Breaking News: ગુજરાતે હૈદરાબાદને 82 રનથી હરાવ્યું, IPL 2026 માં સતત પાંચમી મેચ જીતી, પોઈન્ટ ટેબમાં ટોપ પર પહોંચ્યું

Breaking News: ગુજરાતે હૈદરાબાદને 82 રનથી હરાવ્યું,  IPL 2026 માં સતત પાંચમી મેચ જીતી, પોઈન્ટ ટેબમાં ટોપ પર પહોંચ્યું

IPL 2026 ની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ઘરઆંગણે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવ્યું  હતું. શુભમન ગિલના નેતૃત્વમાં ગુજરાતે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. IPLમાં રનની દ્રષ્ટિએ ગુજરાત ટાઇટન્સની આ સૌથી મોટી જીત છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદનો IPLમાં સૌથી ઓછો સ્કોર છે.

GTની ખરાબ શરૂઆત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન માટે મુકાબલો હતો. યજમાન ગુજરાતને પહેલા બેટિંગ કરવાની ફરજ પડી હતી અને તેમની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં તેમણે ફક્ત 34 રન બનાવ્યા હતા, જેમાં ગિલ (5) અને જોસ બટલર (7) આઉટ થયા હતા. જોકે, સાઈ સુદર્શને પોતાનું શાનદાર બેટિંગ ફોર્મ ચાલુ રાખ્યું અને સતત ત્રીજી અડધી સદી ફટકારી.

 

સુદર્શન-સુંદરની ફિફ્ટી,

સુદર્શન (61) એ વોશિંગ્ટન સુંદર સાથે ચોથી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી. સુંદર (50) એ પછી સિઝનની તેની બીજી અડધી સદી ફટકારી, જેનાથી ગુજરાત પાંચ વિકેટે 68 રનથી આગળ વધ્યું અને 168 રનનો લડાયક સ્કોર બનાવ્યો. સનરાઇઝર્સના ફાસ્ટ બોલરોએ ઝડપી વિકેટ લઈ દબાણ બનાવ્યું, જેમાં પ્રફુલ હિન્જે 17 રનમાં 2 અને કેપ્ટન પેટ કમિન્સે 20 રનમાં 1 વિકેટ લીધી. જોકે, અન્ય બોલરો રીધમ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા.

 

રબાડા-હોલ્ડર સામે SRHના બેટ્સમેન ધ્વસ્ત

સનરાઇઝર્સની વિસ્ફોટક બેટિંગ લાઇન-અપ સામે આ લક્ષ્ય મુશ્કેલ લાગતું હતું. જોકે, મોહમ્મદ સિરાજ (1/11) અને કાગીસો રબાડા (3/28) એ સનરાઇઝર્સના ટોચના ક્રમને બરબાદ કરી દીધો. સિરાજે પહેલી ઓવરમાં હેડ (0) ને આઉટ કર્યો, જ્યારે રબાડાએ તેની આગામી ત્રણ ઓવરમાં અભિષેક શર્મા (6), ઇશાન કિશન (11) અને અશ્વિન (9) ને આઉટ કર્યા. ટીમે ફક્ત 32 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી.

 

હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલઆઉટ

11મી ઓવર સુધીમાં હૈદરાબાદે ફક્ત 60 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ તેમની હાર નિશ્ચિત હતી. કેપ્ટન પેટ કમિન્સ (19) એ થોડા શોટ રમી ટીમના સ્કોરને આગળ વધાર્યો, પરંતુ જેસન હોલ્ડર (3/20) અને પ્રસિદ્ધ કૃષ્ણા (2/23) એ સનરાઇઝર્સના મધ્યમ અને નીચલા ક્રમને તોડી પાડ્યો. અંતે, હૈદરાબાદ ફક્ત 14.5 ઓવરમાં ફક્ત 86 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે મેદાનમાં વાપસી કરશે MS ધોની!

भारत के स्मार्टफोन मार्केट में बड़ी गिरावट, Vivo का पहला स्थान बरकरार 

देश में पहली तिमाही में लगभग 3.1 करोड़ स्मार्टफोन्स की शिपमेंट हुई है। पिछले वर्ष की समान अवधि की तुलना में यह लगभग 4.1 प्रतिशत की गिरावट है। स्मार्टफोन कंपनियों ने प्राइसेज बढ़ने के अनुमान के कारण इनवेंटरी को जमा करना शुरू कर दिया था। हालांकि, फेस्टिव सीजन के बाद कंज्यूमर डिमांड कमजोर होने से बिक्री घटी है।

Bhavnagar News: પોલીસ પર હુમલા બાદ ગુંદી ગામે મેગા ‘કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન’, 20 શખ્સોની અટકાયત

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદી ગામે વાહન ચેકિંગ કરી રહેલી પોલીસ ટીમ પર અચાનક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને ઘોઘા પોલીસ મથકમાં 10 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ પર થયેલા આ હુમલા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ડ્રોન અને બોડી કેમેરાની મદદથી સઘન ચેકિંગ

હુમલાની ઘટના બાદ ભાવનગર ગ્રામ્ય ASP ઘનશ્યામ ગૌતમની આગેવાનીમાં ગુંદી ગામના ‘કેરીયાવાસ’ વિસ્તારમાં મેગા ‘કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન’ (CASO) હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રોન સર્વેલન્સ દ્વારા આખા ગામ પર નજર રાખવામાં આવી હતી અને પોલીસ જવાનોના બોડી વોર્ન કેમેરાની મદદથી દરેક હિલચાલને કેદ કરવામાં આવી હતી.

20 શખ્સો ડીટેઈન: દબાણો અને વીજચોરી સામે પણ કાર્યવાહી

આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં 20 જેટલા શખ્સોને ડીટેઈન કર્યા છે. પોલીસ દ્વારા માત્ર હુમલાખોરો જ નહીં, પરંતુ ગામમાં ચાલતી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે વીજચોરી અને સરકારી જમીન પરના દબાણો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંયુક્ત તંત્રના આ ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Dhrangadhra: ધ્રાંગધ્રા શહેર-ગ્રામ્યમાં જુગારના દરોડા : મુદ્દામાલ સાથે 7 ઝડપાયા

ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર પાછળ આવેલા સ્મશાન પાસે અને તાલુકાના હરીપર ગામે જુગારની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં 7 જુગારીયાઓ રોકડા રૂપીયા 25,960 સાથે ઝડપાયા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ધ્રાંગધ્રા સીટી પોલીસના સરફરાઝભાઈ, મુળરાજસિંહ સહિતનાઓને શહેરના આંબેડકરનગર પાછળ આવેલ સ્મશાન પાસે ગુડદી પાસાના જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અરવિંદ ઉકાભાઈ સાગઠીયા, વિનોદ લાખાભાઈ પરમાર, ગૌતમ વિજયભાઈ મકવાણા અને જીતેન્દ્ર દેવશીભાઈ પરમાર રોકડા રૂપીયા 21,200 સાથે પકડાયા હતા. તમામ જુગારીયાઓ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ એચસી ડી.એન.પરમાર ચલાવી રહ્યા છે. જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના નરેશભાઈ ભોજીયા, વી.આર.રબારી સહિતનાઓને હરીપર ગામે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જયેશ રમેશભાઈ હાલાણી, ઘનશ્યામ જશરાજભાઈ હાલાણી અને રવી રાજેશભાઈ હાલાણી ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 4760 સાથે પકડાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Wadhwan: વઢવાણના બાળા ગામે વર્ષો જુનો રસ્તો રેલવે દ્વારા બંધ કરી દેવાતા નાગરિકોને પરેશાની

વઢવાણ તાલુકાના બાળા ગામના રેલવે સ્ટેશન પાસે ખેડુતોને ખેતરે જવાનો વર્ષો જુનો રસ્તો આવેલો હતો. આ રસ્તો હાલમાં રેલવે દ્વારા આડશ કરીને બંધ કરી દેવાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ગામના યુવાનોએ કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રેલવેની અનેક સ્થળે જમીન રૂપી સંપત્તી આવેલી છે. રેલવે દ્વારા તેનો કોઈ વપરાશ ન હોય તો પણ ગામલોકો તેનો ઉપયોગ કરે તો રેલવે તેના પર પ્રતીબંધ મુકી દે છે. આ જમીનનો રેલવે પોતે ઉપયોગ તો નથી કરતી પણ કોઈના ઉપયોગમાં પણ આવવા નથી દેતી. આવી જ સ્થીતી વઢવાણ તાલુકાના બાળા ગામે ઉભી થઈ છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જતી રેલવે લાઈન બાળા પાસેથી પસાર થાય છે. બાળા ગામે નાનુ એવુ રેલવે સ્ટેશન પણ આવેલુ છે. આ રેલવે સ્ટેશન પાસેથી ગામના 50થી વધુ ખેડુતોને પોતાના ખેતરે જવાનો રસ્તો છે. આ રસ્તો રેલવેની હદમાં આવતો હોઈ તાજેતરમાં રેલવે દ્વારા લોખંડની એંગલો અને પતરા નાંખીને રસ્તો બંધ કરી દેવાયો છે. જેને લીધે ખેડુતોને પોતાના ખેતરે જવામાં અને ખેત પેદાશો લઈને આવવામાં ભારે તકલીફ ભોગવવી પડે છે. આ સમસ્યાના નીવારણ માટે બાળાના નયનભાઈ રોજાસરા, હર્ષદભાઈ વ્યાસ, વિષ્ણુભાઈ બાવળીયા, કનાભાઈ કઠેચીયા, દશરથસિંહ ચાવડા, પ્રવીણભાઈ સીસોદીયા સહિતનાઓએ કલેકટર કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી છે. અને તાકીદે આ સમસ્યાનું નીવારણ લાવવા માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Gandhinagar News: અધિક મુખ્ય સચિવ સામે મજૂરોને બંધક બનાવવાનો ગંભીર આક્ષેપ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

Gandhinagar News: અધિક મુખ્ય સચિવ સામે મજૂરોને બંધક બનાવવાનો ગંભીર આક્ષેપ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

ગાંધીનગરના સેક્ટર-1માં આવેલા એક ખાનગી મકાનમાં ચાલી રહેલા કામ દરમિયાન આ વિવાદ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે, નર્મદા અને જળ સંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી તેમના મકાનમાં ચાલી રહેલા કામથી નાખુશ હતા. આ અસંતોષને પગલે તેમણે ત્યાં કામ કરી રહેલા મજૂરોને ઘરની અંદર પૂરી દઈ બહારથી લોક મારી દીધું હોવાના આક્ષેપો થયા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોથી ચકચાર

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપી વાયરલ થયો છે. આ વીડિયોમાં કામદારો પોતે જ આક્ષેપ કરી રહ્યા છે કે તેમને બંધક બનાવવામાં આવ્યા છે. વીડિયોમાં દેખાતા દ્રશ્યો અને મજૂરોના નિવેદનોને પગલે ઉચ્ચ અધિકારીના વર્તન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ વીડિયો ક્યારનો છે અને ઘટનાની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી.

સનદી અધિકારી પરના આક્ષેપથી ખળભળાટ

રાજ્યના એક મહત્વના વિભાગના અધિક મુખ્ય સચિવ જેવું જવાબદાર પદ ધરાવતા અધિકારી પર જ્યારે મજૂરોને બંધક બનાવવાનો આરોપ લાગ્યો હોય, ત્યારે સચિવાલયના વર્તુળોમાં પણ આ બાબતે ભારે ચર્ચા જાગી છે. ઉચ્ચ કક્ષાના સનદી અધિકારી દ્વારા કરવામાં આવેલા આ કથિત કૃત્યને લઈ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે સરકાર કે તંત્ર દ્વારા કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે કે કેમ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Kheda News: ઠાસરા અને ગળતેશ્વર પંથકમાં પેટ્રોલની ભારે અછત, કંપનીઓ જથ્થો ઓછો ફાળવતા વાહનચાલકો અટવાયા

ખેડા જિલ્લાના ઠાસરા અને સેવાલિયા સહિત ગળતેશ્વર તાલુકાના મોટાભાગના પેટ્રોલ પમ્પ પર આજે સ્ટોક ખલાસ થઈ જતાં ‘નો સ્ટોક’ના બોર્ડ લાગી ગયા છે. પેટ્રોલ ન મળવાને કારણે સ્થાનિક વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઠાસરા અને સેવાલિયામાં પેટ્રોલ ન મળતા વાહનચાલકો ડાકોર તરફ દોડ્યા હતા, જેના કારણે ડાકોરના પેટ્રોલ પમ્પ પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ડાકોરમાં પણ સ્થિતિ એવી છે કે ગણતરીના સમયમાં જ ત્યાં પેટ્રોલનો જથ્થો પૂરો થઈ જાય તેવી શક્યતા છે.

કૃત્રિમ અછતનો ભય: કંપનીઓ દ્વારા ઓછો પુરવઠો

મળતી માહિતી મુજબ, પેટ્રોલ કંપનીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ત્રણ દિવસે માત્ર એક જ વાર પેટ્રોલનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં પુરવઠો ન મળવાને કારણે બજારમાં કૃત્રિમ અછત જેવી સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને ગ્રામીણ અને તાલુકા મથકોના પમ્પ પર જથ્થો ઝડપથી પૂરો થઈ જાય છે અને કંપનીઓ નવો સ્ટોક મોકલવામાં વિલંબ કરતી હોવાથી પમ્પો બંધ રાખવાની નોબત આવી છે.

યાત્રિકો અને વાહનચાલકોની હાલત કફોડી

ડાકોર જેવા ધાર્મિક સ્થળ નજીક હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા પ્રવાસીઓ અને પદયાત્રીઓ પણ આ અછતના કારણે અધવચ્ચે અટવાઈ પડ્યા છે. સેંકડો વાહનચાલકો પેટ્રોલ માટે એક પમ્પથી બીજા પમ્પ પર ભટકી રહ્યા છે, પરંતુ ક્યાંય સંતોષકારક જવાબ મળતો નથી. જો પેટ્રોલ કંપનીઓ દ્વારા તાત્કાલિક જથ્થો ફાળવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં વાહનવ્યવહાર પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર આ મામલે દરમિયાનગીરી કરી ત્વરિત ઉકેલ લાવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Ahmedabadના ગોમતીપુરનો પરિવાર વિદેશમાં બન્યો બંધક, એજન્ટોએ માંગી રૂ.1 કરોડની ખંડણી

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતું એક દંપતી અને તેમના બે પુત્રો ગત 20 એપ્રિલે દિલ્હી મારફતે વિદેશ જવા નીકળ્યા હતા. એજન્ટો દ્વારા આ પરિવારને દિલ્હી-શ્રીલંકા-દુબઈ થઈને લંડન મોકલવાનો પ્લાન સમજાવવામાં આવ્યો હતો. લંડન પહોંચ્યા બાદ પ્રતિ વ્યક્તિ 25 લાખ રૂપિયા એમ કુલ 1 કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું. પરિવાર દુબઈ પહોંચ્યો ત્યાં સુધી સતત સંપર્કમાં હતો, પરંતુ ત્યારબાદ અચાનક તેમનો સંપર્ક તૂટી ગયો હતો.

લોહીલુહાણ ફોટા અને ધમકીભર્યા ફોનથી પરિવારમાં ફફડાટ

પરિવાર ગુમ થયા બાદ વિદેશી નંબર પરથી ‘બાબા ખાન’ નામે ધમકીભર્યા ફોન આવવાના શરૂ થયા છે. આ ટોળકીએ પરિવાર પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. હદ તો ત્યારે થઈ જ્યારે એજન્ટોએ લોહીથી લથપથ યુવકનો ફોટો પરિવારને મોકલી ડરનો માહોલ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક મહિલાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં “એક દીકરાને મારી નાખ્યો છે” તેવી ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી છે. આ પરિવાર હાલ કેન્યા અથવા ઈથોપિયામાં બંધક હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં: એજન્ટોની ધરપકડના ચક્રો ગતિમાન

આ ગંભીર ઘટનાની જાણ થતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. પોલીસે અમદાવાદના સ્થાનિક એજન્ટને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી છે, જેમાં વલસાડના અન્ય એક એજન્ટનું નામ પણ ખુલ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું રેકેટ હોવાથી પોલીસ વિવિધ એજન્સીઓની મદદ લઈ રહી છે. ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના બહાને ચાલતા આ જીવલેણ ખેલમાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો