ્રસંગે તે અડધી સદી સુધી પહોંચી શક્યો નહોતો. હવે શ્રીલંકા A સામે પણ તે 21 રન બાદ આઉટ થતાં તેના પ્રદર્શન પર સવાલો ઉઠવા લાગ્યા છે.
વૈભવની નિષ્ફળતા પાછળનું સૌથી મોટું કારણ તેની આક્રમક બેટિંગ શૈલી માનવામાં આવી રહી છે. તે શરૂઆતથી જ મોટા શોટ રમવાનો પ્રયાસ કરે છે. જ્યારે પિચ બેટિંગ માટે અનુકૂળ હોય ત્યારે આ રીત સફળ રહે છે, પરંતુ ધીમી અને ઓછી ઉછાળાવાળી પિચ પર જોખમ વધી જાય છે.
દાંબુલાની પિચ બેટ્સમેનો માટે પડકારજનક માનવામાં આવે છે. અહીં બોલ બેટ પર મોડો આવે છે અને શોટ રમવા માટે વધુ ધીરજની જરૂર પડે છે. વૈભવ ઘણી વખત બોલના બાઉન્સનો નિર્ણય ઝડપથી લઈ લે છે, જેના કારણે તે ખોટા શોટ રમી બેસે છે અને પોતાની વિકેટ ગુમાવે છે.
વૈભવ સૂર્યવંશી પાસે પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થવા માટે તેને અલગ-અલગ પરિસ્થિતિઓમાં રમવાનું શીખવું પડશે. જો તે પોતાની ટેકનિક અને અભિગમમાં જરૂરી ફેરફાર કરશે, તો આગામી મેચોમાં મોટી ઇનિંગ રમવાની તેની શક્યતા વધી શકે છે. (PC:PTI/X/BCCI)
ભરૂચના અંકલેશ્વરમાં નગરપાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 2 માં આવેલા ઉન્નતિનગરમાં મુખ્ય રોડ પર ગટરના પ્રદૂષિત પાણી ઉભરાવાના કારણે સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, માત્ર એક વર્ષ પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી, જે અત્યારથી જ જામ થઈ જતાં ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે.
આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. રોષે ભરાયેલા રહીશોએ સ્થાનિક નગરસેવકો સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે મોટા-મોટા વાયદાઓ આપીને વોટ માગવા આવનારા નેતાઓ હવે મુશ્કેલીના સમયે ક્યાંય દેખાતા નથી.
બીજી તરફ, આ સમગ્ર વિવાદ અંગે વોર્ડના નગરસેવક વિનય વસાવાએ પોતાનો બચાવ કરતા દાવો કર્યો છે કે, વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી ચાલુ હોવાના કારણે આ એક ‘ટેકનિકલ સમસ્યા’ સર્જાઈ હતી, જેનો હવે તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે સ્થાનિકોના વિરોધને નકારતા ઉમેર્યું હતું કે, રહીશો તરફથી કોઈ વિરોધ નથી પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આ સમગ્ર ઘટનાને ખોટો રાજકીય રંગ આપી રહ્યા છે.
Breaking News : વાવ-થરાદના ભારત માલા હાઈવે પર વાહનોમાંથી ચોરી કરતી ગેરીયા ગેંગ ઝડપાઈ, રૂ. 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત
ઈન્ડિયા A ટીમ માટે શ્રીલંકાનો પ્રવાસ હાલમાં મહત્વપૂર્ણ તબક્કામાં છે. ત્રિકોણીય શ્રેણીમાં દરેક મેચ ટીમ માટે મહત્વ ધરાવે છે. જોકે, શ્રીલંકા A સામેની મહત્વપૂર્ણ મેચ પહેલા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
અહેવાલો મુજબ દાંબુલાના રંગીરી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય ટીમનું પ્રેક્ટિસ સેશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન વૈભવ સૂર્યવંશી નેટ્સમાં બેટિંગ કરી રહ્યો હતો. બેટિંગ દરમિયાન તેને અચાનક અસ્વસ્થતા અનુભવાઈ હતી, જેના કારણે તેણે તરત જ પ્રેક્ટિસ રોકી દીધી હતી.
અસ્વસ્થતા વધતા વૈભવને પ્રેક્ટિસ સેશન અધવચ્ચે છોડીને મેદાનની બહાર જવું પડ્યું હતું. આ ઘટનાએ ટીમ મેનેજમેન્ટ અને ચાહકો બંનેની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને આગામી મેચોને ધ્યાનમાં રાખતા તેની ફિટનેસ મહત્વપૂર્ણ બની ગઈ છે.
શ્રીલંકા A સામેની મેચ ટુર્નામેન્ટના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો વૈભવ સંપૂર્ણપણે ફિટ નહીં હોય તો સાવચેતીના ભાગરૂપે તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. જોકે ટીમ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
વૈભવ સૂર્યવંશીનું આ ટૂર્નામેન્ટમાં પ્રદર્શન મિશ્ર રહ્યું છે. શરૂઆતની મેચમાં તે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ અફઘાનિસ્તાન A સામે તેણે 44 રનની ઝડપી અને આક્રમક ઇનિંગ રમીને પોતાની ક્ષમતા દર્શાવી હતી. હવે મેડિકલ ટીમ તેના ફિટનેસ રિપોર્ટ પર શું નિર્ણય લે છે અને તે આગામી મેચમાં રમશે કે નહીં તેના પર સૌની નજર રહેશે. (PC:PTI/X/BCCI)