Kheda: સગીરા પર દૂષ્કર્મ, કપડવંજના શખ્સને 10 વર્ષની કેદ

કપડવંજના એક યુવકે એક સગીરા યુવતી ને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને 27 સપ્ટેમ્બર 2024માં ગેસ્ટ હાઉસમાં લઇ જઇને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.સગીરાને રૂ. 4 લાખ વળતર ચુકવવાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો.

કપડવંજ શહેરના દાણા રોડ પર આવેલી રામબાગ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગરે એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ ઘનશ્યામે સગીરાને લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી લાલચ આપી હતી.

ગત તા. 27 સપ્ટેમ્બર 2024ના રોજ યુવકે સગીરાને કપડવંજ -નડિયાદ રોડ પર આવેલા આવકાર ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. ત્યાં રૂમ નંબર 117માં યુવકે સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ સંદર્ભે સગીરાના સંબંધીની ફરિયાદના આધારે કપડવંજ શહેર પોલીસે ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગર વિરૂદ્ધ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી ઘનશ્યામ ડબગરની ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ચાર્જશીટ બનાવીને કપડવંજ સેશન્સ કોર્ટમાં મૂકી હતી. આ કેસની સુનાવણી કપડવંજ સેશન્સ કોર્ટમાં હાથ ધરાતાં સરકારી વકીલ મિનેષ આર પટેલની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખ્યા બાદ ન્યાયાધિશ કે.એેસ .પટેલે આરોપી ઘનશ્યામ ઉર્ફે ભયલો ધર્મેશભાઇ ડબગરને કસુરવાર ઠરાવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. અને કુલ રૂ. 7500 દંડ , દંડ નભરે તો વધુ પાંચ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત વિકટીમ કોમ્પેસેશન સ્કીમની જોગવાઇ મુજબ ભોગબનનાર સગીરાને રૂ. 4 લાખ ચુકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડિયાદને આદેશ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Idar: ઈડરના હાલુડી વિસ્તારમાં જુગાર રમતા 4 જુગારી પકડાયા

સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ હાલુડી વિસ્તાર સ્થિત કુંજ કસ્બા પાસે ગુરૂવારે છાપરાના શેડમાં ગંજીપાનાનો જુગાર રમતા ચાર જણાને સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે ઝડપી લઈને રૂ.30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ જુગાર ધારાના ભંગ બદલ ચારેય વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ હતી અને ચારેયની અટકાયત કરી હતી. આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા અને સ્ટાફના જણાવાયા મુજબ, ગુરૂવારે તેમનો સ્ટાફ ઈડર પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે, ઈડરના હાલુડી વિસ્તારમાં આવેલ કુંજ કસ્બા પાસે છાપરાના શેડમાં કેટલાક શખ્સો ગંજીપાનાનો જુગાર રમી રહ્યા છે. જે આધારે એલસીબીના સ્ટાફે તરત જ પહોંચી જઈ કુંજ કસ્બા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો ત્યારબાદ જુગાર રમતા વિપુલ અરવિંદભાઈ પરમાર, જગદીશ લલીતભાઈ ચાવડા, અજીત ગલબાભાઈ પરમાર અને સુભાષ મુળજીભાઈ પરમારને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ એલસીબીએ રૂ.10,230 રોકડ અને રૂ.20 હજારના મોબાઈલ મળી અંદાજે રૂ.30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલા ચારેય વિરૂધ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Himatnagar: વડાલીના સવાસલા ગામે 25 લાખના સાધનો ભાડે રાખી પરત ન આપી ઠગાઈ

વડાલી તાલુકાના સવાસલા ગામે રહેતા એક રહીશ પાસેથી 9 મહિના અગાઉ વડાલીના થુરાવાસ, મહેસાણાના પોલવાસ તથા નાના ચિલોડાના એક શખ્સ મળી ત્રણેય જણાએ સવાસલાના રહીશને વિશ્વાસમાં લઈ રૂ.25 લાખના જેસીબી તથા રોટોવેટર અને ટ્રેકટર ભાડે લઈ પરત ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે બે જણાની અટકાયત કરી હતી. આ અંગે સવાસલા ગામના મુકેશ ખીમજીભાઈ ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા.29-8-2025ના સમયગાળા દરમિયાન થુરાવાસના દશરથ વણઝારા, મહેસાણા જિલ્લાના પોલવાસ ગામના રતનજી શંકરજી ઠાકોર તથા નાનાચિલોડામાં આવેલ અમરદિપ એપાર્ટમેન્ટરમાં રહેતા સુખદેવદાન તેજદાન ગઢવીએ એકસંપ થઈ મુકેશ ગઢવીને વિશ્વાસમાં લઈ ટ્રેકટર નં.જીજે.09બીએમ.0450, રૂ.8.50 લાખનું રોટેવેટર તથા અન્ય સાધનો મળી રૂ.25 લાખની કિંમતના આ સાધનો ભાડા પટ્ટે લીધા હતા ઉપરાંત યતીન પરમારનું રૂ.26 હજારની કિંમતનું એક્ટિવા નં.જીજે.09ડીએસ.6468ને ગીરવે રાખી દશરથ વણઝારાએ કરાર કરી આપ્યો હતો. તેમજ રતનજી ઠાકોર અને સુખદેવદાન ગઢવીએ ટ્રેકટર, રોટોવેટર ગીરો કરાર કરી લઈ લીધા બાદ મુકેશ ગઢવીને જેસીબી ભાડે તથા વેચાણથી લીધા બાદ દશરથ વણઝારાએ રૂ.26 હજારનું એક્ટિવા ગીરોથી મેળવી લીધુ હતું ત્યારબાદ સમય પૂર્ણ થવા છતાં વાહનો પરત આપવામાં આવ્યા ન હતા. તેમજ વાહનોની કિંમત ન ચુકવીને આ ત્રણેય જણાએ મુકેશ ગઢવી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવાતાં પોલીસે ગુનોની તપાસ કરીને દશરથ મોતીલાલ વણઝારા અને સુખદેવદાન ગઢવીની અટકાત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

ડભોઈ પંથકના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી

ડભોઇ નગરના પેટ્રોલ પંપો ઉપર ક્યારેક લાંબી કતારો તો ક્યારેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે. ઇઝરાયેલ ઈરાક ઈરાન જેવા દેશોમાં હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈ પેટ્રોલ ડીઝલ કેરોસીન બળતણ ગેસની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા પણ ઈંધણ બચાવોની અપીલ કરાઈ છે. ત્યારે ડભોઇના પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ આવતાની સાથે જ લોકો ભરાવા માટે લાંબી કતારોમાં ઊભા થઈ જાય છે તો વળી પુરવઠો ખલાસ થતાં પેટ્રોલ પંપને પણ બંધ રાખવાનો વારો આવી ગયો છે.

ડભોઇ પંથકમાં 15 જેટલા પેટ્રોલ પંપ છે, જ્યાં પેટ્રોલ કે ડીઝલો ખૂટી જવાની વાતો બહાર આવે છે, એટલું જ નહીં જ્યાં સુધી બીજો પુરવઠો ના આવે ત્યાં સુધી આ પેટ્રોલ પંપોને બંધ રાખવાની પણ ફ્રજ વિક્રેતાઓને પડી રહી છે, જે પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલની આયાત થાય ત્યાં તો લાંબી કથાઓમાં જ લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ પુરાવા માટે આવી જતા હોવાના કારણે લાંબી કતારો જોવા મળી રહી છે.

પુરવઠો ઓછો અને પ્રમાણસર ન મળતો હોવાથી આવનારા દિવસોમાં કદાચ પેટ્રોલ કે ડીઝલનો અસહ્ય ભાવ વધારો પણ થાય ત્યારે પ્રજા ભાવ વધારો થાય તે પહેલા પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરી દેવાની લ્હાયમાં પણ કતારોમાં ઊભા થઈ જતા જોવા મળી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

કાલોલમાં ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે વિરુદ્ધ પોલીસની લાલ આંખ

કાલોલ પોલીસે પાછલા ત્રણ ચાર દિવસમાં રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન કાલોલ શહેર અને તાલુકામાં નિયત ડેસિબલ કરતાં મોટા અવાજે ધ્વનિ પ્રદૂષણ કરતા ડીજે સાઉન્ડ સિસ્ટમ સામે લાલ આંખ કરીને ત્રણ ડીજે કબજે કરી ડીજે માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામમાંથી ગણેશ ડીજેના ઘનશ્યામભાઈ ઉફે ગનિયો રાવજીભાઈ પરમાર (ડી.જે.સંચાલક) અને પ્રકાશકુમાર ઉફે પકો અર્જુનભાઈ બારિઆ (ડીજે ઓપરેટર) સાથે આઇશર, ડીજે સાઉન્ડ સિસ્ટમ અને મળીને કુલ રૂા.25,30,000નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં કાલોલ શહેરમાંથી મહાકાળી ડી.જે.સંચાલક અને ઓપરેટર દિપકકુમાર અર્જુનસિંહ રાઠોડનું ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ત્રીજા કિસ્સામાં શહેરના બોરુ ટર્નિગ પાસેથી વિરાજ ડીજેના ઓપરેટર મિતેશસિહ બળદેવસિંહ ચાવડા અને ડીજે સંચાલક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણનું ડીજે તેમજ આઇશર સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ડીજે સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

ગોધરા શહેરના બામરોલી બાયપાસથી અછાલા જંગલ સુધીનો માર્ગ બિસમાર

ગોધરા શહેરના બામરોલી બાયપાસ રોડથી અછાલા જંગલ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર પડેલા મોટા ખાડાઓ, ઉખડેલા ડામર અને ધૂળના ગોટેગોટા વચ્ચે વાહનચાલકો તથા રાહદારીઓને રોજિંદી અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામેનો કરવો પડી રહ્યો છે. આશરે 15થી વધુ ગામોને જોડતો અત્યંત મહત્વનો સંપર્ક માર્ગ છે. છતાં પણ આર એન્ડ બી વિભાગ દ્વારા માર્ગના સમારકામ અથવા જાળવણી માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરથી બામરોલી, મહુલીયા, અછાલા, મલ્લાકુવા, દામાવાવ, રીછવાણી, ગોલ્લાવ, કાળી ડુંગરી, દેવગઢબારીયા તેમજ છોટાઉદેપુર તરફ જતાં લોકો રોજિંદી અવરજવર કરે છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને માટે આ માર્ગ જ મુખ્ય આધારરૂપ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Dwarka News: ઓમાન પાસે સલાયાના ‘હાજી અલી’ જહાજ પર મિસાઈલ કે ડ્રોન હુમલાની આશંકા, વિસ્ફોટ બાદ જહાજ જળસમાધિ લેતા 14 ખલાસીઓનો આબાદ બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના દરિયાઈ વેપારીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓમાનના લિમાહ નજીક સલાયાનું માલવાહક જહાજ ‘હાજી અલી’ એક ભયાનક વિસ્ફોટ બાદ દરિયામાં ડૂબી ગયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ જહાજ પર ડ્રોન અથવા મિસાઈલથી હુમલો થયો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે જહાજમાં વિકરાળ આગ લાગી હતી અને તે જોતજોતામાં દરિયામાં ગરકાવ થઈ ગયું હતું.

લાઇફબોટે જીવ બચાવ્યો

જહાજ પર જે સમયે વિસ્ફોટ થયો ત્યારે તેમાં એક ટંડેલ સહિત કુલ 14 ખલાસીઓ સવાર હતા. વિસ્ફોટ બાદ આગ લાગતા ખલાસીઓએ સમયસૂચકતા વાપરી લાઈફબોટનો સહારો લીધો હતો. આ તમામ ખલાસીઓ દરિયામાં તરતા હતા ત્યારે ઓમાન કોસ્ટગાર્ડે ત્વરિત કાર્યવાહી કરી તમામને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા. હાલ તમામ 14 ખલાસીઓને ડીબા બંદરે પહોંચાડવામાં આવ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ખલાસીઓના જરૂરી દસ્તાવેજો પણ સલામત હોવાનું જાણવા મળ્યું છે.

હુમલા પાછળ કોનો હાથ? તપાસ તેજ

‘હાજી અલી’ જહાજ ગત 5 મેના રોજ બરબરા બંદરેથી લાઇવ સ્ટોક (પશુઓ) ભરીને શારજાહ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન વહેલી સવારે તેના પર હુમલો થયો હતો. નિષ્ણાતોના મતે વર્તમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવનો આ જહાજ ભોગ બન્યું હોવાની શક્યતા છે. ઓમાન રોયલ પોલીસ દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે કે, આ હુમલો ડ્રોનથી થયો હતો કે રોકેટથી.

દરિયાઈ વેપારીઓમાં ફફડાટ

એક જ અઠવાડિયામાં સલાયાના બીજા વહાણ સાથે આવી દુર્ઘટના ઘટતા શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ચિંતાનો માહોલ છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશને આ બાબતે ભારત સરકારમાં રજૂઆત કરી છે, અને તમામ ખલાસીઓને વહેલી તકે સલામત રીતે વતન પરત લાવવાની માગ કરી છે.

આ પણ વાંચો – Dwarka News: દુધિયા ગામે રસ્તાના ડખ્ખામાં યુવકની હત્યા, કુટુંબીજનોએ કુહાડી અને પાઇપ વડે કર્યો હુમલો

Ahmedabad News: સરકારી આવાસના નામે 500થી વધુ લોકો સાથે મહાઠગાઈ, પોતાને આનંદીબેન પટેલનો ભત્રીજો ઓળખાવનાર અંકિત પટેલની અટકાયત

રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં સરકારી આવાસ અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈનો મામલો સામે આવતા સનસનાટી મચી ગઈ છે. અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં આશરે 500થી વધુ લોકો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. લોકો પાસેથી આવાસના નામે વ્યક્તિ દીઠ રૂ. 50,000થી વધુની રકમ ઉઘરાવવામાં આવી હતી.

હાઈપ્રોફાઈલ ઓળખ આપી છેતરપિંડી

ભોગ બનનારા લોકોના જણાવ્યા અનુસાર, મુખ્ય સૂત્રધાર અંકિત પટેલ પોતાની ઓળખ હાઈપ્રોફાઈલ રીતે આપતો હતો. તે લોકોને કહેતો હતો કે, તે ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં કામ કરે છે. એટલું જ નહીં, લોકોનો વિશ્વાસ જીતવા માટે તે પોતાને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભત્રીજો હોવાનું પણ જણાવતો હતો. આ હાઈપ્રોફાઈલ ઓળખના જોરે તેણે એક વર્ષ પહેલાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી સરકારી આવાસ અપાવવા માટે લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા.

બોડકદેવ પોલીસ સ્ટેશને લોકોનો ધસારો

છેલ્લા ઘણા સમયથી આવાસ ન મળતા અને પૈસા પરત ન આવતા, આજે મોટી સંખ્યામાં ભોગ બનનારા લોકો બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. લોકોએ અંકિત પટેલ અને રાગીણી પટેલ નામના શખ્સો વિરૂદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોનો એક જ સૂર હતો કે, ગમે તે ભોગે અમારા મહેનતના પૈસા પાછા આપો. પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ભોગ બનનારાઓએ આરોપીઓ વિરૂદ્ધ હુરિયો બોલાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

પોલીસે અંકિત પટેલને રાઉન્ડઅપ કર્યો

ઘટનાની ગંભીરતાને જોતા બોડકદેવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને અંકિત પટેલને રાઉન્ડઅપ કરી લીધો છે. હાલ તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ કરી રહી છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તથા કુલ કેટલા રૂપિયાની ઠગાઈ થઈ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો – Ahmedabad : સાબરમતી જેલના ‘છોટા ચક્કર’માં 4 કેદીઓએ જેલ સહાયકનું માથું ફોડ્યું; ગાળો બોલવાની ના પાડતા ઈંટના ટુકડા વડે હિંસક હુમલો

Amazon की सेल में Samsung, Xiaomi जैसे ब्रांड्स के स्मार्ट TVs को 15,000 रुपये से कम में खरीदने का मौका

इस सेल में Samsung के 32 इंच HD Smart LED TV को 17,900 रुपये के लिस्टेड प्राइस के बजाय 14,240 रुपये में खरीदा जा सकता है। इसके अलावा चाइनीज इलेक्ट्रॉनिक्स कंपनी Xiaomi के 32 इंच F-सीरीज स्मार्ट LED TV को 24,999 रुपये के वास्तविक प्राइस की तुलना में 11,990 रुपये में बेचा जा रहा है। इस सेल में HDFC Bank के क्रेडिट कार्ड से भुगतान करने पर 10 प्रतिशत तक का इंस्टेंट डिस्काउंट मिल सकता है।

Surendranagar News: તલસાણાના સોલર પ્લાન્ટમાં ચોરી કરનાર ગેડિયા ગેંગનો કુખ્યાત ગુજસીટોકનો આરોપી ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ પાસે આવેલા સોલર પ્લાન્ટને નિશાન બનાવતી ટોળકીને ઝડપી લેવામાં એલસીબી (LCB) પોલીસને મોટી સફળતા મળી છે. અવાળા સનરાઈઝ એનર્જી સોલર પ્લાન્ટમાં તાંબાના વાયર અને પ્લેટોની ચોરી કરનાર ગેડિયા ગેંગના કુખ્યાત શખ્સ સહિત બે આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે.

એક જ પ્લાન્ટમાં બે વાર ચોરી

તલસાણા ખાતેના અવાળા સનરાઈઝ એનર્જી સોલર પ્લાન્ટમાં તારીખ 25 એપ્રિલ 2026 અને ત્યારબાદ 11 મે 2026 ના રોજ એમ બે વાર ચોરીની ઘટના બની હતી. તસ્કરો પ્લાન્ટમાંથી અંદાજે રૂ. 2,60,688 ની કિંમતના તાંબાના વાયર અને તાંબાની પ્લેટો ચોરી કરી ગયા હતા. આ અંગે લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

LCB એ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

ચોરીની ગંભીરતાને જોતા એલસીબીની ટીમે નેત્રમ સીસીટીવી પ્રોજેક્ટ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. પોલીસની સઘન તપાસમાં ચોરીમાં સંડોવાયેલા ગેડિયા ગેંગના પ્રખ્યાત આરોપી ખાન મોહમ્મદ ખાન મલેક અને તેના સાગરીત પ્રતિકભાઈ ધરમશીભાઈ ચાણસ્માના નામ ખુલ્યા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ. 5,30,388 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગુજસીટોકનો આરોપી અને 16 ગુનાનો ઇતિહાસ

ઝડપાયેલો મુખ્ય આરોપી ખાન મોહમ્મદ ખાન મલેક ગેડિયા ગેંગનો રીઢો ગુનેગાર છે, અને તેની સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. આ આરોપી સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 16 જેટલા ગુના દાખલ થયેલા છે. તે છેલ્લા બે વર્ષથી જામીન પર છૂટ્યા બાદ ફરાર હતો, અને ફરી ચોરીની પ્રવૃત્તિમાં સક્રિય થયો હતો.

હાલમાં લખતર પોલીસે બંને આરોપીઓનો કબજો મેળવી, તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ધરપકડથી સોલર પ્લાન્ટમાં થતી ચોરીઓના અન્ય ભેદ ઉકલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો – Surendranagar: લીલાછમ વૃક્ષોનું ગેરકાયદે છેદન કરી લાકડાની હેરાફેરી કરતા બે વાહનો જપ્ત