IPL 2026: 160 રનના ટાર્ગેટ સામે લખનૌની શરમજનક હાર, રાજસ્થાને હોમ ગ્રાઉન્ડમાં જ ધૂળ ચટાડી
Month: April 2026
Breaking News: ચૂંટણી પૂરી થતા જ ‘મોંઘવારીનો ડામ’ ! પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની આશંકા
દેશમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. રેલીઓ ચાલી રહી છે, મતદાન થઈ રહ્યું છે અને રાજકીય નિવેદનબાજી તેજ બની છે. જો કે, આ રાજકીય શોરબકોર વચ્ચે એક એવી ચિંતા પણ વધી રહી છે કે, જે સીધી સામાન્ય માણસના ખિસ્સા સાથે જોડાયેલી છે. આ ચિંતા પેટ્રોલ અને ડીઝલના ભાવની છે. ઘરેલું બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે મોટો સંકેત આપ્યો છે.
રિપોર્ટ અનુસાર, જો ક્રૂડ ઓઈલના ભાવ વર્તમાન સ્તરે જળવાઈ રહેશે, તો ચૂંટણી પૂરી થયા પછી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹25 થી ₹28 સુધીનો વધારો થઈ શકે છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે, ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુનીમાં સ્થિતિ અસ્થિર છે. આ એ જ દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વના તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. ખાસ વાત એ છે કે, જ્યારે પણ અહીં તણાવ વધે છે, ત્યારે તેલ બજારમાં ફફડાટ ફેલાય છે.
ઈરાન, અમેરિકા અને પશ્ચિમ એશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે સપ્લાયને લઈને ડર વધાર્યો છે. ભલે થોડા સમય માટે રસ્તો ખુલ્લો હોય પરંતુ બજારને વિશ્વાસ નથી કે, સ્થિતિ સામાન્ય રહેશે. આ જ કારણ છે કે, ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો વિદેશથી ખરીદે છે. ટૂંકમાં, જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થશે, તો ભારતનું આયાત બિલ વધવું નિશ્ચિત છે. રિપોર્ટ મુજબ, માર્ચ અને એપ્રિલમાં ભારતીય ક્રૂડ બાસ્કેટમાં મોટો ઉછાળો આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આયાતનું પ્રમાણ 13 થી 15 ટકા ઘટ્યું છે, તેમ છતાંય કુલ આયાત બિલ દરરોજ અંદાજે 190 થી 210 મિલિયન ડોલર સુધી વધી ગયું છે.
સરળ રીતે જોઈએ તો, ઓછું તેલ ખરીદવા છતાં પણ વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનો બોજ હવે રિફાઇનિંગ કંપનીઓ પર પડી રહ્યો છે. કોટકનો અંદાજ છે કે, કંપનીઓ પર દર મહિને લગભગ ₹270 અબજનું વધારાનું દબાણ આવી રહ્યું છે. સરકારે થોડી રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ₹10નો ઘટાડો કર્યો હતો અને વિન્ડફોલ ટેક્સ પણ ફરીથી લાદવામાં આવ્યો હતો પરંતુ તેનાથી સમસ્યા સંપૂર્ણ રીતે હલ થઈ નથી. રિપોર્ટ કહે છે કે, ભાવ વધારવાની આર્થિક જરૂરિયાત મજબૂત છે પરંતુ આ નિર્ણય રાજકીય સમય જોઈને લેવામાં આવી શકે છે. મતદાનનો અંતિમ તબક્કો 29 એપ્રિલે હોવાથી ચૂંટણી પૂરી થયા પછી જ કોઈ મોટા નિર્ણયની શક્યતા માનવામાં આવી રહી છે. એકંદરે અત્યારે રાહત છે પણ આગળ જતાં મોટો ઝટકો મળી શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જો ₹25-28નો વધારો થાય, તો તેની અસર માત્ર ખાનગી વાહનો સુધી મર્યાદિત નહીં રહે પરંતુ સમગ્ર અર્થતંત્ર પ્રભાવિત થશે. ભાવમાં આટલા મોટા ઉછાળાથી સૌથી પહેલા ટ્રાન્સપોર્ટ મોંઘું થશે, જેના કારણે શાકભાજી અને રાશન જેવી જરૂરી ચીજવસ્તુઓના પરિવહનનો ખર્ચ વધી જશે. આ સાથે ટેક્સી અને ઓટોના ભાડામાં પણ વધારો થવાની સંભાવના છે તેમજ એરલાઇન ટિકિટો પણ મોંઘી થઈ શકે છે.
ઈંધણના ભાવમાં આ વધારો મોંઘવારી પર નવું દબાણ ઊભું કરશે. હવે આ સાબિત કરે છે કે, પેટ્રોલ-ડીઝલ એ માત્ર બળતણ નથી પણ સમગ્ર અર્થતંત્રના ધબકારા છે. એવું પણ બની શકે કે, કિંમતો એકસાથે ન વધે. રિપોર્ટ અનુસાર, સરકાર ધીમે-ધીમે ભાવ વધારવાનો રસ્તો પસંદ કરી શકે છે, જેથી મોંઘવારી પર વધુ દબાણ ન આવે અને કંપનીઓનું નુકસાન પણ ઓછું થાય.
આ પણ વાંચો: સેવિંગ એકાઉન્ટ રાખતા લોકો ચેતી જજો, નહીંતર બેંક વસૂલશે ‘મોટો દંડ’
એક નાની ભૂલ અને ACનું બિલ બમણું ! આ વસ્તુઓ રૂમમાં રાખતા પહેલા વિચારજો
ACનો ઉપયોગ કર્યા પછી વીજળીનું બિલ ઓછું રાખવા માટે લોકો અલગ-અલગ ઉપાયો અજમાવે છે અને ઓછું વીજ વપરાશ કરતું 5-સ્ટાર રેટિંગવાળું AC પણ પસંદ કરે છે. ઘણા ઉપાયો અજમાવ્યા છતાં ACનું બિલ ઘણીવાર વધારે જ આવે છે. આવો સમજીએ કે AC ચાલતી વખતે રૂમમાં કઈ ભૂલો ટાળવી જરૂરી છે. ( Credits: AI Generated )
AC ચાલતા રૂમમાં એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જે વધુ ગરમી પેદા કરે, કારણ કે તેનાથી એસી પર વધુ દબાણ પડે છે અને તે વધુ વીજળી વાપરે છે. ( Credits: AI Generated )
AC ચાલતા રૂમમાં કોઈપણ એવી વસ્તુ ન રાખવી જોઈએ જે સરળતાથી ગરમી પેદા કરે, કારણ કે તેનાથી રૂમ ઠંડું થવામાં વધુ સમય લાગે છે. ( Credits: AI Generated )
રૂમ પૂરતો ઠંડો થઈ જાય પછી એસીની ગતિ ઓછી થઈ જાય છે અથવા તેનું કોમ્પ્રેસર બંધ થઈ જાય છે. કોમ્પ્રેસર બંધ રહે ત્યારે વીજળીની ખપત ઘટે છે, એટલે બિલ પણ ઓછું આવે છે. ( Credits: AI Generated )
AC ચાલતા રૂમમાં એવી કોઈ વસ્તુઓ કે ઉપકરણોનો ઉપયોગ ન કરવો જોઈએ જે ઠંડક લાંબા સમય સુધી રાખે, કારણ કે જેટલો વધુ સમય AC ચાલુ રહેશે, તેટલું વીજળીનું બિલ પણ વધશે. ( Credits: AI Generated )
AC ચાલુ કરવા પહેલાં દરવાજા અને બારીઓ સારી રીતે બંધ છે કે નહીં તે તપાસવું જોઈએ. જો બહારની હવા અંદર આવે કે અંદરની ઠંડી હવા બહાર જાય, તો ACની અસર ઘટે છે. તેથી રૂમ ઠંડો થવામાં વધુ સમય લાગે છે અને વીજળીનું બિલ પણ વધે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
Surat : દમણમાં હોટલ અને ફ્લેટ બનાવવાના નામે 1.07 કરોડની છેતરપિંડી, ઇકોસેલ પોલીસે ભરત સિંધીને ઝડપ્યો
દમણમાં આલીશાન હોટલ અને ફ્લેટ બનાવવાના બહાને સુરતના એક રોકાણકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્સને સુરત ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ કરોડ રૂપિયા પડાવ્યા હતા.
છેતરપિંડીની વિગત
સુરત ઇકોસેલ પોલીસે આ મામલે ભરત સિંધી નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ભરતે તેના સાગરીત વિજય સાથે મળીને ફરિયાદીને દમણમાં એક ભવ્ય હોટલનું બાંધકામ શરૂ કર્યું હોવાની ખોટી વિગત આપી હતી. ફરિયાદી બિલ્ડરે દમણમાં બની રહેલી થ્રી સ્ટાર હોટેલ અને ફ્લેટના પ્રોજેક્ટમાં ઉજ્જવળ ભવિષ્ય જોઈ કુલ 1 કરોડ 7 લાખ 62 હજારનું મોટું રોકાણ કર્યું હતું.
વિશ્વાસઘાતની પદ્ધતિ
પૈસા મેળવી લીધા બાદ આરોપીઓએ બાંધકામ અધૂરું મૂકી દીધું હતું અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓની છેતરપિંડીની હદ તો ત્યારે આવી જ્યારે જે જગ્યા પર ફરિયાદીના ફ્લેટ બનવાના હતા, તે જગ્યા પણ અન્ય વ્યક્તિને વેચી મારી હતી. પોતાની સાથે થયેલી આ છેતરપિંડીની જાણ થતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઇકોસેલ પોલીસે ગુનો દાખલ કરી મુખ્ય આરોપી ભરતની ધરપકડ કરી છે અને તેના સાથીદાર વિજયની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.
Operation Mule Hunt 2.0 : ગુજરાતમાં 622 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, 40 આરોપીઓની ધરપકડ
રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓને ડામવા માટે સી.આઈ.ડી. ક્રાઈમના પોલીસ મહાનિદેશક ડો. કે. લક્ષ્મી નારાયણ રાવ અને પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરેની સૂચના હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત છેલ્લા એક મહિનામાં પોલીસે દેશવ્યાપી સાયબર ઠગાઈના નેટવર્કને તોડી પાડ્યું છે.
ભવ્ય કામગીરી અને ધરપકડ
પોલીસની અલગ-અલગ ટીમોએ ઊંઝા, ભાવનગર, રાજકોટ અને સુરત ખાતે દરોડા પાડીને કુલ 40 આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 622 કરોડનું ટોટલ ફ્રોડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં સાયબર ફ્રોડની કુલ 1039 ફરિયાદો નોંધાયેલી છે
મોડસ ઓપરેન્ડી
આ ગેંગના સભ્યો કમિશનની લાલચ આપીને પોતાના તથા અન્ય વ્યક્તિઓના નામે વિવિધ બેંકોમાં પેઢીઓના ‘મ્યુલ એકાઉન્ટ’ ખોલાવતા હતા. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં આ ખાતાઓમાં જમા કરાવી, તેનું રોકડમાં રૂપાંતર કરી આંગડિયા મારફતે સગેવગે કરવામાં આવતા હતા. આરોપીઓ આ નાણાં ગેરકાયદેસર હોવાનું જાણતા હોવા છતાં આર્થિક લાભ માટે આ ગુનાહિત કૃત્ય આચરતા હતા
જપ્ત કરેલો મુદ્દામાલ અને વિગતો
સુરત-ભાવનગરમાંથી પકડાયેલા આરોપીઓ પાસેથી 125 પેઢીઓની વિગતો, 868 બનાવટી ઇનવોઇસ અને 174 કરોડથી વધુની ઠગાઈની વિગતો મળી આવી છે તો ઊંઝા વિસ્તારમાંથી પકડાયેલા આરોપીઓ પાસેથી 114 કરોડથી વધુની ઠગાઈની 125 અરજીઓ મળી આવી છે. ઉપરાંત રાજકોટમાંથી 4 આરોપીઓની ધરપકડ સાથે અંદાજે 59.79 લાખની ઠગાઈની વિગતો મળી છે.
હેલ્પલાઇન નંબર 1030 પર સંપર્ક કરો
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કમિશનની લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટની વિગતો કોઈને આપવી નહીં. જો કોઈ સાયબર ફ્રોડનો ભોગ બને તો તુરંત હેલ્પલાઇન નંબર 1030 પર સંપર્ક કરવા જણાવાયું છે.
આ પણ વાંચો—- Surat : ઉમરામાં ઉદ્યોગપતિની પુત્રવધૂનો આપઘાત, લગ્નના 3 મહિનામાં જ ખ્યાતિ કેજરીવાલે જીવન ટૂંકાવ્યું
Aravalli: વૃદ્ધાના આપઘાતનું કારણ બનેલી ઠગાઈનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓ જેલના સળિયા પાછળ
અરવલ્લી જિલ્લાના માલપુરમાં વૃદ્ધાને છેતરીને ચાંદીના કડલા પડાવી લેનાર ટોળકીના બે સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. 4 માર્ચના રોજ બનેલી આ ઠગાઈની ઘટના એટલી આઘાતજનક હતી કે, પોતાની આજીવનની મૂડી સમાન દાગીના ગુમાવ્યાનું દુઃખ સહન ન થતા છેતરાયેલા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ કરુણ મોત બાદ માલપુર પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.
1 કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા
મળતી માહિતી મુજબ, ત્રણ ગઠિયાઓએ વૃદ્ધાને વાતોમાં ભોળવી તેમની પાસેથી અંદાજે 1 કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ દાગીના ગુમાવ્યાનું દુઃખ સહન ન થતા છેતરાયેલા વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વૃદ્ધાના આત્મહત્યાના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
2 આરોપી ઝડપાયા
આ મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મોડાસાના ડુંગરી વિસ્તારમાં ત્રાટકી હતી, જ્યાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
2.5 લાખની કિંમતના ચાંદીના કડલા જપ્ત
પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રૂ. 2.5 લાખની કિંમતના ચાંદીના કડલા અને ગુનામાં વપરાયેલ એક્ટિવા જપ્ત કર્યું છે. જોકે, આ ટોળકીનો હજુ એક સાગરીત પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા શખ્સો અગાઉ અન્ય કેટલી ઠગાઈમાં સામેલ છે તે દિશામાં પોલીસે પૂછપરછ શરૂ કરી છે. છેતરપિંડીને કારણે એક નિર્દોષ જીવ ગુમાવનાર વૃદ્ધાના પરિવારને ન્યાય અપાવવા પોલીસે ત્રીજા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Ahmedabad : સાણંદના છારોડીમાં વૃદ્ધાની હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ, પંથકમાં ફફડાટ
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના છારોડી ગામમાં એક વૃદ્ધાની નિર્મમ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. 65 વર્ષીય મદીનાબાનુ કુરેશી નામની વૃદ્ધાની તેમના જ મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા મોડી રાત્રે થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે.
વૃદ્ધાની લાશને સળગાવવાનો પણ પ્રયાસ
ઘટનાની વિગતો મુજબ, મદીનાબાનુ પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બોથડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે હત્યારાઓએ પુરાવા નાશ કરવા અથવા ગુનાને અંજામ આપ્યા બાદ વૃદ્ધાની લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાની આશંકા સામે આવી છે. સવારે જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
સાણંદ GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
ઘટનાની જાણ થતા જ સાણંદ GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને એફએસએલ (FSL)ની મદદથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી છે. લૂંટના ઈરાદે હત્યા થઈ છે કે પછી કોઈ અંગત અદાવત? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.
Apple ने ऐप्स से जुड़े मामले में नहीं दिया डेटा, CCI जल्द कर सकता है फैसला
इस बारे में CCI की ओर से हाल ही में दिए गए एक ऑर्डर में कहा गया है कि एपल ने अपना फाइनेंशियल डेटा और जांच पर अपने विचार की जानकारी नहीं दी है। इसके बजाय कंपनी ने दिल्ली हाई कोर्ट में लंबित एक अलग मामले का हवाला दिया है जिसमें एपल ने देश के एंटीट्रस्ट पेनल्टी कानून को चुनौती दी है। एपल के लिए भारत बड़े मार्केट्स में शामिल है।
Vadodara : 10 દિવસમાં 264 સ્થળોએ આરોગ્ય વિભાગનું ચેકિંગ, કારેલીબાગમાંથી 17 કિલો પનીર સીઝ કરાયું
વડોદરા શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મ પર દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને પનીર અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળને પકડવા માટે તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે.
264 એકમોમાં તપાસ અને 10 નમૂના લેવાયા
આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના પનીરનું વેચાણ કે ઉપયોગ કરતા કુલ 264 યુનિટ્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા 10 વિવિધ એકમો પરથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે. જો આ નમૂના રિપોર્ટમાં ફેલ જશે, તો સંબંધિત વેપારીઓ સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
કારેલીબાગમાં પનીરનો જથ્થો સીઝ કરાયો
આ કાર્યવાહી દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં એક એકમ પર તપાસ કરતા બિનઆરોગ્યપ્રદ અને શંકાસ્પદ ગુણવત્તાવાળું 17 કિલો પનીર મળી આવ્યું હતું. આરોગ્ય વિભાગે તાત્કાલિક આ જથ્થાને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉનાળાની શરૂઆત અને તહેવારોની મોસમમાં દૂધની બનાવટોમાં ભેળસેળની શક્યતા વધુ હોવાથી આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે તેવી માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
Amreli : લેન્સકાર્ટના ‘તિલક અને શિખા’ વિવાદના પડઘા પડ્યા, હિન્દુ સંગઠનોએ કર્મચારીઓને તિલક કરી નોંધાવ્યો વિરોધ
લેન્સકાર્ટ કંપની સામે શરુ થયેલો વિરોધ રાજ્યભરમાં પ્રસરી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ આજે બજરંગ દળ અને વિવિધ હિન્દુ સંગઠનો લેન્સકાર્ટ કંપની સામે મેદાનમાં ઉતર્યા હતા. શહેરના લેન્સકાર્ટ સ્ટોર પર પહોંચી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હિન્દુ ધર્મના પ્રતીકોના અપમાન સામે રોષ ઠાલવ્યો હતો.
કર્મચારીઓને તિલક કરી અનોખો વિરોધ
અમરેલીમાં હિન્દુ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં લેન્સકાર્ટની દુકાને પહોંચ્યા હતા. તેમણે કંપનીની નીતિઓનો વિરોધ કરવા માટે ત્યાં હાજર કર્મચારીઓના કપાળ પર તિલક કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. સંગઠનોનું કહેવું છે કે, “ભારત એક લોકતાંત્રિક દેશ છે અને અહીં કોઈ પણ કર્મચારીને તેની ધાર્મિક માન્યતાઓ કે પ્રતીકો ધારણ કરતા અટકાવવા તે બંધારણીય અધિકારોનું હનન છે.” શિખા અને તિલક એ સનાતન ધર્મની ઓળખ છે અને તેના અપમાનને ચલાવી લેવામાં આવશે નહીં.
પોલીસનો લોખંડી બંદોબસ્ત
વિરોધ પ્રદર્શનને પગલે શહેરમાં વાતાવરણ તંગ ન બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન ઘટે તે માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. લેન્સકાર્ટ સ્ટોરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.











