Jioના બે પ્લાન સાથે એકદમ ફ્રી મળી રહ્યા 20GB એક્સ્ટ્રા ડેટા, લાંબી વેલિડિટી સાથે OTT પણ મળશે લાભ

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News: શ્રેયસ અય્યર બન્યો ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત

Breaking News: શ્રેયસ અય્યર બન્યો ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન, સૂર્યાના કેપ્ટનશિપ યુગનો અંત

ભારતીય ક્રિકેટ ટીમને T20 ફોર્મેટ માટે નવો કેપ્ટન મળી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. શ્રેયસ અય્યરને ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન નીયુક્ય કરવામાં આવ્યો છે. તિલક વર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વધુમાં, 15 વર્ષીય સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશીની પણ પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે, તે ભારતીય ટીમ માટે પસંદગી પામેલો સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. BCCI એ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ તેમજ એશિયન ગેમ્સ અને ભારત A ના બિનસત્તાવાર ટેસ્ટ ટૂર માટે પણ ટીમોની જાહેરાત કરી છે.

આયર્લેન્ડ-ઈંગ્લેન્ડમાં શ્રેયસ કરશે ટીમનું નેતૃત્વ

શનિવાર, 6 જૂનના રોજ BCCI મુખ્યાલયમાં પસંદગી સમિતિની બેઠક બાદ બોર્ડ સચિવ દેવજીત સૈકિયાએ શ્રેયસ અય્યરની કેપ્ટન તરીકે જાહેરાત કરી હતી . આ સાથે ભારતીય T20 ટીમમાં સૂર્યકુમાર યાદવના સફળ યુગસનો અંત આવ્યો હતો. સૂર્યાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ વર્લ્ડ કપ જીત્યો હતો. 2028 વર્લ્ડ કપ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને હવે એક નવા યુગની શરૂઆત થઈ છે.

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

ટીમ ઈન્ડિયા જૂનના અંતમાં આયર્લેન્ડ અને ત્યારબાદ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ભારત આયર્લેન્ડમાં બે અને ઈંગ્લેન્ડમાં પાંચ T20 મેચ રમશે. બંને શ્રેણી માટે 16 ખેલાડીઓની એક ટીમ પસંદ કરવામાં આવી છે, અને તે તમામ સાત મેચ માટે ઉપલબ્ધ રહેશે. આમાં સૌથી ચર્ચાસ્પદ નામ વૈભવ સૂર્યવંશીનું છે, જે ટીમ ઈન્ડિયા માટે પસંદ થનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેની સાથે IPLમાં સારું પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ 27 જૂનથી શરૂ થશે, જ્યારે ઈંગ્લેન્ડ શ્રેણી 1 જુલાઈથી શરૂ થશે.

આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ માટે T20 ટીમો

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી.

એશિયન ગેમ્સ માટે ટીમ

આ બે શ્રેણી ઉપરાંત, સપ્ટેમ્બરમાં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરવામાં આવી છે. આમાંથી ચૌદ ખેલાડીઓ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડની મેચો માટે પસંદ કરાયેલા ખેલાડીઓ જેવા જ છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રિન્સને બાદ કરવામાં આવ્યા છે. આ રમતો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી અને જસપ્રિત બુમરાહ.

શ્રીલંકા પ્રવાસ માટે ભારત A ટીમ

ધ્રુવ જુરેલ (કેપ્ટન, વિકેટકીપર), સાઈ સુદર્શન, આયુષ પાંડે, દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, સરંશ જૈન, ગુરનુર બ્રાર, આકિબ નબી, યશ ઠાકુર, અંશુલ કંબોજ, એન જગદીસન, અમન મોખાડે, શાક રશીદ, જીશાન અંસારી.

Breaking News: RCB ને IPL 2026 ચેમ્પિયન બનાવ્યાના માત્ર 72 કલાકમાં જ કેપ્ટન રજત પાટીદારને મળી મોટી હાર

નળમાંથી ટપકતું પાણી લાવે છે પૈસાની બરબાદી! વાસ્તુનો આ સંકેત ના કરતા નજરઅંદાજ

Vastu Tips : મંદિરમાં એક જ દેવતાની બે મૂર્તિઓ રાખવી જોઈએ કે નહીં? જાણો વાસ્તુ મુજબ શુભ કે અશુભ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Ahmedabad: ગુજરાત પોલીસ બેડામાં સૌથી મોટા સમાચાર, અમદાવાદના કમિશનર જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ પ્રશાસનને લઈને એક ખુબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના કાર્યદક્ષ અને કડક પોલીસ કમિશનર જી.એસ. મલિક (IPS G.S. Malik) ને હવે પ્રમોશન આપીને ગુજરાત રાજ્યના નવા કાયમી પોલીસ મહાનિદેશક એટલે કે ડીજીપી (DGP – Director General of Police) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારના આ આદેશ સાથે જ રાજ્યના ટોચના પોલીસ વડાના પદને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે.

જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના કાયમી ડીજીપીની નિવૃત્તિ અથવા બદલી બાદથી રાજ્યના પોલીસ વડાનો વધારાનો ચાર્જ (ઇન્ચાર્જ ડીજીપી તરીકે) સિનિયર આઈપીએસ અધિકારી ડૉ. કે.એલ.એન. રાવ (Dr. K.L.N. Rao) સંભાળી રહ્યા હતા. ડૉ. રાવ અત્યાર સુધી ઇન્ચાર્જ DGP તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા, પરંતુ હવે સરકારે આ અત્યંત મહત્વના પદ પર કાયમી નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે.

1993 બેચના આઈપીએસ અધિકારી

1993 બેચના બાહોશ આઈપીએસ અધિકારી જી.એસ. મલિકે અમદાવાદ પોલીસ કમિશનર તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન ગુનેગારો પર ધાક બેસાડવામાં અને શહેરમાં શાંતિ સલામતી જાળવવામાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે. અગાઉ તેઓ કેન્દ્ર સરકારમાં પણ મહત્વની મિલિટરી કે સિક્યુરિટી ફોર્સમાં ડેપ્યુટેશન પર સેવા આપી ચૂક્યા છે. હવે સમગ્ર ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કમાન તેમના મજબૂત હાથોમાં સોંપવામાં આવી છે. જી.એસ. મલિક ટૂંક સમયમાં જ ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે વિધિવત રીતે રાજ્યના કાયમી DGP તરીકેનો પદભાર સંભાળશે. આ નિમણૂકને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકીય વર્તુળો તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.

આ પણ વાંચો: Surat: તાપી બ્રિજ પર પડ્યો મસમોટો ભુવો, ચોમાસા પહેલાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ


Anant Rajના શેરમાં આવી શકે છે 48%ની તેજી ! Venturaએ આપ્યું Buy રેટિંગ, જાણો શું છે આ સ્ટોકમાં ખાસ

Gold-Silver Rate Today : આજે કેટલું સસ્તુ થયું સોનું? અમદાવાદ સહિત મોટા શહેરોનો જાણો લેટેસ્ટ ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 


1. PM મોદી હજીરા L&T કંપનીમાં પહોંચ્યા, ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું  


2. Delhi High Courtએ Cockroach Janata Partyને રાહત આપી, વિરોધ સામેની અરજી પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર  


3. Bihar : પટનામાં ખાન સર વિરુદ્ધ FIR દાખલ, ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ  


4. Tamil Nadu: ભાજપ છોડ્યા બાદ બોલ્યા અન્નામલાઇ, એકલા હાથે ચૂંટણી લડીશ, મતભેદને કારણે પાર્ટી છોડી….  


5. Ahmedabad : બોપલમાં મેકડોનાલ્ડ્સની મોટી લાપરવાહી, વેજ બર્ગરના ઓર્ડરમાં મોકલ્યું નોનવેજ બર્ગ  


6. Dahod: કડાણા વોટર પ્લાન્ટમાં ઝેરી ક્લોરિન ગેસ લીક થતાં દોડધામ,આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો  


7. Ahmedabad : નરોડા GIDCમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 7 ટીમો ઘટનાસ્થળે  


8. Putin Praise India: વિશ્વભરમાં વાગ્યો ભારતની હિંમતની ડંકો, પુતિન, ટ્રમ્પ અને ઈરાને કરી પ્રશંસા  


9. Rajkot : પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા રાજા ચાવડા સામે દુષ્કર્મ, અપહરણ અને 20 લાખની ખંડણીની ફરિયાદ 


10. PM Modi: મોદી મંત્રીમંડળમાં મોટા ફેરબદલના એંધાણ, ચાર કેન્દ્રીય મંત્રીઓની વિદાય નક્કી?

PM મોદી હજીરા L&T કંપનીમાં પહોંચ્યા, ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું

ડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હજીરા ખાતે આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના અત્યાધુનિક આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સની મુલાકાતે પહોંચ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત દરમિયાન વડાપ્રધાને દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરતા અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત ખાસ ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવેલા સ્વદેશી ઘાતક હથિયારો અને ટેન્કોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીની આ મુલાકાતને પગલે હજીરા વિસ્તાર અને એલએન્ડટી પ્લાન્ટની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ભારતીય ટેકનોલોજીની તાકાતનો સ્વીકાર

પ્લાન્ટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સેના માટે એલએન્ડટી કંપની દ્વારા બનાવવામાં આવી રહેલી સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો, આર્મર્ડ વ્હીકલ્સ અને અન્ય આધુનિક યુદ્ધ પ્રણાલીઓની તકનીકી વિશેષતાઓ અને તેની કાર્યક્ષમતા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. પીએમ મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આત્મનિર્ભર બનવાના રોડમેપને બિરદાવ્યો હતો અને વૈશ્વિક સ્તરે ભારતીય ટેકનોલોજીની તાકાતનો સ્વીકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા

ઉલ્લેખનીય છે કે, સુરતનું હજીરા એલએન્ડટી કેન્દ્ર ભારતીય સૈન્ય માટે આર્ટિલરી ગન (તોપો) અને ભારે યુદ્ધ વાહનોના ઉત્પાદન માટેનું મુખ્ય મથક છે. વડાપ્રધાને વિવિધ શસ્ત્રોની ઉત્પાદન પ્રક્રિયા નિહાળીને વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોની ટીમને દેશની સુરક્ષામાં આપેલા આ અદભુત યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમની આ મુલાકાતથી આગામી દિવસોમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે નવી રોજગારી અને મોટા રોકાણોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો—-   Gujarat Latest News live : રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા મુદ્દે વિવાદ, પુરુષોત્તમ પીપળીયાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યુ

Morbi News: હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, 40 ગામોમાં રોગચાળાનું જોખમ

મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી તંત્રની એક શરમાજનક અને લોકોના જીવ જોખમમાં મૂકતી ગંભીર બેદરકારી સામે આવી છે. હળવદ નગરપાલિકા દ્વારા લાખો લોકોના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન નર્મદા કેનાલમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી છોડવામાં આવ્યું છે. તંત્રની આ કાળી કરતૂત સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લાખો લોકોના માથે ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી

ઘટનાની મળતી વિગતો અનુસાર, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી બ્રાહ્મણી ડેમ-2 ભરીને પીવાના પાણીની સપ્લાય પૂરી પાડવામાં આવે છે. આ જ પાણી હળવદ શહેર અને આસપાસના 40 ગામોને પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, આ મુખ્ય કેનાલ દ્વારા રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધી પણ પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ હળવદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આ શુદ્ધ પીવાના પાણીની કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી છે.

પીવાનું પાણી ઝેરી બનશે

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો આ કેનાલનું દૂષિત પાણી બ્રાહ્મણી ડેમ અને અન્ય જળાશયોમાં પહોંચશે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ઝેરી બનશે, જેના કારણે કોલેરા, ટાઈફોઈડ અને કમળા જેવો ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહેલા આ ચેડાં બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે.

આ પણ વાંચો – Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના