Breaking News : BHELને મળ્યો મોટો પાવર પ્રોજેક્ટ ! શેરધારકો માટે આવી શકે છે ખુશખબર

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Anand News: પામોલ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, 14 વર્ષીય વિદ્યાર્થીનું મોત

આણંદ જિલ્લાના બોરસદ-પામોલ રોડ પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. જ્યાં સામસામેથી આવતા બે મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરમાં એક 14 વર્ષીય માસૂમ વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, અન્ય એક બાઇક સવારને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. શાળાએથી છૂટીને હસતા મુખે ઘરે પરત ફરી રહેલા કિશોરના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.

શાળાએથી છૂટીને ઘરે પરત ફરતા સમયે કાળ આંબી ગયો 

ઘટનાની મળતી વિગતો અનુસાર, આ અકસ્માતની ઘટના પામોલ રોડ પર આવેલા ઝાખલાના કુવા વિસ્તાર નજીક બની હતી. ઝાખલાના કુવા વિસ્તારમાં જ રહેતો 14 વર્ષીય કિશોર પામોલની સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તે શાળા છૂટ્યા બાદ બાઇક લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઝાખલાના કુવા પાસે સામેથી આવી રહેલી અન્ય એક બાઇક સાથે તેની બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. સામસામે થયેલી આ ભીષણ ટક્કરમાં માસૂમ વિદ્યાર્થીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

અન્ય બાઇક સવાર ગંભીર, કરમસદ હોસ્પિટલ ખસેડાયો

આ અકસ્માતમાં સામેની બાઇક પર સવાર વ્યક્તિને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક સારવાર અર્થે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે.

પોલીસે હાથ ધરી તપાસ

અકસ્માતની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એકના એક વહાલસોયા દીકરાના લોહીલુહાણ મૃતદેહને જોઈને પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું, જેના દ્રશ્યો જોઈ ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – Anand મનપાના આરોગ્ય વિભાગની ચેકિંગ ડ્રાઇવ, ફટકાર્યો રૂ. 43 હજારનો દંડ!

Breaking News: પહેલા 2 બોલમાં 2 ચોગ્ગા… વૈભવ સૂર્યવંશીએ અફઘાનિસ્તાન સામે મચાવી ધૂમ, 44 રનની તોફાની ઈનિંગ

Breaking News: સ્વતંત્રતા દિવસે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે! શ્રીલંકા પ્રવાસના શેડ્યૂલ અંગે મોટી અપડેટ

Bharuch News: અંકલેશ્વર વન વિભાગે 65 લાખની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે 3ને ઝડપ્યા

ભરૂચ જિલ્લામાં પ્રતિબંધિત વાઇલ્ડ લાઇફ સામગ્રીની તસ્કરી કરતા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વર વન વિભાગ અને મુંબઈ વાઇલ્ડ લાઇફની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં નેશનલ હાઈવે-48 પર આવેલા નર્મદા ગેટ નજીકથી લાખોની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી (Whale Vomit – એમ્બરગ્રીસ) સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી ગણાતી આ વ્હેલ માછલીની ઉલ્ટી વેચાય તે પહેલા જ વન વિભાગ દ્વારા તરાપ મારીને આખું રેકેટનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે.

મુંબઈ વાઇલ્ડ લાઇફની ટીમે વેપારી બનીને ગોઠવી જાળ

ઘટનાની મળતી માહિતી અનુસાર, મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમને આ તસ્કરી ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે ટીમના સભ્યો દ્વારા પોતે કિંમતી એમ્બરગ્રીસના ખરીદદાર (વેપારી) હોવાનો ઢોંગ કરવામાં આવ્યો હતો અને તસ્કરો સાથે સોદો નક્કી કરીને તેમને ભરૂચ બોલાવ્યા હતા. આરોપીઓ આ જથ્થો વેચવા માટે NH-48 પર નર્મદા ગેટ પાસે પહોંચ્યા કે તરત જ અંકલેશ્વર વન વિભાગ અને મુંબઈ વાઇલ્ડ લાઇફની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરીને ત્રણેયને રંગેહાથ દબોચી લેવામાં આવ્યા હતા.

ભાવનગરથી લવાયો હતો જથ્થો, કુલ 66.70 લાખનો મુદ્દામાલ જપ્ત

વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓ આ વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો ભાવનગરથી લાવ્યા હતા. પકડાયેલા ત્રણ આરોપીઓ આણંદ અને અંકલેશ્વર પંથકના હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગે ઘટના સ્થળેથી આશરે રૂપિયા 65 લાખની કિંમતની વ્હેલ વોમેટ કબ્જે કરી છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર, બાઇક અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 66.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – Bharuch: ભરૂચની જામા મસ્જિદમાંથી કોતરણીવાળી શીલા અને મૂર્તિઓ મળતાં વિવાદ વકર્યો, કૂવાની સફાઈ કરવા સંતોની ઉગ્ર માંગ

Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video

Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video

દેશની રાજનીતિ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જી 28 વર્ષ બાદ કોંગ્રેસમાં પરત ફરે તેવી શક્યતા દેખાઈ રહી છે.

જણાવી દઈએ કે, મમતા બેનર્જી અને સોનિયા ગાંધી વચ્ચેની મુલાકાતમાં આ મુદ્દે ચર્ચા થઈ છે. સૂત્રોનું કહેવું છે કે, સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવાની ઓફર આપી છે.

બીજીબાજુ રાહુલ ગાંધીએ અભિષેક બેનર્જીને કોંગ્રેસના મહાસચિવ પદનો પ્રસ્તાવ આપ્યો છે. એવામાં હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે, શું તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી પોતાના જૂના પક્ષમાં પરત ફરશે મમતા બેનર્જી?

Breaking News : મીનાક્ષી નટરાજનના નોમિનેશન રદ થવા પર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહી આ વાત

Ahmedabad News: સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બની ધમકીનો ભેદ ઉકેલાયો, સુરતના વેપારીના પુત્રએ ધુરંધર ફિલ્મ જોઈને ખેલ કર્યો

નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની લેખિત ધમકી મળતાં સમગ્ર પરિસરમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ ચાલુ છે ત્યાં જ આજે ફરીવાર અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. સ્પોર્ટ્સ ક્લબની ઘટનામાં ધુરંધર મૂવી જોઈને બાળકે બોમ્બની ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે. 

લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવી

સ્પોર્ટ્સ ક્લબના કર્મચારીઓને ચેકિંગ દરમિયાન રૂમ નંબર 119માં આવેલા એક લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવી હતી.આ ચિઠ્ઠીને ખોલીને વાંચતા જ સ્ટાફના હોશ ઉડી ગયા હતા.કારણ કે તેમાં ક્લબને બોમ્બથી ઉડાવી દેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ક્લબના સંચાલકોએ મોડું કર્યા વિના આ અંગે તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી હતી.પોલીસ દ્વારા ક્લબના ખૂણે ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તેમજ લોકર સુધી આ ચિઠ્ઠી કોણે પહોંચાડી તે જાણવા માટે ત્યાંના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતાં. 

પેન્સિલથી બોમ્બ થ્રેટનો મેસેજ લખ્યો

આ ઘટનામાં હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી ધુરંધર ફિલ્મ પરથી પ્રેરણા લઈને સુરતના એક વેપારીના 12 વર્ષના પુત્રએ મજાક કરવા આ ચિઠ્ઠી લખી હતી. તેણે ધુરંધર મૂવી જોયા બાદ પેન્સિલથી બોમ્બ થ્રેટનો મેસેજ લખ્યો હતો. સ્પોર્ટ્સ ક્લબની જે રૂમમાંથી ચિઠ્ઠી મળી તે રૂમમાં 3 વિદેશી વેપારીઓ રોકાયા હતા. ચિઠ્ઠીમાં લશ્કર એ તોયબા તેમજ દાઉદનો ઉલ્લેખ કરાયો હતો. આ બાળકે પત્ર લખીને લોકરમાં મુક્યો હતો અને આખરે લોકરમાં જ રહી ગયો હતો. હાઉસકિપિંગ સ્ટાફે જ્યારે રૂમની અંદર કામગીરી કરી ત્યારે આ લેટર મળી આવ્યો હતો.  

આ પણ વાંચોઃ Delhi : હવે અમદાવાદ મેટ્રો એરપોર્ટ સુધી પહોંચશે, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

Morbi News: હળવદમાં પાણીના ટેન્કર બાબતે ભાજપ નેતાએ કર્મચારીને માર માર્યો, આપી જાનથી મારી નાખવાની ધમકી!

મોરબીના હળવદમાંથી નગરપાલિકાના સભ્યની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હળવદ નગરપાલિકાના સેનીટેશન ચેરમેન અને ભાજપના નેતા ભરતભાઈ કરોતરા દ્વારા પાણી પુરવઠા વિભાગના એક કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જે કારણે હળવદ શહેરમાં ચકચાર મચી ગઈ છે.

જાહેરમાં બિભત્સ ગાળો આપી

ઘટનાની મળતી માહિતી અનુસાર, પાણીના ટેન્કર મોકલવા બાબતે હળવદ નગરપાલિકાના સભ્ય ભરતભાઈ કરોતરા અને પાણી પુરવઠાના કર્મચારી તુષારભાઈ ગઢવી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જઈને પાલિકા સભ્ય ભરતભાઈએ કર્મચારી તુષારભાઈને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી.

જાનથી મારી નાખવાની ધમકી આપી

વાત આટલેથી ન અટકતા, ભાજપના નેતાએ સત્તાના નશામાં ભાન ભૂલીને કર્મચારી તુષારભાઈ ગઢવી સાથે મારામારી કરી હતી, અને તેમના પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આરોપી સભ્યએ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે.

ભરત કરોતરા વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ

આ ઘટના બાદ ભયભીત અને આક્રોશિત થયેલા પાણી પુરવઠાના કર્મચારી તુષારભાઈ ગઢવી તાત્કાલિક હળવદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પાલિકા સભ્ય ભરત કરોતરા વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સરકારી કર્મચારીઓ પર શાસક પક્ષ ભાજપના નેતાઓ દ્વારા થઈ રહેલા આવા હુમલાઓને પગલે સ્થાનિક કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – Morbi : હળવદમાં ભાજપનું ‘સાવરણા નાટક’: સાંસદ પાસે કરાવ્યું ફોટો સેશન, પછી એ જ જગ્યાએ સ્વીપર મશીન ફેરવતા વિવાદ

Vadodara-સાવલી માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે દુર્લભ વન્યજીવ ‘વનયાર’ થયું લોહીલુહાણ

વડોદરા જિલ્લાના સાવલી-ડેસર પંથકમાંથી વન્યજીવ પ્રેમીઓને ચિંતામાં મૂકી દે તેવા સમાચાર સામે આવ્યા છે. સાવલીના ઝવેરીપુરા ગામ નજીક પસાર થતા વડોદરા-સાવલી મુખ્ય માર્ગ પર એક અજાણ્યા વાહનની ટક્કરે દુર્લભ ગણાતા વન્યપ્રાણી ‘વનયાર’ (શાહ wilds/જંગલી બિલાડી પ્રજાતિ) ને જોરદાર અડફેટે લીધું હતું. પૂરપાટ ઝડપે દોડતા વાહનની ટક્કર વાગતાં આ મૂંગું જીવ રોડ કિનારે ગંભીર હાલતમાં પછડાયું હતું અને લોહીલુહાણ થઈ ગયું હતું.

ગ્રામજનોની ત્વરિત જાગૃતતા અને વન વિભાગની દોડધામ

અકસ્માત બાદ માર્ગ પરથી પસાર થતા ઝવેરીપુરા ગામના સ્થાનિક રહીશોની નજર રોડ કિનારે તરફડિયા મારી રહેલા આ અજાણ્યા વન્યજીવ પર પડી હતી. વનયારને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જોતાં જ ગ્રામજનોએ માનવતા દાખવીને તાત્કાલિક વન વિભાગ (Forest Department) ને ફોન પર જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને વન વિભાગની રેસ્ક્યુ ટીમ સત્વરે ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ ઘાયલ વનયારનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું અને તેને તાત્કાલિક વેટરનરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું હતું.

હાઈવે પર વન્યજીવોની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

આ અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની શોધખોળ શરૂ કરી છે. હાલમાં વન્યજીવ નિષ્ણાતો અને ડોક્ટરોની ટીમ દ્વારા વનયારની તબિયત પર સતત દેખરેખ (મોનિટરિંગ) રાખવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે જંગલ વિસ્તારની આસપાસથી પસાર થતા હાઈવે પર વન્યપ્રાણીઓની માર્ગ સલામતી અને વાહનોની ગતિમર્યાદા પર અંકુશ રાખવા અંગે સ્થાનિકો અને પર્યાવરણવાદીઓ દ્વારા ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Rajkot News: બાલાજી વેફર્સ ફેક્ટરીના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

રાજકોટ નજીક આવેલી જાણીતી બાલાજી વેફર્સ ફેક્ટરીમાંથી છોડાતા ગંદા અને પ્રદૂષિત પાણીના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણીય કટોકટી સર્જાઈ છે. વડવાજડી સહિતના સાત જેટલા ગામો હાલ ફેક્ટરીના ઝેરી કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર, કંપની દ્વારા કોઈપણ પ્રકારના પ્રોસેસિંગ વિના દૂષિત પાણી સીધુ નદીઓ અને સ્થાનિક ખેતરોમાં વહાવી દેવામાં આવે છે, જેના કારણે કુદરતી જળસ્ત્રોતો ઝેરી બન્યા છે.

લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ

ફેક્ટરીના આ બેજવાબદાર વલણને કારણે વડવાજડી, વીરડા વાજડી, વાજડી ગઢ, વેજગામ, રોણકી, ઈશ્વરીયા અને હરિપર જેવા ગામોમાં પીવાના અને સિંચાઈના બોરના પાણી પણ પ્રદૂષિત થઈ ચૂક્યા છે. જમીનની ફળદ્રુપતા નષ્ટ થવાના આરે છે. જેના કારણે સ્થાનિક ખેડૂતોની આજીવિકા છીનવાઈ રહી છે. ખેતી ઉપરાંત પશુપાલન અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ગામના પશુઓ આ દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે. 

GPCB સામે પણ લોકોમાં ભારે રોષ

સ્થાનિક અગ્રણીઓ અને પૂર્વ સરપંચોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાલાજી વેફર્સ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ના નામે માત્ર મોટો દેખાડો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં તેઓ ગ્રામજનોનું જીવવું હરામ કરી રહ્યા છે. નેતાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ લોકોમાં ભારે રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં છે અને રાજકીય નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ મોઢું બતાવે છે, બાકીના સમયે તેઓ મોટા ઉદ્યોગગૃહો સામે નતમસ્તક થઈ જાય છે. જો આ પ્રદૂષણ પર તાત્કાલિક રોક લગાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ સમગ્ર વિસ્તાર રહેવાલાયક નહીં રહે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ Banaskantha News: દાંતામાં ચાલકે કાબુ ગુમાવતા જીપ સીધી જ પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી, એકનું મોત 7 ઈજાગ્રસ્ત

લદાખ-શ્રીનગર વચ્ચે હવે સીધો રસ્તો! જાણો ગેમચેન્જર સાબિત થશે 14 કિમી લાંબી જોજિલા ટનલ

Zojila Tunnel connectivity

Zojila Tunnel connectivity: ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇતિહાસમાં આજે એક મોટી સફળતા મળી છે. દુનિયાની સૌથી વધુ ઊંચાઈ પર આવેલી અને સૌથી લાંબી સિંગલ-ટ્યુબ ‘જોજીલા ટનલ’નું અંતિમ ‘બ્રેકથ્રૂ બ્લાસ્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. બ્રેકથ્રૂ એટલે કે ટનલની અંદરની છેલ્લી પથરાળ દીવાલને ધડાકા સાથે તોડીને આરપાર રસ્તો સાફ કરવો. આ સફળ વિસ્ફોટની સાથે જ ટનલના બંને છેડા હવે એકબીજા સાથે જોડાઈ ગયા છે. આ ઐતિહાસિક સિદ્ધિને કારણે કાશ્મીર અને લદ્દાખ વચ્ચે ભારે બરફવર્ષામાં પણ બારેમાસ અવરજવર ચાલુ રાખવાનું વર્ષો જૂનું સપનું હવે પૂરું થવાના આરે છે.