આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!

આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!

0..2..4..6 અને 91! કેપ્ટન ઇશાન કિશનની ચોંકાવનારી બેટિંગ, રાજસ્થાનના બોલરોને બતાવ્યા તારા

Breaking News: અભિષેક શર્માએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, 9 વર્ષ અને 79 ઈનિંગ્સમાં પહેલીવાર આવું બન્યું

Local Body Elections 2026 : રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે ‘નો ઇન્ડિવિઝ્યુઅલ’ પ્રચાર, પેનલ તૂટવાના ડર વચ્ચે કડક સૂચના

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપ સંગઠને આંતરિક શિસ્ત અને એકતા જાળવવા માટે ઉમેદવારોને મહત્વની સૂચનાઓ આપી છે. ખાસ કરીને મતદાન સમયે ‘પેનલ’ તૂટવાની આશંકાઓને જોતા પક્ષ દ્વારા પ્રચાર પ્રસારની પદ્ધતિમાં ચુસ્તતા લાવવાનો નિર્ણય લેવાયો છે.

વ્યક્તિગત પ્રચાર પર પ્રતિબંધ

પક્ષના આદેશ મુજબ, વોર્ડના ચારેય ઉમેદવારોએ પ્રચાર માટે ફરજિયાતપણે સાથે જવાનું રહેશે. કોઈ પણ ઉમેદવાર વ્યક્તિગત રીતે કે પોતાની પેનલ તોડીને અલગથી પ્રચાર કરી શકશે નહીં. ભાજપનું માનવું છે કે જો ઉમેદવારો અલગ-અલગ પ્રચાર કરે તો મતદારોમાં ખોટો સંદેશ જાય છે અને તેનાથી પેનલ તૂટવાનું જોખમ વધી જાય છે. તમામ ચારેય ચહેરાઓ એકસાથે જનતા વચ્ચે જાય તેવું સંગઠન ઈચ્છી રહ્યું છે.

જ્ઞાતિગત સમીકરણો પર ભાર

બેઠક દરમિયાન જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે. દરેક જ્ઞાતિના મતદારોને રિઝવવા માટે રણનીતિ ઘડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ઘણીવાર ઉમેદવારો પોતાના અંગત સંપર્કોને કારણે માત્ર પોતાના માટે જ મત માંગતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ વખતે આવી કોઈ ભૂલ ન થાય અને ભાજપની આખી પેનલ વિજેતા બને તે માટે હાઈકમાન્ડે અત્યારથી જ ઉમેદવારોને શિસ્તના પાઠ ભણાવ્યા છે.

આ પણ વાંચો—-    Local Body Elections 2026 : મનસુખ વસાવા લાલઘૂમ, તકલીફ હોય તો કહી દેજો, મેન્ડેટ બદલી નાખીશું, ગેરહાજર ઉમેદવારોને સાંસદની આખરી ચેતવણી

Botad : ટુ-ફોર વ્હીલર વાહનની સિલ્વર તથા ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે

બોટાદની વાહન વ્યવહાર કચેરી દ્વારા નોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33Tની સિલ્વર ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શનની પ્રક્રિયા 16 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ સિરીઝ માટે ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનચાલકો તેમના વાહનોનું parivahan.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે.

7 દિવસમાં સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે

વાહન ખરીદ્યાને 30 દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લિકેશન કરી ફી તથા ટેક્સ ભરપાઈ કરી આરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ટર બીડ ભરી ઈ-ઑક્શનમાં ભાગ લઈને મનગમતો પસંદગી નંબર મેળવવાની તકનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે તથા વાહન ખરીદ્યાના દિવસ-7 (સાત)માં સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે અને તેમનું પર્સનલ લોગીન કરી આ માટેની એપ્લિકેશન parivahan.gov.in વેબસાઈટ પર નીચે મુજબની કાર્યવાહી રહેશે.

2 દિવસ સુધીમાં અરજી કરી શકાશે

આ સિરીઝના ગોલ્ડન, સિલ્વરના નંબર મેળવવા માટે તારીખ 16/04/2026થી 18/04/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ તા.18/04/2026થી તા. 20/04/2026ના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઓનલાઈન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, જે અરજદારોના ઈ-ફૉર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમીટ(જમા) કરવાનું રહેશે. જેમણે સીએનએ ફોર્મ ભરેલ હોય તેમને જ પસંદગી નંબરનું ટેન્ડર ભરી શકાશે. કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે. ઉપર્યુક્ત હરાજીમાં ટેક્નીકલ ખામીને કારણે રદ કરવાની સત્તા આરટીઓની અનામત રહેશે.

આ પણ વાંચો : Gujarat local election 2026: ચૂંટણી પહેલા બે સગા ભાઈ આમનેસામને, મંત્રી ઈશ્વરસિંહે કહ્યું- ‘વલ્લભદાસ હાંસોટનો રાજા હોય તેમ…’

Gujarat local election 2026: ચૂંટણી પહેલા બે સગા ભાઈ આમનેસામને, મંત્રી ઈશ્વરસિંહે કહ્યું- ‘વલ્લભદાસ હાંસોટનો રાજા હોય તેમ…’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા જ ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને હાંસોટ પંથકમાં ભાઈ-ભાઈ વચ્ચેનો રાજકીય જંગ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે તેમના સગા ભાઈ વલ્લભ પટેલ પર આકરા પ્રહારો કર્યા છે.

એક જ પરિવારના 5 સભ્યો મેદાનમાં

મંત્રી ઇશ્વરસિંહ પટેલે વલ્લભ પટેલની પરિવારવાદની નીતિ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, વલ્લભદાસ પોતે હાંસોટના રાજા હોય તેવું વર્તન કરી રહ્યા છે. તેમણે પત્ની, પુત્રી, પુત્ર અને પુત્રવધૂ સહિત પરિવારના કુલ 5 સભ્યો પાસે ફોર્મ ભરાવ્યા છે. ઇશ્વરસિંહ પટેલે કટાક્ષમાં કહ્યું કે, કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા એટલે તેમણે આખા પરિવારને ચૂંટણી મેદાનમાં ઉતારવો પડ્યો છે.

‘કામ કર્યું હોય તો બતાવે, હું રાજનીતિ છોડી દઈશ’

ઇશ્વરસિંહ પટેલે વલ્લભ પટેલને પડકાર ફેંકતા કહ્યું કે, જો વલ્લભદાસે હાંસોટમાં એક પણ નોંધપાત્ર કામ કર્યું હોય, તો તે બતાવે, જો તે સાબિત કરી દેશે તો હું રાજનીતિ છોડી દઈશ. વધુમાં તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે, વલ્લભ પટેલ ભાજપમાં આવવા માટે ખૂબ જ તલપાપડ હતા, પરંતુ તેમની સત્તાની લાલસાને કારણે તેઓ ભાજપમાં સામેલ થઈ શક્યા નથી. આ શાબ્દિક પ્રહારોને લીધે હાંસોટનું રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું એ રહે છે કે, વલ્લભ પટેલ પોતાના ભાઈ અને મંત્રીના આ આક્ષેપોનો શું જવાબ આપે છે.

આ પણ વાંચો –  Gujarat local election 2026: ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કુબેરનગરથી કર્યા શ્રીગણેશ

આભમાંથી વરસશે અગનગોળા! આગામી 48 કલાક ભારે, જાણો કયા વિસ્તારોમાં અપાયું ‘યલો એલર્ટ’ – જુઓ Video

આભમાંથી વરસશે અગનગોળા! આગામી 48 કલાક ભારે, જાણો કયા વિસ્તારોમાં અપાયું ‘યલો એલર્ટ’ – જુઓ Video

રાજ્યભરમાં હવે ગરમીનું જોર આક્રમક રીતે વધવા જઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. ખાસ કરીને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થશે. આગામી 48 કલાક રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળશે, તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

ગરમીની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં હિટવેવની આશંકા વ્યક્ત કરી છે, જેના પગલે સાવચેતીના ભાગરૂપે આગામી બે દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બપોરના સમયે તાપમાનનો પારો ઊંચકાતા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા વહીવટી તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના 6 જિલ્લામાં તાપમાનનો પારો પહેલાં જ 40 ડિગ્રી ઉપર પહોંચી ચુક્યો છે. રાજકોટ અને અમદાવાદમાં તાપમાનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. એવામાં સૌથી વધુ સૌરાષ્ટ્ર, કચ્છમાં ઊંચા તાપમાન અને હિટવેવની આશંકાએ 2 દિવસ ‘યલો એલર્ટ’ જાહેર કરાયું છે.

આ પણ વાંચો: કડીમાં ચૂંટણી પહેલા જ ભાજપની જીત ! 36માંથી 22 બેઠકો બિનહરીફ જાહેર

“ગોપાલ ઈટાલિયા ગુંડાઓ સાથે સ્ટેજ શેર કરે છે”: અલ્પેશ કથિરીયાનો ગોપાલ ઈટાલિયાને જવાબ

“ગોપાલ ઈટાલિયા ગુંડાઓ સાથે સ્ટેજ શેર કરે છે”: અલ્પેશ કથિરીયાનો ગોપાલ ઈટાલિયાને જવાબ

સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, “AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!”

સુરત ચૂંટણીમાં ભડકો: ગોપાલ ઈટાલિયાનો સનસનીખેજ આરોપ, “AAP ને હરાવવા ભાજપે કોંગ્રેસને ઉમેદવારો ઉછીના આપ્યા!”

Kutch News: પ્રાગપર-રાપર રોડ પર કાર અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર, દંપતીનું મોત

સરહદી જિલ્લા કચ્છના વાગડ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પ્રાગપર-રાપર રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા દંપતીનું કરુણ મોત નીપજ્યું છે.

કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર

મળતી વિગતો અનુસાર, પ્રાગપર-રાપર રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલી કાર અને બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારના આગળના ભાગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં બાઈક સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વિસ્તારમાં શોકનું મોજું

વાગડ પંથકમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એકસાથે પતિ-પત્નીના મોતથી પરિવારમાં કલ્પાંત મચી ગયો છે. ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.

પોલીસ તપાસ શરૂ

અકસ્માત અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અકસ્માતનું કારણ હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો – Kutch: રાજસ્થાનના ઝવેરીને ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી શખ્સોએ ખેલ પાડ્યો