Rajkot News: વૃદ્ધ વેપારીઓને વાતોમાં ભોળવી ગલ્લામાંથી રોકડ સેરવતી ટોળકી ઝડપાઈ, 10 ગુનાનો પર્દાફાશ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેપારીઓની નજર ચૂકવી ચોરી કરતી એક ટોળકીના મુખ્ય સૂત્રધાર વિકી સેખલીયા (રહે. ગારિયાધાર) અને બે સગીર સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ટોળકીની ચોરી કરવાની પદ્ધતિ (Modus Operandi) અત્યંત ચાલાકીભરી હતી. તેઓ ખાસ કરીને એવી દુકાનોની રેકી કરતા જ્યાં ઉંમરલાયક વેપારી એકલા બેઠા હોય. ત્યારબાદ, એક શખ્સ નાની વસ્તુ લેવાના બહાને વેપારીને વાતોમાં પરોવી દુકાનની અંદર લઈ જતો, જ્યારે બીજો સાગરીત ગલ્લા કે ટેબલ પર રાખેલી રોકડ રકમ સેરવીને પળવારમાં ફરાર થઈ જતો હતો.

ભક્તિનગર પોલીસ સ્ટેશનની ફરિયાદથી ભેદ ઉકેલાયો

આ ટોળકીએ ગત 1 મે, 2026ના રોજ રાજકોટના હુડકો શાક માર્કેટ પાસે જલારામ ઇમિટેશન સ્ટોર ચલાવતા 58 વર્ષીય ભરતભાઇ ગોટેયાને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ તેલની શીશી લેવાના બહાને વેપારીને વાતોમાં રાખી ટેબલ પર રાખેલું 85,000 રૂપિયાની રોકડ ભરેલું જબલું ચોરી લીધું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આ ટોળકીને પકડી પાડી છે. તેમની પાસેથી 2.58 લાખની રોકડ અને એક વેન્યુ કાર મળી કુલ 7.58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી વિકી વિરુદ્ધ અગાઉ પણ ચોરી અને મારામારીના ગુના નોંધાયેલા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 ગુનાની કબૂલાત

પકડાયેલી ટોળકીએ પ્રાથમિક પૂછપરછમાં રાજકોટમાં 2, ભાવનગરના સણોસરામાં 13 હજાર, વાસદમાં બિયારણની દુકાનમાંથી 1 લાખ, નવસારી અને ચીખલીમાં અલગ-અલગ દુકાનોમાંથી હજારો રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે દુકાનમાં એકસાથે 3-4 અજાણ્યા શખ્સો આવે ત્યારે સતર્ક રહેવું. ગલ્લા કે રોકડ રાખવાના ખાનાને હંમેશા લોક રાખવા. દુકાનમાં સીસીટીવી કેમેરા ચોક્કસ લગાવવા જેથી ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા રહે. હાલ ભક્તિનગર પોલીસે આરોપીઓનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકી ઝડપાતા સૌરાષ્ટ્રના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Dwarka News: આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગ, સલાયાના વહાણ પર હુમલો, એક ખલાસીનું મોત, 17નો બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાં માતમ છવાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા અંધાધૂંધ ક્રોસ ફાયરિંગમાં સલાયાના એક વહાણના ક્રૂ મેમ્બરનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ખલાસીના પરિવારજનો અને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે શોક વ્યાપી ગયો છે.

દુબઈથી યમન જઈ રહેલું વહાણ ઝપેટમાં આવ્યું

ઘટનાની મળતી માહિતી અનુસાર, ‘MSV અલ ફૈઝે નૂરે સુલેમાની-1’ નામનું વહાણ દુબઈથી માલ ભરીને યમન જઈ રહ્યું હતું. આ દરમિયાન મધદરિયે ઈરાન અને અમેરિકાના સૈન્ય વચ્ચે ક્રોસ ફાયરિંગ શરૂ થયું હતું. અંધાધૂંધ ગોળીબારને કારણે આ વહાણ ક્ષતિગ્રસ્ત થયું હતું અને તેમાં પાણી ભરાતા તે ડૂબવા લાગ્યું હતું.

સલાયાના યુવકનું મોત, અન્ય ખલાસીઓ સુરક્ષિત

આ દુર્ઘટના સમયે એન્જિન રૂમમાં ફરજ બજાવી રહેલા સલાયાના ખલાસી અલ્તાફ તાલબ કેરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, વહાણમાં સવાર અન્ય 17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણે આ તમામ ખલાસીઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચાડ્યા છે.

દેહ વતન લાવવા ભારત સરકારને રજૂઆત

ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયાએ આ અંગે ભારત સરકારને ઈમેલ મારફતે રજૂઆત કરી છે. તેમણે માગ કરી છે કે, મૃતક અલ્તાફ કેરના દેહને તાત્કાલિક વતન સલાયા લાવવામાં આવે અને દુબઈમાં રહેલા બાકીના ખલાસીઓને પણ વહેલી તકે ભારત પરત લાવવામાં આવે. આ સાથે ડેથ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા તંત્રને વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો – Dwarkaના રૂપેણ બંદરમાં પોલીસ પર પથ્થરમારો, ભીડને વિખેરવા હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ

Breaking News: 6 મહિના કામ અને 6 મહિના આરામ કરનાર ખેલાડીની ધમાલ, 27 કરોડ રૂપિયાથી વધુ છે પગાર

Breaking News: IPL 2026 માં રમી રહેલા સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય, PCB ને મોટો ઝટકો

Surat News: સુવેન્દુ અધિકારીના PAની હત્યા પહેલા ડો. પ્રકાશ ચંદ્ર સાથે કરી હતી અંતિમ મુલાકાત

પશ્ચિમ બંગાળના મધ્યમગ્રામમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની સનસનીખેજ હત્યાનો મામલો હવે સુરત સાથે જોડાયો છે. હત્યાના માત્ર બે કલાક પહેલા જ મૃતક ચંદ્રનાથ રથ સુરતના જાણીતા ભાજપ અગ્રણી ડો. પ્રકાશ ચંદ્ર સાથે હતા, જે બાદ તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

સાથે ચા પીધી અને 2 કલાક બાદ જ હત્યા

ડો. પ્રકાશ ચંદ્રના જણાવ્યા અનુસાર, તેઓ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર અર્થે છે. હત્યાના દિવસે રાત્રે તેઓ અને ચંદ્રનાથ રથ એક ચૂંટણીલક્ષી કોન્ફરન્સ મીટિંગમાં સાથે હતા. બંનેએ સાથે બેસીને ચા પીધી હતી અને ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. રાત્રે 10:30 કલાકે ચંદ્રનાથ રથ ‘હું ઘરે જમવા જાઉં છું’ તેમ કહીને નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો.

રેકી કરીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ

ચંદ્રનાથ રથ જ્યારે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમની ગાડી આંતરી હતી અને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારી તેમની હત્યા કરી દીધી હતી. ડો. પ્રકાશ ચંદ્રના મતે, આ કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ એક મોટું રાજકીય ષડયંત્ર છે. હુમલાખોરોએ અગાઉથી રેકી કરી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બંગાળમાં રહેલા સુરતી કાર્યકરોમાં ચિંતા

હાલમાં સુરત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાજપ કાર્યકર્તાઓ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે મોરચો સંભાળી રહ્યા છે. આ હિંસક ઘટના બાદ ત્યાં રહેલા સુરતી કાર્યકર્તાઓમાં ભારે ચિંતા અને ફફડાટ ફેલાયો છે. ડો. પ્રકાશ ચંદ્ર અને અન્ય આગેવાનોએ આ મામલે યોગ્ય સુરક્ષા અને તપાસની માગ કરી છે.

આ પણ વાંચો – Suvendu Adhikari PA Murder: નકલી નંબર પ્લેટ, પોઇન્ટ બ્લેન્ક રેન્જથી 4 રાઉન્ડ ફાયરિંગ…જાણો તપાસમાં શું આવ્યું બહાર?

Breaking News: IPL 2026 માં રમી રહેલા સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય, PCB ને મોટો ઝટકો

Breaking News: IPL 2026 માં રમી રહેલા સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય, PCB ને મોટો ઝટકો

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 30 મેથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવા જઈ રહી છે અને આ શ્રેણી પહેલા, સૌથી મોટો પ્રશ્ન એ હતો કે શું IPLમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આ ટુર્નામેન્ટ છોડીને પાકિસ્તાન જશે? હવે આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો મોટો નિર્ણય

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે IPLમાં રમી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય. તેમને તેમના કરાર મુજબ IPLમાં રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે મોટા ફટકા જેવો છે. કારણ કે હવે ઓસ્ટ્રેલિયા તેના યુવા ખેલાડીઓને પાકિસ્તાનમાં રમવા માટે મોકલશે.

 

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય

ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડ IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે. જોશ હેઝલવુડ RCBનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. મિશેલ સ્ટાર્ક દિલ્હી કેપિટલ્સ સાથે છે. યુવા ખેલાડીઓમાં કૂપર કોનેલી પંજાબ કિંગ્સ સાથે છે. જોશ ઈંગ્લિસ અને મિશેલ માર્શ લખનૌ સુપરજાયન્ટ્સ માટે રમી રહ્યા છે.

 

IPLમાં રમી રહ્યા છે સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ

હાલમાં છ સ્ટાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ IPLમાં રમી રહ્યા છે એટલે એ તો સ્પષ્ટ છે કે ઓસ્ટ્રેલિયા તેની B ટીમ પાકિસ્તાન મોકલશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના મુખ્ય ખેલાડીઓને IPLમાં રમ્યા પછી સ્વસ્થ થવાની તક આપવા માંગે છે, તેથી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ 30 મેના રોજ રાવલપિંડીમાં રમાશે. બીજી મેચ 2 જૂને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી વનડે પણ 4 જૂને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.

Breaking News: 17 ચોગ્ગા અને છગ્ગા… LSG માટે મિશેલ માર્શની સૌથી ઝડપી સદી, RCBના બોલરોની કરી જબરદસ્ત ધુલાઈ

Gandhinagar News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મેટ્રોમાં કરી સવારી, સામાન્ય નાગરિકની જેમ જાતે ટિકિટ ખરીદી મુસાફરો સાથે કર્યો સંવાદ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રોટોકોલ અને વીઆઈપી કલ્ચરથી દૂર રહીને રાજ્યપાલે ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમની આ સહજતા જોઈને મેટ્રોમાં મુસાફરી કરી રહેલા નાગરિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સચિવાલયથી રાણીપ સુધીનો પ્રવાસ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશનથી અમદાવાદના રાણીપ મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે કોઈ ખાસ સુવિધા લેવાને બદલે એક સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહીને વિન્ડો પરથી જાતે ટિકિટ (ટોકન) ખરીદી હતી. રાજ્યપાલને પોતાની સાથે મેટ્રોમાં મુસાફરી કરતા જોઈ મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

મુસાફરો સાથે સહજ સંવાદ

મુસાફરી દરમિયાન રાજ્યપાલે ટ્રેનમાં હાજર અન્ય મુસાફરો સાથે અત્યંત સહજતાથી વાતચીત કરી હતી. તેમણે લોકો પાસેથી મેટ્રોની સુવિધાઓ અને તેમના અનુભવો વિશે પૃચ્છા કરી હતી. રાજ્યપાલે મેટ્રો ટ્રેનની સુવિધા અને સમયબદ્ધતાના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, પર્યાવરણની જાળવણી અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે મેટ્રો એ ઉત્તમ વિકલ્પ છે.

આ પણ વાંચો – Gandhinagar news: કોંગ્રેસમાં મોટું ઓપરેશન, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 20 હોદ્દેદારો સસ્પેન્ડ

Big Breaking : બંગાળમાં મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવનાર શુભેન્દુ અધિકારીના PA ની ગોળી મારીને હત્યા, જુઓ Video

Big Breaking : બંગાળમાં મમતા બેનર્જીને ચૂંટણીમાં હરાવનાર શુભેન્દુ અધિકારીના PA ની ગોળી મારીને હત્યા, જુઓ Video

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સાથી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે. બુધવારે મોડી સાંજે ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. હુમલાખોરોએ રસ્તા વચ્ચે તેમની કાર રોકી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચંદ્રનાથ રથ અને તેમના ડ્રાઇવર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન ચંદ્રનાથ રથનું મોત થયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, ચંદ્રનાથ રથની કારનો અન્ય એક વાહન દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કારને ઓવરટેક કરી જબરદસ્તી રોકાવી અને ત્યારબાદ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી ચંદ્રનાથ રથના માથા અને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આરોપીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી ગોઠવવામાં આવી છે. સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હુમલાખોરોની ઓળખ માટે વિશેષ ટીમો પણ બનાવી છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ શુભેન્દુ અધિકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ચંદ્રનાથ રથના મોતની પુષ્ટિ કરી હતી. ભાજપે આ હુમલાને રાજકીય સડયંત્ર ગણાવી તૃણમૂલ કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભાજપના નેતાઓનો દાવો છે કે રાજ્યમાં ચૂંટણી બાદ રાજકીય હિંસા વધતી જઈ રહી છે અને આ હુમલો પણ તેની જ એક કડી છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી બાદ અનેક વિસ્તારોમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે જ દક્ષિણ 24 પરગણાના નારાયણપુર વિસ્તારમાં પણ ભારે તણાવ જોવા મળ્યો હતો. અહીં પોલીસ અને કેન્દ્રીય દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા અને કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા.

આ સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ચંદ્રનાથ રથની હત્યાને લઈને ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર પણ તેજ બન્યો છે. હાલમાં પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને હુમલાખોરોને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત

Chintan Shibirમાં મધ્ય ગુજરાતના મહેસૂલી મોડેલની ગુંજ, એક જ વર્ષમાં 20,000થી વધુ રેવન્યુ કેસનો નિકાલ

રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહેસૂલ વિભાગની ‘ચિંતન શિબિર’ના ‘બેસ્ટ પ્રેક્ટિસ સેશન’ અંતર્ગત મધ્ય ગુજરાતના જિલ્લાઓની મહેસૂલી કામગીરીએ વિશેષ ધ્યાન ખેંચ્યું છે. વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ મધ્ય ગુજરાત વિભાગના વિવિધ જિલ્લાઓની નોંધપાત્ર સિદ્ધિઓ અને વહીવટી સુધારાઓ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરી વિગતવાર વિગતો આપી હતી.

કલેકટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત વિભાગના જિલ્લાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવા અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ નવતર પ્રયાસોના પરિણામે છેલ્લાં માત્ર એક જ વર્ષમાં 20,000 જેટલા રેવન્યુ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે, જે વહીવટી તંત્રની કાર્યક્ષમતા દર્શાવે છે.

પ્રજાલક્ષી પહેલની ખાસ પ્રશંસા કરવામાં આવી

સેશન દરમિયાન આણંદ જિલ્લા કલેકટર દ્વારા અમલી બનાવવામાં આવેલી પ્રજાલક્ષી પહેલની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં સરકારી સેવાઓ અંગે લોકોના પ્રતિભાવો (ફીડબેક) લેવા માટે QR કોડનો અસરકારક ઉપયોગ અને સીધા જનસંપર્ક અને ગ્રામસભાઓના માધ્યમથી લોકોના પ્રશ્નો સાંભળવાની પદ્ધતિની સરાહના કરવામાં આવી હતી. સાથે જ જનસેવા કેન્દ્રોને વધુ સુવિધાજનક અને નાગરિક કેન્દ્રી બનાવવાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

નવી કાર્યપદ્ધતિઓ વિશે ગહન ચર્ચા કરવામાં આવી

ચિંતન શિબિરમાં જમીનના કેસોના ડિસ્પોઝલ, ખેડૂત ખરાઈના કામો,કલમ 63-એડી, સરફેસી એક્ટ(SARFAESI Act) તથા ટેલીગ્રામ એક્ટ અંતર્ગત જમીન સંબંધિત હીયરિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ જટીલ કાયદાકીય પ્રશ્નોમાં સમયસર નિર્ણય લેવા માટે નવી કાર્યપદ્ધતિઓ વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી. શિબિરમાં સત્તાના પ્રકાર, સીટી સર્વેની કામગીરી અને એજન્સીલક્ષી બાબતોમાં સુધારા લાવવા માટે મહત્ત્વના સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ નવતર પ્રયોગોનો ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી મહેસૂલી સેવાઓ ઝડપથી અને પારદર્શક રીતે પહોંચાડવાનો છે.

આ પણ વાંચો : Gujarat : 21 પોલીસ ઈન્સ્પેક્ટરની કરાઈ બદલી, રાજ્ય પોલીસ વડાએ આપ્યો આદેશ

Breaking News: સ્પિનર્સ અને સેમસનના દમ પર ચેન્નાઈએ દિલ્હીને આપી માત, CSKની પાંચમી જીત, DCની છઠ્ઠી હાર

Breaking News: સ્પિનર્સ અને સેમસનના દમ પર ચેન્નાઈએ દિલ્હીને આપી માત,  CSKની પાંચમી જીત,  DCની છઠ્ઠી હાર

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2026 માં પોતાની મજબૂત વાપસી ચાલુ રાખી છે અને પાંચમી જીત નોંધાવી છે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ઘરઆંગણે એકતરફી મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવ્યું. આ સાથે CSK એ પ્લેઓફની દોડને રોમાંચક બનાવી દીધી છે. દિલ્હી કેપિટલ્સના નબળા નિર્ણયો અને ચેન્નાઈના સ્પિનરોની તાકાતને કારણે CSKએ યજમાન ટીમને ફક્ત 155 રનમાં જ રોકી દીધી, ત્યારબાદ સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી.

ટોસ જીતી બેટિંગનો અક્ષરનો ચોંકાવનારો નિર્ણય

દિલ્હી કેપિટલ્સ પાસે ચેન્નાઈ સામે ઘરઆંગણે હારનો સિલસિલો સમાપ્ત કરવાની સારી તક હતી. સતત ત્રણ હાર બાદ દિલ્હીએ પોતાની પાછલી મેચ જીતી લીધી હતી અને આશા હતી કે ટીમ જીતનો સિલસિલો ચાલુ રહેશે. પરંતુ જ્યારે કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સ્પિનર-ફ્રેન્ડલી પિચે દિલ્હીના નિર્ણયને ખોટો સબિત કર્યો.

 

દિલ્હીએ 156 રનનો આપ્યો ટાર્ગેટ

ઓપનર કેએલ રાહુલ અને પથુમ નિસાન્કા, જેમણે અગાઉની મેચમાં વિસ્ફોટક ઇનિંગ્સથી દિલ્હીને જીત અપાવી હતી, આ વખતે નિષ્ફળ ગયા. બંને પાવરપ્લેમાં આઉટ થયા, ત્યારે સ્કોર ફક્ત 37 હતો. ત્યારબાદ સ્પિનર ​​નૂર અહેમદ આવ્યો અને તેણે બે વિકેટ લઈને દિલ્હીના વાપસીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા, અને ટૂંક સમયમાં 69 ના સ્કોર પર પાંચ બેટ્સમેન પાછા ફર્યા, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ઇમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીએ ઇનિંગને સ્થિર કરી. બંને વચ્ચે 65 રનની ભાગીદારીએ ટીમને 155 ના સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.

 

દિલ્હીના બોલરો પણ નિષ્ફળ રહ્યા

દિલ્હીની ઈનિંગ પછી કેપ્ટન અક્ષર પટેલે આશા રાખી હશે કે તે અને કુલદીપ યાદવ પણ ચેન્નાઈના બેટ્સમેનોને આ જ રીતે નિયંત્રિત કરશે. લુંગી એનગીડી અને અક્ષરે 45 રનમાં બે વિકેટ લઈને થોડી આશા જગાવી, પરંતુ તે પછી સંજુ સેમસને દિલ્હીના બોલરોને કોઈ તક આપી નહીં. તેણે કુલદીપ યાદવ અને ટી નટરાજનને ખાસ નિશાન બનાવ્યા અને તેમની સામે બાઉન્ડ્રીઓ ફટકારી.

 

સેમસન-કાર્તિકની 114 રનની અણનમ ભાગીદારી

સેમસનની સાથે યુવા બેટ્સમેન કાર્તિક શર્મા પણ જોડાયો હતો, જેણે અગાઉની મેચમાં અણનમ અડધી સદી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. સંજુએ માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને કાર્તિક સાથે મળીને ટીમને વિજય અપાવ્યો. જોકે, સંજુ આ સિઝનમાં પોતાની ત્રીજી સદી પૂર્ણ કરી શક્યો નહીં કારણ કે સદી પૂર્ણ થાય તે પહેલાં જ લક્ષ્ય પૂર્ણ થઈ ગયું હતું. તે 87 રન બનાવીને અણનમ રહ્યો. તેણે કાર્તિક સાથે 114 રનની અણનમ ભાગીદારી કરી. કાર્તિક સતત બીજી મેચમાં અણનમ રહ્યો, તેણે 41 રન બનાવ્યા.

Breaking News: સંજુ સેમસને 6 છગ્ગા ફટકાર્યા, 87 રન બનાવી ચેન્નાઈ સુપર કિંગ્સને દિલ્હી સામે અપાવી જીત