Chhota Udepur News: પાવી જેતપુર પાસે ટ્રેલર અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત, MPના બે યુવકોના મોત

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર રોડ પર આવેલી વન કુટિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પાવાગઢ ખાતે માં કાલિકાના દર્શન કરીને પરત ફરી રહેલા મધ્ય પ્રદેશના બે યુવકોની બાઇકને એક પૂરઝડપે આવતા ટ્રેલરે અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

બે યુવકોએ ગુમાવ્યા જીવ

ઘટનાની મળતી વિગતો અનુસાર, મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના મંડાર ગામના બે યુવકો બાઇક પર પાવાગઢ દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરીને પરત ઘરે જતી વખતે પાવી જેતપુર પાસે કાળમુખા ટ્રેલરે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓને કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

મૃતકોની ઓળખ

અકસ્માતમાં જીવ ગુમાવનાર બંને યુવકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં શૈતાન મેહડા (રહે. મંડાર ગામ, જિ. અલીરાજપુર, MP) અને રાયમલ મેહડા (રહે. મંડાર ગામ, જિ. અલીરાજપુર, MP)નો સમાવેશ થાય છે.

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પાવી જેતપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રેલર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાવાગઢ દર્શને ગયેલા યુવાનોના મોતના સમાચાર મળતા જ તેમના વતન મંડાર ગામમાં માતમ છવાઈ ગયો છે.

આ પણ વાંચો – Chhota Udepur: છોટાઉદેપુર નગરમાં ગમે ત્યારે પાણીની ટાંકી તૂટે તેવી ભીતિ

Gujarat Election 2026: ગુજરાત મનપા ચૂંટણી 2026 પત્રકારોનો પોલ, જાણો 15 શહેરોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે?

Gujarat Election 2026: ગુજરાત મનપા ચૂંટણી 2026 પત્રકારોનો પોલ, જાણો 15 શહેરોમાં આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે?

Rajkot News: જસદણમાં આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબ્યા, પાળી પરથી મળી માત્ર સાયકલ અને કપડાં

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક અત્યંત કરૂણ સમાચાર સામે આવ્યા છે. જસદણથી આશરે 4 કિલોમીટર દૂર બાખલવડ પાસે આવેલા આલણ સાગર તળાવમાં નહાવા પડેલા ચાર કિશોરો ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે અને ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરી છે.

તળાવની પાળ પરથી મળ્યા કપડાં અને સાયકલ

ઘટનાની મળતી માહિતી અનુસાર, સામાન્ય પરિવારના ચાર બાળકો બપોરના સમયે તળાવે ન્હાવા માટે ગયા હતા. મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. તપાસ દરમિયાન તળાવની પાળ પરથી બાળકોની સાયકલ અને કપડાં મળી આવ્યા હતા, જેના પરથી બાળકો પાણીમાં ડૂબ્યા હોવાની પ્રબળ આશંકા સાથે તંત્રને જાણ કરવામાં આવી હતી.

ગૂમ થયેલા બાળકોની વિગત

તળાવની જળરાશિમાં ગૂમ થયેલા ચારેય બાળકો એક જ જ્ઞાતિના અને મિત્રો હોવાનું જાણવા મળ્યું છે.

  • રાજવીર સામતભાઈ રાઠોડ (ઉંમર: 15 વર્ષ)
  • કિશન મનસુખભાઈ રાઠોડ (ઉંમર: 15 વર્ષ)
  • રામુભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉંમર: 14 વર્ષ)
  • કાળુભાઈ ભરતભાઈ રાઠોડ (ઉંમર: 10 વર્ષ)

યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન જાહેર

ઘટનાને પગલે જસદણ પોલીસ અને ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેમના ઊંડા પાણીમાં બાળકોને શોધવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચાર-ચાર માસૂમ બાળકોના ડૂબવાની આશંકાએ સમગ્ર જસદણ પંથકમાં અને બાળકોના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો – Rajkot News: ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં લાગી આગ, ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે

શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ નક્કી? ટ્રમ્પે છેલ્લી ઘડીએ ડેલિગેશનને મોકલવાનું ટાળ્યું, જાણો હવે શું થશે?

શું ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ નક્કી? ટ્રમ્પે છેલ્લી ઘડીએ ડેલિગેશનને મોકલવાનું ટાળ્યું, જાણો હવે શું થશે?

Surat : અલથાણ છેડતી પ્રકરણમાં મોટો ધડાકો, સમગ્ર છેડતી પ્રકરણ જ AAPનું સ્ક્રીપ્ટેડ ષડયંત્ર હોવાનો ખુલાસો

સુરતમાં અલથાણ વિસ્તારમાં બનેલી છેડતીની ઘટનામાં એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં આ સમગ્ર પ્રકરણ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રચાયેલું એક સ્ક્રિપ્ટેડ કાવતરું હોવાનો ઘટસ્ફોટ થયો છે આ ક્લિપમાં ‘આપ’ના ઉમેદવાર જીવરાજ પટેલના માણસ અને અન્ય વ્યક્તિ વચ્ચે થયેલો સંવાદ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. રિકન્ટ્રક્શન દરમ્યાન પોલીસ અને ભાજપ વિરુદ્ધ નારા લાગવાનું આયોજન હતું. પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય ખાતે હોબાળો કરવાનું પણ આયોજન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

“ક્રેડિટ હર્ષ સંઘવી ન લઈ જાય તે જોજો”

વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે કે, “પોલીસે પેલાની (આરોપીની) સર્વિસ કરી નાખી છે, પણ આપણે ઢીલા પડવાનું નથી. જો આપણે ઢીલા પડીશું તો બધી ક્રેડિટ હર્ષ સંઘવી લઈ જશે.” આ સંવાદ પરથી એવું પ્રતીત થાય છે કે પોલીસની ત્વરિત કામગીરીને જ્ઞાતિગત એંગલ આપીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ક્લિપમાં એવી પણ વાત છે કે, “અંદર છે એ માણસ આપણો છે, બધું ઠંડુ પડે એટલે છોડાવી લઈશું.” ઓડિયોમાં સંભળાય છે કે તરત જ પોલીસ સ્ટેશન, ભાજપ કાર્યાલય પર હોબાળો કરવાનો છે અને આખી વાત આપણી બાજુ વળી જશે, પાટીદારો ભાજપની કરી નાખશે

ભાજપ નેતાની ભવિષ્યવાણી સાચી પડી?

નોંધનીય છે કે, ભાજપના નેતા રાજુ કરપડાએ અગાઉ જ ભવિષ્યવાણી કરી હતી કે આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે છેલ્લી ઘડીએ કોઈ મોટું કાવતરું રચી શકે છે. મતો મેળવવા માટે ‘આપ’ ગુજરાતની શાંતિ ડહોળવાનું નીચ કૃત્ય કરી રહી છે. મુસ્લિમ તૃષ્ટિકરણ અને પાટીદારોને ભાજપ વિરુદ્ધ ઉશ્કેરવા માટે આ આખું ષડયંત્ર રચાયું હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

આ પણ વાંચો—    Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!

Gandhinagar : ધો. 10-12ના માર્કશીટમાં નામ-જન્મતારીખ સુધારવા માટે કેમ્પ યોજાશે, પરિણામ પહેલાં ભૂલ સુધારવાની છેલ્લી તક

ગાંધીનગર જિલ્લાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા વિદ્યાર્થીઓના ડેટામાં રહેલી ક્ષતિઓ સુધારવા અંગે શાળાના આચાર્યોને એક ખાસ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થાય તે પહેલાં વિદ્યાર્થીઓના નામ, અટક કે જન્મતારીખ જેવી વિગતોમાં કોઈ સુધારો હોય તો તે પૂર્ણ કરી લેવાની સુચના આપવામાં આવી છે.

પરિણામ પહેલાં જ સુધારાની પ્રક્રિયા

સામાન્ય રીતે માર્કશીટ આવી ગયા પછી સુધારા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે. આ મુશ્કેલી નિવારવા માટે ગાંધીનગર DEO એ પહેલ કરી છે. આચાર્યોને સુચના આપવામાં આવી છે કે, શાળા કક્ષાએ જ ખાસ કેમ્પ યોજીને વિદ્યાર્થીઓની વિગતો ચકાસી લેવી. જો કોઈ વિદ્યાર્થીના નામ, પિતાનું નામ, અટક કે જન્મતારીખમાં ભૂલ હોય, તો પરિણામ જાહેર થયા પહેલાં તેને સુધારી શકાય તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો અને અરજી

જે વિદ્યાર્થીઓએ સુધારો કરાવવો હોય તેમણે જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજો સાથે પોતાની શાળામાં અરજી કરવાની રહેશે. શાળાના આચાર્ય દ્વારા આ અરજીની ચકાસણી કરવામાં આવશે અને દસ્તાવેજો સાચા જણાયા બાદ જ અરજી સ્વીકારી આગળ મોકલવામાં આવશે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓની ફાઈનલ માર્કશીટમાં સાચી વિગતો છપાઈને આવશે, જેથી ભવિષ્યમાં એડમિશન કે પાસપોર્ટ જેવી પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે.

આ પણ વાંચો—    Local Body Elections 2026 : ગરમીના યલો એલર્ટ વચ્ચે 26 એપ્રિલે ગુજરાતમાં જંગ, નેતાઓ અને ચૂંટણી પંચ મતદાન વધારવા મક્કમ

Rajkot News: ચૂંટણી પૂર્વે પોલીસનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, DCP ઝોન-1 દ્વારા રૂબરૂ નિરીક્ષણ

રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ એક્શન મોડમાં છે. ઝોન-1 ના ડીસીપી (DCP) દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં જાતે જઈને સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ મતદારોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત બનાવવાનો છે.

અસામાજિક તત્વો સામે લાલ આંખ

ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો સામે ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડીસીપી ઝોન-1 ની સૂચનાથી પોલીસ ટીમો દ્વારા સંવેદનશીલ ગણાતા પોકેટ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સોની ગતિવિધિઓ પર નજર રાખવાની સાથે તેમની અટકાયતી ધરપકડ કરવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે, જેથી મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની તૈયારી

રાજકોટ પોલીસ દ્વારા વિવિધ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ મથકો પર વધારાની પોલીસ કુમક અને જરૂર જણાયે પેરા-મિલિટરી ફોર્સની તૈનાતી અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ડર કે ભય વગર મતદાન કરે અને જો કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Breaking News: સંજુની સદી બાદ નૂર-અકીલના સ્પિનનો જાદુ, ચેન્નાઈએ મુંબઈને 103 રનથી હરાવ્યું

Breaking News: સંજુની સદી બાદ નૂર-અકીલના સ્પિનનો જાદુ, ચેન્નાઈએ મુંબઈને 103 રનથી હરાવ્યું

IPL 2026 ના 33મા મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સને મોટા અંતરથી હરાવ્યું. મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ચેન્નાઈની વિસ્ફોટક બેટિંગ અને પછી શાનદાર બોલિંગે મુંબઈનેને સંપૂર્ણપણે ચકનાચૂર કરી દીધું. CSK એ 20 ઓવરમાં 207 રનનો મજબૂત સ્કોર બનાવ્યો અને મુંબઈને 19 ઓવરમાં માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ સાથે, ચેન્નાઈએ 103 રનથી જીત મેળવી. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આ ત્રીજી જીત છે.

સંજુ સેમસનની વિસ્ફોટક સદી

ચેન્નાઈની ઇનિંગનો હીરો સંજુ સેમસન હતો. તેણે માત્ર 54 બોલમાં અણનમ 101 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 187 થી વધુ હતો. સંજુએ શાનદાર શોટ્સ રમ્યા અને મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા. ઋતુરાજ ગાયકવાડે 22 રન, ડેવાલ્ડ બ્રેવિસે 21 રન અને કાર્તિક શર્માએ 18 રન બનાવ્યા. ટીમે પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી અને વચ્ચેની ઓવરોમાં રન રેટ જાળવી રાખ્યો, જેના કારણે CSK 207 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું.

 

મુંબઈની ખરાબ બેટિંગ

આ મોટા લક્ષ્યના જવાબમાં, મુંબઈની શરૂઆત ખરાબ રહી. પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. તિલક વર્માએ 37 રન અને સૂર્યકુમાર યાદવે 35 રન બનાવ્યા, પરંતુ બંને સિવાય કોઈ પણ બેટ્સમેન ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. પરિણામે, ટીમ 19 ઓવરમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

 

હુસૈન –અહેમદની જોરદાર બોલિંગ

ચેન્નાઈની બોલિંગમાં અકીલ હુસૈન અને નૂર અહેમદનો દબદબો રહ્યો. હુસૈને ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને ચાર વિકેટ લીધી. તેના ઘાતક સ્પિનથી મુંબઈની બેટિંગ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ. નૂર અહેમદે પણ બે વિકેટ લીધી. મુકેશ ચૌધરી, અંશુલ કંબોજ, જેમી ઓવરટન અને ગુર્જપનીત સિંહે એક-એક વિકેટ લીધી.

Breaking News: પાકિસ્તાની મૂળના ખેલાડીની IPL 2026 માં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સનો ચોંકાવનારો નિર્ણય

Surat : ઓલપાડમાં નજીવી બાબતે વૃદ્ધની પીવીસી પાઈપના ફટકા મારી હત્યા, ગામના ચોરા પાસે જ ખેલાયો ખૂની ખેલ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વેલુક ગામે એક વૃદ્ધની કરપીણ હત્યાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ગામના ચોરા પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મનહર પટેલ નામના વૃદ્ધ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પીવીસી પાઈપ વડે હુમલો

મળતી માહિતી મુજબ, મનહર પટેલ જ્યારે ગામના ચોરા પાસે હાજર હતા, ત્યારે કોઈ અગમ્ય કારણોસર થયેલી તકરારમાં શખ્સોએ ઉશ્કેરાઈને પીવીસી પાઈપ વડે તેમના પર હુમલો કર્યો હતો. પાઈપના આડેધડ ફટકા વાગવાથી મનહર પટેલને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઓલપાડ પોલીસે હાથ ધરી તપાસ

ગામના મધ્યમાં જ વૃદ્ધની હત્યાની ઘટના બનતા ગ્રામજનોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ ઓલપાડ પોલીસનો કાફલો વેલુક ગામે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલો કોણે અને કયા કારણોસર કર્યો તે દિશામાં પોલીસે શકમંદોની પૂછપરછ શરૂ કરી છે. 

આ પણ વાંચો—     Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત