Oppo Enco Air 5 ईयबड्स लॉन्च, 54 घंटे की बैटरी, धांसू ANC फीचर से लैस, जानें कीमत

Oppo Enco Air 5 ईयरबड्स को कंपनी ने लेटेस्ट ऑडियो वियरेबल के रूप में लॉन्च कर दिया है। ये ईयरबड्स धांसू एक्टिव नॉइज कैंसिलेशन फीचर से लैस किए गए हैं। कंपनी का दावा है कि ये 54 घंटे तक का सिंगल चार्ज बैटरी बैकअप दे सकते हैं। इनमें 12mm के डाइनेमिक ड्राइवर मिलते हैं।

ઈટલીના PMના પરિવારથી લઈ પગાર તેમજ પરિવારમાં કોણ કોણ છે જાણો

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Surat: UK-કેનેડાની વર્ક પરમિટના નામે10.18 લાખની ઠગાઈ, સોશિયલ મીડિયાની એડ જોઈ મહિલા એજન્ટ જ ભેરવાઈ

વિદેશ જવાના અને ત્યાં જઈને લાખો રૂપિયા કમાવવાના સપના જોતા યુવાનોને શિકાર બનાવતી વધુ એક આંતરરાજ્ય વિઝા ઠગ ગેંગનો પર્દાફાશ થયો છે. આ વખતે ઠગોએ સામાન્ય નાગરિકોને નહીં, પરંતુ વિઝા કન્સલ્ટિંગ ક્ષેત્રે કામ કરતી સુરતની એક મહિલા એજન્ટને જ પોતાની માયાજાળમાં ફસાવીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર યુકે (United Kingdom) અને કેનેડા (Canada) ની વર્ક પરમિટ વિઝા આપવાની જાહેરાત જોઈને આ આખી છેતરપિંડી આચરવામાં આવી છે.

જાહેરાત જોઈને સંપર્ક કર્યો અને છેતરાયા

મળતી વિગતો અનુસાર, સુરતની પીડિત મહિલા એજન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશની વર્ક પરમિટ સરળતાથી અપાવવાની એક આકર્ષક એડવર્ટાઇઝમેન્ટ જોઈ હતી. પોતે વિઝાના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાથી, તેણે પોતાની પાસે આવેલા અન્ય ૧૮ સ્થાનિક યુવકોને વિદેશ મોકલવા માટે આ જાહેરાત આપનાર એજન્સીનો સંપર્ક કર્યો હતો. સામે પક્ષેથી વિઝા પ્રોસેસિંગ ફી અને દસ્તાવેજોના નામે અલગ-અલગ તબક્કે નાણાંની માગણી કરવામાં આવી હતી.

ખરાઈ કર્યા વિના ચૂકવ્યા 10.18 લાખ

મહિલા એજન્ટે સામેવાળી વ્યક્તિઓની ઓફિસ, લાયસન્સ કે વિઝાની અધિકૃતતાની કોઈપણ પ્રકારની ચોક્કસ ખરાઈ (વેરિફિકેશન) કર્યા વિના જ આંધળો વિશ્વાસ મૂકી દીધો હતો. તેણે તમામ ૧૮ યુવકો પાસેથી ફાઈલ ચાર્જ પેટે મેળવેલા કુલ રૂપિયા ૧૦,૧૮,૦૦૦ (દસ લાખ અઢાર હજાર) ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. નાણાં ચૂકવાઈ ગયા બાદ પણ જ્યારે લાંબા સમય સુધી વિઝા ન આવ્યા અને સામે પક્ષેથી ગોળ-ગોળ જવાબો મળવા લાગ્યા, ત્યારે મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજું, પવનની દિશા બદલાતા અસહ્ય ઉકળાટથી જનજીવન પ્રભાવિત

21 મેના મહત્વના સમાચાર : વિદેશ પ્રવાસ પૂર્ણ થતાં જ PM મોદી એક્શનમાં, સાંજે કેબિનેટ પ્રધાનો સાથે યોજશે મહત્વપૂર્ણ બેઠક

21 મેના મહત્વના સમાચાર : વિદેશ પ્રવાસ પૂર્ણ થતાં જ PM મોદી એક્શનમાં, સાંજે કેબિનેટ પ્રધાનો સાથે યોજશે મહત્વપૂર્ણ બેઠક

આજે 21 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

PM Modi Italy : રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર! મેલોનીએ પીએમ મોદીનું સ્વાગત કરી શેર કરી સેલ્ફી

PM Modi Italy : રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર! મેલોનીએ પીએમ મોદીનું સ્વાગત કરી શેર કરી સેલ્ફી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે ઇટાલી પહોંચ્યા હતા. જે તેમના પાંચ દેશોના પ્રવાસના અંતિમ અને પાંચમા તબક્કામાં છે. રાજધાની રોમમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી એન્ટોનિયો તાજાનીએ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું તે દરમિયાન ત્યાં ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. રોમની હોટલમાં પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય અને સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન તેમજ વાદ્ય સંગીત રજૂ કરવામાં આવ્યું હતું.

હું રોમ, ઇટાલીમાં ઉતર્યો છું: પ્રધાનમંત્રી

વડાપ્રધાનએ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હું રોમ, ઇટાલીમાં ઉતર્યો છું. હું રાષ્ટ્રપતિ સર્જિયો માટ્ટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરીશ અને વાટાઘાટો કરીશ. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઇટાલી વચ્ચે સહયોગને મજબૂત બનાવવાનો છે, ખાસ કરીને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) પર ધ્યાન કેન્દ્રિત કરીને. સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-2029 ની પણ સમીક્ષા કરવામાં આવશે.” હું સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) ના મુખ્યાલયની પણ મુલાકાત લઈશ, જે બહુપક્ષીયતા અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે.

ભારત-ઇટાલી સંબંધો મજબૂત

ભારત અને ઇટાલીના સંબંધો તાજેતરના વર્ષોમાં ઝડપથી મજબૂત થયા છે. બંને પક્ષો સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-2029 ને સક્રિયપણે અનુસરી રહ્યા છે. જે ઘણા ક્ષેત્રોમાં સહયોગ માટે એક વ્યાપક માળખું છે. 2025માં બંને દેશો વચ્ચે વેપાર $16.77 અરબ સુધી પહોંચ્યો હતો, જ્યારે ઇટાલીથી ભારતમાં કુલ વિદેશી રોકાણ $3.66 અરબ નોંધાયું હતું. આ રોકાણોમાં સંરક્ષણ અને સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને લોકો-થી-લોકોના આદાનપ્રદાનનો સમાવેશ થાય છે.

જ્યોર્જિયા મેલોનીએ સેલ્ફી કરી શેર

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના ખાસ આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાત પીએમ મોદીની ઇટાલીની પ્રથમ સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત છે. મેલોનીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદી સાથેનો ફોટો શેર કરીને તેમનું સ્વાગત કર્યું. કેપ્શનમાં, મેલોનીએ લખ્યું, “રોમમાં આપનું સ્વાગત છે, મારા મિત્ર!” પીએમ મોદી અગાઉ તેમના પ્રવાસ દરમિયાન નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લઈ ચૂક્યા છે.

આ પણ વાંચો, નાના શહેરો માટે સરકારનો મોટો પ્લાન: આ રાજ્યો સહિત ગુજરાતમાં ઊભા કરાશે 56 નવા EV ચાર્જિંગ સ્ટેશન!

Gujarat News : રાજ્યમાં RTOનું વાહન પોર્ટલ ઠપ્પ થતાં 25 હજારથી વધુ અરજીઓ અટવાઈ

રાજ્યમાં મંગળવારે ફરી NICના લીધે ‘વાહન’ પોર્ટલ ખોરવાતા ફરી મુશ્કેલી ઊભી થઈ હતી. 25 હજારથી વધુ અરજીઓ અટવાઈ ગઈ હતી અને RTOમાં અરજદારોને ધરમધક્કો પડ્યો હતો. વાહન પોર્ટલ બંધ હોવા છતાં તંત્ર દ્વારા સોશિયલ મીડિયાથી કોઈ સત્તાવાર જાણ કરાઈ નહોતી, જેના લીધે આકરા તાપમાં સમયસર પહોંચેલા અરજદારોને કલાકો સુધી બેસાડી રખાતા તેઓ પરેશાન થઈ ગયા હતા. RTOમાં મંગળવારે ઓફ્લાઇન કામ બંધ હતું તો વાહન રજિસ્ટ્રેશન, પરમીટ સહિતની ઓનલાઈન કામગીરી પણ અટકી ગઈ હતી. જેના લીધે કેટલાક વાહન ડીલરોના શો-રૂમ પર ગ્રાહકોનો કકળાટ જોવા મળ્યો હતો.

ઉચ્ચ અધિકારીઓનું NICનું રટણ ચાલુ રહ્યું

વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓનું NICનું રટણ ચાલુ રહ્યું હતું અને વિવિધ એપોઈન્ટમેન્ટ રિશીડ્યુલ કરી આપી હતી. બુધવારે પોર્ટલ અંગે તપાસ કર્યા પછી જ અરજદારોને RTO કચેરીમાં આવવા અપીલ કરાઈ છે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગની ઘોર બેદરકારી અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના સર્વરમાં ગત સપ્તાહમાં ચાર દિવસ ટેકનિકલ ખામી બાદ મંગળવારે સવારથી જ પોર્ટલ સંપૂર્ણપણે બંધ રહેતા રાજ્યભરની RTO કચેરીઓમાં આવેલા હજારો અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં વાહન પોર્ટલ ઠપ થવાના લીધે નવા વાહનની ઓનલાઈન રજિસ્ટ્રેશન, રેગ્યુલર નંબર, HSRP, વાહનમાં લોન દાખલ, લોન કેન્સલ, જૂના વાહનો ટ્રાન્સફર, અન્ય રાજ્યના વાહન ટ્રાન્સફર, ટ્રાન્સપોર્ટ વાહનની પરમીટ સહિતની ઓનલાઈન અને ઓફ્લાઈન મળી 25 હજારથી વધુ અરજીઓ અટવાઈ પડી હતી.

અધિકારીઓ માત્ર મીટિંગોમાં વ્યસ્ત છે

આશ્ચર્યની વાત એ છે કે, વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ આ સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં રસ હોય તેમ લાગતું નથી. અધિકારીઓ માત્ર મીટિંગોમાં વ્યસ્ત છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર નીચેના સ્તરના RTO અધિકારીઓ કે અરજદારોને સાચી હકીકત જણાવવામાં આવતી નથી. નવા વાહનોના રજિસ્ટ્રેશન ન થવાને કારણે ઓટોમોબાઈલ સેક્ટર પર પણ તેની માઠી અસર પડી છે. વાહન ડીલરોના શો-રૂમ પર ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. ડીલરોનું કહેવું છે કે પોર્ટલ ન ચાલવાને કારણે તેઓ ગ્રાહકોને વાહનની ડિલિવરી આપી શકતા નથી. બીજી તરફ, તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા અંગે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની એડવાઈઝરી જાહેર ન કરાતા અરજદારોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: JPCની ટીમનો ગુજરાતમાં આજે બીજો દિવસ, CM સહિત રાજકીય નેતાઓની મિટિંગ

Breaking News : અમિતાભ બચ્ચનને શું થયું? મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જાણો હેલ્થ અપડેટ

Breaking News : અમિતાભ બચ્ચનને શું થયું? મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જાણો હેલ્થ અપડેટ

બોલિવુડના મહાનાયક અને ચાહકોના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લઈ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ સાથે જોડાયેલા સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ચિંતા કરવાની કોઈ વાત નથી. તે રુટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા. હવે તે સ્વસ્થ છે. અમિતાભ બચ્ચન બોલિવુડના એક એવા અભિનેતા છે. જે પાંચ દાયકાથી વધુ લાંબા સમય સુધી લોકોનું મનોરંજન કરતા આવી રહ્યા છે.

અમિતાભ બચ્ચન ફિલ્મો દ્વારા તો લોકોનું મનોરંજન કરે છે. સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા હોય છે. ચાહકો તેની પોસ્ટ પર લાઈક ,કોમેન્ટ કરતા હોય છે. બિગ બી અનેક વખત એવી પોસ્ટ કરે છે. જેને વાંચી લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે, તે શું કહી રહ્યા છે.18 મેના રોજ તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતુ. જ્યારે 2 લોકો ઝગડે છે તો ત્રીજાની જીત થાય છે.

ઘરની બહાર આવી ચાહકો સાથે કરી મુલાકાત

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તો લોકો સાથે જોડાયેલા છે. સાથે તે દર રવિવારે પોતાના ઘર જલસાની બહાર આવી ચાહકો સાથે મુલાકાત કરે છે. આ રવિવારે 17મેના રોજ પણ તેઓ જલસાની બહાર આવ્યા હતા. લોકો તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે.

 

 

પોતાના 57 વર્ષના કરિયરમાં અમિતાભ બચ્ચને કરોડો ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. વર્ષ 1996માં તેમણે સાત હિન્દુસ્તાની નામની ફિલ્મ દ્વારા પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેઓ 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મ લોકોને ખુબ પસંદ આવે છે. અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરમાં પણ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતા જ લોકોએ તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.

Amitabh Bachchan Family Tree: અમિતાભ પરિવારના આ લોકોને તમે ઓળખતા નહિ હોય, અહીં જુઓ બચ્ચનનો આખો પરિવાર અહી ક્લિક કરો

કાનુની સવાલ : ઉધાર આપેલા રુપિયા પાછા ન મળે તો શું કરવું ? કાયદો શું કહે છે

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Gujarat Latest News Live : આજે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળશે, તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.