25 વર્ષની MLA એ અંબાણીના ઘરે ગાયા ભજન, આખો પરિવાર ઝૂમી ઉઠ્યો, જુઓ Video

25 વર્ષની MLA એ અંબાણીના ઘરે ગાયા ભજન, આખો પરિવાર ઝૂમી ઉઠ્યો, જુઓ Video

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે ખાસ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડના અનેક સ્ટાર્સ સહિત આખો અંબાણી પરિવાર હાજર રહ્યો હતો. જોકે, સૌનું ધ્યાન અંબાણી પરિવાર પર જ કેન્દ્રિત રહ્યું, કારણ કે તેઓ જમીન પર બેસીને ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તેમના પરંપરાગત વેશભૂષાએ પણ સૌનું દિલ જીતી લીધું હતું.

આ ઉજવણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને ભજન સંધ્યાના દ્રશ્યોમાં બિહારની સૌથી નાની ધારાસભ્ય અને લોકગાયિકા મૈથિલી ઠાકુર દ્વારા ગવાયેલા ભજનોને સૌએ ખૂબ માણ્યા. તેમના મધુર અવાજે આખો માહોલ ભક્તિમય બનાવી દીધો હતો.

નીતા અંબાણીનો લુક આ પ્રસંગે ખાસ આકર્ષણ રહ્યો. તેમણે લાલ રંગની સિલ્ક સાડી પહેરી હતી, જેની બોર્ડર સોનેરી ઝરીથી સજાવેલી હતી. મેચિંગ બ્લાઉઝ સાથે તેમણે સાડીને ક્લાસિક રીતે ડ્રેપ કરી હતી. તેમની સાડી સાથેના હીરા, રૂબી અને નીલમના ઘરેણાંએ તેમના લુકને વધુ શાહી બનાવ્યો હતો. ગજરા સાથેનો બન અને કપાળ પરની નાની બિંદીએ તેમની પરંપરાગત સુંદરતા વધારી હતી.

રાધિકા મર્ચન્ટ પણ આ પ્રસંગે ખૂબ જ ગ્રેસફુલ લાગી રહી હતી. તેમણે ક્રીમ અને સોનાના કલરના ફ્યુઝન સ્ટાઈલ ગાઉન પહેર્યો હતો, જેમાં ભારતીય ટચ સ્પષ્ટ જોવા મળતો હતો. તેમણે મોતીના ઘરેણાં સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. જોકે, ભજન દરમિયાન તેમણે ઘરેણાં ઉતારીને સરળ લુક અપનાવ્યો, જે તેમની સાદગી દર્શાવે છે.

શ્લોકા મહેતા અને ઈશા અંબાણી બંને પણ આ પ્રસંગે સરળ અને સૌમ્ય અંદાજમાં નજરે પડ્યા. બંનેએ સૂટ પહેર્યા હતા અને ઓછામાં ઓછા ઘરેણાં સાથે પોતાના લુકને પૂર્ણ કર્યો હતો. શ્લોકાએ લીલો એમ્બ્રોઈડરીવાળો કુર્તો પહેર્યો હતો, જ્યારે ઈશાએ ફ્લોરલ પ્રિન્ટેડ કુર્તો પસંદ કર્યો હતો.

જન્મદિવસના કેન્દ્રમાં રહેલા અનંત અંબાણી વાદળી કુર્તા અને મેચિંગ હાફ જેકેટમાં નજરે પડ્યા હતા. તેમની સાથે મુકેશ અંબાણીએ પણ વાદળી કુર્તા અને સફેદ પાયજામા પહેરીને સિમ્પલ અને એલેગન્ટ લુક અપનાવ્યો હતો.

છેલ્લે, મૈથિલી ઠાકુરની વાત કરીએ તો, તેમણે સોનેરી ટીશ્યુ સાડી સાથે મરૂન બ્લાઉઝ પહેરીને ખૂબ જ સુંદર લુક રજૂ કર્યો હતો. ગોલ્ડન જ્વેલરી સાથે તેમણે પોતાનો પરંપરાગત અંદાજ પૂર્ણ કર્યો અને પોતાની ગાયકીથી આખા કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.

અંબાણી પરિવારે ગુજરાતને આપી સૌથી મોટી ભેટ, જામનગરમાં શરૂ થઈ ‘Vantara University’

Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન

Asha Bhosle Passed Away: 10 વર્ષની ઉંમરે પહેલું ગીત, 16 વર્ષની ઉંમરે લગ્ન: સરળ નહોતું આશા ભોસલેનું જીવન

અમદાવાદ: શાહપુર વોર્ડમાં કોંગ્રેસે રવિવારી બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા- જુઓ Video

અમદાવાદ: શાહપુર વોર્ડમાં કોંગ્રેસે રવિવારી બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા- જુઓ Video

એકતરફ કોંગ્રેસમાં જ્યાં અંદરખાને જ ટિકિટ માટે આંતરિક ખેંચતાણ જોવા મળી, ક્યાંક નારાજગી જોવા મળી તો વળી ક્યાંક ટિકિટ વેચીને ટિકિટની ફાળવણી કરાઈ હોવાની પક્ષના અંદરના લોકો દ્વારા આક્ષેપબાજી પણ જોવા મળી. ત્યારે આ તમામ આરોપ પ્રત્યારોપ વચ્ચે શાહપુર વોર્ડમાંથી સાવ જુદુ જ ચિત્ર ઉપસ્યુ છે. કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવતા ગીતાબેન દંતાણીને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે.

કોંગ્રેસમાંથી શાહપુર જેવા વોર્ડનું ચૂંટણી લડવા માટેનું મેન્ટેડ મળતા ગીતા બહેન અત્યંત ખુશખુશાલ અને ચૂંટણી લડવા માટે ઉત્સાહિતછે. મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની તક આપતા તેમણે કોંગ્રેસનો આભાર વ્યક્ત કરતા કહ્યુ, કોંગ્રેસ પાર્ટીએ અમારા જેવા સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુ છે. ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના માર્ગદર્શન હેઠળ તેમનુ ફોર્મ ભરાઈ ગયુ છે.

કોંગ્રેસે સામાન્ય વ્યક્તિને ટિકિટ આપી માન વધાર્યુંઃ આશા દંતાણી

ગીતાબેન છેલ્લા 25 વર્ષથી પાથરણા બજારમાં રમકડા વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પતિ અશ્વિન દંતાણી 25 વર્ષથી કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે. ત્યારે ગીતાબેનનુ કહેવુ છે કે તેમણે ક્યારેય પાર્ટી પાસે ટિકિટની માગણી કરી નથી. પાર્ટીએ જાતે જ તેમની વફાદારીને જોઈને ટિકિટની આપી છે. સાથોસાથ જે ચૂંટણી લડવા માટે, પ્રચાર માટે જે પણ આવશ્યક મદદની જરૂર હશે તે કરવા માટેની બાંહેધરી પણ આપવામાં આવી છે.

 કોર્પોરેટર બની ગયા તો રમકડા વેચવાનું ચાલુ રાખશે?

શાહપુર વોર્ડમાંથી તેઓ ચૂંટણી જીતી જશે અને કોર્પોરેટર બની જશે તો રમકડાનો વેપાર ચાલુ રાખશે કે બંધ કરી દેશે એવા સવાલ પર ગીતાબેને જણાવ્યુ કે તેઓ રમકડા વેચવાનો તેમનો બિઝનેસ તો શરૂ જ રાખશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે ગમે તેટલી મોટી કેમ ન બની જઉ મારા જૂના દિવસો ભૂલી જઉ એ ન બની શકે.

ઉલ્લેખનિય છે કે ગીતાબેનની ટક્કર ભાજપના રિપીટ ઉમેદવાર રેખાબેન ચૌહાણની સામે થવાની છે. ભાજપે તેમને શાહપુરથી રિપીટ કર્યા છે ત્યારે જોવુ રહ્યુ કે શાહપુરની જનતા કોના પર પસંદગી ઉતારે છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાઓના આવા જ રસપ્રદ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

કુદરતની અજીબ કરામત ! દરિયાના ઊંડાણમાં મળી આવ્યું ‘અઢળક સોનું’, વૈજ્ઞાનિકોને હાથ લાગ્યો કુદરતી ખજાનાનો ‘અખૂટ ભંડાર’

ગમે ત્યારે પલટાઈ શકે છે ‘ખેલ’ ! ભારતીય શેરબજારમાં આવશે તોફાની રિકવરી, મજબૂત સંકેતો વચ્ચે રોકાણકારો માટે ‘મોટા સમાચાર’

કોણ અસલી અને કોણ નકલી? ભરૂચ કોંગ્રેસમાં એક બેઠક પર સત્તાવાર ઉમેદવાર તરીકે બે દાવેદાર!!!

કોણ અસલી અને કોણ નકલી? ભરૂચ કોંગ્રેસમાં એક બેઠક પર સત્તાવાર ઉમેદવાર તરીકે બે દાવેદાર!!!

ભરૂચ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભરૂચ નગરપાલિકામાં ટિકિટ ફાળવણીને લઈને કોંગ્રેસમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર-2 માં કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. અહીં એક જ પક્ષના બે અલગ-અલગ ઉમેદવારોએ પોતાને સત્તાવાર ઉમેદવાર ગણાવી ફોર્મ ભરતા રાજકીય આલમમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

શું છે સમગ્ર વિવાદ?

વોર્ડ નંબર-2 માં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કુતુબુદ્દીન પટેલ અને સમસાદ અલી સૈયદ એમ બંને ઉમેદવારોએ કોંગ્રેસ પક્ષનું સત્તાવાર ‘મેન્ડેટ’ રજૂ કર્યું છે. નિયમ મુજબ પક્ષ એક બેઠક પર એક જ મેન્ડેટ આપે છે પરંતુ અહીં બે મેન્ડેટ સામે આવતા ચૂંટણી વિભાગ અને પક્ષના સંગઠનમાં ખળભળાટ મચી ગઈ છે.

શહેર પ્રમુખે વ્યક્ત કરી શંકા!!!

આ ગૂંચવણ અંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ ખુલીને પ્રતિક્રિયા આપી છે. તેમણે સમસાદ અલી સૈયદ દ્વારા રજૂ કરવામાં આવેલા મેન્ડેટ તરફ શંકા વ્યક્ત કરી છે. સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે, “આ મામલે પ્રદેશ કક્ષાએ તપાસ કરવામાં આવશે અને હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ જ સાચા ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.”

સોશિયલ મીડિયા પર એકતરફ પુરાવા તો બીજી તરફ મૌન

વિવાદ વચ્ચે કુતુબુદ્દીન પટેલ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. તેમણે પોતાનું મેન્ડેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરી દીધું છે અને પોતે જ પક્ષના અધિકૃત ઉમેદવાર હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, સમસાદ અલી સૈયદ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા કે પોતાના પક્ષમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

આગામી વ્યૂહરચના

હવે સૌની નજર પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે. જો મેન્ડેટ ખોટું સાબિત થાય તો જે-તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે. ભરૂચ કોંગ્રેસમાં ચાલી રહેલો આ આંતરિક કલહ ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું.

એક જ વોર્ડમાં બે મેન્ડેટ રજૂ થવાને કારણે ભરૂચ કોંગ્રેસની સંગઠન શક્તિ અને આંતરિક શિસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે.જો તપાસમાં સાબિત થાય કે કોઈ એક મેન્ડેટ નકલી છે તો જે-તે ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે

સમર્થકોમાં મૂંઝવણ

વોર્ડ નંબર-2 ના કાર્યકરો અને મતદારોમાં ભારે મૂંઝવણ ફેલાઈ છે કે પક્ષના સાચા ઉમેદવાર કોણ છે અને પ્રચાર કોનો કરવો?

તમારી અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરશે Kia Carens Clavis EV? જાણો તેની રિયલ રેન્જ, ફીચર્સ અને ડ્રાઇવિંગ રિવ્યૂ

તમારી અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરશે Kia Carens Clavis EV? જાણો તેની રિયલ રેન્જ, ફીચર્સ અને ડ્રાઇવિંગ રિવ્યૂ

Asha Bhosle Death : આશા ભોંસલેએ 2-2 વાર કર્યા લગ્ન, સાસરિયાએ આપ્યો ત્રાસ તો છોડ્યુ પતિનું ઘર, દીકરીની આત્મહતા, પુત્રનું પણ મોત-સંઘર્ષથી ભરેલુ રહ્યું જીવન

Breaking News: 92 વર્ષની વયે દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન, દેશભરમાં શોકની લહેર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking news: અમદાવાદમાં ભાજપાનો ‘જન સંકલ્પ’ મહાઅભિયાન, 192 ઉમેદવારો સાથે પ્રચારનો ધમાકેદાર પ્રારંભ, જુઓ Video

Breaking news: અમદાવાદમાં ભાજપાનો ‘જન સંકલ્પ’ મહાઅભિયાન, 192 ઉમેદવારો સાથે પ્રચારનો ધમાકેદાર પ્રારંભ, જુઓ Video

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ભવ્ય ‘જન સંકલ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કાંકરિયા ખાતે પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્ટેચ્યુ પાસે યોજાશે. જ્યાં અમદાવાદના તમામ 192 ઉમેદવારો એકસાથે જન સેવાનો સંકલ્પ લેશે અને પોતાના પ્રચાર અભિયાનનો શ્રી ગણેશ કરશે.

15 મહાનગરપાલિકાઓમાં એકસાથે આ કાર્યક્રમ યોજાશે

આ ‘જન સંકલ્પ’ કાર્યક્રમ માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં એકસાથે આ કાર્યક્રમ યોજાશે. ભાજપે આ અભિયાનને વ્યાપક બનાવવા માટે રાજ્યભરના સિનિયર આગેવાનોને અલગ-અલગ શહેરોમાં જવાબદારી સોંપી છે.

મહામંત્રી રત્નાકરજી વડોદરાના કાર્યક્રમમાં જોડાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના કર્ણાવતી મહાનગરમાં ઉપસ્થિત રહીને ઉમેદવારોને માર્ગદર્શન આપશે અને સંકલ્પ લેવડાવશે. બીજી તરફ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટ ખાતે હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વડોદરાના કાર્યક્રમમાં જોડાશે.

ભાજપના આ આયોજનનો મુખ્ય હેતુ ઉમેદવારોને એક સાથે લાવીને પ્રજાસેવા માટે પ્રતિબદ્ધ બનાવવાનો છે. એક સાથે, એક સમયે સમગ્ર રાજ્યમાં યોજાતા આ કાર્યક્રમથી ચૂંટણી પ્રચારને મજબૂત ગતિ મળશે અને સંગઠનની શક્તિનું પ્રદર્શન પણ થશે.

કડીમાં ચૂંટણી પહેલા જ ભાજપની જીત ! 36માંથી 22 બેઠકો બિનહરીફ જાહેર

Asha Bhosle Passes Away : આશા ભોંસલેના આ ગુજરાતી ગીતો આજે પણ એવરગ્રીન છે

ભારત દેશના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ એટેક આવતા શનિવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ચાર વાગ્યે થશે. તેમણે માત્ર હિન્દી જ નહીં પણ ભારત દેશની અનેક ભાષાઓમાં ગીતો ગાયા હતાં.

છેલા જી રે પાટણથી પટોળા મોંઘા લાવજો

ગુજરાતી ફિલ્મોની વાત કરવામાં આવે તો આશા ભોંસલેએ અવિનાશ વ્યાસના સંગીત નિદર્શન હેઠળ અનેક સુપરહિટ ગીતો ગાયા છે. જે આજે Gen Zના સમયમાં પણ લોકપ્રિય છે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં 450 કરતાં વધુ ગીતો ગાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તેમણે ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે મળીને સોના વાટકડી રે, ઊંચી તલાવડીની કોર, માડી તારુ કંકુ ખર્યું ને, છાનુ રે છાપનું થાય નહીં, છેલા જી રે પાટણથી પટોળા મોંઘા લાવજો, ખમ્મા મારા નંદજીના લાલ, દૂધે તે ભરી તલાવડીને, મારા રામ તમે સીતાજીને તોલે, જેવા ગીતો ગાયા છે. આ તમામ ગીતો આજના યુગમાં પણ એટલા જ સુપરહીટ છે જે એ સમયે હતાં.

નવરાત્રિમાં આશા ભોંસલે દ્વારા ગાવામાં આવેલા ગીતોની ધૂમ મચે છે

આશા ભોંસલેએ માર્ચ 2024માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ગાયિકા આશા ભોસલેની ફોટો બાયોગ્રાફી લોન્ચ કરી હતી. આ દરમિયાન આશા ભોંસલેએ કેટલાક ગીતો ગાયા હતાં. તેમાં પાટણથી પટોળા મોંઘા લાવજો અને તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે ગીત પણ ગાયું હતું. ગુજરાતી ફિલ્મોમાં આશા ભોંસલે સહિત કિશોર કુમાર અને લતા મંગેશ્કરે પણ ગીતો ગાયા છે. જ્યારે પણ નવરાત્રી આવે એટલે એટલા બધા ગીતો અને ગરબાની ધૂન પણ યુવાધન હીલોળે ચઢે છે જે આશા ભોંસલે દ્વારા ગાવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ Asha Bhosle Passes Away : આશા ભોસલેએ 10 વર્ષની ઉંમરે ગાયુ હતુ પહેલુ ગીત, 12 હજારથી વધુ ગીતોનો રેકોર્ડ

Breaking News: 92 વર્ષીય દિગ્ગજ ગાયિકા આશા ભોસલેને ‘કાર્ડિયાક અરેસ્ટ’, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

Breaking News: 92 વર્ષીય દિગ્ગજ ગાયિકા આશા ભોસલેને ‘કાર્ડિયાક અરેસ્ટ’, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

ભારતીય સંગીત જગતના દિગ્ગજ અને કરોડો લોકોના મનપસંદ ગાયિકા આશા ભોસલે અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શનિવારે અચાનક તબિયત બગડતા તેમને મુંબઈની જાણીતી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, હાર્ટ એટેક (હૃદયરોગનો હુમલો) આવ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

ડો. પ્રતિક સમતાનીએ પુષ્ટિ કરી છે કે, આશાજી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને ઈમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જો કે, હોસ્પિટલ તરફથી તેમની વર્તમાન સ્થિતિ અંગે હજુ સુધી કોઈ વિગતવાર મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી.

સાત દાયકાની અવિરત સંગીત યાત્રા

માત્ર 10 વર્ષની ઉંમરે સંગીતની સફર શરૂ કરનાર આશા ભોસલેએ ભારતીય સિનેમાને હજારો યાદગાર ગીતો આપ્યા છે. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી અને અનેક પ્રાદેશિક ભાષાઓમાં પોતાની ગાયકીનો જાદુ પાથર્યો છે.

યાદગાર ગીતોની ઝલક:

  • રોમેન્ટિક ગીતો: ‘અભી ના જાઓ છોડકર’, ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’.
  • ચુલબુલા ગીતો: ‘પિયા તુ અબ તો આજા’, ‘દમ મારો દમ’.
  • ગઝલ: ‘ઈન આંખો કી મસ્તી કે’, ‘દિલ ચીઝ ક્યા હૈ’ (ફિલ્મ: ઉમરાવ જાન).
  • ગુજરાતી ગીતો: ‘મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો’ અને ‘તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે’.

પરિવાર અને વારસો

આશા ભોસલે સંગીત પરિવારમાંથી આવે છે. તેઓ દિગ્ગજ ગાયિકા સ્વ. લતા મંગેશકરના નાના બહેન છે. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. તેમના લગ્ન જાણીતા સંગીતકાર આર.ડી. બર્મન (પંચમ દા) સાથે થયા હતા, જેમના સંગીત નિર્દેશનમાં આશાજીએ અનેક સુપરહિટ ગીતો આપ્યા છે.

સન્માન અને પુરસ્કારો

આશા ભોસલેના સંગીત પ્રદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે:

  1. દાદાસાહેબ ફાળકે એવોર્ડ: ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર.
  2. પદ્મ વિભૂષણ: ભારત સરકાર દ્વારા બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન.
  3. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ: સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ્સ (ગીતો) ગાવા માટે તેમનું નામ ગિનીસ બુકમાં નોંધાયેલું છે.
  4. નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: અનેક ફિલ્મો માટે શ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર.

ચાહકોની પ્રાર્થના

90 વર્ષની વયે પણ આશા તાઈ હંમેશા ઉત્સાહી અને હસમુખા જોવા મળતા રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને બોલિવૂડની હસ્તીઓ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહી છે. સંગીત પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે કે તેમનો સુરીલો અવાજ ફરી એકવાર ગુંજી ઊઠે.

Asha Bhosle Family Tree : અડધા ગુજરાતી છે આશા ભોંસલે, ગુજરાતી સહિત અનેક ગીતોમાં આપી ચૂક્યા છે અવાજ જાણો તેમના પરિવાર વિશે