Breaking News : અમિતાભ બચ્ચનને શું થયું? મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જાણો હેલ્થ અપડેટ

Breaking News : અમિતાભ બચ્ચનને શું થયું? મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જાણો હેલ્થ અપડેટ

બોલિવુડના મહાનાયક અને ચાહકોના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લઈ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ સાથે જોડાયેલા સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ચિંતા કરવાની કોઈ વાત નથી. તે રુટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા. હવે તે સ્વસ્થ છે. અમિતાભ બચ્ચન બોલિવુડના એક એવા અભિનેતા છે. જે પાંચ દાયકાથી વધુ લાંબા સમય સુધી લોકોનું મનોરંજન કરતા આવી રહ્યા છે.

અમિતાભ બચ્ચન ફિલ્મો દ્વારા તો લોકોનું મનોરંજન કરે છે. સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. તે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા હોય છે. ચાહકો તેની પોસ્ટ પર લાઈક ,કોમેન્ટ કરતા હોય છે. બિગ બી અનેક વખત એવી પોસ્ટ કરે છે. જેને વાંચી લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે, તે શું કહી રહ્યા છે.18 મેના રોજ તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતુ. જ્યારે 2 લોકો ઝગડે છે તો ત્રીજાની જીત થાય છે.

ઘરની બહાર આવી ચાહકો સાથે કરી મુલાકાત

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તો લોકો સાથે જોડાયેલા છે. સાથે તે દર રવિવારે પોતાના ઘર જલસાની બહાર આવી ચાહકો સાથે મુલાકાત કરે છે. આ રવિવારે 17મેના રોજ પણ તેઓ જલસાની બહાર આવ્યા હતા. લોકો તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે.

 

 

પોતાના 57 વર્ષના કરિયરમાં અમિતાભ બચ્ચને કરોડો ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. વર્ષ 1996માં તેમણે સાત હિન્દુસ્તાની નામની ફિલ્મ દ્વારા પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેઓ 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મ લોકોને ખુબ પસંદ આવે છે. અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરમાં પણ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતા જ લોકોએ તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.

Amitabh Bachchan Family Tree: અમિતાભ પરિવારના આ લોકોને તમે ઓળખતા નહિ હોય, અહીં જુઓ બચ્ચનનો આખો પરિવાર અહી ક્લિક કરો

કાનુની સવાલ : ઉધાર આપેલા રુપિયા પાછા ન મળે તો શું કરવું ? કાયદો શું કહે છે

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Gujarat Latest News Live : આજે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળશે, તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત

San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત

Vadodara: ચાંદોદ ખાતે બૅંક ઑફ બરોડાના કથળેલા વહીવટથી ગ્રાહકોમાં રોષ

બેંક ઓફ્ બરોડા (BoB)ની ચાંદોદ શાખામાં આજરોજ બેંકના નિયત કરેલા સમયે કામકાજ શરૂ ન થતાં એટલું જ નહીં બેંક મેનેજર સહિતનો સમગ્ર સ્ટાફ્ પણ ટેબલ પર ન દેખાતા બેંકના ગ્રાહકોએ બેંકની વાસ્તવિકતાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં ફ્રતો કરતા ચાંદોદ પંથકમાં બેંક મેનેજર સહિતના સ્ટાફ્ની ફ્રજનિષ્ઠા અંગે ચર્ચા સાથે રોષ ફેલાયો હતો.

ત્યારબાદ બેંકમાં ચાલતી લાલિયાવાડી માટે જવાબદારો સામે હેડ ઓફ્સિ દ્વારા તપાસ સાથેની કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. આર્થિક લેવડ દેવડ સહિતના તમામ કામકાજો માટે બેંક એ દરેક ક્ષેત્રમાં મહત્વની મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે છે. ત્યારે ચાંદોદની BOB બેંકમાં માત્ર પટાવાળા અને સફઈ કામદારની સમયસરની હાજરી સાથે બેંકમાં ઉપસ્થિતિ હોય છે. જ્યારે બેંક મેનેજર સહિતના સ્ટાફ્ને બેંકના કામકાજનો સમય યાદ ન હોય કે તેના નિયમને ઘોળીને પી જતા હોય તેમ બે પરવાહી સાથે બેંકમાં મોડી એન્ટ્રી થતી હોય છે. સાથે ટેકનિકલ સિસ્ટમ કાર્યરત થવામાં પણ ખાસ્સો સમય પસાર થઈ જતો હોયા છે. જેથી ગ્રાહકોને સમયસર બેન્કિંગ સેવાનો લાભ લઈ શકતા નથી તેવા આક્ષેપો થતા રહ્યા છે. ચાંદોદની બીઓબી બેંકમાં કામકાજના સમયે સેવા નહીં મળતા ગ્રાહકો બેંકની આવી નીતિથી રોષે ભરાયા છે. ત્યારે હેડ ઓફ્સિ દ્વારા તેની તટસ્થ તપાસ કરી ફ્રજ પ્રત્યે લાલિયાવાડી અને મનસ્વી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

8th Pay Commission News: 8મા પગાર પંચમાં બેસિક સેલેરીમાં DAને સામેલ કરવાની માંગ, પગારમાં થશે ફેરફાર

8th Pay Commission News: 8મા પગાર પંચમાં બેસિક સેલેરીમાં DAને સામેલ કરવાની માંગ, પગારમાં થશે ફેરફાર

‘તોફાન પહેલાની શાંતિ…’, ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?

‘તોફાન પહેલાની શાંતિ…’, ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી વધી હલચલ, શું ફરી ઈરાન પર થશે હુમલો?

Vadodara: ડભોઇમાં બદ્રીનારાયણ મંદિર ખાતે ભાગવત કથાનો પ્રારંભ

ડભોઇ વડોદરી ભાગોળ શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે અધિક માસ નિમિત્તે આયોજિત પુરુષોત્તમ-ભાગવત કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી. પરંતુ ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિક છે.હિંદુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે વિશેષ મહત્વ અપાયું છે.આ માસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત મનાય છે. વર્ષના અન્ય મહિનાઓ કરતાં અનેકગણું પુણ્યદાયી ગણાય છે. સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજના પાવન સાનિધ્યમાં યોજાતી આ કથા ભક્તોને ધર્મપ્રેમ અને સંસ્કૃતિ સાથે જોડવાનો ઉત્તમ પ્રયાસ છે. કથાના મુખ્ય યજમાન હરીશ પંચાલ અને કિરણબેન પંચાલ દ્વારા યોજાયેલી પોથીયાત્રા, પોથી પૂજન, ભગવાન પુરુષોત્તમની આરતી અને પૂજા-અર્ચનાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Vadodara: ટુંડાવ ખાતે નવીન રોડ તોડીને ગટર લાઇન નાખતા કામગીરી અટકાવાઇ

સાવલી તાલુકાના ટુંડાવ ગામે રૂા.15 લાખના ખર્ચે બનેલ નવીન રોડને તોડીને ગટરની પાઇપલાઇન નાખતા વિફ્રેલા ગ્રામજનોએ વિવિધ આક્ષેપ સાથે કામગીરી અટકાવતા પંચાયતની કામગીરી સામે સવાલો ખડા કર્યા છે. ટુંડાવ ગામે બે વર્ષ પહેલાં બનેલા આશરે રૂા.15 લાખના રોડને તોડી ગટર લાઈન નાખવાના નિર્ણય સામે ભારે વિરોધ જાગ્યો છે. ટુંડાવ ગામમાં ગટર લાઈન નાખવાના કામને લઈને ગ્રામજનો અને ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ સર્જાયો છે. ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગટર યોજનાનું કામ શરૂ કરાયું હતું. પરંતુ બે વર્ષ પહેલાં અંદાજે રૂા.15 લાખના ખર્ચે બનાવેલા રોડને જેસીબી વડે તોડીને પંચાયત દ્વારા બુધ્ધિનું પ્રદર્શન કરીને ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ થતાં ગ્રામજનોએ ભારે વિરોધ કરીને કામ રોકાવ્યું હતું. આ બાબતે એડવોકેટ અનિલ રાણાએ જણાવ્યું હતું કે, અમે વિકાસના કામના વિરોધી નથી.પૂર્વ સરપંચ દ્વારા થોડા સમય પહેલાં જ ગામમાં આ રોડનું નિર્માણ કરાયું હતું. રોડ હજુ પણ સારી સ્થિતિમાં છે. છતાં યોગ્ય આયોજન વિના રોડ તોડીને ગટરનું કામ શરૂ કર્યું છે. તેનો અમારો વિરોધ છે. રોડ તોડવા કરતા રોડની સાઇડમાં અથવા અન્ય વૈકલ્પિક રીતે ગટર લાઇન નાખી શકાય તેમ છે. ભાજપ સરકારમાં વિકાસના વિવિધ કામો આવે છે અને થવાના છે. તેમાં અમારો સાથ સહકાર છે જ અને આપીશું.પરંતુ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે નાણા આમતેમ વાપરી રહ્યાં છે.આ વિકાસ નથી વિનાશ છે તેવો આક્ષેપ કર્યો હતો. જ્યારે રોડ તોડી કામગીરી કરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. રોડનો એક ભાગ તોડાયા બાદ ગ્રામજનો સ્થળ પર દોડી આવીને તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું.ગ્રામજનોએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ તથા સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ માટે ગ્રામજનોના વિરોધને પગલે ગટરનું કામ સ્થગિત કરાયું છે. હવે આ મુદ્દે સંબંધિત તંત્ર આ મામલે શું નિર્ણય લે છે. તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો