વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Aamir Khan-રેખાની આ ફિલ્મ ક્યારેય થઈ નહોતી રિલીઝ, વર્ષો બાદ એક્ટ્રેસે વ્યક્ત કરી ઈચ્છા

2. El Ninoની અસર, ચોમાસા પર સંકટ સાથે દેશમાં મોંઘવારી વધવાનો મોટો ખતરો, જાણો નવો રિપોર્ટ

3. IND Vs PAK: ભારત સામે પાકિસ્તાનનો કેવો છે રેકોર્ડ? હેડ ટુ હેડમાં જમીન-આસમાનનો તફાવત

4. Suratના સલાબતપુરામાં ‘સંસ્કારી ચોર’નો અનોખો કિસ્સો, પહેલા ચોરી કરી બાદમાં CCTV સામે હાથ જોડીને માંગી માફી!

5. FPIનો મૂડ હજુ પણ નથી સુધરી રહ્યો, જૂન મહિનાના બે અઠવાડિયામાં 62,000 કરોડની કરી વેચવાલી

6. Hormuz Strait ખુલશે તો UAE અને સાઉદીને થશે સૌથી મોટો ફાયદો! જાણો કારણ

7. PM Modi France Visit: ભારત AI અને નવીનતાના ક્ષેત્રમાં બની રહ્યુ છે નવી તાકાતઃ પીએમ મોદી

8. Ahmedabad News: રખડતાં પશુ કરતાં શ્વાન અને બિલાડીનો ડર વધ્યો, 3 મહિનામાં ફરિયાદોનો ઢગલો થયો

9.  Business News : ICICI બેન્કે 5 દિવસમાં જ રોકાણકારોને કરાવી 56,000 કરોડની કમાણી, જાણો અન્ય ટોપ 9 કંપનીઓની સ્થિતિ

10.  Haunted 3D એ બોક્સ ઓફિસ પર આપ્યો મોટો ઝટકો! 2 દિવસની કમાણીમાં કંગના રનૌત અને ઇમ્તિયાઝ અલીની ફિલ્મો ધોવાઈ

Ahmedabad News: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો ઉડાઉ જવાબ, ‘પાણી તો ભરાશે જ’

ચોમાસાની ઋતુ નજીક આવતાની સાથે જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. દર ચોમાસે પાણી-પાણી થઈ જતા ઓઢવ વિસ્તારની મધુમાલતી હાઉસિંગ સોસાયટીના રહીશો આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિનો સામનો કરવા મજબૂર બને તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. આ તરફ જનતાની ચિંતા દૂર કરવાના બદલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપેલા નિવેદનથી સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે.

ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ લીધી હતી મુલાકાત

ઓઢવની મધુમાલતી સોસાયટીમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસા દરમિયાન ઘૂંટણસમા પાણી ભરાવવાની ગંભીર સમસ્યા છે. ગત ચોમાસામાં આ વિસ્તારમાં સતત બે થી ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા હતા, જેના કારણે લોકોના ઘરોમાં નુકસાન થયું હતું અને પીવાના પાણીની પણ તકલીફ ઊભી થઈ હતી. આ વિસ્તારની ગંભીરતાને જોઈને ભૂતકાળમાં તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી સહિતના અનેક મોટા નેતાઓએ આ સોસાયટીની મુલાકાત લીધી હતી, પરંતુ વર્ષો વીતવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.

બાજુની ગટર લાઈન અને તળાવ બને છે મુસીબત

સ્થાનિકોનો દાવો છે કે, સોસાયટીની બિલકુલ બાજુમાંથી જ મુખ્ય ગટર લાઈન પસાર થાય છે. ચોમાસામાં વરસાદી પાણીની સાથે આ ગટરના ગંદા પાણી પણ બેક મારે છે અને સોસાયટીમાં ભરાઈ જાય છે. આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય સતત રહે છે. ગયા વર્ષે ભરાયેલા ગંદા પાણીના ડાઘ અને નિશાનીઓ આજે પણ સોસાયટીના જાહેર માર્ગો અને દીવાલો પર સ્પષ્ટ જોઈ શકાય છે. તંત્ર દ્વારા માત્ર પેવર બ્લોકની કામગીરી કરીને સંતોષ માની લેવાયો છે, પરંતુ પાણીના નિકાલની મુખ્ય લાઈનનું કામ હજુ પણ અધૂરું છે.

“પાણી તો ભરાશે…” – સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલ

સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે, તંત્ર હજુ મહદ્ અંશે જ સફળ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં મધુમાલતી સોસાયટીમાં 2-3 દિવસ સુધી પાણી ભરાતા હતા, કારણ કે બાજુનું તળાવ ઓવરફ્લો થતું હતું. હવે એ તળાવ ખાલી કરવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી પાણી ભરાવાની શક્યતા 40 % જેટલી ઓછી થઈ છે, પરંતુ મધુમાલતી સોસાયટીમાં પાણી તો ભરાશે જ.

ચેરમેનના આ નિવેદન બાદ સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ છે. લોકોનું કહેવું છે કે, જો કરોડો રૂપિયાના ટેક્સ વસૂલ્યા પછી પણ તંત્ર ચોમાસામાં પાણી ભરાશે તેવું ખુલ્લેઆમ કહેતું હોય, તો પ્રિ-મોન્સૂન કામગીરીના નામે થતા કરોડોના ખર્ચા ક્યાં જાય છે?

આ પણ વાંચો – Ahmedabad News: મેમ્કો વિસ્તારમાં પ્રદૂષિત પાણીના લીધે રોગચાળો વકર્યો, તંત્રની ઘોર બેદરકારી

Dhrangadhraના કંટાવાના જંગલમાં એક યુવકનો ઝાડ પર લટકતો મૃતદેહ મળતાં મચ્યો ખળભળાટ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રાના કંટાવા વિસ્તારમાં આવેલા જંગલમાંથી એક અજ્ઞાત યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવકની લાશ જંગલમાં ઝાડ સાથે લટકતી હોવાની અને તેના બંને હાથ દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવતા આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

મૃતક વિરેન્દ્રગઢ ગામનો હોવાનું ખૂલ્યું

ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ થઈ ચૂકી છે. આ યુવાન ધ્રાંગધ્રા તાલુકાના જ વિરેન્દ્રગઢ ગામનો રહેવાસી સંજય રમેશભાઈ ધામેચા હોવાનું સામે આવ્યું છે. યુવકનો મૃતદેહ આવી રહસ્યમય અને દર્દનાક સ્થિતિમાં મળી આવતા તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

પરિવારે વ્યક્ત કરી હત્યાની આશંકા

સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે જો યુવકે આપઘાત કર્યો હોય તો તેના બંને હાથ પાછળથી દોરડા વડે કેવી રીતે બંધાયેલા હોઈ શકે? આ જ કારણોસર મૃતકના શોકાતુર પરિવારજનોએ સંજયની હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારની માંગણી અને કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને, પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લીધો છે. મોતનું ચોક્કસ કારણ અને ઊંડાણપૂર્વકની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે તે માટે સંજયના પાર્થિવ દેહને રાજકોટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

El Nino Alert : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અંબાલાલ પટેલની નવી આગાહી, અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી

El Nino Alert : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અંબાલાલ પટેલની નવી આગાહી, અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી

ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 15 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. આ વરસાદ ખેડૂતો તેમજ ગરમીથી પરેશાન લોકોને થોડોક રાહત આપશે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓ 15 જૂન પછી વધુ સક્રિય બનશે. ખાસ કરીને 20 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો અને વ્યાપક વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વરસાદી માહોલ જામે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું ધીમે ધીમે ગતિ પકડશે.

વહેલા વરસાદની વાત કરીએ તો 13, 14 અને 15 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત, 16 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જોકે, ચોમાસાનો સારો અને વ્યાપક વરસાદ 20 જૂન બાદ શરૂ થવાની શક્યતા વધુ છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 7 જુલાઈ સુધીમાં ચોમાસું દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે. જેના કારણે આગામી અઠવાડિયાઓમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે.

અલ નીનોની અસરને લઈને ચિંતા

ચોમાસા અંગેની આગાહી વચ્ચે અલ નીનોની અસર પણ ચર્ચાનો વિષય બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આ વર્ષે અલ નીનોની અસર ચોમાસા પર જોવા મળી શકે છે. તેના કારણે દેશમાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનોની અસરને કારણે વરસાદના વિતરણમાં અસમાનતા જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત સર્જાઈ શકે છે. સરેરાશ વરસાદમાં લગભગ 10 ટકા સુધી ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અલ નીનો અંગે અંબાલાલ પટેલનું અનુમાન

અલ નીનો અંગે અંબાલાલ પટેલે પણ ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળી શકે છે. જોકે, તેમણે જણાવ્યું કે અલ નીનોના કારણે તમામ વિસ્તારોમાં સમાન અસર નહીં થાય. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલના મતે, જુલાઈ મહિનામાં વરસાદની સારી સિસ્ટમ વિકસવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. તેમ છતાં, જુલાઈ દરમિયાન પણ અલ નીનોની અસર અનુભવાઈ શકે છે અને વરસાદના પેટર્નમાં ફેરફાર જોવા મળી શકે છે.

એકંદરે, ગુજરાતમાં ચોમાસાની મુખ્ય ગતિવિધિઓ 20 જૂન બાદ તેજ બનવાની શક્યતા છે, પરંતુ અલ નીનોના કારણે વરસાદના પ્રમાણ અને વિતરણ પર અસર પડી શકે છે. તેથી ખેડૂતો સહિત તમામ વર્ગના લોકો માટે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ

Bharuchના હાંસોટમાં પાવરગ્રીડની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: ખેતરોમાં ગેરકાયદે રસ્તો બનાવતા જમીનને વ્યાપક નુકસાન

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાંથી ખેડૂતોના આક્રોશ અને વહીવટી તંત્ર સામેના વિરોધ પ્રદર્શનના મોટા સમાચાર સામે આવ્યા છે. હાંસોટના ઇલાવ ગામેથી પસાર થતી પાવરગ્રીડ લાઈન અને તેના ટાવર ઊભા કરવાની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ ફરી એકવાર એક થઈને ભારે વિરોધ નોંધાવ્યો છે. પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના મનસ્વી રીતે કામગીરી આગળ વધારવામાં આવતા હનનનો ભોગ બનેલા જગતના તાતમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

ખેતરોમાં રસ્તો બનાવી વાહનો ઘુસાડ્યાનો આક્ષેપ

ગ્રામજનો અને પીડિત ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પાવરગ્રીડ ટાવર ઊભા કરવા માટે કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા તેમના ઊભા પાક વાળા ખેતરોમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. આ કાચા રસ્તા પરથી દિવસ-રાત કંપનીના ભારે માલવાહક વાહનો અને મશીનરી પસાર કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી વિના આ રીતે વાહનોની અવરજવર થવાના કારણે ખેતીલાયક જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને મોંઘોદાટ પાક કચડાઈ રહ્યો છે.

રોષે ભરાયેલા ખેડૂતોની એક જ માંગ: “ખેતીની જમીન બચાવો”

આ ગંભીર નુકસાની અને અન્યાય સામે ઇલાવ ગામના ખેડૂતોએ એકત્રિત થઈને પાવરગ્રીડની ચાલતી કામગીરીને અટકાવીને પોતાનો સખત વાંધો ઉઠાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે જો વહીવટી તંત્ર અને કંપની આ જ રીતે મનમાની કરશે તો તેમની આજીવિકાનું એકમાત્ર સાધન એવી જમીન સંપૂર્ણપણે બંજર બની જશે. સ્થાનિક ખેડૂતોએ એકસૂરે વહીવટી તંત્ર પાસે પોતાની કિંમતી ખેતીની જમીન બચાવવાની અને ગેરકાયદે ઘૂસણખોરી બંધ કરાવી યોગ્ય વળતર અપાવવાની ઉગ્ર માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Breaking News: ધર્મશાલામાં 25-25 ઓવરની મેચ, ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જાણો પ્લેઈંગ 11

Breaking News: ધર્મશાલામાં 25-25 ઓવરની મેચ, ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, જાણો પ્લેઈંગ 11

IPL બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સિરીઝ શરુ થઈ હતી, જેની એકમાત ટેસ્ટ જીત્ય બાદ હવે ભારતીય ટીમની નજર વનડે સિરીઝ જીતવા પર છે. વરસાદના કારણે મેચમાં ટોસ મોડેથી થયો હતો. ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો હતો અને કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ધર્મશાલામાં 25-25 ઓવરની મેચ

ભારત અને અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ બાદ હવે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆત થઈ છે. જોકે ધર્મશાલામાં યોજાયેલી આ પહેલી મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું, જેના કારણે ટોસમાં વિલંબ થયો હતો. વારસદ બાદ મેચ મોદી શરુ થવાની હોવાથી મેચની ઓવર ઘટાડવામાં આવી હતી. મેચ 25-25 ઓવરની મેચ રમાશે.

 

શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. વાદળછાયું વાતાવરણ છે, તેથી મને લાગે છે કે બોલરોને મદદ મળશે. મને લાગે છે કે તે બેટિંગ કરવા માટે પણ સારી વિકેટ હશે. શરૂઆતની ઓવરોમાં, થોડી સીમ મૂવમેન્ટ થઈ શકે છે, પરંતુ પવન શાંત થયા પછી, મને લાગે છે કે તે ખરેખર સારી વિકેટ હશે. અમે બે ડેબ્યુટર્સ સાથે જઈ રહ્યા છીએ: ગુર્નૂર બ્રાર અને હર્ષ દુબે આજે ડેબ્યુ કરશે. યશસ્વી જયસ્વાલ, પ્રિન્સ યાદવ અને કુલદીપ યાદવ આજની મેચમાં નહીં રમે.

અફઘાનિસ્તાનના કેપ્ટને શું કહ્યું?

ટોસ હાર્યા બાદ અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી કહ્યું કે અમે પણ પહેલા કરવા માંગતા હતા. આ પહેલીવાર છે જ્યારે અમે ભારત સામે તેમની પરિસ્થિતિમાં રમી રહ્યા છીએ. તેથી બંને પક્ષો માટે આ એક મુશ્કેલ મેચ રહેશે રહ્યું છે અને અમે તે પડકાર માટે ઉત્સાહિત અને તૈયાર છીએ અને આશા છે કે અમે અહીં સારું પ્રદર્શન કરીશું. અમારી પાસે બે સીમર્સ, એક ઓલરાઉન્ડર અને ત્રણ સ્પિનર્સનું કોમ્બિનેશન છે.

 

અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકિપર), સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (સી), અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ સફી, એએમ ગઝનફર, ઝિયા ઉર રહેમાન શરીફી.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકિપર), શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, ગુરનૂર બ્રાર, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.

FIFA World Cup: અમેરિકાએ કર્યા આટલા બધા ગોલ, જીત સાથે શાનદાર શરૂઆત, પહેલી જ મેચમાં ઈતિહાસ રચ્યો

રેકોર્ડ હાઈથી ‘સોનું’ ધડામ! ચમક ફીકી પડી કે ખરીદવાની ‘ગોલ્ડન તક’? જાણો કડાકા પાછળનું ‘અસલી ગણિત’

સરકારી તેલ કંપનીએ જાહેર કર્યું છેલ્લા 4 વર્ષનું ‘સૌથી મોટું ડિવિડન્ડ’, રોકાણકારો થશે ‘માલામાલ’

Suratમાં ઓટોરિક્ષા ગેંગ અને ગુનાખોરી ડામવા પોલીસ એક્શનમાં: લસકાણા પોલીસનો નવતર પ્રયોગ

સુરત શહેરમાં ઓટોરિક્ષામાં મુસાફરી કરતા નાગરિકો સાથે થતી ચીટીંગ, ચોરી અને ગુનાખોરીની ઘટનાઓ પર લગામ લગાવવા માટે લસકાણા પોલીસે એક પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધર્યો છે. લસકાણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ રિક્ષા ચાલકોને એકઠા કરીને એક વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ મુહિમ અંતર્ગત વિસ્તારમાં દોડતી તમામ ઓટોરિક્ષાઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી અને કાયદેસરની રિક્ષાઓનો એક મજબૂત ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી શંકાસ્પદ વાહનોને અલગ તારવી શકાય.

સુરક્ષા માટે પોલીસનું અધિકૃત સ્ટીકર અને ડેટાબેઝ

આ નવતર પ્રયોગના ભાગરૂપે લસકાણા પોલીસ દ્વારા તમામ ચકાસાયેલી રિક્ષાઓ પર એક ખાસ અધિકૃત સ્ટીકર લગાવવામાં આવ્યું છે. આ સ્ટીકર જે-તે રિક્ષા ચાલકની સંપૂર્ણ ઓળખ અને પોલીસ વેરિફિકેશન થઈ ગયું હોવાની સાબિતી છે. પોલીસ દ્વારા તૈયાર કરાયેલા ડેટાબેઝમાં રિક્ષા ચાલકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને વાહનના કાગળોની વિગતો નોંધવામાં આવી છે. આ ડિજિટલ અને ફિઝિકલ રેકોર્ડના કારણે હવે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ આચરીને રિક્ષા ચાલક સરળતાથી ભાગી શકશે નહીં.

નાગરિકોની સુરક્ષા અને અસામાજિક તત્વો પર અંકુશ

લસકાણા પોલીસના આ અભિયાન પાછળનો મુખ્ય હેતુ સુરતની જનતા, ખાસ કરીને મહિલાઓ અને રાત્રિના સમયે મુસાફરી કરતા નાગરિકોની સુરક્ષામાં વધારો કરવાનો છે. અવારનવાર ઓટોરિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને લૂંટ ચલાવતી ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે આ સ્ટીકરવાળી રિક્ષાઓમાં બેસવાથી મુસાફરો સુરક્ષિત અનુભવશે. આ સાથે જ રિક્ષાના વ્યવસાયની આડમાં ગુનાખોરી આચરતા અસામાજિક તત્વો પર સીધો અંકુશ મેળવી શકાશે અને લસકાણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Breaking News: ન્યૂઝીલેન્ડના નંબર-1 ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ, ચાલુ સિરીઝની વચ્ચે લીધો મોટો નિર્ણય

Breaking News: ટીમ ઈન્ડિયાનો આયર્લેન્ડ પ્રવાસ થશે રદ ? બેલફાસ્ટમાં રમખાણોએ BCCIની વધારી ચિંતા

Breaking News: TMC તૂટતાની સાથે જ મમતા બેનર્જી પર આવી ‘નવી આફત’, એક ભાષણ મામલે દીદી વિરૂદ્ધ ‘FIR’

Breaking News: TMC તૂટતાની સાથે જ મમતા બેનર્જી પર આવી ‘નવી આફત’, એક ભાષણ મામલે દીદી વિરૂદ્ધ ‘FIR’

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તૂટીને વિખેરાઈ ગઈ છે. 28 વર્ષ જૂની ટીએમસી (TMC) પાર્ટી 28 દિવસ પણ પોતાની હાર પચાવી શકી નથી. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરો બધા ભાગી રહ્યા છે.

કોલકાતાથી લઈને દિલ્હી સુધી મમતા વિરુદ્ધ બગાવત થઈ રહી છે. નાના-મોટા તમામ નેતાઓમાં પાર્ટી છોડવા માટે હોડ મચી છે. આ દરમિયાન મમતા બેનર્જી પર વધુ એક મુસીબત આવી ગઈ છે. કોલકાતામાં મમતા બેનર્જી વિરુદ્ધ પોલીસે એફઆઈઆર (FIR) નોંધી લીધી છે.

શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, માર્ચ 2026માં એક રાજકીય ભાષણ દરમિયાન મમતાએ ચેતવણી આપી હતી કે, જો કોઈ ખાસ સમુદાય એક થઈ જાય, તો તેના બીજા લોકો માટે ગંભીર પરિણામો આવી શકે છે. મમતાના જાહેર ભાષણનો હવાલો આપીને એક વેપારીએ હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને હવે કોલકાતા પોલીસે એફઆઈઆર (FIR) તરીકે નોંધી લીધી છે.

અભિષેક બેનર્જીની પૂછપરછ

બીજી તરફ મમતાના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી વિરુદ્ધ પણ પોલીસે પહેલાથી જ એફઆઈઆર (FIR) નોંધી રાખેલી છે. ગુરુવારે સીઆઈડી (CID) એ અભિષેક બેનર્જીની પૂછપરછ કરી છે. નકલી સહીના મામલામાં ગુરુવારે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી બંગાળ CID સમક્ષ હાજર થયા હતા. અભિષેક હાઈકોર્ટના આદેશ બાદ CID સમક્ષ હાજર થયા હતા.

સાડા પાંચ કલાક સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન સીઆઈડીના અધિકારીઓએ અભિષેક પાસેથી તેમની ડાયરી વિશે પણ માહિતી મેળવી હતી. સૂત્રોનું માનીએ તો, સીઆઈડીએ અભિષેકને એ ડાયરી લઈને આવવા કહ્યું હતું, જેમાં ધારાસભ્યોની સહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. હવે સીઆઈડીએ અભિષેકને 14 જૂનના રોજ ફરીથી પૂછપરછ માટે બોલાવ્યા છે. સીઆઈડીની ઓફિસથી નીકળીને અભિષેક સીધા મમતાના ઘરે પહોંચ્યા હતા.

પોલીસે જહાંગીર ખાનનું સરઘસ કાઢ્યું

આ ઉપરાંત પોલીસે ફલતામાં ટીએમસી નેતા જહાંગીર ખાનનું સરઘસ (પરેડ) કાઢ્યું છે. જહાંગીર ખાનને હાફ પેન્ટમાં ફલતાના એ રસ્તાઓ અને ગલીઓમાં ફેરવવામાં આવ્યો, જ્યાં ક્યારેક જહાંગીર ખાનનો હુકમ ચાલતો હતો. જણાવી દઈએ કે, જહાંગીર ખાન પર જબરન વસૂલાત (તોડબાજી), ગેરકાયદેસર કબજો અને લોકોને ધમકાવવાના આરોપો છે.

Breaking News : સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ પંપ પરથી હવે આ ગ્રાહકોને નહીં મળે Petrol-Diesel, જાણો શું છે કારણ