Aravalli: વૃદ્ધાના આપઘાતનું કારણ બનેલી ઠગાઈનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ જેલના સળિયા પાછળ

અરવલ્લી જિલ્લાના માલપુરમાં વૃદ્ધાને છેતરીને ચાંદીના કડલા પડાવી લેનાર ટોળકીના બે સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. 4 માર્ચના રોજ બનેલી આ ઠગાઈની ઘટના એટલી આઘાતજનક હતી કે, પોતાની આજીવનની મૂડી સમાન દાગીના ગુમાવ્યાનું દુઃખ સહન ન થતા છેતરાયેલા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ મોત બાદ માલપુર પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.

1 કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા

મળતી માહિતી મુજબ, ત્રણ ગઠિયાઓએ વૃદ્ધાને વાતોમાં ભોળવી તેમની પાસેથી અંદાજે 1 કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ દાગીના ગુમાવ્યાનું દુઃખ સહન ન થતા છેતરાયેલા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધાના આત્મહત્યાના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

2 આરોપી ઝડપાયા

આ મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મોડાસાના ડુંગરી વિસ્તારમાં ત્રાટકી હતી, જ્યાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

 2.5 લાખની કિંમતના ચાંદીના કડલા જપ્ત

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 2.5 લાખની કિંમતના ચાંદીના કડલા અને ગુનામાં વપરાયેલ એક્ટિવા જપ્ત કર્યું છે. જોકે, આ ટોળકીનો હજુ એક સાગરીત પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા શખ્સો અગાઉ અન્ય કેટલી ઠગાઈમાં સામેલ છે તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. છેતરપિંડીને કારણે એક નિર્દોષ જીવ ગુમાવનાર વૃદ્ધાના પરિવારને ન્યાય અપાવવા પોલીસે ત્રીજા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો—-    Local body election 2026 : હર્ષ સંઘવીના તેજાબી પ્રહાર, આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે, દરેક ચૌદશને સીધા કરી દીધા

Ahmedabad : સાણંદના છારોડીમાં વૃદ્ધાની હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ, પંથકમાં ફફડાટ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના છારોડી ગામમાં એક વૃદ્ધાની નિર્મમ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. 65 વર્ષીય મદીનાબાનુ કુરેશી નામની વૃદ્ધાની તેમના જ મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા મોડી રાત્રે થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.

 વૃદ્ધાની લાશને સળગાવવાનો પણ પ્રયાસ

ઘટનાની વિગતો મુજબ, મદીનાબાનુ પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે હત્યારાઓએ પુરાવા નાશ કરવા અથવા ગુનાને અંજામ આપ્યા બાદ વૃદ્ધાની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાની આશંકા સામે આવી છે. સવારે જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

સાણંદ GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

ઘટનાની જાણ થતા જ સાણંદ GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને એફએસએલ (FSL)ની મદદથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. લૂંટના ઈરાદે હત્યા થઈ છે કે પછી કોઈ અંગત અદાવત? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો—-    Local body election 2026 : હર્ષ સંઘવીના તેજાબી પ્રહાર, આજે દાદાનું બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે, દરેક ચૌદશને સીધા કરી દીધા

Apple ने ऐप्स से जुड़े मामले में नहीं दिया डेटा, CCI जल्द कर सकता है फैसला

इस बारे में CCI की ओर से हाल ही में दिए गए एक ऑर्डर में कहा गया है कि एपल ने अपना फाइनेंशियल डेटा और जांच पर अपने विचार की जानकारी नहीं दी है। इसके बजाय कंपनी ने दिल्ली हाई कोर्ट में लंबित एक अलग मामले का हवाला दिया है जिसमें एपल ने देश के एंटीट्रस्ट पेनल्टी कानून को चुनौती दी है। एपल के लिए भारत बड़े मार्केट्स में शामिल है।

Vadodara : 10 દિવસમાં 264 સ્થળોએ આરોગ્ય વિભાગનું ચેકિંગ, કારેલીબાગમાંથી 17 કિલો પનીર સીઝ કરાયું

વડોદરા શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મ પર દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને પનીર અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળને પકડવા માટે તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે.

264 એકમોમાં તપાસ અને 10 નમૂના લેવાયા

આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના પનીરનું વેચાણ કે ઉપયોગ કરતા કુલ 264 યુનિટ્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા 10 વિવિધ એકમો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે. જો આ નમૂના રિપોર્ટમાં ફેલ જશે, તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

કારેલીબાગમાં પનીરનો જથ્થો સીઝ કરાયો

આ કાર્યવાહી દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં એક એકમ પર તપાસ કરતા બિનઆરોગ્યપ્રદ અને શંકાસ્પદ ગુણવત્તાવાળું 17 કિલો પનીર મળી આવ્યું હતું. આરોગ્ય વિભાગે તાત્કાલિક આ જથ્થાને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉનાળાની શરૂઆત અને તહેવારોની મોસમમાં દૂધની બનાવટોમાં ભેળસેળની શક્યતા વધુ હોવાથી આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે તેવી માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો—     Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા

Amreli : લેન્સકાર્ટના ‘તિલક અને શિખા’ વિવાદના પડઘા પડ્યા, હિન્દુ સંગઠનોએ કર્મચારીઓને તિલક કરી નોંધાવ્યો વિરોધ

લેન્સકાર્ટ કંપની સામે શરુ થયેલો વિરોધ રાજ્યભરમાં પ્રસરી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ આજે બજરંગ દળ અને વિવિધ હિન્દુ સંગઠનો લેન્સકાર્ટ કંપની સામે મેદાનમાં ઉતર્યા હતા. શહેરના લેન્સકાર્ટ સ્ટોર પર પહોંચી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હિન્દુ ધર્મના પ્રતીકોના અપમાન સામે રોષ ઠાલવ્યો હતો.

કર્મચારીઓને તિલક કરી અનોખો વિરોધ

અમરેલીમાં હિન્દુ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં લેન્સકાર્ટની દુકાને પહોંચ્યા હતા. તેમણે કંપનીની નીતિઓનો વિરોધ કરવા માટે ત્યાં હાજર કર્મચારીઓના કપાળ પર તિલક કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સંગઠનોનું કહેવું છે કે, “ભારત એક લોકતાંત્રિક દેશ છે અને અહીં કોઈ પણ કર્મચારીને તેની ધાર્મિક માન્યતાઓ કે પ્રતીકો ધારણ કરતા અટકાવવા તે બંધારણીય અધિકારોનું હનન છે.” શિખા અને તિલક એ સનાતન ધર્મની ઓળખ છે અને તેના અપમાનને ચલાવી લેવામાં આવશે નહીં.

પોલીસનો લોખંડી બંદોબસ્ત

વિરોધ પ્રદર્શનને પગલે શહેરમાં વાતાવરણ તંગ ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન ઘટે તે માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. લેન્સકાર્ટ સ્ટોરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો—-    Mehsanaમાં ફિલ્મી ઢબે લૂંટ, પુત્રને વિદેશ મોકલવા રાખેલા 64 લાખ પિસ્તોલની અણીએ લૂંટાયા, એજન્ટના માણસો જ નીકળ્યા લૂંટારા

IPL 2026માં ઋષભ પંતની એક ભૂલથી LSG ને પડ્યો 83 રનનો માર, કોનોલીએ ફટકાર્યા 15 છગ્ગા અને ચોગ્ગા, જુઓ

IPL 2026માં ઋષભ પંતની એક ભૂલથી LSG ને પડ્યો 83 રનનો માર, કોનોલીએ ફટકાર્યા 15 છગ્ગા અને ચોગ્ગા, જુઓ

IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક નાની ભૂલ કેવી રીતે મોટી સાબિત થઈ શકે છે તેનો જીવંત ઉદાહરણ જોવા મળ્યો. લખનૌના કેપ્ટન ઋષભ પંતનો એક નિર્ણય આખી મેચનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો, જેના કારણે ટીમને ભારે નુકસાન ભોગવવું પડ્યું.

મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જ્યાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં જ ટીમને મોટો ઝટકો લાગ્યો અને પ્રથમ ઓવરમાં પ્રભસિમરન સિંહ આઉટ થયો. આવી સ્થિતિમાં લખનૌ માટે મેચ પર કાબૂ મેળવવાની સારી તક હતી.

બીજી ઓવરમાં કૂપર કોનોલી ક્રીઝ પર આવ્યો ત્યારે મોહસીન ખાનની બોલિંગ દરમિયાન LBW માટે જોરદાર અપીલ કરવામાં આવી હતી. અમ્પાયરે નોટ આઉટ આપ્યો, અને અહીંથી આખી કહાની બદલાઈ ગઈ. લખનૌ પાસે DRS લેવાની તક હતી, પરંતુ કેપ્ટન ઋષભ પંતે રિવ્યૂ ન લેવાનો નિર્ણય કર્યો. બાદમાં રિપ્લેમાં સ્પષ્ટ થયું કે જો રિવ્યૂ લેવામાં આવ્યો હોત, તો કોનોલી આઉટ થઈ ગયો હોત. તે સમયે તે માત્ર 4 રન પર હતો.

આ એક નિર્ણય પંજાબ માટે જીવનરેખા બની ગયો. શરૂઆતમાં થોડી મુશ્કેલી અનુભવનાર કૂપર કોનોલી પછી સંપૂર્ણ રીતે લયમાં આવી ગયો અને તેણે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે માત્ર 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ત્યારબાદ આક્રમક બેટિંગ ચાલુ રાખી.

કોનોલીએ મેચ દરમિયાન અનેક શાનદાર શોટ્સ રમ્યા. ખાસ કરીને એડન માર્કરામની એક ઓવરમાં તેણે સતત ત્રણ છગ્ગા ફટકાર્યા, જ્યારે પ્રિયાંશ આર્યએ પણ બે છગ્ગા ઉમેર્યા. આ ઓવરમાં કુલ 32 રન બન્યા, જે મેચનો મહત્વપૂર્ણ ક્ષણ બની રહ્યો.

જોકે કોનોલી પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં, તેણે માત્ર 46 બોલમાં 87 રનની જબરદસ્ત ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે, એટલે કે કુલ 15 બાઉન્ડરીથી તેણે સ્કોર બોર્ડને તેજ ગતિથી આગળ ધપાવ્યો.

આ રીતે ઋષભ પંતનો DRS ન લેવાનો નિર્ણય લખનૌ માટે ભારે પડી ગયો. એક સરળ રિવ્યૂથી મળતું વિકેટ ચૂકી જવાથી ટીમને અંતે 83 રનનો મોટો ખર્ચ સહન કરવો પડ્યો, જે મેચના પરિણામ પર સીધી અસર કરતો સાબિત થયો.

IPL 2026માં KKR vs RR વચ્ચેની મેચમાં ફિલ્ડરની એક મોટી ભૂલ બની રાજસ્થાનની હારનું કારણ

Ahmedabadમાં નશાખોરની દાદાગીરી: હાથમાં છરી લઈ પોલીસને લલકારી, વીડિયોએ મચાવ્યો ખળભળાટ

અમદાવાદના વાડજ વિસ્તારમાં એક યુવક નશાની હાલતમાં છરી લઈને જાહેર રોડ પર આતંક મચાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ શખ્સ હાથમાં ખુલ્લી છરી રાખીને રસ્તા પરથી પસાર થતા લોકોને ડરાવી રહ્યો હતો અને અત્યંત બીભત્સ ગાળો બોલી રહ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. વીડિયોમાં દેખાતો શખ્સ નશામાં એટલો ચકચૂર હતો કે તેણે પોલીસ પ્રશાસન વિશે પણ અપશબ્દો બોલતા અચકાયો નહોતો.

જાહેર રોડ પર છરી વડે લોકોને ડરાવ્યા

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ શખ્સ હાથમાં ઘાતક હથિયાર સાથે રસ્તાની વચ્ચે ઊભો છે અને જાહેરમાં લોકોને ધમકાવી રહ્યો છે. રસ્તા પર આ પ્રકારે નશાખોર શખ્સે આતંક મચાવતા વાહનચાલકોએ પણ પોતાના વાહનો થંભાવી દીધા હતા. આ સમગ્ર ઘટના કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે હવે સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે. પોલીસ વિશેના બીભત્સ ઉચ્ચારણોને કારણે પોલીસ તંત્રની આબરૂ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ 

આ વીડિયો પોલીસના ધ્યાને આવતા જ વાડજ પોલીસ એક્શનમાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ આ વીડિયો વાડજ વિસ્તારનો જ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે આ શખ્સની ઓળખ મેળવવા માટે તપાસ તેજ કરી છે. જાહેરમાં હથિયાર પ્રદર્શન અને નશો કરીને પોલીસ વિરુદ્ધ બોલનારા આ શખ્સને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી સમાજમાં ખોટો દાખલો બેસે નહીં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Chhota Udepur: નસવાડીના ચામેઠા ગામે આકાશી વીજળી ત્રાટકી, ખેતરમાં કામ કરતા યુવકનું કરૂણ મોત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કમોસમી વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટના બની છે. તાલુકાના ચામેઠા ગામે ખેતરમાં મજૂરી કામ કરી રહેલા એક આશાસ્પદ યુવક પર આકાશી વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ભર ઉનાળે આવેલા વાતાવરણના પલટાએ આ પરિવાર પર આભ તોડી પાડ્યું છે.

ખેતરમાં કામ કરતી વખતે સર્જાઈ દુર્ઘટના

નસવાડી પંથકમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. આ દરમિયાન ચામેઠા ગામનો યુવક પોતાના ખેતરમાં ખેતીકામમાં વ્યસ્ત હતો. અચાનક ગાજવીજ સાથે પડેલી વીજળી સીધી યુવક પર પડતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો અને જોતજોતામાં તેણે દમ તોડી દીધો હતો.

સ્થાનિકોમાં શોકની લાગણી 

આ ઘટનાને પગલે આખું ગામ ખેતરે દોડી આવ્યું હતું અને યુવકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસ અને મહેસૂલ વિભાગને જાણ કરવામાં આવી છે. અચાનક આવેલા માવઠાએ ખેતીના પાકને નુકસાન તો પહોંચાડ્યું જ છે, પરંતુ આ માનવીય જાનહાનિને કારણે સમગ્ર નસવાડી પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Local Body Elections 2026 : ચૂંટણીમાં બળવો કરનારા નેતાઓ સામે અમદાવાદ ભાજપનો સપાટો, 7 હોદ્દેદારોને રવાના કરાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026ના પ્રચાર વચ્ચે અમદાવાદ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. પક્ષના અધિકૃત ઉમેદવારો સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 7 જેટલા હોદ્દેદારો સામે ભાજપે લાલ આંખ કરી છે. શિસ્તના આગ્રહી એવા ભાજપે આ તમામ સભ્યોને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (બરતરફ) કરી દીધા છે.

વિરમગામ, બારેજા અને સાણંદમાં કાર્યવાહી

અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયમાં વિરમગામ શહેરના 4, બારેજાના 2 અને સાણંદના 1 હોદ્દેદારનો સમાવેશ થાય છે. આ હોદ્દેદારોએ કાં તો પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અથવા તો પોતાના પરિવારના સભ્યોને ભાજપના ઉમેદવાર સામે મેદાનમાં ઉતાર્યા હતા. પક્ષની શિસ્તનો ભંગ કરવા બદલ તેમને તમામ હોદ્દાઓ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

પક્ષ વિરોધી પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે ચૂંટણી લડવી એ ગંભીર શિસ્તભંગ છે. ચૂંટણી ટાણે જ આ પ્રકારની કડક કાર્યવાહી કરીને ભાજપે અન્ય કાર્યકરો અને નેતાઓને પણ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે પક્ષ વિરોધી કોઈપણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. આ આકરા નિર્ણયને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો—     Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ

Ahmedabad : ધંધુકામાં યુવકની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસ ન્યાય અપાવે તેવી સ્વજનોની માગ

ધંધુકામાં એક યુવકની ઘાતકી હત્યાના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આજે મૃતક ધર્મેશ ગમારાના મૃતદેહનું ધંધુકા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવ્યું હતું. આ તબક્કે હોસ્પિટલ પરિસરમાં સમાજના આગેવાનો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સ્વજનોમાં ભારે રોષ અને ન્યાયની માગ

મૃતક ધર્મેશ ઉર્ફે લાલા ગમારાના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, મૃતક ધર્મેશના બે ભાઈઓ પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે, તેમ છતાં પરિવારના સભ્યની આ પ્રકારે હત્યા થતા સ્વજનોએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે. હોસ્પિટલ ખાતે હાજર સ્વજનોએ પોલીસ અધિકારીઓ પાસે આ કેસમાં જવાબદાર આરોપીઓને સત્વરે ઝડપી પાડી કડક સજા અપાવવાની અને ન્યાય કરવાની માંગ કરી છે.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અંતિમવિધિ

પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતક ધર્મેશ ગમારાનો પાર્થિવ દેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે, જેની હવે અંતિમવિધિ કરવામાં આવશે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ આ મામલે શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી રહી છે અને ટૂંક સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચો—-    Local Body Elections 2026 : ચૂંટણી જંગમાં AI ની એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસના સોશિયલ મીડિયા વોર-રૂમ હવે થયા હાઈટેક, જાણો ડિજિટલ માયાજાળ